સુમન ધામને મહારાષ્ટ્રમાં અહમદનગરની રહેવાસી છે. તેણે ‘આપલી આજી’ નામની એક યૂ ટ્યૂબ ચેનલ શરુ કરી છે. જ્યાં તે લોકોને મહારાષ્ટ્રીયન વ્યંજન વિશે જણાવે છે. 6 લાખ સબ્સક્રાઈબર સાથે આ ચેનલ પણ ખૂબ જ લોકપ્રિય થઈ છે.
સુમન ધામને ક્યારેય પણ સ્કૂલે ગયા નથી. જોકે, આજની તારીખમાં ગ્રામીણ મહારાષ્ટ્રની રહેવાસી આ 70 વર્ષના દાદીએ યૂ ટ્યૂબ પર ધૂમ મચાવી છે.
અહમદનગરથી આશરે 15 કિલોમીટર દૂર સરોલા કસાર ગામની સુમન ધામનેએ ‘આપલી આજી’ (અમારી દાદી) નામની એક યૂ ટ્યૂબ ચેનલ શરુ કરી છે. જ્યાં તેઓ લોકોને ઓનલાઈન મહારાષ્ટ્રીયન રેસિપી વિશે જણાવે છે. સૌથી ખાસ વાત એ છે કે માત્ર છ મહિનાની અંદર જ ‘આપલી આજી’ના 6 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર બની ચૂક્યાં છે.
પોતાની ચેનલ પર સુમન ધામને 120 રેસીપી વિડીયો શૅર કરી ચૂક્યા છે. 70 વર્ષના ધામનેએ કહ્યું હતું કે, તેમને પહેલા યૂ ટ્યૂબ વિશે ખબર જ નહોતી અને તેમણે ક્યારેય એવું પણ વિચાર્યું નહોતું કે તે સોશિયલ મીડિયા પર પોતાની રેસિપી વિશે વાત કરશે. તેણે જણાવ્યું કે,’જોકે, હવે હું રેસિપી શૅર ન કરું તો મને અકળામણ થાય છે.’

પારંપરિક સ્વાદ સાથે જ ઘરના મસાલા સાથે મહારાષ્ટ્રીયન વ્યંજન બનાવવામાં સુમનની માસ્ટરી છે. તેમની રસોઈકળાથી લોકો ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યાં છે. ચેનલ સાથે દરેક દિવસે આશરે 4,000થી વધારે લોકો સભ્ય બની ચૂક્યા છે અને લાખો લોકો તેમના વિડીયો જુએ છે.
પાંવભાજીથી લઈને 100થી વધારે ભોજનની રેસિપી
સુમનને ટેક્નીકલ સંબંધિત મદદ પોતાનો પૌત્ર યશ પાઠક કરે છે. 17 વર્ષના યશે જણાવ્યું કે,’જાન્યુઆરી આસપાસ, મેં દાદીને પાંવભાજી બનાવવાનું કહ્યું હતું. થોડા રેસિપી વીડિયો જોયા પછી દાદીએ એવું કહ્યું કે તે આનાથી પણ ખૂબ જ સરસ રસોઈ બનાવી શકે છે.’
યશે કહ્યું કે તેને નથી ખબર કે દાદીએ તે રેસિપીમાં શું ફેરફાર કર્યો પરંતુ જે પણ બનાવ્યું તે ખાઈને પરિવાર આંગળા ચાટતો રહી ગયો હતો. જે પછી જ યશના મનમાં એક યુ ટ્યૂબ ચેનલ શરુ કરવાનો વિચાર આવ્યો હતો.
યશે જણાવ્યું હતું કે તેણે થોડી તૈયારી કરી અને યોજના બનાવી હતી. પછી માર્ચમાં તેણે પહેલો વીડિયો (કારેલાની શાકભાજી) અપલોડ કરી હતી. ચેનલને દર્શક મળવા લાગ્યા છે. યશે કહ્યું કે શરુઆતમાં તેને મગફળીની ચટણી, લીલા શાકભાજી, મહારાષ્ટ્રીયન મીઠાઈ, રિંગણા અને પારંપરિક વ્યંજન અપલોડ કરવામાં આવ્યા હતાં.
યશે આગળ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ તેને ભાખરવડી રેસિપીનો વિડીયો અપલોડ કર્યો છે. જેને 2 અઠવાડિયાની અંદર આશરે 20 લાખ લોકોએ જોયો હતો. જોકે, દાદી અને અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરનાર આ છોકરા માટે આ સાહસિક કાર્ય ઉતાર-ચડાવથી ભરેલું રહ્યું છે.
સુમને જણાવ્યું હતું કે,’જ્યારે તેના પૌત્રએ તેમની સામે એક ચેનલ શરુ કરવાનો વિચાર રજૂ કર્યો હતો ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત થયા હતાં. જોકે, મુશ્કેલી એ હતી કે તેણે જીવનમાં ક્યારેય કેમેરાનો સામનો કર્યો નહોતો. આ કારણે જ ખૂબ જ મુશ્કેલી પડતી હતી. તે હંમેશા સચેત રહેતી હતી કે બધું જ યોજના અનુસાર જઈ રહ્યું છે કે નહીં.’
