રીંગણ એક એવી શાકભાજી છે જે દરેક ઋતુમાં મળી રહે છે. તેની અનેક અલગ અલગ જાત છે, જે ઋતુ પ્રમાણે થાય છે. રીંગણમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જેનાથી કોલેસ્ટ્રૉલને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. સાથે જ રીંગણ વીટામીન સીના ગુણ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. આથી જ અમુક પ્રમાણમાં તમારા ભોજનમાં રીંગણને જરૂર શામેલ કરો. પરંતુ એક વાત યાદ રાખો કે જૈવિક રીતે ઊગાડેલા રીંગણમાં જ જરૂરી પોષક તત્વો હોય છે. રસાયણિક રીતે ઊગાવેલા રીંગણમાં પોષણ ઓછું અને બીમારી વધારે હોય છે.
આથી જ આજે અમે તમને ઘરે જ સરળ રીતે રીંગણ ઊગાડવની રીત જણાવી રહ્યા છીએ. આ માટે અમે ઘણા લાંબા સમયથી ગાર્ડનિંગ કરી રહેલા અંકિત બાજપાઈ સાથે વાતચીત કરી હતી. લખનઉના અંકિત બાજપાઈએ જણાવ્યું કે રીંગણની અલગ અલગ અનેક જાત હોય છે પંરતુ તેને ઊગાડવાની રીત લગભગ એક સરખી જ છે. જો તમારા ઘરના કોઈ ખુણામાં કે પછી બાલ્કનીમાં સારો એવો તડકો આવે છે તો તમારા ઘરમાં સરળતાથી આ શાકભાજી ઊગી શકે છે. બી ખરીદવા માટે તમે કોઈ સ્થાનિક દુકાનનો સંપર્ક કરી શકો છો, અથવા વિશ્વાસપાત્ર ઑનલાઇન વેબસાઇટ પરથી પણ ખરીદી શકો છો.
રીંગણ આખું વર્ષ મળતી શાકભાજી છે એટલે તમે તેને કોઈ પણ ઋતુમાં ઊગાડવાનો પ્રયાસ કરી શકો છો. પરંતુ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેને ઊગાડશો તો ખૂબ સારું પરિણામ મળે છે.

શું શું જોઈએ?
રીંગણના બી, કોઈ પણ પેપર કપ અથવા નાનું કુંડું, મધ્ય સાઇઝનું કુંડુ/જૂની પ્લાસ્ટિક ડોલ, પૉન્ટિંગ મિક્સ, પાણી.
પૉન્ટિંગ મિક્સ કેવી રીતે તૈયાર કરવું
પૉન્ટિંગ મિક્સ તૈયાર કરવા માટે તમારે 60 ટકા રેતી, 20 ટકા માટી અને 20 ટકા છાણની જરૂર પડશે. ત્રણેયને ખૂબ સારી રીતે મિક્સ કરી લો. ખાતર માટે તમે વર્મીકમ્પોસ્ટ અથવા ઘર પર બનાવેલું ખાતર પણ ઉપયોગમાં લઈ શકો છો. જો તમે કોઈ એવા શહેરમાં રહો છો જ્યાં રેતી નથી મળી રહી તો તમે કોકોપીટ અથવા માટી પણ લઈ શકો છો.

છોડ કેવી રીતે તૈયાર કરશો
સૌથી પહેલા તમે નાના કુંડા અથવા પેપર કપમાં પૉન્ટિંગ મિક્સને ભરી લો.
હવે તેમાં રીંગણના બી નાખો અને ઉપરથી થોડી માટી નાખી દો.
સ્પ્રે કરીને પાણી આપો.
આને તમારે એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં સુધો તડકો ન આવતો હોય.
જરૂ પડે ત્યારે જ પાણી નાખો.
લગભગ સાત-આઠ દિવસમાં બી અંકુરિત થવા લાગશે, ક્યારેક 10 દિવસ પણ લાગી શકે છે. ધૈર્ય રાખો.
15 દિવસ પછી આ નાનાં નાનાં છોડને તડકામાં રાખો.
નિયમિત રીતે જરૂરિયાત પ્રમાણે પાણી આપો.
30-35 દિવસ પછી તમે તેને મોટા કુંડામાં કે અન્ય કોઈ જગ્યામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો.

ટ્રાન્સપ્લન્ટ કેવી રીતે કરશો:
તમે મધ્યમ સાઈઝના કુંડામાં કે પછી નાના કુંડામાં પણ તેને રાખી શકો છો.
કુંડાના પૉન્ટિંગ મિક્સથી ભરી દો.
ખૂબ સાવચેતી પૂર્વક નાના કુંડામાંથી છોડને કાઢીને બીજા કુંડામાં રોપી દો.
યાદ રાખો કે જો કુંડું નાનું છે તો તેમાં એક જ છોડ ઊગાડો. મોટા કે મધ્યમ સાઇઝના કુંડામાં તમે બે રોપા ઊગાડી શકો છો.
છોડ લગાાવ્યા બાદ પાણી સ્પ્રે કરો.
હવે આ કુંડાઓને ફરીથી એવી જગ્યાએ રાખી દો જ્યાં સીધો તડકો ન આવતો હોય.
ટ્રાન્સપ્લાન્ટના એક મહિના પછી જ્યારે છોડ મોટા થઈ જાય ત્યારે તમે તેને ખાતર આપી શકો છો. વચ્ચે વચ્ચે માટીને થોડી ઉપર નીચે કરતા રહો.

પોષણ માટે તરલ ખાતર:
અંકિત કહે છે કે તરલ ખાતર માટે તમે કેળાની છાલ, સરસો ખલી કે પછી લીમડાની ખલીનો ઉપયોગ કરી શકો છો. આ બનાવવા માટે કેળાની છાલને એક બોટલમાં નાખો અને તેમાં પાણી ભરો. લગભગ 15-20 દિવસ પછી આ પાણીને છોડમાં નાખો. આ રીતે તમે સરસો ખલી પણ આપી શકો છો.
દર 15 દિવસે આ પોષક સૉલ્યૂસન છોડને આપતા રહો. જો તમને કોઈ જંતુ દેખાય તો તમે તે માટે પેસ્ટિસાઇડ બનાવી શકો છો. જેમ કે લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ બનાવી શકો છો, તેને પાણીમાં ભેળવીને છોડને સ્પ્રે કરી શકો છો. અથવા તો તમે શેમ્પુને પાણીમાં નાખીને પણ સ્પ્રે કરી શકો છો, આ પણ પેસ્ટિસાઇડનું જ કામ કરે છે.
હાર્વેસ્ટિંગ:
લગભગ ત્રણ મહિના પછી તમને છોડમાં રીંગણ દેખાવા લાગશે. ક્યારેક સંપૂર્ણ આકાર લેવામાં સમય લાગી શકે છે તો તમે ચોથા મહિના પછી હાર્વેસ્ટિંગ કરી શકો છો.
આ પણ વાંચો: Grow Elaichi: કુંડામાં ઈલાયચી ઉગાડવી છે સરળ, બસ અપનાવો આ રીત!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.