Search Icon
Nav Arrow
EV Startup
EV Startup

50 રૂપિયામાં 1000 કિલોમીટર ચાલી શકે છે પુણે સ્થિત EV કંપનીની ઈ-સાયકલ, મોબાઈલ ફોનની જેમ થાય છે ચાર્જ

હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ભણેલા, અતુલ્ય મિત્તલની EV કંપની ‘Nexzu Mobility’એ બે ઈ-સાયકલ કરી છે તૈયાર, જાણો શું છે તેની ખાસિયતો

થોડા વર્ષો પહેલા, ઈલેક્ટ્રિક વાહન ઈન્ડસ્ટ્રી (EV Industry) ઘણી બધી શંકાઓ અને પ્રશ્નોથી ઘેરાયેલી હતી. તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેને પ્રોત્સાહન આપવાની નીતિઓના અભાવને કારણે લોકોનું તેના તરફનું વલણ ઘણું ઓછું હતું. પરંતુ 2018 પછી, અનુકૂળ નીતિઓની રચનાને કારણે ઇવી સ્ટાર્ટઅપમાં (EV Startup) વધારો જોવા મળ્યો છે. ‘ધ સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ’ (SMEV)નાં આંકડા અનુસાર, વર્ષ 2020ના પડકારજનક નાણાકીય વર્ષ છતાં, ઇલેક્ટ્રિક વાહનોના ઘરેલું વેચાણમાં 20%નો વધારો થયો છે.

જોકે ઇલેક્ટ્રિક વાહનોનો આંકડો ભારતમાં કુલ વાહનોના વેચાણના એક ટકાથી ઓછો છે, તેમ છતાં, ભવિષ્યમાં આ ઉદ્યોગ વધીને 5% થવાની ધારણા છે. તેને શ્રેય જાય છે, રાષ્ટ્રીય ઈલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના (NEMMP), ફાસ્ટ એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ (હાઇબ્રિડ) એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ સ્કીમ (Faster Adoption and Manufacturing of (Hybrid) and Electric Vehicles (FAME) Scheme) અને આવકવેરા જેવી નીતિઓને, જેને કારણે આજે ભારતમાં, ઇલેક્ટ્રિક વાહન કંપનીઓ વિસ્તરી રહી છે.

આગળ વધવાની સાથે સાથે, ઇલેક્ટ્રિક વાહન કંપનીઓ,ખાસ કરીને ઇ-સાયકલ બનાવતી કંપનીઓ, રિવર્સ ગિયર, થેફ્ટ એલાર્મ અને સાઇડ-સ્ટેન્ડ સેન્સર જેવી હાઇટેક સુવિધાઓ સાથે તકનીકી રીતે અદ્યતન વાહનો ઓફર કરી રહી છે. તે ભારતીય રસ્તાઓ અને લોકો માટે અનુકૂળ અને ઉપયુક્ત હોવાની સાથે સાથે, અફોર્ડેબલ અને પર્યાવરણને અનુકૂળ વાહનો બનાવે છે.

Atulya Mittal
Atulya Mittal

પુણે સ્થિત નેક્સઝૂ મોબિલીટી (Nexzu Mobility) પણ આવું જ એક સ્ટાર્ટઅપ છે, જે સસ્ટેનેબલ રીતે જીવવા માંગતા ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. આ કંપનીની શરૂઆત વર્ષ 2015માં અતુલ્ય મિત્તલ દ્વારા કરવામાં આવી હતી. પહેલાં આ કંપનીનું નામ અવન મોટર્સ (Avan Motors) હતું. આજે આ સ્ટાર્ટઅપ ઇ-સાયકલ અને ઇ-સ્કૂટર્સનું વેચાણ કરે છે.

હાવર્ડ બિઝનેસ સ્કૂલનો પૂર્વ વિદ્યાર્થી, અતુલ્ય, ભારતની સૌથી મોટી પિઝા ચેઇનમાંની એક ‘પાપા જૉન્સ’નો રોકાણકાર હતો. જો કે, જ્યારે તે ડિલિવરી માટે અફોર્ડેબલ સ્કૂટર, ખાસ કરીને ઇલેક્ટ્રિક બાઇક ન મળી ત્યારે તેને આશ્રર્ય લાગ્યુ હતુ. અને અહીંથી, તેની ઇલેક્ટ્રિક સ્કૂટર્સની સાથે યાત્રા શરૂ થઈ હતી. શરૂઆતમાં, તેમણે અહીં ઇલેક્ટ્રિક વાહનો ન અપનાવવા પાછળનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે ઇલેક્ટ્રિક વાહનોનાં મૂળ સિદ્ધાંતો, બજારોનાં અવસરો, સપ્લાય ચેન, મેન્યુફેક્ચરીંગ પાર્ટ્સ અંગે સંશોધન શરૂ કર્યું.

