આનાથી વિશેષ તો શું હોય શકે સ્વર્ગસ્થ પ્રેમ લતા દેવી માટે જ્યાં પુત્રવધુ સોનમ સુરાના અને પુત્ર ટી.એસ. અજયે તેમની માતાના નામ પરથી પ્રેમ ઇટસી નામની કંપની શરૂ કરી તેમને દિલથી શ્રદ્ધાંજલિ આપી. ગ્રાહકો અહીંથી સ્વાદિષ્ટ ઘરેલું ભોજન મેળવી શકે છે. નવેમ્બર 2020 માં શરૂ થયેલી, આ કંપની (હોમ બિઝનેસ) અત્યાર સુધીમાં 1500 થી વધુ ગ્રાહકોને સેવા આપી ચૂક્યો છે. સોનમ અને અજયે તેમની માતા દ્વારા બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગીઓની યાદમાંથી પ્રેરણા લઈને આ કંપનીની શરૂઆત કરી હતી.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, અજય કહે છે, “હું મારી માતાને સ્વાદિષ્ટ ખોરાકથી અલગ કરી શકતો નથી.” અજયની માતા પ્રેમલતા ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક બનાવતા હતા. ખોરાક એટલો સ્વાદિષ્ટ હતો કે પરિવારના દરેક સભ્યો આંગળીઓ ચાટતા રહી જતા હતા”
પછી ભલે તે રોજનો ખોરાક હોય કે ચટણી, મસાલા પાવડર અથવા અથાણું, પ્રેમલતાના હાથમાં જાદુ હતો. તેમણે બનાવેલી દરેક વસ્તુ ખૂબ જ સ્વાદિષ્ટ હતી.
અજયને તે દિવસ યાદ આવે છે, જ્યારે તેની માતાએ વિશ્વને વિદાય આપી હતી. તે કહે છે, “તે જુલાઈ 2017 નો દિવસ હતો, તે દિવસે મારો જન્મદિવસ હતો.” તેણે મારા માટે ખાસ કરીને મોલાગપોડી (ગન પાવડર) બનાવ્યો હતો, સવારના નાસ્તા પછી અમે બધા તેની સાથે બેઠા હતા ને અચાનક તેમને બેચેની થવા લાગી અને થોડી જ વારમાં તેમણે મારા ખોળામાં જ દેહ ત્યાગી દીધો. “

પ્રેમલતાના નિધન પછીના એક વર્ષ પછી, સોનમ ઓગસ્ટ 2018 માં સાસુ-સસરાના રૂમમાં સાફ સફાઈ કરી રહી હતી, ત્યારે તેને તેની સાસુની ડાયરી મળી, જેમાં તેમણે ઘણી વાનગીઓની રેસીપી લખી હતી.
સોનમને રસોઈ બનાવવામાં ખાસ રસ નહોતો. તે કહે છે, “લોકડાઉન દરમિયાન, જ્યારે અમે બધા ઘરે હતા, ત્યારે મેં પ્રયત્ન કર્યો અને જાતેજ વાનગીઓ બનાવવાનું નક્કી કર્યું. તેમની ડાયરીમાં મનગમતી ગોંગુરા ચટણીથી લઈને પ્રખ્યાત માલગોપોડી સુધીની તમામ પ્રકારની વાનગીઓની રેસિપિ લખી હતી.”
ત્યારબાદ તે પતિ અજયને અલગ-અલગ ડબ્બામાં આ વાનગીઓ ભરીને આપતી અને નજીકના સંબંધીઓમાં વહેંચતી.

સોનમ કહે છે કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેના સંબંધીઓ તેને ફોન કરી તેની વાનગીઓ વિશે તેનો પ્રતિસાદ આપશે. તે કહે છે, “લગભગ દરેક સબંધીએ અમને ફોન કરીને કહ્યું કે તેઓએ ભોજનનો સ્વાદ માણ્યો. તેમનો પ્રતિસાદ પ્રોત્સાહક હતો. ” પછી અમે આને મોટા પાયે શરૂ કરવાનું વિચાર્યું. સોનમ કહે છે કે તે તેના સસરા હતા , જેમણે તેને પોતાનો ઘરનો ધંધો શરૂ કરવામાં પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ તેની સાસુને સાચી શ્રદ્ધાંજલિ હશે. સોનમ અને અજય એક સારી યોજના સાથે પોતાનો ધંધો શરૂ કર્યો.
વ્યવસાયની શરૂઆત
સોનમ કહે છે, “મારા સસરાના પ્રોત્સાહનથી મને મહિલા ઉદ્યોગસાહસિક બનવાની પ્રેરણા મળી. પહેલાં, ના તો મને રસોઈમાં રસ હતો અને ના તો એટલી ધીરજ હતી, પરંતુ સમય જતાં હું બદલાઈ ગઈ અને મને ખુશી છે કે મેં તેનો લાભ લીધો.”

સોનમે શહેરના વિવિધ પ્રદર્શનોમાં સ્ટોલથી શરૂઆત કરી હતી, જ્યાં તેને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો. આથી સોનમને બિઝનેસ વધારવાનું પ્રોત્સાહન મળ્યું. આના કારણે તેમને બજારને શું જોઈએ છે અને કયા ઉત્પાદનોનું વધુ વેચાણ થાય છે તે બાબતે પણ જાણકારી મળી.
સોનમ કહે છે, “મને રેસિપિ અને મારી સાસુની વિગતવાર નોંધોમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. મને તેમની પાસેથી બધી પ્રેરણા અને શક્તિ મળે છે. ” આજે પણ જ્યારે કોઈ તેમની વાનગીની પ્રશંસા કરે છે, ત્યારે સોનમ તેનો પૂરો શ્રેય તેની સાસુને આપે છે. સોનમ આ વારસાને પાછળ છોડી દેવા બદલ તેની સાસુનો ઘણો આભાર મને છે, જેને કારણે આજે તે આ બધું સંભાળી શકે છે.
સોનમ કહે છે, “મને લાગે છે કે તે દરેક પગલા પર મારી સાથે છે.” પોતાના જીવન દરમિયાન ભોજન સંબંધિત કંઇક કરવાનું તેમનું સ્વપ્ન હતું, પરંતુ તે પૂરું કરી શક્યા નહીં. ”
‘પ્રેમ ઇટસી’ (home business)માં પ્રારંભિક રોકાણો વિશે પૂછવામાં આવતા, અજય કહે છે, “અમે અમારી કંપનીની શરૂઆત આશરે 10 લાખ રૂપિયાના પ્રારંભિક રોકાણથી કરી હતી. ” કંપની (ગૃહ વ્યવસાય) માટે સૌથી અગત્યની બાબત એ છે કે તેણે ખૂબ ટૂંકા સમયમાં સારી ગતિ પકડી છે અને ઓનલાઇન રિટેલ પ્લેટફોર્મ્સથી ઓર્ડર મેળવવામાં પણ સક્ષમ છે. અજયે એમ પણ કહ્યું હતું કે સિંગાપોર અને અમેરિકાના ગ્રાહકોએ તેમનો સંપર્ક કર્યો છે અને ઉત્પાદનની માંગણી પણ કરી છે.

કંપનીને મહિનામાં 100 ઓર્ડર પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. અજય કહે છે કે તે તેના પ્રથમ મહિનામાં જ 5 લાખ રૂપિયા જેટલું વેચાણ કર્યું હતું , એટલે કે, દર મહિને 2000 થી વધુ ઓર્ડર મળ્યા હતા. સોનમ અને અજય કહે છે કે ગ્રાહકોના પ્રેમ અને વખાણથી તેઓ અભિભૂત થઈ ગયા છે.
નૂતન શ્રીમલ પ્રેમ ઇટસીના પ્રશંસક અને ગ્રાહક છે. નૂતન મુંબઇમાં રહે છે અને તેણે ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કર્યો છે. તે કહે છે, “અમે આ બ્રાન્ડના લગભગ દરેક ઉત્પાદનોનો સ્વાદ ચાખ્યો છે અને હું તેમની ગુણવત્તા વિશે ખાતરી આપી શકું છું.” મારી નિરાશા માત્ર એક જ વસ્તુથી છે, તે એ સમયની છે જ્યારે ઓર્ડર આપ્યા પછી માલ મેળવવામાં લાગે છે.
તે કહે છે, “ફુદીના-કોથમીરની ચટણી, મીઠા લીમડાનો પાવડર અને મૌલાગપોડીને મારા પરિવાર તેમજ મિત્રો ખૂબ પસંદ કરે છે. અલબત્ત, તેને અમે દુકાનમાંથી ખરીદીને લાવ્યા હતા, પરંતુ તેનો સ્વાદ ઘરેલું ભોજન જેવો જ છે. મારા માટે આ સૌથી મોટી યુએસપી છે.”
આજની તારીખમાં, બ્રાન્ડ (home business) તેની યાદીમાં 21 જાતનાં અથાણાં, પોડિ (પાવડર) અને ચટની શામેલ છે. રૂપિયા 175 થી 225 ની કિંમતમાં કેટલાક બેસ્ટસેલર્સમાં હિંગ ચટણી, મોલાગાપોડી અને પુડીના કોથમીરની ચટણી શામેલ છે.
આ બધા ઉત્પાદનો ઓનલાઇન રિટેલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, તમે તેમના ઉત્પાદનોને ખરીદવા માટે તેમની વેબસાઇટ વિઝિટ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આ અમદાવાદીએ લૉકડાઉનમાં 750 લોકોને જ્વેલરી બનાવતાં શીખવાડી કમાયા 30 લાખ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.