દેશના લગભગ બધા જ વિસ્તારોમાં ગરમી વધવાની શરૂ થઈ ગઈ છે. ફેબ્રુઆરી જતાં જ, ગરમી શરૂ થઈ જાય છે અને ગરમી વધવા લાગે છે. ગાર્ડનિંગના શોખીન લોકો માટે આ સમય ખૂબજ સારો ગણાય છે. અત્યાર સુધીમાં તમે શિયાળાની ઉપજ લઈ ચૂક્યા હોવ છો અને નવાં શાકભાજી ઉગાડવાની તૈયારી કરો છો.
હરિયાણાના ભિવાની નિવાસી ટેરેસ ગાર્ડનર ઉમેદ સિંહ કહે છે કે, ફેબ્રુઆરી મહિનામાં તેમના ગાર્ડન માટે નવાં ફળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે. આ માટે, તેઓ સૌથી પહેલાં કુંડાં, ગ્રોબેગ્સ અને ક્યારીઓમાં માટીનું ખોદકામ કરે છે, જેમાંથી તેમણે ઉપજ લઈ લીધી. ત્યારબાદ, તેમાં છાણીયું ખાતર, નીમખલી, ઘરે બનાવેલ જૈવિક કચરો વગેરે થોડી-થોડી માત્રામાં મિક્સ કરી શકાય છે.
ત્યારબાદ આ માટીને તમે કુંડાં, ગ્રોબેગ્સ કે ક્યારીઓમાં ભરી તેમાં ફળ-શાકભાજીનાં બીજમાંથી છોડ ઉગાડી શકો છો.
ફેબ્રુઆરીમાં ઉગાડવામાં આવતાં શાકભાજી અંગે ઉમેદ સિંહ જણાવે છે, ” આ મહિનામાં તમે વેલવાળાં શાકભાજી ઉગાડી શકો છો, જેમ કે, દૂધી, તૂરિયાં, કારેલાં, કોળાં, ગીલોડી વગેરે. તેના માટે તમારે છોડ તૈયાર કરવાની પણ જરૂર નથી પડતી. તમે તેને સીધાં જ કુંડાં કે ગ્રો બેગ્સમાં ઉગાડી શકો છો, આ સિવાય તમે તરબૂચ અને શક્કરટેટી જેવાં ફળોનાં બીજ પણ ઉગાડી શકો છો.”
દૂધી, તૂરિયાં અને કોળા સિવાય આ મહિનામાં ભીંડા, ખીરા કાકડી, શિમલા મરચાં , રીંગણ, બીન્સ જેવાં શાકભાજી પણ ઉગાડી શકો છો. આ બાબતે ટેરેસ ગાર્ડનર અંકિતા બાજપેયી જણાવે છે, “ફેબ્રુઆરી મહિનામાં તાપમાન 20 થી 30 ડિગ્રી વચ્ચે રહે છે. આ વાતાવરણ આ બધાં શાકભાજી માટે અનુકૂળ રહે છે. તમે જે પણ શહેરમાં રહેતા હોવ, પહેલાં ત્યાંનું તાપમાન તપાસો. જો તમારા શહેરનું તાપમાન 20 થી 30 ડિગ્રીની વચ્ચે હોય તો, તમે સહેલાઈથી આ શાકભાજી ઉગાડી શકો છો. સાથે-સાથે તમે જે પણ કન્ટેનરનો ઉપયોગ કરો, જેમ કે, કુંડુ, ગ્રો બેગ, ડો વગેરે, તેમાં તળીયે કાણું હોવું ખૂબજ જરૂરી છે, જેથી તેમાં વધારાનું પાણી ભરાઈ ન રહે,”
ફેબ્રુઆરી મહિનામાં ઉગાડો આ શાકભાજી:
- ભીંડા:

શિયાળાના અંતમાં કે ચોમાસાની શરૂઆતમાં ભીંડા ઉગાડવા સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ભીંડા ઉગાડવા માટે તમે સૌથી પહેલાં તેનો છોડ તૈયાર કરો. છોડ તૈયાર કરવા માટે 50% કોકોપીટમાં 25% માટી અને 25% વર્મીકંપોસ્ટ મિક્સ કરી પૉટિંગ મિક્સ તૈયાર કરો. તમે કોઈ નાના કુંડામાં પૉટિંગ મિક્સ ભરી ભીંડાનાં બીજ વાવો. આ બીજ વાવ્યા બાદ તેમાં પાણી આપો અને કુંડાને એવી જગ્યાએ મૂકો જ્યાં સીધો તડકો આવતો ન હોય.
લગભગ 25 દિવસમાં ભીંડાનો છોડ તૈયાર થઈ જશે અને પછી તમે તેને મોટા કુંડામાં વાવી શકો છો. તમે ઈંચ્છો તો, ભીંડાના છોડને ઉગાડવા માટે ઘરમાં પડેલ પાણીની ખાલી બોટલો કે લોટ અને ખાંડની ખાલી કોથળીઓનો પણ ઉપયોગ કરી શકો છો.
છોડને બીજા કુંડામાં ઉગાડતી વખતે, તમારે ફરીથી પોટિંગ મિક્સ બનાવવાનું રહેશે. તેમાં બરાબર માત્રામાં માટી, કોકોપીટ અને વર્મીકંપોસ્ટ મિક્સ કરો. કોકોપીટની જગ્યાએ તમે રેત અને વર્મીકંપોસ્ટની જગ્યાએ છાણીયું ખાતર પણ લઈ શકો છો. જો તમે ઈચ્છો તો ઉપર થોડી-થોડી માત્રામાં ‘પર્લાઈટ’ અને ‘વર્મીક્યૂલાઈટ’ પણ મિક્સ કરી શકો છો. આ બધી જ વસ્તુઓ ભેગી કર્યા બાદ, પૉટિંગ મિક્સને કોઈ કુંડા કે ગ્રો બેગમાં ભરો.
એક કુંડા કે ગ્રો બેગમાં, ભીંડાનો એકજ છોડ વાવવો, જેથી વિકસિત થવામાં તેને પૂરતું પોષણ મળી રહે.
છોડ ઉગાડ્યા બાદ, કુંડામાં પાણી પાઓ અને તેમને લગભગ એક અઠવાડિયા સુધી છાંયડામાં રાખો, જ્યાં સીધો તડકો આવતો ન હોય. એક અઠવાડિયા બાદ, તેને તડકામાં મૂકી દો અને જરૂર પ્રમાણે પાણી આપતા રહો. મહિનામાં 10 દિવસનાં અંતરાયમાં છાણીયું ખાતર, નીમખલી, સરસોખલી કે ફળ-શાકભાજીની છાલનું ખાતર વેગેરે આપતા રહો. આ દરમિયાન એ વાતનું ખાસ ધ્યાન રાખો કે, છોડ ક્યાંયથી કતરાતો હોય તેવું ન દેખાય, અનેજો એવું દેખાય તો, તમે જૈવિક કીટાણુ પ્રતિરોધકનો ઉપયોગ કરી શકો છો.
લગભગ 60 થી 70 દિવસમાં ભીંડા આવવા લાગશે.
વધુ જાણવા વિડીયો પણ પણ જોઈ શકો છો.
- દૂધી
દૂધી એક એવી શાકભાજી છે, જે વેલા પર ઊગે છે. તેનો છોડ તૈયાર કરવાની જરૂર નથી પડતી. તમે ઈચ્છો તો સીધો કુંડામાં ઉગાડી શકો છો. પૉટિંગ મિક્સ તૈયાર કરવા માટે 40% માટી, 30% રેતી અને 30% વર્મીકંપોસ્ટ મિક્સ કરી શકાય છે. કુંડુ કે ગ્રો બેગ લગભગ 22 ઈંચનું લાવી શકો છો.

- સૌપ્રથમ કુંડામાં પૉટિંગ મિક્સ ભરી તેના ઉપર પાણી છાંટો.
- હવે કુંડામાં લગભગા અડધો ઈંચનું કાળું કરી તેમાં બીજ મૂકો અને ઉપર માટી ભરી દો.
- બીજ વાવ્યા બાદ ઉપર ફરીથી પાણી આપો અને પછી કોઈ એવી જગ્યાએ મૂકો, જ્યાં સીધો તડકો આવતો ન હોય. લગભગ સાત દિવસ બાદ, જ્યારે બીજ અંકુરિત થવા લાગે ત્યારે કુંડાને તડકામાં મૂકી શકાય છે.
- લગભગ 10-12 દિવસમાં જ વેલ સરખી રીતે વધવા લાગે છે.
*જરૂર પ્રમાણે પાણી આપતા રહો. વચ્ચે-વચ્ચે જૈવિક ખાતર પણ કુંડામાં નાખતા રહો, જેથી છોડને યોગ્ય પોષણ મળતું રહે.
*25 થી 27 દિવસમાં વેલ વધવા લાગે છે અને તેના ઉપર તમે દોરી બાંધી શકો છો, જેથી તેના પર વેલ ચઢી શકે છે.
*લગભગ 50 દિવસ બાદ વેલ પર ફૂલ આવવા લાગશે. હવે નર ફૂલોમાંથી પરાગકણ લઈ માદા ફૂલો પર પોલીનેશન કરો.
*પોલિનેશન બાદ, માદા ફૂલોને કોઈ દોરીની મદદથી ઉપરની તરફ બાંધી દો.
*લગભગ 60 દિવસ બાદ, દૂધી વધવા લાગશે.
*80 થી 90 દિવસ બાદ, તમે દૂધીની ફસલ લઈ શકો છો.
વધુ જાણવા વિડીયો પણ પણ જોઈ શકો છો.
- કોળું:
કોળાને પણ તમે છોડ તૈયાર કર્યા વગર પણ વાવી શકો છો સીધું જ કુંડામાં, આ માટે પોટિંગ મિક્સ તૈયાર કરવા માટે 30% માટી, 30% રેત અને 40% વર્મીકંપોસ્ટ મિક્સ કરી શકો છો. કુંડામાં પોટિંગ મિક્સ ભરી તેમાં પાણી નાખો. હવે તેમાં કોળાનાં બીજ વાવો અને કુંડાને પાંચ-છ દિવસ સુધી છાંયડામાં રાખો. પ્રયત્ન કરવો કે, કુંડામાં એકજ બીજ વાવવું.

લગભગ 10-12 દિવસમાં છોડ વધવા લાગશે. કોળાની વેલને ટેકો આપવા માટે એક દોરી બાંધી લો. આ દોરી પર વેલને વધવા દો. વેલને નિયમિત પાણી આપો, પરંતુ જરૂર પૂરતું. લગભગ એક-દોઢ મહિના બાદ, વેલને ખાતર આપવાનું પણ શરૂ કરી દો. મહિનામાં બે વાર જૈવિક ખાતર ચોક્કસથી આપો.
છોડ વાવ્યાના બે મહિના બાદ વેલ પર ફૂલ આવવા લાગશે. હવે દર ફૂલનાં પરાગકણ લઈને માદા ફૂલ પર પોલીનેશન કરો.
પોલીનેશન કર્યાના લગભગ એકજ અઠવાડિયામાં વેલ પર કોળાનાં ફળ આવવા લાગશે. 80 થી 90 દિવસમાં તમે કોળાની ફસલ લઈ શકો છો.
વધુ જાણવા વિડીયો પણ પણ જોઈ શકો છો.
- ખીરા
ખીરાને વર્ષમાં બે વાર ઉગાડી શકાય છે. એક શિયાળાના અંતમાં અને બીજું ચોમાસાની શરૂઆતમાં. જો તમાર વિસ્તારમાં તાપમાન 20 થી 30 ડિગ્રીની વચ્ચે હોય તો, તમે ખીરાનાં બીજ ઉગાડી શકો છો. તમે ઈચ્છો તો, બજારમાંથી લાવેલ ખીરામાંથી બીજ કાઢીને પણ નવા છોડ વાવી શકો છો.

ખીરાનાં બીજને સીધાં જ કુંડામાં વાવવા માટે 15 થી 18 ઈંચનું કુંડુ લો. પૉટિંગ મિક્સ બનાવવા માટે માટી, રેત અને ખાતરને બરાબર માત્રામાં લો. પૉટિંગ મિક્સ કુંડાંમાં ભરી તેમાં પાણી છાંટો. માટીને ભીની કરી તેમાં ખીરાનાં બીજ વાવો. ત્યારબાદ તેમાં પાણી છાંટો અને છાંયડામાં મૂકી ચો. લગભગ એક અઠવાડિયામાં બીજ અંકુરિત થવા લાગશે. હવે આ કુંડાને તડકામાં મૂકો.
નિયમિત રીતે જરૂર પ્રમાણે પાણી આપતા રહો. સાથે-સાથે લગભગ એક મહિના બાદ છોડને જૈવિક ખાતર નાખવાનું પણ શરૂ કરો. આ માટે છાણીયું ખાતર, નીમખલી, સરસોની ખલી કે લિક્વિડ ખાતરનો ઉપયોગ કરી શકાય છે. 35 થી 40 દિવસમાં ખીરાના છોડમાં ફૂલ આવવા લાગશે. ફૂલ આવવા લાગે ત્યારબાદ તેમાં ખાતર નાખવાનો અંતરાલ વધારી શકો છો.
60 થી 70 દિવસમાં વેલ આવેલ ખીરાને હાર્વેસ્ટ કરી શકો છો. હવે બસ નિયમિત તેની દેખભાળ કરતા રહો.
વધુ જાણવા વિડીયો પણ પણ જોઈ શકો છો.
- કારેલાં:
‘કારેલાં’ વેગ પર ઉગતું શાકભાજી છે. તેને તમે વર્ષમાં બે વાર ઉગાડી શકો છો. પહેલા ગરામીની શરૂઆતમાં અને બીજી ચોમાસાની શરૂઆતમાં. જો તમે ઈચ્છો તો પહેલાં કારેલાના છોડ તૈયાર કરી શકો છો. આ માટે કોઈપણ પ્લાસ્ટિકની નાની બોટલ, ગ્લાસ કે નાના કુંડાનો ઉપયોગ કરી શકો છો.

તેમાં પૉટિંગ મિક્સ કરી કારેલાનાં બીજ વાવો. બીજ વાવ્યા બાદ, તેમાં પાણો આપો અને તેને કોઈ સારી જગ્યાએ મૂકો, જ્યાં સીધો તડકો આવતો ન હોય. લગભગ એક અઠવાડિયા બાદ જ્યારે બીજ અંકુરિત થઈ જાય ત્યારે તેને તડકામાં સીધું મૂકી શકાય છે. નિયમિત પાણી પાતા રહો. લગભગ 25 દિવસમાં તમારો છોડ ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર થઈ જશે.
હવે તમે 15 થી 18 ઈંચના કુંડામાં છોડ વાવી શકો છો. પૉટિંગ મિક્સ માટે બરાબર માત્રામાં માટી, રેતી અને છાણીયું ખાતર મિક્સ કરો. છોડને કુંડામાં વાવ્યા બાદ, 5-7 દિવસ સુધી એવી જગ્યાએ રાખો, જ્યાં સીધો તડકો આવતો ન હોય. નિયમિત જરૂર પ્રમાણે પાણી આપતા રહો અને એક અઠવાડિયા બાદ કુંડાને તડકામાં મૂકી દો.
છોડ વાવ્યાના એકથી દોઢ મહિના બાદ, પાણીની સાથે ખાતર નાખવાનું પણ શરૂ કરો. 35-40 દિવસમાં કારેલાની વેલ પર ફૂલ આવવાનાં શરૂ થઈ જાય છે. ફૂલ આવ્યા બાદ ખાતરની માત્રા ઘટાડી શકો છો. લગભગ 60 થી 70 દિવસમાં કારેલાં કાપણી માટે તૈયાર થઈ જશે.
વધુ જાણવા વિડીયો પણ પણ જોઈ શકો છો.
તો હવે રાહ કોની જોવાની, આજથી જ શરૂ કરો તમારા ધાબા કે બાલ્કનીમાં શાકભાજી ઉગાડવાની તૈયારી.
હેપ્પી ગાર્ડનિંગ.
આ પણ વાંચો: #DIY: તમે પણ આ છ રીતે ફૂલ-ઝાડ માટે બનાવી શકો છો પૉટિંગ મિક્સ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.