તેણે કહ્યું હતું કે, તે કેમેરા પર બોલતા સમયે અચકાઈ જતા હતા અને ડરતા પણ હતાં. જોકે, ધીરે-ધીરે એ સહજ થઈ ગયા હતાં.
સુમને જણાવ્યું હતું કે,’મેં કોશિશ કરી અને મને સફળતા મળી. મને ખૂબ જ ખુશી થાય છે જ્યારે મારા વખાણ થાય છે. મને યૂ ટ્યૂબ ક્રિએટર એવોર્ડ મળી ચૂક્યો છે. મને ખૂબ જ ગર્વ થાય છે અને પરિવાર તેમજ સંબંધીઓ પાસેથી પણ પ્રોત્સાહન મળ્યું છે.’
જ્યારે ચેનલ હેક થઈ
યશે કહ્યું હતું કે, પડકાર વચ્ચે એક મહત્વપૂર્ણ મુશ્કેલી એ ઉભી થઈ કે દાદીને કેમેરાની ટેક્નીક પ્રક્રિયા શીખવવાની હતી.
યશે કહ્યું કે શરુઆતમાં તેમની પાસે વીડિયો કેમેરા નહોતો અને તે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતાં. તેના કારણે તેને વીડિયો એડિટ કરવામાં મુશ્કેલી થતી હતી અને નેટવર્ક સંબંધિત પરેશાની પણ સામે આવતી હતી. યશે જણાવ્યું કે,’રેસિપી વીડિયોની લંબાઈ વિશે પણ જાણકારી નહોતી. અનુભવ સાથે જ મેં વીડિયો માટે એક આદર્શ લંબાઈ પણ શીખી હતી. દાદીને બેકિંગ પાઉડર, સૉસ અને અન્ય અનેક અંગ્રેજી શબ્દની ખબર નહોતી. મેં યોગ્ય રીતે ઉચ્ચારણ કરવાનું શીખવ્યું હતું.’
દાદી-પૌત્રની આ જોડીને મોટો ઝટકો 17 ઓક્ટોબરના રોજ લાગ્યો હતો જ્યારે તેમની ચેનલ હેક થઈ ગઈ હતી અને લિંક પર એક બિટકોઈન લાઈવ સ્ટ્રીમ ચલાવવામાં આવી હતી. સુમને કહ્યું કે,’હું પરેશાન હતી અને એક દિવસ ભોજન પણ લીધું નહોતું. મારા પૌત્રએ આટલી મહેનત કરી અને એક વીડિયો એક જ દિવસમાં ગાયબ થઈ ગયો હતો.’ આશરે ચાર દિવસ પછી ચેનલ વ્યવસ્થિત અને યોગ્ય થઈ હતી અને બન્નેને રાહતનો અનુભવ થયો હતો.

મસાલાની રેસિપી
સુમને કહ્યું કે તેમના વ્યંજન લોકપ્રિય થવાનું કારણ પારંપરિક ભોજન અને મસાલાઓ છે. તેમણે કહ્યું કે,’દર્શક ભોજન અને મસાલાના રંગથી આકર્ષિત થાય છે અને વારંવાર કોલ કરવા પર સેંકડો લોકોએ મસાલાનું કહ્યું હતું.’ મસાલા માટેની વારંવાર માગણી થતી જોઈને આખરે સુમન અને યશે પારંપરિક મસાલા બનાવવાનું શરુ કર્યુ અને હવે તેઓ વેચી રહ્યાં છે.
પોતાની 30 એકરની જમીનમાં પોતાની ખેતીની પ્રક્રિયા સાથે જ સુમન બની શકે ત્યાં સુધી લોકો સાથે પોતાની રેસિપી પણ શૅર કરે છે. સુમને આગળ જણાવ્યું કે અનેકવાર દર્શક કોઈ વિશેષ વ્યંજનની માગણી મૂકે છે અને તે આધાર પર પણ વ્યંજન બનાવવાની કોશિશ કરે છે. સુમને કહ્યું કે, દશેરા અને દિવાળીના તહેવારો માટે પણ તેણે અનેક પ્રકારના વ્યંજન બનાવ્યા છે
તેણે આગળ જણાવ્યું હતું કે,’હું દરેક આઈટમ બનાવવા અને દર્શકો સાથે વ્યંજનોની રેસિપી શૅર કરવા માટે પણ ઉત્સાહિત છે.’ જો તમે સુમન દ્વારા બનાવવામાં આવેલા મસાલાઓ વિશે જાણવા ઈચ્છો છો તો તમે 8888758452 પર ફોન કરી શકો છો.
મૂળ લેખઃ HIMANSHU NITNAWARE
આ પણ વાંચો: જાણો કેવી રીતે ઘરેથી જ શરૂ કરી શકાય બેકરી બિઝનેસ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.