અતુલ્યએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “જ્યારે અમે આ બજારને જાણવાનું શરૂ કર્યું ત્યારે તે સમયે લોકોનું ધ્યાન આ ક્ષેત્ર પર ઓછું હતું. 2015માં, ભારતમાં ફક્ત થોડીક કંપનીઓ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનો બનાવતી હતી. પ્રથમ પડકાર એ હતો કે તેની સાથે સંકળાયેલ બજાર વિશેની યોગ્ય માહિતી મેળવવી જેથી તે જાણી શકાય કે આ વિચાર કામ કરી શકે કે નહીં?”

તેઓ આગળ જણાવે છે કે તેમના ઇલેક્ટ્રિક વાહનના મૉડલ, તેમની અફોર્ડેબલ કિંમતને કારણે, લોકો માટે સારી છે, અને પર્યાવરણને અનુકૂળ માર્ગદર્શિકાઓનું પણ પાલન કરે છે.

ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનો ખર્ચ કિ.મી. દીઠ 0.2 રૂપિયા છે જ્યારે જીવાશ્મ ઇંધણવાળા વાહનની કિંમત પ્રતિ કિ.મી. 1.5 રૂપિયા છે. તે કહે છે, “10 રૂપિયાના વીજળી વપરાશથી ચાર્જ કરવા પર (યુનિટ દીઠ રૂ.8ની અંદાજિત કિંમત), ઇ-સાયકલ 150 કિમી અને સ્કૂટર 45 કિમી સુધી ચાલી શકે છે. 50 રૂપિયાના ચાર્જ પર, ઇ-સાયકલ એક હજાર કિ.મી. સુધી દોડી શકે છે.”

ઓછા સાધનોવાળી આ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ઇ-સાયકલ ઓછી જાળવણીવાળી અને અફોર્ડેબલ છે. સૌથી અગત્યની બાબત એ છે કે તેને ગમે ત્યાં ચાર્જ કરી શકાય છે. ફોન અથવા લેપટોપ માટે ઉપયોગમાં લેવાતા બેસિક સોકેટ્સથી પણ તેને ચાર્જ કરી શકાય છે. કંપનીના સીઓઓ રાહુલ શોનક કહે છે કે, અમારી ઇલેક્ટ્રિક સાયકલો ભારતમાં ડિઝાઈન કરાઈ છે અને બનાવવામાં આવી છે. તેથી, નેક્સઝુ ભારતમાં સ્થાનિક ઉત્પાદન અને વિકાસને આગળ વધારીને ભારતીય ઇલેક્ટ્રિક મોબિલિટી ઉદ્યોગને આકાર આપવા માટે મદદ કરી રહ્યું છે.”

Electrical Cycle

ઇ-સાયકલની વિશેષતાઓ:

· 31,983 રૂપિયાથી 42,317 રૂપિયાની વચ્ચેની કિંમતની આ ઇ-સાયકલો, કોરોના રોગચાળા પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી.

· ઇલેક્ટ્રિક સાયકલમાં 36 વોલ્ટ, 250 વોટની બ્રશલેસ ડીસી મોટર અને 26 ઇંચના નાયલોનની ટાયર આપવામાં આવી છે.

· ઇ-સાયકલ પાસે બે મોડેલ્સ છે- રોમ્પસ+ અને રોડલાર્ક.

· બંને સાયકલોને 750 વખત ચાર્જ કરી શકાય છે અને બંનેને સંપૂર્ણ ચાર્જ કરવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે.

· એકવાર ચાર્જ થવા પર રોડલાર્ક 80 કિલોમીટર સુધી ચાલી શકે છે અને રોમ્પસ+ 30 કિલોમીટરથી વધુ ચાલી શકે છે.

· રોડલાર્ક સાયકલની ગતિ પેડલ મોડમાં 65 કિમી અને થ્રોટલ મોડમાં 55 કિમી છે. તો રોમ્પસ+ ની ગતિ પેડલ મોડમાં 25 કિમી અને થ્રોટલ મોડમાં 20 કિમી છે.

· રોડાલાર્કમાં બે બેટરીઓ હોય છે, એકને લગાવી અને દૂર કરી શકાય છે, જ્યારે બીજી બેટરી ફ્રેમમાં રહે છે.

· તેની સાથે જોડાયેલ બાકીના ઉપકરણો પ્રમાણભૂત ભાગોના ભાગ રૂપે આવે છે. તેમાં બે મજબૂત મડગાર્ડ્સ (ફ્રંટ અને રિયર), લાઇટ્સ, ડ્યુઅલ ડિસ્ક (ફ્રન્ટ અને રીઅર), વ્હીલ રિફ્લેક્ટર, રીઅર રિફ્લેક્ટર અને હૉર્ન શામેલ છે.

· મોટર અને બેટરીમાં 18 મહિનાની વોરંટી હોય છે.

દેશભરમાં કંપનીના લગભગ 70થી વધુ ડીલરો છે. ગ્રાહકો આ ડીલરો પાસેથી સાયકલ ખરીદી શકે છે અથવા કંપનીની વેબસાઇટ પરથી ઓનલાઇન પણ ખરીદી શકે છે.

