જો તમે ઘરે જ ગાર્ડન બનાવ્યો છે તો એવી વસ્તુ સૌથી મહત્ત્વની બની રહેશે જેનાથી છોડ ઊગાડી શકાય. મોટાભાગના લોકો માટીમાં જ છોડ ઊગાડે છે, પરંતુ આજકાલ માટી વગર જ છોડ ઊગાડવાની ફેશન છે. ઘણા લોકોને સાંભળવામાં આ જરા વિચિત્ર લાગશે પરંતુ શું ખરેખર આવું શક્ય છે? આપણી આસપાસ અનેક એવી વસ્તુઓ છે જેનાથી છોડ માટે સારું એવું પૉટિંગ મિક્સ (Potting mix) તૈયાર કરી શકાય છે. જો તમે ઇચ્છો તો તેમા માટીનો પ્રયાસ કરી શકો છો. જો માટી નથી તો તમે એક સારું પૉટિંગ મિક્સ તૈયાર કરી શકો છો.
ઉત્તર પ્રદેશના ગોરખપુરના ‘ટેરેસ ગાર્ડનર’ બ્રહ્મદેવ કુમાર તમને જણાવી રહ્યા છે કે કેવી રીતે તમે ઘરે જ અલગ અલગ છ પ્રકારનું પૉટિંગ મિક્સ તૈયાર કરી શકો છો. તેઓ વર્ષોથી ગાર્ડનિંગ કરી રહ્યા છે. તેઓ એવું જ પૉટિંગ મિક્સ તૈયાર કરી રહ્યા છે જે કુંડા કે કન્ટેનરમાં છોડી ઊગાડી રહ્યા છે તેમને ખૂબ લાભકારી થાય. કારણ કે તેમાં માટીની માત્રા મર્યાદિત હોય છે, અને ખેતરની જેમ તેને અન્ય કોઈ પોષણ નથી મળતું. આથી જરૂરી છે કે ઘરે પૉટિંગ મિક્સ તૈયાર કરીને જ તેમાં ફૂલ-છોડ લગાવવામાં આવે.
બુદ્ધદેવ છ પૉટિંગ મિક્સ તૈયાર કરવાની છ રીત જણાવી રહ્યા છે. જેમાંથી ત્રણ માટી વગર જ તૈયાર થાય છે.
આ પૉટિંગ મિક્સમાં એક વસ્તુ સામાન્ય છે, જે છે ‘ઑર્ગેનિક ફર્ટિલાઇઝર’, જેને તમારે સૌથી પહેલા બનાવી લેવાનું છે.

ઑર્ગેનિક ફર્ટિલાઇઝર કેવી રીતે તૈયાર કરશો:
આ પાંચ અલગ અલગ પ્રકારનું જૈવિક મિશ્રણ છે, જે કોઈ પણ છોડને વધવામાં મદદ કરે છે. આને બનાવવા માટે તમે રાખ, બૉન મિલ/રૉક ફૉસ્ફેટ/PROM ફર્ટિલાઇઝર, સરસો ખલી/મગફળી ખલી, ઉપયોગમાં લીધા બાદ વધેલી ચાની પત્તી/ઘરે બનાવેલું ખાતર, અને લીમડાની ખલી લઈ લો. હવે એક ચમચીની મદદથી આ તમામ વસ્તુઓને એક કન્ટેનરમાં ભેળવો. સૌથી પહેલા એક ચમચી રાખ નાખો, બાદમાં બે ચમચી બૉન મીલ. જે બાદમાં તેમાં ત્રણ ચમચી સરસો ખલી અને ચાર ચમચી ખાતર ભેળવો જે બાદમાં તેમાં નવ ચમચી લીમડાની ખલી નાખો.
આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. તમારું ઑર્ગેનિક ફર્ટિલાઇઝર તૈયાર છે. જો તમે નાના કુંડા માટે પૉટિંગ મિક્સ બનાવી રહ્યા છો તો તેમાં ચાના નાના કપ જેટલું ઑર્ગેનિક ફર્ટિલાઇઝર જરૂરથી નાખો. મધ્યમ સાઇઝના કુંડા માટે ત્રણ કપ જેટલું ફર્ટિલાઇઝર જરૂરીથી ઉમેરો.
પૉટિંગ મિક્સ તૈયાર કરવાની તૈયારી
1) સૌથી પહેલા સામાન્ય ગાર્ડનની માટી (20%) લો. હવે તેમાં 40 ટકા કોકોપીટ, 10 ટકા સૂકા પાંદડા, 10 ટકા ચોખાના ફોતરા અને 20 ટકા વર્મી કમ્પોસ્ટ ભેળવો. તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને ત્યારબાદ તેમાં 2 ટકા ઑર્ગેનિક ફર્ટિલાઇઝર મિક્સ કરો. આ તમામ વસ્તુઓ એકદમ સૂકાયેલી હોય તો ઉપરથી થોડું પાણી સ્પ્રે કરો. એક ફૂટથી ઓછી ઊંચાઈના છોડ માટે તમે આવા પૉટિંગ મિક્સનો ઉપયોગ કરી શકો છો.
2) નાના છોડ માટે માટી વગરનું પૉટિંગ મિક્સ પણ તૈયાર કરી શકાય છે. જેમાં 50 ટકા કોકોપીટ, 20 ટકા પર્લાઇટ (એક જાતના પથ્થર), 10 ટકા વર્મીક્યૂલાઇટ અને 20 ટકા વર્મી કમ્પોસ્ટ ખૂબ સારી રીતે મિક્સ કરો લો. જે બાદમાં આ મિક્ચરમાં 2 ટકા ઑર્ગેનિક ફર્ટિલાઇઝર ઉમેરો. જો તમારા પાસે પર્લાઇટ નથી તો તમે તેની જગ્યાએ ચોખાના ફોતરાનો ઉપયોગ કરી શકો છો. અને વર્મીક્યૂલાઇટની જગ્યાએ સૂકા પાંદડાનો ઉપયોગ કરી શકો છો.
3) ત્રીજી રીત સામાન્ય બગીચાની માટી સાથે છે. જેમાં 20 ટકા માટી, 10 મોટી રેતી, 40 ટકા અને 10 ટકા વર્મી કમ્પોસ્ટ નાખો. તમામ વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને તમાં 2 ટકા ઑર્ગેનિક ફર્ટિલાઇઝર ઉમેરો.
વધુ માહિતી માટે આ વિડીયો જુઓ:
4) પૉટિંગ મિક્સની ચોથી રીત માટી નગરની છે. જેમાં 40 ટકા કોકોપીટ, ચોખાના ફોતરા અથવા પર્લાઇટ, 10 ટકા સૂકા પાંદડા અથવા વર્મીક્યૂલાઇટ 10 ટકા, મોટી રેતી 10 ટકા, વર્મીકમ્પોસ્ટ 30 ટકા અને ત્યાર બાદ તેમાં બે ટકા ઑર્ગેનિક ફર્ટિલાઇઝર ઉમેરી દો. તમારી પૉટિંગ મિક્સ તૈયાર છે.
5) આ રીતમાં 40 ટકા સામાન્ય માટી, 20 ટકા મોટી રેતી, 10 ટકા ચોખાના ફોતરા, 30 ટકા વર્મી કમ્પોસ્ટ અને 2 ટકા ઑર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે. જે બાદમાં તમે તેમાં મોટા છોડ લગાવી શકો છો.
6) માટી વગરનું પૉટિંગ મિક્સ તૈયાર કરવા માટે સૌથી પહેલા 30 ટકા કોકોપીટ લો. જે બાદમાં તેમાં 10 ટકા ચોખાના ફોતરા અથવા પર્લાઇટ લો, 10 ટકા સૂકા પાંદડા મિક્સ કરો અથવા વર્મીક્યૂલાઇટ લો. 20 ટકા મોટી રેતી લો અને તેમાં 30 ટકા વર્મી કમ્પોસ્ટ ઉમેરો. અંતે તેમાં બે ટકા ઑર્ગેનિક ફર્ટિલાઇઝર ઉમેરશો તો તમારું પૉટિંગ મિક્સ તૈયાર થઈ જશે.
ઉપરના તમામ પૉટિંગ મિક્સનો ઉપયોગ તમે તમારા ઘરના ગાર્ડનમાં કરી શકો છો. સામાન્ય રીતે માટીમાંથી તૈયાર કરવામાં આવતા પૉટિંગ મિક્સ વજનદાર હોય છે, આથી જો તમે ઇચ્છી રહ્યા છો કે તમારી છત પર ઓછું વજન આવે તો તમે માટી વગરના પૉટિંગ મિક્સનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: સફળ આર્કિટેક બની અર્બન ખેડૂત પણ, ધાબામાં પોતાના અને પડોશીઓ માટે ઉગાડે છે પૂરતાં શાકભાજી