વર્ષો સુધી કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યા બાદ, બેંગલુરૂમાં રહેતા વાસુકી આયંકર કઈંક અલગ કરવા ઇચ્છતા હતા. કઈંક અલગ કરવાની ચાહમાં તેમણે કચરાનું પ્રબંધન કરવાનું શરૂ કર્યું. આપણે બધા જાણીએ જ છીએ કે, આપણા દેશમાં ગરીબી, ભૂખમરો, અશિક્ષા જેવા મુદ્દાઓની સાથે-સાથે પ્રદૂષણ, ગંદકી અને કચરાના ઢગલા પણ એક મોટી સમસ્યા છે. એટલે વાસુકીએ તેમના એક મિત્ર સાથે મળીને આ સેક્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ પછી 2016 માં તેમણે તેમની સોશિયલ એન્ટરપ્રાઇઝ ‘સૉઇલ એન્ડ હેલ્થ’ શરૂ કરી.
પોતાના એન્ટરપ્રાઇઝ મારફતે તેઓ બેંગલુરૂમાં લોકોને ઘરેલું કમ્પોસ્ટિંગથી લઈને સામુદાયિક સ્તરે કમ્પોસ્ટિંગ સુધીના વિકલ્પ આપે છે. સાથે-સાથે, તેમના ત્યાંથી કોઇપણ ઈકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ કટલરી ભાડે લઈ જઈ શકે છે.

આ સિવાય તેઓ જણાવે છે કે, તેમણે પોતાની ટીમ સાથે મળીને કમ્પોસ્ટિંગ માટે જે વિકલ્પ બનાવ્યા છે, તેના પર કોઇ કૉપીરાઇટ નથી, લોકોને તેઓ જાતે જ ઘરે પણ બનાવવાનું (DIY) શીખવાડે છે. ઘણા લોકો તેમની પાસેથી હોમ કમ્પોસ્ટિંગ કિટ અને કમ્યુનિટી કમ્પોસ્ટિંગ કિટ ખરીદે છે અને ઈનસ્ટોલ કરાવે છે તો ઘણા લોકો તેમના DIY ફોલો કરે છે.
વાસુકીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, તે ઘણા પ્રકારનાં કમ્પોસ્ટિંગ બિન અને રીતોનો ઉપયોગ કરે છે. જેમાં ડોલ, કુંડાં, પાઇપ અને ડ્રમ વગેરેનો ઉપયોગ કરે છે અને સૌથી સારી વાત એ છે કે, આ રીતોથી ખાસ ખર્ચ નથી થતો અને તમે ઘરમાં નકામી પડેલ વસ્તુઓનો જ ઉપયોગ કરી શકો છો.
પાઇપ કમ્પોસ્ટિંગ:

આપણા ઘરમાં જ્યારે પણ પાણીનું ફિટિંગ થાય કે બીજું કોઇ કામ હોય ત્યારે પીવીસી પાઇપના ઘણા ટુકડા વધતા હોય છે. આ ટુકડાઓમાં પણ તમે પાઇપ કમ્પોસ્ટર બનાવી શકો છો. એક-બે લોકોના પરિવાર માટે આ સૌથી સારો રસ્તો છે. આ પાઇપ તમારા ઘરના ભીના કચરાને પોષણયુક્ત ખાતરમાં બદલી દેશે, જેનો ઉપયોગ તમે ઝાડ-છોડ માટે કરી શકો છો.
શું-શું જોઇએ:
પીવીસી પાઇપ (6 ઈંચ પહોળી અને 5 ફૂટ લાંબી)
પાઇપને બંધ કરવા માટે ઢાંકણ
ડ્રિલિંગ મશીન
કેવી રીતે બનાવવું:
પાઇપમાં ચારેય તરફ યોગ્ય અંતરે કાણાં પાડો.
ઢાંકણમાં પણ કાણાં પાડો.
હવે તમારા બગીચા કે પછી કૂંડામાં માટીંમાં એક ફૂડ ઊંડો ખાડો કરો અને તેમાં પાઇપ લગાવો અને તેની બધી જ બાજુ માટી રાખો.
હવે આ પાઇપમાં સૌથી પહેલાં સૂકાં પત્તાં, કોકોપીટ વગેરે નાખો, જેથી નીચે એક સૂકું પરત રહે.
હવે આના પછી ભીનો કચરો, જેમકે, ફળો-શાકભાજીનાં છોતરાં વગેરે આમાં નાખો.
ત્યાર બાદ, ત્રીજું પડ સૂકાં પત્તાં કે કોકોપીટથી બનાવો અને તેના ઉપર ફરીથી ભીનો કચરો નાખો.
આ રીતે, એક બાદ એક લેયર બનાવો અને સાથે-સાથે થોડું દહીં કે છાણ પણ નાખો.
ભીના કચરામાં 60-70 ટકા ભેજ હોય છે, જે સૂકાં પત્તાં કે કોકોપીટ શોષી લે છે.
છાણ કે દહીંમાં રહેલ સૂક્ષ્મ જીવો આ આખા કચરાને ખાતરમાં પરિવર્તિત કરે છે.
જ્યારે એક પાઇપ ભરાઇ જાય એટલે કોઇ બીજી પ્રક્રિયામાં આ જ પ્રક્રિયા શરૂ કરી શકો છો અને જ્યારે ખાતર બની જાય એટલે તમે પાઇપ ખાલી કરી તેમાં ફરી કચરો ભરવાનો શરૂ કરો.
આ સિવાય, વાસુકીએ વધુમાં જણાવ્યું કે, સામુદાયિક સ્તરે તેઓ ‘મેશ કમ્પોસ્ટિંગ બિન’ અને ‘ડ્રમ કમ્પોસ્ટિંગ બિન’ લોકોને આપે છે. તેમણે બેંગલુરૂમાં ઘણી સામુદાયિક જગ્યાઓ જેમ કે, બનશંકરી મંદિર, લાલબાગ, શક્તિ મહા ગણપતિ મંદિર, સેન્ટ એડ્રચર્ચ વગેરેમાં કમ્યુનિટી કમ્પોસ્ટર લગાવ્યાં. સામુદાયિક સ્તર પર તેઓ લીફ મેશ કમ્પોસ્ટર ઈનસ્ટોલ કરે છે.
તેઓ જણાવે છે, “જો કોઇ જગ્યાએ 8 લીફ કમ્પોસ્ટરની જરૂર હોય તો, બે અમે જાતે જ આપીએ છીએ અને બાકી છ જગ્યાઓએ લોકોને જાતે જ બનાવવા પ્રેરિત કરે છે. અમે તેમને બધુ જ શીખવાડીએ છીએ કે કમ્પોસ્ટર કેવી રીતે બનાવવું અને પછી કેવી રીતે તેનો ઉપયોગ કરવો.”
મેશ કમ્પોસ્ટિંગ કેવી રીતે બનાવવું:

સૌથી પહેલાં તો તમે 5 ફૂટ ડાયામીટર અને 5 ફૂડ લંબાઇવાળી એક મેશ જોઇએ.
બાંધવા માટે એક મેટર વાયર
મેશનાં બંને મૂઢીયાંને વાયરથી બાંધી લો અને હવે તેને ગોળ આકાર આપો.
ત્યારબાદ તેના પર રંગ કરી દો, જેથી તેમાં કાટ ન લાગે.
હવે તેના પર બહારની તરફથી એક બીજી શીટ લગાવો, જેમાં નાનાં-નાનાં કાણાં હોય.
આ શીટ લગાવ્યા બાદ, મેશના નીચેના ભાગમાં બે નાનાં-નાનાં ચોરસ આકારમાં કાણાં પાડો, જેથી તેનો હેન્ડલની રીતે ઉપયોગ કરી શકાય.
ત્યારબાદ, કોઇ સીમેન્ટ બ્લોક કે પછી ઈન્ટરલૉકિંગ ટાઇપ્સની ઉપર મૂકી દો અને તેને ઢાંકવા માટે મેશમાંથી બનેલ ઢાંકણનો જ ઉપયોગ કરો.
ખાતર બનાવવા માટે આમાંથી એ જ રીતનો ઉપયોગ થશે. પહેલાં સૂકાં પત્તાં અને પછી કોકોપીટનું પરત પછી ભીનો કચરો અને પછી એક પરત અને વચ્ચે-વચ્ચે દહીં કે છાણ પણ મિક્સ કરો. થોડા જ દિવસોમાં જૈવિક ખાતર બનીને તૈયાર થઈ જશે.
વાસુકી કહે છે કે, જો દરેક ગલી-મહોલ્લામાં આ પ્રકારની કમ્પોસ્ટિંગ બિન લાગેલ હોય તો, કોઇપણ ઘરનો ભીનો કચરો લેન્ડફિલમાં નહીં જાય. આ માટે તેમણે પોતાની ટીમ સાથે મળીને અભિયાન પણ શરૂ કર્યું. આ અભિયાન મારફતે તે લોકોને ગલીની સફાઇ કરવા પણ પ્રેરિત કરે છે. આ પહેલાં લોકોને જાગૃત કરવામાં આવે છે અને આ માટે કોઇ વોલન્ટિયર પસંદ કરવામાં આવે છે. આ વોલન્ટિયરના ઘરની આગળ આ કમ્પોસ્ટિંગ બિન લગાવવામાં આવે છે અને તેની જવાબદારી હોય છે કે, તે ધ્યાન રાખે કે, દરેક આ કમ્પોસ્ટિંગ બિનમાં જ ઘરનો કચરો નાખો.
વાસુકી આયંગર, બેંગલુરૂના સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ રાઉન્ડ ટેબલના વોલન્ટિયર છે અને તેઓ તેમના સેમિનાર અને વર્કશોપ માટે ચીન પણ જઈ ચૂક્યા છે. ખાતરની સાથે-સાથે વાસુકી ઘરમાં જ બાયો ઈન્જાઇમ બનાવવાનું પણ શીખવાડે છે. આ માટે તમે આ વિડીયો જોઇ શકો છો.
વાસુકી આયંકરનો સંપર્ક કરવા તમે તેમને vasuki@soilandhealth.in પર ઈમેલ કરી શકો છો.
આ પણ વાંચો: 9 પાસ ગુજરાતી ખેડૂતની શોધ: માત્ર 10 રૂપિયામાં બનાવ્યાં ઈકો-ફ્રેન્ડલી છાણનાં કૂંડાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.