ભારત લગભગ દરેક ઘરમાં એકવાર તો ચા બને છે. આ ઉપરાંત, દરેક ગલીએ અને નુક્કડ પર ચાની નાની કીટલીઓ હોય જ છે. આ રીતે જ્યારે આપણે હિસાબ કરીએ તો વિચારો દરરોજ કેટલી ચાની પત્તી ઉપયોગમાં લેવાયા બાદ કચરામાં ફેંકાતી હશે. આમ તો સાચુ એ છેકે, ચાની પત્તી સરળતાથી ડીકંમ્પોસ થઈ જાય છે. એટલા માટે જ્યારે લેન્ડફિલમાં જઈએ તો કોઈ પરેશાનીની વાત નથી. પરંતુ સવાલ એ છેકે, શું તેનો ફરીથી ઉપયોગ થઈ શકે છે?
જવાબ છે, હા. આપણે ચાની પત્તીને ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ અને તે પણ બહુજ સારી રીતે કામમાં આવી શકે છે. ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં ગાર્ડનિંગ કરતા બ્રહ્મદેવ કુમાર ઘણા સમયથી ચાની પત્તીનો ખાતર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જી હા, તમે ચા પત્તીને ઝાડ-છોડ માટે પોષક ખાતર બનાવવા માટે ઉપયોગ કરી શકો છો. બ્રહ્મદેવ કહે છે કે, ચા પત્તીનો ઉપયોગ કરીને લોકો તેને ફેંકી દે છે. પરંતુ જો તેઓ ઈચ્છે તો તેનાથી પોતાના ઘરની હરિયાળી વધારી શકે છે.
બ્રહ્મદેવે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “ચાની પત્તીમાં 4% નાઇટ્રોજન હોય છે અને તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ પણ હોય છે. ઉપરાંત, તેમાં ઘણા સુક્ષ્મ પોષકતત્ત્વો પણ છે. તેને છોડમાં ઉમેરવાથી, છોડને પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન મળે છે. જો તમે તેને જમીનમાં મિક્સ કરી દો છો, તો તેમાં ફાયદાકારક સુક્ષ્મસજીવો પણ વધે છે.”

ચાની પત્તીને તમે કોઈ ભીના કચરા સાથે મિક્સ કરીને ખાતર બનાવી શકો છો અથવા તો તમે ફક્ત ચાની પત્તીથી પણ ખાતર બનાવી શકો છો. તેને બનાવવાની રીત બહુજ સરળ છે. બ્રહ્મદેવ કહે છે કે તમારે ચાની પત્તીમાંથી ખાતર બનાવવામાં વધારે પ્રયત્નો કરવાની જરૂર નથી. તમારે જે કરવાનું છે તે સ્ટોર કરવાનું છે પરંતુ તેનો પણ એક રસ્તો છે.
જરૂરીયાતો શું છે:
વપરાયેલી ચાની પત્તી
માટીનો ઘડો
ઢાંકવા માટે ઢાંકણ
ઘડામાં કાણું પાડવા માટે એક તીક્ષ્ણ વસ્તુ

પ્રક્રિયા:
બ્રહ્મદેવ કહે છે કે ચા બનાવ્યા પછી રહેતી ચાનાી પત્તી બચે છે, તેમાં આદુ, તુલસી અને એલચી જેવી ઔષધિઓ હોય છે. ઉપરાંત તેમાં દૂધ અને ખાંડની માત્રા પણ હોય છે. ઔષધિઓ છોડને કોઈ નુકસાન પહોંચાડતી નથી, પરંતુ દૂધ દુર્ગંધ પેદા કરી શકે છે અને ખાંડ કીડીનું કારણ બની શકે છે. તેથી, સૌ પ્રથમ, ચાના પાંદડા એક જગ્યાએ એકત્રિત રાખો. પછી તેને પાણીથી ધોઈ લો.
ચાની પત્તીને પાણીથી ધોયા પછી, તેને સારી રીતે નીચોવી નાંખો.
હવે તેને માટીના ઘડામાં નાખો.
જો કે માટીના પોટ્સ પહેલેથી જ છિદ્રાળુ હોય છે, પરંતુ જો તમે ઇચ્છો તો, તમે હવાની અવરજવર માટે એક કે બે છિદ્રો બનાવી શકો છો.
આ ઘડાને તમે ઢાંકણથી ઢાંકી દો અને તેને એવી જગ્યાએ રાખો કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન આવે અને ન તો તે વરસાદમાં ભીનો થાય.

દરરોજ, ચાની પત્તીનો ઉપયોગ કર્યા પછી, તેને પાણીથી ધોઈ લો અને તેને નીચોવી દો અને તેમાં નાંખતા રહો.
બ્રહ્માદેવે કહ્યું, “તમારે બીજું કંઇપણ મૂકવાની જરૂર નથી કારણ કે ચાની પત્તી જાતે જ સડવા લાગે છે.”
જ્યારે કોઈ ઘડો ચાની પત્તીથી ભરાઈ જાય છે, તેને બાજુ પર રાખો અને બીજા ઘડામાં ચાની પત્તી ભરવા માટે મૂકી દો.
લગભગ એક-દોઢ મહિના પછી, જ્યારે તમે પહેલાં ઘડાને જોશો તો તેમાં ઉપર તમને સફેદ રંગનું સ્તર દેખાશે, જે ફૂગ છે અને તેનાંથી જ ચાની પત્તીનું ખાતર બનવા લાગે છે.
ચાની પત્તીમાંથી ખાતર બનાવવામાં લગભગ અઢીથી ત્રણ મહિનાનો સમય લાગે છે.
આટલા દિવસો પછી, જ્યારે તમે ઘડાને જોશો તો દેખાશે કે, તેમાં એકત્રિત કરીને રાખેલી ચાની પત્તી સુકાઈને અડધી થઈ ચૂકી હશે.
હવે તમે પોટમાંથી આ ખાતર કાઢી શકો છો અને તેને તડકામાં સૂકવી શકો છો.
જો ઈચ્છતા હોય, તો તેને મિક્સરમાં સામાન્ય ગ્રાઈન્ડ કરીને ઉપયોગ કરવા માટે અથવા સીધી માટી મિક્સ કરીને પોર્ટિંગ માટે તૈયાર કરી દો.
અહીં વિડીયો જુઓ:
આ પણ વાંચો: આ સરળ રીતથી તમે પણ ડોલ કે કુંડામાં ઘરે જ ઉગાડી શકો છો રીંગણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.