મુંબઈમાં રહેતી પ્રીતિ પાટિલ છેલ્લા 20 વર્ષથી ટેરેસ અને બાલ્કની ગાર્ડનિંગને પ્રોત્સાહન આપવા માટે લોકોને જાગૃત કરી રહી છે. મુંબઇ પોર્ટ ટ્રસ્ટ(Mumbai Port trust) ના ચીફ કેટરિંગ મેનેજર તરીકે કાર્યરત, પ્રીતિએ અજાણતાં મુંબઇવાસીઓ માટે એક નવી લાઈફસ્ટાઈલ ટ્રેંડ – ટેરેસ અને બાલ્કની ગાર્ડનિંગની શરૂઆત કરી દીધી હતી.
તે દિવસોમાં લોકો બાલ્કનીમાં ગુલાબ, ચમેલી, ફુદીનો, ધાણા અથવા કેક્ટસ જેવા બે-ચાર છોડ રોપતા હતા. આ પ્રીતિ જેવા લોકોની પહેલ હતી, જેણે લોકોને પોતાના ઘરની છત અને બાલ્કનીમાં પોતાનો ખોરાક (ફળો / શાકભાજી વગેરે) ઉગાડવા માટે પ્રેરણા આપી હતી.
પ્રીતિએ બેટર ઈન્ડિયાને કહ્યું, “મેં તેની શરૂઆત 2001માં કરી હતી. એમબીપીટી કાફેટેરિયામાં, અમે દરરોજ પોર્ટ ટ્રસ્ટમાં કાર્યરત હજારો કર્મચારીઓ માટે ભોજન તૈયાર કરીએ છીએ. હવે કલ્પના કરો કે અહીંથી કેટલા ફળ અથવા શાકભાજીની છાલ અથવા બાકી ખોરાક લેન્ડફિલમાં જતો હશે.” કિચન વેસ્ટ્સના ઢગલામાંથી પ્રીતિને તેને રિસાયકલ કરી ફરીથી તેનો ઉપયોગ કરવાની રીતો શોધવાની પ્રેરણા મળી.

આ તે સમય હતો જ્યારે ઇન્ટરનેટની શરૂઆત હતી. પર્યટન વધી રહ્યું હતું, પછી ભલે તે આંતરરાષ્ટ્રીય યાત્રા હોય કે ઘરેલું. આનાથી લોકોને બીજે ક્યાંક બનતી વસ્તુઓની જાણકારી મળી રહી હતી. પાંદડા, ડાળીઓ, ફળ-શાકભાજીની છાલ જેવા કચરાનો ઉપયોગ કરીને, જૈવિક ખેતી કરવા વિશે જાગૃતિ વધી રહી હતી.
દરમિયાન, પ્રીતિને રિટાયર્ડ અરથશાસ્ત્રી ડૉ.આર.ટી. દોશીને મળવાની તક મળી, જે એનપીકે (નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ) અને અન્ય જૈવિક ખાતરનું માર્કેટિંગ કરી રહ્યા હતા. વળી, તે મુંબઈ અને પુણેની વચ્ચે કામશેતમાં પણ સજીવ ખેતી કરી રહ્યા હતા. સજીવ ખેતીના તેમના અનુભવના આધારે, તેમણે મુંબઇ અને પૂનાના રહેવાસીઓ માટે એક વર્કશોપ શરૂ કરી હતી. જેમાં, તેમણે દૈનિક કિચન વેસ્ટનો ઉપયોગ કરીને બાલ્કનીમાં બાગકામના ફાયદા વિશે જણાવતા હતા.
પ્રીતિએ વર્કશોપમાં ભાગ પણ લીધો અને તેમને સમજાયું કે તેની પાસે 3000 ચોરસફૂટની જગ્યા છે, જેનો ઉપયોગ થઈ રહ્યો નથી. તે એમબીપીટી. કેન્ટીનની છત હતી. એમબીપીટીનું ડોકયાર્ડ (ડોકયાર્ડ) એ મુંબઈમાં અરબી સમુદ્રના દરિયાકાંઠે સ્થિત એક પ્રતિબંધિત ક્ષેત્ર છે. બંદરેથી બલ્ક કાર્ગો સતત વહન કરવામાં આવે છે. અહીં પરિવહન માટે ઘણાં વહાણો દિવસભર ફરતા રહે છે. સેંકડો ક્રેન, લિફ્ટિંગ મશીન અને હેવી ટ્રેલર ટ્રક વગેરે અહીં માલ લઇ જાય છે અને તેના કારણે સતત અવાજ આવે છે. પ્રીતિ પાટિલે આવા ગરમ, ઘોંઘાટીયા અને ધૂળવાળા વિસ્તારને લીલોતરીથી ભરવાનું સ્વપ્ન જોયું હતું. પાંચ વર્ષમાં, તેણે તેની કેફેટેરિયા ટીમની મદદ અને એમબીપીટી પ્રશાસનની પરવાનગીથી આ સ્વપ્ન પૂર્ણ કર્યું. તે કહે છે, “અમે ફક્ત ચાર છોડ – બે જામફળ અને બે ચીકુથી શરૂઆત કરી હતી.”

છતને હરિયાળી કરી દીધી
ટૂંક સમયમાં, છત પર 116 જાતનાં છોડ રોપવામાં આવ્યા હતા. આમાં નાળિયેર, અનાનાસ, સીતાફળ, પપૈયા, કેળા, કેરી, આમળા, લેડીફિંગર, ટામેટા, બ્રોકોલી, આમલી અને પાલક, ચોળી, ધાણા, ફુદીનો વગેરે શામેલ છે. આ બધા રસોડામાંથી નીકળતા કચરાને પોષક ખાતરમાં ફેરવીને ઉગાડવામાં આવ્યા છે. પ્રીતિએ કબૂલ્યું છે કે છતમાંથી મળેલ ઉત્પાદન વાડમાં કામ કરતા 4000 કર્મચારીઓનો ખોરાક પૂરો પાડી શકતો નથી, પરંતુ આ એક બગીચાને કારણે, તે તેના તમામ જૈવિક કચરાનો ઉપયોગ કરી શકતા હતા.
ડો.દોશી પાસેથી બાગકામની યુક્તિઓ શીખ્યા પછી, તેમણે નેચુકો આધારિત ખેતી પદ્ધતિ (નેચુકો આધારિત ખેતી પદ્ધતિ) ‘અમૃત કૃષિ’ના જનક સ્વર્ગસ્થ દિપક સચદેના કામો પર શોધ કરવાનું શરૂ કર્યું. ‘અમૃત માટી’ નો ઉપયોગ કેવી રીતે કરવો તે કોણે શીખવ્યું હતુ, જેને સૌથી સારું કુદરતી ખાતર પણ ગણી શકાય. તમે તેને બાયોમાસ જેવાકે- સૂકા પાંદડા, ગોબર, ગૌમૂત્ર અને કુદરતી ગોળનો ઉપયોગ કરીને બનાવી શકો છો.
દીપકની સહાયથી પ્રીતિનું એમબીપીટી ગાર્ડન ખીલી ઉઠ્યું હતું. પ્રોફેસર શ્રીપદ ઢાબોલકર પાસેથી આ ટેક્નિકો શીખી હતી અને પ્રીતિએ પણ આ ટેક્નિકોનો ઉપયોગ જાતે બગીચામાં કર્યો હતો. તેણી કહે છે કે, જ્યારે તેની પાસે જમીન ન હતી, ત્યારે તેણે પ્લાસ્ટિકના લોન્ડ્રી બેગ બનાવ્યા, બે મોટા ડ્રમ્સ કાપી અને ઇંટોની સીમા (સરહદ) બનાવી, માટી ભરી અને અમૃત માટી ભરી અને છોડ લગાવ્યા.
ઘણીવાર લોકોને ડર હોય છે કે ઝાડના મૂળ છત પરથી નીચે આવવાના શરૂ થઈ જશે. આ માટે, તે કહે છે, “મૂળિયા ત્યાં સુધી ફેલાશે નહી, જ્યાં સુધી તેમને ટેકાની જરૂર નહી હોય.” જો તેમને બહારથી કોઈ દિવાલ અથવા થાંભલાનો સપોર્ટ મળી જાય છે, તો છોડને પોષવા માટે ફીડર મૂળને ફક્ત 9 ઇંચ માટીની જરૂર હોય છે. વળી, છત પર ઝાડની કાપણી કરવી જરૂરી છે, જેથી ફળ કાઢવામાં સરળ રહે.”
મુંબઈની હવા અને મુશળધાર વરસાદને નિયંત્રિત કરવા માટે, પ્રીતિએ પ્લાસ્ટિકની શીટથી બનાવેલું નાનું ગ્રીનહાઉસ પણ સ્થાપિત કર્યું. ઉંચી ઇમારતો માટે, તે બિલ્ડરો પાસે મોટી છત ડિઝાઇન કરવા અને તેમાં હવા રોધી યંત્ર (વિન્ડબ્રેકર) લગાવવાનો આગ્રહ કરે છે. તેણી આગળ જણાવે છે કે, “સદભાગ્યે ભારતમાં સૂર્યપ્રકાશ ઘણો આવે છે અને છતો ઉપરથી ચોખ્ખું વરસાદનું પાણી પણ મળે છે.”

શહેરોમાં સમુદાયિક ખેતી:
પ્રીતિ માને છે કે હાઉસિંગ સોસાયટીમાં ટેરેસ ગાર્ડનિંગ લોકોને એકસાથે રાખી શકે છે, કારણ કે, તેમાં બધા ઘરોની ભાગીદારીની જરૂર છે. જ્યારે લોકોને તેનો અહેસાસ થાય છેતે, પોતાનાં ઘરે ખોરાક ઉગાડવાથી, તેમને ચોક્કસપણે રાસાયણિક રહિત શાકભાજી મેળશે તો તેઓ આ પ્રક્રિયાનો આનંદ લે છે. પ્રીતિએ તેના કેટલાક મિત્રો સાથે મળીને ‘અર્બન લીવ્ઝ’ પહેલની શરૂઆત કરી અને હાઉસિંગ સોસાયટીઓ અને છતો પર ‘સામુદાયિક ફાર્મિંગ’ ને લોકપ્રિય બનાવ્યું. જો કે, કોરોના રોગચાળા દરમિયાન લોકડાઉન દરમિયાન તેમનું કાર્ય અટકી ગયું હતું.
આમ ગાર્ડનિંગ કરનારા લોકોએ, લોકડાઉન દરમ્યાન પણ પ્રીતિનો સંપર્ક કર્યો હતો. આજે પણ દરરોજ તેમને અલગ-અલગ જગ્યાએથી લોકો અમૃત માટી વિશે અથવા ટેરેસ ગાર્ડન સાથે જોડાયેલી જાણકારી લેવા માટે ફોન કરે છે. અમૃત માટી વિશે પ્રીતિ કહે છે, ” ઘણીવાર લોકો બજારમાં ખાતરનાં રૂપમાં વેચાતા રેડી-મેડ મિક્સ ખરીદીને લઈને આવે છે, જે સારી ગુણવત્તાનાં હોતા નથી. તેનાંથી છત અથવા બાલ્કની ગાર્ડનિંગમાં લોકોને તેમની આશા મુજબ પરિણામ મળતા નથી. તે જાણી લોકે, અમૃત માટી તૈયાર કરવામાં સમય લાગે છે.”
જો આપણે ખાદ્ય કચરા વિશે વાત કરીએ, તો સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએફઓ) માને છે કે સરેરાશ વૈશ્વિક ખોરાકનો કચરો વાર્ષિક માથાદીઠ આશરે 100 કિલોગ્રામ છે. સંસ્થાના જણાવ્યા મુજબ, ખાદ્ય કચરો એક વર્ષમાં લગભગ 2.6 ટ્રિલિયન ડોલરના વૈશ્વિક આર્થિક અને પર્યાવરણીય નુકસાનનું કારણ બને છે, જે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં આશરે 8 ટકા જેટલું છે.
હવે જરા વિચારો કે પ્રીતિની જેમ જ દરેક લોકો પણ આ ઓર્ગેનિક કચરાનો ઉપયોગ હરિયાળી વધારવા અને પોતાનો ખોરાક ઉગાડવા માટે કરે છે, તો આ સમસ્યાનું મોટા પાયે કેવી રીતે ઉકેલ આવી શકે છે!
આ પણ વાંચો: સફળ આર્કિટેક બની અર્બન ખેડૂત પણ, ધાબામાં પોતાના અને પડોશીઓ માટે ઉગાડે છે પૂરતાં શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.