આંબળાનો(amla plant) છોડ એક એવું ફળ છે, જેના ઘણા ફાયદા છે. તેમાં ઉપલબ્ધ વિટામિન્સ અને અન્ય પોષક તત્વો ત્વચા અને વાળ માટે માત્ર ઉપયોગી બનાવે છે, પરંતુ ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તમે આંબળાને અથાણાં, રસ, પાવડર અને કેન્ડી વગેરે તરીકે વાપરી શકો છો.
આંબળાની ખેતી ભારતમાં મોટા પ્રમાણમાં થાય છે. ઉપરાંત, તેના ઔષધીય ગુણધર્મોને ધ્યાનમાં રાખીને, ઘણા લોકો તેને તેમના ઘરે રોપવાનું પસંદ કરે છે. જો કે, આંબળાના ઝાડ ઘણા વધે છે. એનાંથી લોકોને એવું લાગે છે કે, તે ફક્ત વિશાળ અને ખુલ્લી જગ્યામાં વાવેતર કરી શકાય છે. પરંતુ તે એવું નથી. આંબળાને ખીલવા માટે ખુલ્લી જગ્યાની જરૂર હોય છે, પરંતુ તે ખુલ્લી જગ્યા તમારા ઘરની બાલ્કની અથવા ટેરેસ પણ હોઈ શકે છે. તમે તમારા ઘરની છત પર વાસણમાં આંબળાના ઝાડ વાવી શકો છો.
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ઈંદિરાપુરમ વિસ્તારની રહેવાસી સંગીતા શ્રીવાસ્તવ છેલ્લા ઘણા સમયથી છતની બાગકામ કરે છે. તેના બગીચામાં આંબળાના ઝાડ પણ છે. તે કહે છે, “આંબળા એટલા ગુણકારી છે કે દરેક ઘરમાં તેનું એક વૃક્ષ હોવું જોઈએ. ભલે, આંબળાના ઝાડ પર ફળ આવવામાં લાંબો સમય લાગે છે. પરંતુ તમારે ધૈર્ય રાખવું જોઈએ, અને આ વૃક્ષ રોપવું જોઈએ. કારણ કે, તમારા ધૈર્યનું ફળ ખૂબ મીઠુ હશે.”
સંગીતાએ કહ્યું કે તમે તમારા ઘરે કેવી રીતે આંબળા રોપશો અને તેની સંભાળ કેવી રીતે રાખી શકાય.

કટિંગથી લગાવવા છે સરળ રીત
ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે બીજથી છોડ લગાવવા કે કટિંગથી. સંગીતા કહે છે કે જો આંબળાનો છોડ બીજ વડે રોપવામાં આવે છે, તો તે વધવા અને ઉગવામાં ઘણો સમય લે છે. તેથી, કટીંગ સાથે તેને લગાવાવનો એક સારો રસ્તો છે. પરંતુ તમારે કલમ બનાવવી જોઈએ. જો તમને કલમ બનાવવાનો અનુભવ નથી, તો તમારી નજીકના કોઈ પ્રશિક્ષિત વ્યક્તિની સલાહ લો. આ સિવાય તમે નર્સરીમાંથી ગ્રાફ્ટિંગથી તૈયાર આંબળાનો છોડ લાવીને લગાવી શકો છો.
કેવી માટી જોઈએ
સંગીતા આગળ કહે છે કે આંબળાના છોડ માટે માટી અથવા કાળી માટી સૌથી યોગ્ય છે. આ જમીનમાં રેતીનું પ્રમાણ ખૂબ ઓછું હોવું જોઈએ. આંબળાના છોડ માટે, સારું પોટિંગ મિશ્રણ તૈયાર કરવા માટે, તમારે 50% ખેતરની માટી, 20% ગોબર, 20% વર્મી ખાતર અથવા હોમમેઇડ ખાતર, અને 10% અન્ય પોષક તત્વો જેવા કે એનપીકે (NPK)અથવા નીમખળી વગેરેને મિશ્રિત કરી શકાય છે.

આંબળાના છોડને લગાવવા માટે, માટીનું કુંડુ સારો વિકલ્પ છે. તમે એક મોટુ અને ઉંડુ કુંડુ લો, જેથી જ્યારે છોડ ઉગાડવાનું શરૂ કરો, તો તેના મૂળિયા ફેલાવા માટે સારી જગ્યા મળે. ઉપરાંત, વચ્ચે-વચ્ચે તમે છોડની ચારેય બાજુની માટીને ખુરપીથી ઉપર-નીચે કરી શકો છો.
આ કુંડામાં પોટિંગ મિક્સ ભરીને,આંબળાનાં છોડને લગાવો. જે દિવસે છોડ લગાવો, તે દિવસે તેમાં સારી રીતે પાણી આપો. તે બાદ, નિયમિત રૂપથી જોતા રહ્યો કે, માટી સુકાઈ તો નથી રહી. જો તમે માટીમાં આંગળી નાંખો અને લાગે કે, તેમાં બિલકુલ પણ ભેજ નથી તો તેમાં ફરીથી પાણી આપો.
કંઈ સિઝન છે યોગ્ય
આમ તો ઝાડ અને છોડ રોપવા માટે વરસાદની ઋતુ સારી છે. સંગીતા કહે છે, “મેં માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં આંબળાના છોડ રોપ્યા હતા. ત્યારે હવામાન એકદમ સારું રહે છે, કારણ કે આ સમયે ન તો ખૂબ શિયાળો હોય છે, ન તો ખૂબ ગરમી હોય છે. આ સીઝનમાં તમે છોડ રોપશો. પરંતુ જ્યારે મે-જૂનની કઠોર ગરમીમાં આ છોડને હળવા છાંયડામાં રાખો, અને નિયમિત પાણી આપતા રહો. તે પછી, જુલાઈમાં વરસાદની સિઝન દરમિયાન તેનો ખૂબ જ સારો વિકાસ થશે.”
આંબળાના છોડને ખુલ્લી જગ્યા અને સારા સૂર્યપ્રકાશની જરૂર છે. પરંતુ જ્યારે ઉનાળો ટોચ પર હોય છે, તો પછી તમે તમારા છોડને છાંયડામાં રાખો છો, અથવા તેને પાણી આપવાનું પુરુ ધ્યાન રાખો.
નિયમિત રૂપે ખાતર નાંખતા રહો
સંગીતા આગળ કહે છે કે તમે આંબળાના છોડને જેટલું વધારે ખાતર અને પોષણ આપો છો તેટલી સરી રીતે તે વધશે. ખાતર આપવાનો એક સારો રસ્તો એ છે કે તમે ગોબરને પાણીમાં મિક્સ કરો (જો તમને ગોબર ન મળે તો તમે છાણનાં ઉપલાં ખરીદી શકો છો). આ સોલ્યુશનને 2-3 દિવસ માટે છોડી દો, અને વચ્ચે-વચ્ચે તેને ક્યારેક હલાવો. છોડને પાણી આપતી વખતે, તમે આ દ્રાવણને પાણીમાં મિક્સ કરી શકો છો અને છોડને પાણી આપી શકો છો. તે ખાતરનું કામ ખૂબ સારું કરે છે.

આ ઉપરાંત, દર અઠવાડિયે તમે વર્મી કમ્પોસ્ટ અથવા ઘરમાં ઓર્ગેનિક કચરામાંથી બનાવેલ ખાતર કુંડામાં નાંખતા રહો.
ઘરે જ બનાવો જંતુનાશક
આંબળાનાં છોડમાં કીડા થવાની સંભાવના છે. તેથી, તમારે શરૂઆતથી સાવચેત રહેવું જોઈએ. લીમડાના પાનનો સોલ્યુશન બનાવો, અને તેમાં થોડી માત્રામાં હળદર ઉમેરો. તમારે આ સોલ્યુશનને છોડ પર નિયમિતપણે છાંટવું જોઈએ. આ તમારા છોડને કોઈપણ પ્રકારના જંતુઓથી સુરક્ષિત રાખશે.
સંગીતા કહે છે, “જો યોગ્ય રીતે દેખભાળ કરવામાં આવે તો આંબળા સારી રીતે ખીલે છે. તે ફળ આપવા માટે લગભગ 5 વર્ષ લે છે. પરંતુ તેના ઔષધીય ગુણધર્મોને જોતાં, આટલી રાહ જોવામાં કોઈ નુકસાન નથી. બીજી ખાસ વાત એ છે કે જ્યારે પણ તમે આમળા ઉગાડો ત્યારે તેને જોડીમાં લગાવો. આનાથી છોડ ઉપર ફળ આવવાની સંભાવના વધી જાય છે. જો તમે ફક્ત એક જ વૃક્ષ રોપશો, તો પછી તેમાં પૉલિનેશન થવાની સંભાવના ઓછી હોય છે. તેથી, હંમેશાં બે છોડ એક સાથે લગાવો.”
સંગીતા શ્રીવાસ્તવની યુટ્યુબ ચેનલ પર જવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો!
આ પણ વાંચો: Grow Mango: કુંડામાં કોઈ પણ સિઝનમાં ઉગાડી શકાય છે આંબો, જાણો કેવી રીતે!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.