પુનાના ચાકનમાં સ્થિત કંપનીના પ્લાન્ટમાં દર વર્ષે 50,000 બાઇક બનાવવાની ક્ષમતા છે. અતુલ્ય મુજબ, “જો આપણે હાલમાં વધતા જતા વલણને જોઈએ, તો આગામી મહિનાઓમાં આપણે આ પ્લાન્ટને મહત્તમ હદ સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશું.”

નોઈડાની સરકારી કોલેજમાં લેક્ચરર તરીકે કાર્યરત ડૉક્ટર ઋતુ સિંહનું કહેવું છે કે નેક્સઝુનું ઇ-સાયકલ તેમના માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે કહે છે કે જ્યારે તેને આ ઇ-સાયકલ વિશે ખબર પડી, ત્યારે તેણીને ખુશી હતી કે હવે તેમના માટે આવવું અને જવું સરળ થઈ જશે. આજના સમયમાં, જ્યાં પેટ્રોલના ભાવો લિટર દીઠ 100 રૂપિયા સુધી પહોંચી રહ્યા છે, ત્યાં ઇલેક્ટ્રિક વાહનો જ વિકલ્પ રહે છે. તેણીએ ક્યારેય વિચાર્યું ન હતું કે સાયકલ ચલાવવું આટલું સરળ હોઈ શકે છે અને જ્યારે તે સાયકલ ચલાવે છે ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે.

સાથે જ, દિલ્હીના એમબીએમ એસોસિએટ્સના સીઇઓ, મારિયા મેન્ડીઝાબલ કહે છે, “હું સંતુલિત જીવનશૈલીમાં વિશ્વાસ કરું છું અને નેક્સઝુની ઇ-સાયકલ આ માટે એક ઉત્તમ વિકલ્પ છે.” તે પર્યાવરણને અનુકૂળ અને અફોર્ડેબલ પણ છે.”

Save Environment

પડકારોનો સામનો કરવો પડ્યો

શરૂઆતમાં માહિતી એકત્રિત કરવાની સાથે સાથે, ઓટો ઉદ્યોગમાં પ્રવેશ કરવો પણ કંપની માટે એક સારી શીખ રહી. જો કે, સમસ્યાઓ હલ કરવા માટે તેમણે ઉદ્યોગ નિષ્ણાતોની મદદ લીધી પરંતુ, કેટલીક વસ્તુઓ એવી હતી જે તેના હાથમાં નહોતી.

અતુલ્ય કહે છે કે જ્યારે FAME II નીતિ એ FAME I નીતિમાં બદલાઈ ગઈ, ત્યારે સ્થાનિકીકરણથી સંબંધિત ધોરણો રાતોરાત બદલાયા. તેઓએ તેમના ઇલેક્ટ્રિક વાહનોના ભાવ ઉપર ફરીથી કામ કરવું પડ્યું હતું અને લગભગ ત્રણ મહિનાથી બજારમાં મંદી હતી. પરંતુ FAME IIને લીધે, તેઓએ સ્થાનિક સપ્લાઈ ચેનમાં ઝડપી વિકાસ જોયો અને જેમ કે, મોટી સમસ્યા તે હતી કે તેઓ તેને કેટલી ઝડપથી સ્થાનિકીકરણ કરી શકે છે.

કોરોના વાયરસ રોગચાળાને કારણે પણ ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ. તેમનું ડીલર નેટવર્ક, ફેકટરી અને ઓફિસ બધુ બંધ હતું. તેથી, તેમણે વૈકલ્પિક માર્ગ પસંદ કર્યો અને સ્થાનિક સ્થળોથી કામ કર્યું અને કંપનીને મજબૂત કરી શકે તેવા ક્ષેત્રોની ઓળખ કરી.

તેમનું કહેવું છે કે દર વર્ષે કંપનીએ કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે કે, પરંતુ કંપની દરેક મુશ્કેલીઓમાંથી બહાર નીકળીને મજબૂતીથી આગળ વધી છે. તેથી, હવે તેનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. પડકારો હોવા છતાં, કંપનીએ થોડા વર્ષોમાં દેશના ‘ગ્રીન મોબિલીટી સેક્ટર’ માં અસરકારક છાપ બનાવી છે. હવે તેમનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય નિકાસ ક્ષેત્રે કામ કરવાનું અને નવા ઉત્પાદનો લોંચ કરવાનું છે. આગામી સમયમાં, તેઓ બે પ્રીમિયમ ઇ-સાયકલ લોન્ચ કરશે. કંપની ટૂંક સમયમાં એમેઝોન, પેટીએમ, ચૂઝમાયબાઈસિકલ અને બાઇકફોરસેલ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ઇ-સાયકલનું વેચાણ કરશે, જેથી ગ્રાહકો સરળતાથી સાયકલ ખરીદી શકે.

કંપનીનો સંપર્ક કરવા માટે અહીં ક્લિક કરો.

મૂળ લેખ: ગોપી કરેલિયા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગૂગલ મેપ પર પણ જે ગામોનું નિશાન નથી એવા ગામોને વીજળી પૂરી પાડી રહ્યા છે આ એન્જીનિયર!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon