આપણે બધા મૂળભૂત રીતે પ્રકૃતિની નજીક હોઈએ છીએ પરંતુ વિકાસની આંધળી દોડમાં, દરેક ભૌતિક સુવિધાઓ તરફના ઝુકાવને કારણે પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છીએ. પરંતુ હજી પણ ઘણા લોકો એવા છે જેઓ પોતાનું જીવન પર્યાવરણને અનુકૂળ જીવે છે. આજે, બેટર ઇન્ડિયા તમને એક એવા જ દંપતી સાથે રૂ-બ-રૂ કરાવશે, જેમનું ઘર સંપૂર્ણપણે પ્રકૃતિ માટે અનુકૂળ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેમના ઘરે ન તો બલ્બ મળશે કે ન તો પંખો.
આ રોચક સ્ટોરી બેંગલોરનાં રંજન અને રેવા મલિકની છે. તેમનું ઘર સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે.આ કારણ છે કે ગ્રીડ પાવર પર તેમની નિર્ભરતા ઘણી ઓછી થઈ ગઈ છે.
દરરોજ સવારે, સૂર્યપ્રકાશ અને હવામાનની પરિસ્થિતિ નક્કી કરે છે તેમના સોલર કૂકરમાં આજે શું બનાવવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો ત્યાં તીવ્ર સૂર્યપ્રકાશ હોય, તો રેવા બાજરામાંથી કોઈ વાનગી તૈયાર કરશે.

પછી, આગળની ક્ષણે, તે એક ટાંકીમાંથી રિસાયકલ કરેલું પાણી લે છે અને તેના પાછળનાં આંગણામાં લાગેલાં 40થી વધુ જૈવિક શાકભાજી અને ફળોનું સિંચન કરે છે.
આ પછી, તે એક ગ્લાસ બરણીને તડકામાં રાખે છે, જેમાં તે ચાના પાંદડા પલાળે છે. એક કલાક પછી, તે તેના પતિ રંજન સાથે ચાનો આનંદ માણે છે.
તે દરમિયાન, રંજન તેનો ફોન અને લેપટોપ કાઢીને ચાર્જ કરવા માટે મૂકી દે છે. વિશેષ બાબત એ છે કે તેઓએ તેમની વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા તેમના છત પર સોલર પેનલ્સ લગાવ્યા છે.
જો, તમને લાગે છે કે, તેમની જીવનશૈલી આનાથી વધુ ટકાઉ રહી શકતી નથી, તો તે જણાવવાનો સારો સમય છે કે તેમનું ઘર સંપૂર્ણપણે કાદવ અને રિસાયકલ સામાનોમાંથી બનેલું છે.

આટલું જ નહીં, તેના મકાનમાં ભૂગર્ભ જળ સંચય કરવાની સિસ્ટમ પણ છે જ્યાં 10 હજાર લીટર સુધી પાણીનો સંગ્રહ કરી શકાય છે. ઉપરાંત, તેમના મકાનમાં પૂરતી ક્રોસ વેન્ટિલેશન સુવિધા છે, જેના કારણે તાપમાન હંમેશાં સામાન્ય રહે છે.
આ મકાન ડિઝાઇન કન્સલ્ટન્સી ફર્મ માહિજા દ્વારા બનાવવામાં આવ્યું છે. તેની મુખ્ય કંપની મૃણમયી છે. આ કંપનીની શરૂઆત 1988માં ભારતીય સાયન્સ સંસ્થા (IISC) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.યોગાનંદ દ્વારા કરવામાં આવી હતી. કંપની જમીન અને અન્ય પર્યાવરણને અનુકૂળ સંસાધનોથી ઘરો બનાવવા માટે જાણીતી છે.

મહિજાએ આ મકાન સ્થાનિક રીતે ઉપલબ્ધ સંસાધનો અને રીસાઇકલ વસ્તુઓથી બનાવ્યું છે. જેથી તેમને પરંપરાગત બંધારણ કરતા 15 ટકા ઓછો થયો છે.
રેવા તેના વિશે કહે છે, “અમે અમારો મોટાભાગનો સમય શહેરમાં વિતાવ્યો હતો. પરંતુ અમે પ્રકૃતિની નજીક રહેવાની ઇચ્છા રાખીએ છીએ. 2018માં, અહીં ભીષણ જળ સંકટનાં સમાચારો આવી રહ્યા હતા. તેણે અમને પરેશાન કરી દીધા હતા. તે પછી,આ વર્ષે અમે અમારી જમીન પર ઇકો ફ્રેન્ડલી ઘર બનાવવાનું નક્કી કર્યું.”

તે આગળ કહે છે, “આ હેઠળ અમારો ઉદ્દેશ એકદમ સરળ છે – ઓછામાં ઓછા સંસાધનોમાં પોતાનું જીવન વિતાવવું અને કાર્બન ફુટને ઘટાડવું.અમે નસીબદાર હતા કે અમને માહિજા જેવા ફર્મ વિશે જાણ થઈ. તેઓએ અમારી ચિંતાઓ સમજી અને અમારા સપનાનું ઘર બનાવ્યુ.”
ઘર કેવી રીતે બનાવ્યું
આ ઘર 770 ચોરસ ફૂટની ત્રિજ્યામાં બાંધવામાં આવ્યું છે. આ ઘર કાદવનું બનેલું છે. તો, તેના પાયો બનાવવા માટે મડ કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
માહીજા ફર્મના સ્ટ્રક્ચરલ એન્જિનિયર પ્રમોદ એ વી કહે છે, “આ મકાનમાં એક રસોડું, લિવિંગ રૂમ અને શેડ છે, જે બેડરૂમ અને અભ્યાસ ખંડ બંનેનું કામ કરે છે. ઘરનો પાયો કાદવ કોંક્રિટથી બનેલો છે, જેથી સિમેન્ટની જરૂર ન પડે. આ ઘરમાં જરૂરીયાત મુજબ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે.”

તે જ રીતે, ઘરના વિવિધ ભાગો જેમ કે છત, ફ્લોર અને સીડી પરંપરાગત સંસાધનોથી બનાવવામાં આવ્યા છે. જે પ્રકૃતિમાં મજબૂત અને ટકાઉ હોય છે.
જેમ, ઘરની છત ટેરાકોટા ટાઇલથી બનેલી છે, જે શિયાળામાં ગરમ રહે છે અને ઉનાળામાં ઠંડી રહે છે. તો, પાઈનવુડ અને વાંસનો ઉપયોગ સીડી, ડેક અને રેલિંગ બનાવવા માટે કરવામાં આવ્યો છે.
તેના ફ્લેટ રૂફને રેમ્ડ અર્થ મટિરિયલથી બનાવવામાં આવ્યા છે. તેના બીમ-પેનલ અને સ્લોપને મેંગ્લોર ટાઇલથી બનાવવામાં આવ્યા છે. ટાઇલ્સ 30 ડિગ્રી સ્લોપ પર લગાવેલી છે, જે ગરમીને મર્યાદિત કરવામાં મદદ કરે છે.
તેને લઈને આ ફર્મનાં આર્કિટેક્ટ મોહન શિવા કહે છે, “છતને સુરાખદાર બનાવવામાં આવી છે. જે ઘરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. વળી, તે વરસાદના પાણીને જમીન પર લાવવામાં પણ મદદ કરે છે. ”
છત અને પંપને જોડવા માટે પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખા મકાનમાં કુદરતી પ્રકાશ અને હવા માટે ખુલ્લી જગ્યાઓ અને વિશાળ બારીઓ બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ જોડીએ હજી સુધી તેમના ઘરમાં કોઈ પંખો અથવા બલ્બ લગાવ્યો નથી.
રસપ્રદ વાત એ છે કે, ઘરમાં બલ્બ ન લગાવવાથી તેઓને circadian rhythm અપનાવવામાં મદદ મળી. જેનો અર્થ થાય છે સૂર્યોદય પહેલાં જાગવું અને સૂર્યાસ્ત સુધી સૂવું.
રેવા કહે છે, “અમારા મકાનમાં વરસાદના પાણીની ટાંકી સિવાય કોઈ નળ નથી. જેનાથી અમને પાણીનો સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. અમે બેકાર પાણીને રિસાયકલ પણ કરીએ છીએ.”

આ ફેરફારો નિશ્ચિંતરૂપે રેવા અને રંજનને પ્રકૃતિની નજીક લાવ્યા છે. તેણે હોમ કમ્પોસ્ટિંગ દ્વારા શાકભાજી ઉગાડવાનું પણ શરૂ કર્યું છે. આ દિવસોમાં તેઓ 40થી વધુ શાકભાજી અને ફળો જેવા કે ટામેટાં, પપૈયા, દૂધીની ખેતી કરી રહ્યા છે.
આ પ્રક્રિયામાં, જોડીને સમજાયું છે કે આજે તેમની જરૂરિયાતોને મર્યાદિત કરીને, એક સસ્ટેનેબલ લાઈફ કેવી રીતે જીવી શકાય છે.
રેવા કહે છે, “અમને પાણીના મહત્વનો અહેસાસ ત્યારે થયો, જ્યારે અમારા ઘરમાં કોઈ નળ ન હતો.અમને સૂર્યપ્રકાશ અને વરસાદી પાણીની ક્ષમતા વિશે જાણ નહોતી. આજે અમે ઘણી ચિંતાને હળવાશમાં લઈ રહ્યા છીએ. પરંતુ સારું છે કે, અમારા ઘરે સસ્ટેનેબલિટીનાં વિષયમાં અમારી આંખો ખોલી દીધી. ન્યૂનતમ સંસાધનો સાથે જીવન જીવવાનો અદ્દભૂત આનંદ છે.”
સંપૂર્ણ નવી જીવનશૈલી અપનાવ્યા પછી, જોડીએ તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહન પણ લીધુ છે. તમે મૃણમયીનો અહીં સંપર્ક કરી શકો છો.
તમે મૃણમયીનો અહીં સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: નકામા પ્લાસ્ટિકમાંથી માત્ર 10 દિવસમાં બનાવ્યું ઘર, ચારેય બાજુથી લોકો કરી રહ્યા છે વખાણ