Search Icon
Nav Arrow
sustainable
sustainable

પર્યાવરણનો બચાવ દરરોજ: કેવી રીતે કરિયાણાની ખરીદીમાં ચુસ્ત બનવાથી પણ અટકાવી શકાય છે જંગલોની કાપણીને

જવાબદાર ઉપભોક્તા બનવા માટે આજે જ પ્રતિજ્ઞા લો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી તમારા મનપસંદ ઉત્પાદનોને પૂછો કે, તેઓ ટકાઉ પામ તેલનો ઉપયોગ કરે છે કે નહીં. થોડા વધારે માહિતગાર બની, યોગ્ય ઉત્પાદનને પસંદ કરી, તમે પર્યાવરણીય ટકાઉપણા અને જંગલોના બેજવાબદાર રીતે નાશને અટકાવવામાં તમારું યોગદાન આપી શકો છો.

જ્યારે કરિયાણાની ખરીદી કરવાની હોય ત્યારે ભાવ, ગુણવત્તા અને જથ્થાના આધારે યાદી બનાવવાથી કામ સરળ બની શકે છે.

પરંતુ જ્યારે આપણામાંથી મોટાભાગના લોકોને જ્યારે બ્રાન્ડ્સ પર સારું ડિસ્કાઉન્ટ મળતું હોય છે ત્યારે, તેમાં મહત્વના ઘટકો પર કોણ ધ્યાન આપે છે?

હકિકત તો એ છે કે, સામાન્ય ચોકલેટની પસંદગીની સીધી અસર પણ આપણા ગ્રહ પર પડે છે, કારણકે આ બધી જ વસ્તુઓનો 40% ભાગ વિશ્વનાં વનો પર આધારિત છે.

ધ બેટર ઈન્ડિયાના પહેલાંના રિપોર્ટ માં આ વાત પ્રમાણિત કરવામાં આવી છે કે, આઈસ્ક્રિમથી લઈને ઈન્સ્ટન્ટ નૂડલ્સ થી ટૂથપેસ્ટ સુધીની રોજિંદા વપરાશની 50% કરતાં વધારે વસ્તુઓમાં ખાધ્ય પામ તેલનો ઉપયોગ થાય છે, જે પામ ઝાડમાંથી મળી રહે છે.

જોકે, આ મેળવવા માટે સામાન્ય રીતે જંગલોની મોટા પ્રમાણમાં કાપણી, સ્થાનિક સમુદાયો અને પ્રાણીઓના વિસ્થાપનને થયેલ નુકસાનનો સમાવેશ થાય છે. જેમ કે ઓરાંગુટાન્સ, પિગ્મી હાથી, સુમાત્રાન વાઘ અને સુમાત્રન ગેંડા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. જો આ પામનું સતત ઉત્પાદન વધારવામાં ન આવે તો, પામ તેલનાં ઉત્પાદનોના બહિષ્કાર કરતાં પણ ઘણુ વધારે નુકસાન થઈ શકે છે.

આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો એક રસ્તો છે અને તે છે, ફક્ત સર્ટિફઈડ ટકાઉ પામ તેલવાળાં ઉત્પાદનો ખરીદવાનો સભાન નિર્ણય લેવો.

જ્યારે બિનસલાહભર્યા પામ તેલની ખેતી પર્યાવરણના નુકસાન માટે જવાબદાર છે, પરંતુ જ્યારે તેનું ઉત્પાદન ટકાઉપણે કરવામાં આવે છે ત્યારે, જંગલોની કાપણીને અટકાવી શકાય છે. તેનાથી જૈવવિવિધતાઓનું જતન કરી શકાય છે, નાના ધારકોની આજીવિકામાં સુધારો કરી શકાય છે અને સ્થાનિક સમુદાયોના શોષણને ઘટાડી શકાય છે.

વધુમાં પામથી એક એકર દીઠ અન્ય કોઈપણ પાક કરતાં ત્રણઘણું ઉત્પાદન મેળવી શકાય છે.

સૌથી જાણીતામાંથી એક રૉ મટિરિયલમાંનું એક પામ તેલના ઉત્પાદનમાં સૌથી ઓછો સમય લાગે છે અને બીજા અન્ય કોઈપણ વેજિટેબલ તેલ કરતાં ઓછી જમીનની પણ જરૂર પડે છે.

Palm oil

ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર (IUCN) ના ઓઈલ પામ અને બાયોડાઈવર્સિટી જણાવ્યા અનુસાર, જ્યારે ટકાઉ રીતે ઉગાડવામાં આવે છે ત્યારે પામનો પાક પણ જમીનના ઉપયોગ અને જૈવવિવિધતાના દ્રષ્ટિકોણથી કાર્યક્ષમ પાક બની શકે છે. તેનાથી ઈકો સિસ્ટમના સંરક્ષણમાં પણ ફાયદો મળે છે, ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાનાં જંગલોને બચાવવામાં મદદ મળે છે.

એવી ગેરસમજ ચાલી રહી છે કે, પામ ઓઈલના ઉત્પાદનથી બહુ જલદી વનનાબૂદી થઈ શકે છે. ‘ધ કન્વર્ઝેસન‘ ના રિપોર્ટ અનુસાર, જ્યારે ખેતી માટે મોટા પ્રમાણમાં જંગલોનો નાશ થઈ રહ્યો છે ત્યારે, પામ તેલ વાવેતર એ જંગલોના માત્ર 8% ભાગમાં કરવામાં આવે છે. 1990 થી 2008 વચ્ચે 239 મિનિયન હેલ્ટર જંગલોમાં 2.3% ભાગમાં જ પામ તેલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

ટકાઉ ઉકેલો અને સાચી ખોટી માહિતી વિકસાવવા માટે વધારે સંવેદનશીલ ચર્ચા અને સંશોધન જરૂરી છે. રાઉન્ડટેબલ ઓન સસ્ટેનેબલ પામ ઓઇલ (RSPO) નો એક પ્રયત્ન છે, જે એક સર્ટિફિકેશન સ્કીમ ટકાઉ પામ તેલના ઉત્પાદન માટેના ધોરણોને નિર્ધારિત કરવા માટે જવાબદાર છે.

RSPO બતાવે છે કે, સમસ્યા માત્ર પાકની જ નથી, જેના વિવિધ ઉપયોગો અને ફાયદા પણ છે, પરંતુ તેને ક્યાં અને કેવી રીતે વાવઓ એ મહત્વનું છે. એક ઉપભોક્તા તરીકે, તમે દરેક ઉત્પાદનના ઘટકો વિશે જાગૃત રહીને તેના હેતુઓ માટે ફાળો આપી શકો છો. RSPO ટ્રેડમાર્ક એવા ઉત્પાદનો પર મળી શકે છે, જેમાં ટકાઉ પામતેલ હોય છે અને ખાતરી કરેલ હોય છે કે, તેમાં વપરાયેલ પામ તેલ પર્યાવરણને અનુકૂળ છે.

ટકાઉ પામ તેલની માંગણી કરતાં આંદોલન પહેલાંથી જ ચાલી રહ્યાં છે અને કુલ 117 મોટી કંપનીઓને તેનાં ઉત્પાદનોમાં માત્ર 100 ટકા પ્રમાણિત ટકાઉ પામ તેલ (CSPO) નો ઉપયોગ કરવા દોરવામાં આવે છે. પરંતુ આ તો માત્ર શરૂઆત છે. તમે પણ આ ઝુંબેશમાં જોડાઈ શકો છો. સુપરમાર્કેટની તમારી આગામી મુલાકાત સમયે કે ઑનલાઈન ઓર્ડર આપતી વખતે, RSPO ટ્રેડમાર્કનો લોગો ચોક્કસથી જુઓ અને તમે જે પણ ઉત્પાદન ખરીદો તેનાં ઘટકો તપાસી લો, કે તેમાં પ્રમાણિત પામ તેલનો ઉપયોગ થયો હોય. ખરો બદલાવ લાવવા માટે #KnowYourPalm માં જોડાઓ અને ધ બેટર ઈન્ડિયા સાથે RSPO ના ભાગ બનો.

જવાબદાર ઉપભોક્તા બનવા માટે આજે જ પ્રતિજ્ઞા લો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી તમારા મનપસંદ આઈસ્ક્રીમ, ચોકલેટ, નૂડલ્સ, બિસ્કિટ, નાસ્તા, સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ અને અન્ય ઉત્પાદનોને પૂછો કે, તેઓ ટકાઉ પામ તેલનો ઉપયોગ કરે છે કે નહીં. થોડા વધારે માહિતગાર બની, યોગ્ય ઉત્પાદનને પસંદ કરી, તમે પર્યાવરણીય ટકાઉપણા અને જંગલોના બેજવાબદાર રીતે નાશને અટકાવવામાં તમારું યોગદાન આપી શકો છો.

આ પણ વાંચો: તમારી ખરીદીની પસંદગી સાથે ઓરાંગુટાન અને ગેંડાની સુરક્ષા કેવી રીતે સંકળાયેલ છે?

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon