પાર્લેજીનું નામ આવતા જ નાનપણની યાદો તાજી થઈ જાય છે. તે દિવસોમાં આપણે ગરમ દૂધના કપમાં પાર્લેજીને ડૂબાડીને ઝડપથી મોમાં નાખી દેતા હતાં. જેથી બિસ્કિટ તૂટીને ફરીથી દૂધમાં પડી ન જાય. ભારતમાં ચા સાથે સૌથી વધારે પસંદ કરવામાં આવતા બિસ્કિટ એટલા ફેમસ છે કે કદાચ ભાગ્યે જ કોઈ ભારતીય એવો હશે જેણે નાનપણમાં આ બિસ્કિટ ખાધું ન હોય. મોટાભાગના લોકો આ બિસ્કિટને આરોગીને જ મોટા થયા હશે. આજે પણ દેશભરમાં અનેક લોકો સવારે એક કપ ચા અને પાર્લેજીથી જ દિવસની શરુઆત કરે છે. જોકે, એ સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે ભારતીયો માટે આ માત્ર બિસ્કિટ જ નથી પરંતુ તેમનો મનપસંદ આહાર પણ છે. જો તમે પાર્લેજીના ચાહક છો તો તમને આજે પાર્લેજી એટલે કે ભારતની સૌથી મોટી બિસ્કિટ નિર્માતા કંપની પાર્લે અને તેના સિગ્નેચર પ્રોડક્ટની આ સ્ટોરી તમને ખૂબ જ રસપ્રદ લાગશે.

વર્ષ 1929માં મુંબઈના રેશમ વેપારી, ચૌહાણ પરિવારના મોહનલાલ દયાળે મીઠાઈ (ટોફી)ની દુકાન ખોલવા માટે એક જૂની ફેક્ટરી ખરીદી અને તેને યોગ્ય રીતે સમારકામ કરાવ્યું. સ્વદેશી આંદોલનથી પ્રભાવિત (જેમણે ભારતીય વસ્તુઓના ઉત્પાદન અને ઉપયોગને વધારો આપ્યો) થઈને ચૌહાણ કેટલાક વર્ષ પહેલા મીઠાઈ બનાવવાની કળા શીખવા જર્મની રવાના થયા. તેઓ મીઠાઈ બનાવવાનું હુન્નર શીખવાની સાથે જ જરુરિયાત મશીનરી (60,000 રુપિયામાં જર્મનીથી આયાત) લઈને 1929માં ભારત પરત ફર્યા હતાં. જે પછી, ઈરલા અને પરલા વચ્ચ સ્થિત ગામમાં ચૌહાણે એક નાનું કારખાનું સ્થાપિત કર્યુ હતું. જેમાં પરિવારના સભ્યો સાથે માત્ર 12 પુરુષો કામ કરતા હતાં. આ લોકો પોતે જ એન્જિનિયર, મેનેજર અને મીઠાઈ બનાવવાનું કામ કરતા હતાં. મજેદાર વાત છે કે તેના સંસ્થાપક કારખાનાના કામકાજમાં એટલા વ્યસ્ત હતા કે તેઓ આ વસ્તુનું નામ રાખવાનું પણ ભૂલી ગયાં. દેશની પહેલી મીઠાઈ બનાવનાર કંપની (કન્ફેક્શનરી બ્રાંડ)નું નામ તેના જન્મસ્થાન એટલે કે પાર્લેજીના નામ પર રાખવામાં આવ્યું છે.

પાર્લેનું પહેલું ઉત્પાદન એક નારંગી કેન્ડી હતું. જે ટૂંક સમયમાં જ અન્ય ટોફીને પણ હરાવવા લાગ્યું. જોકે, આવું સતત 10 વર્ષ ચાલ્યું અને પછી કંપનીએ પોતાનું બિસ્કિટ બનાવવાનું કામ શરુ કર્યુ હતું. 1939માં દ્વિતિય વિશ્વ યુદ્ધનું બ્યૂગલ ફૂંકાયું પછી કંપનીએ પોતાનું પહેલું બિસ્કિટ તૈયાર થયું હતું.
આ પહેલા બિસ્કિટ ખૂબ જ મોંઘા મળતા હતાં અને તેમને આયાત કરવામાં આવતા હતાં. તે સમય એવો હતો કે બિસ્કિટ મોટા લોકો દ્વારા ખરીદવામાં આવતી વસ્તુ માનવામાં આવતી હતી. યુનાઈટેડ બિસ્કિટ, હન્ટલી એન્ડ પામર્સ, બ્રિટાનિયા અને ગ્લેક્સો મુખ્ય બ્રિટિશ બ્રાન્ડ હતાં. જેઓ બજાર પર રાજ કરતા હતાં.

જેની વિરુદ્ધ પાર્લે પ્રોડક્ટ્સે સામાન્ય જનતા માટે પોષણથી ભરપુર સસ્તું પાર્લે ગ્લૂકો લોન્ચ કર્યુ હતું. ભારતમાં બનેલું, ભારતીયોની પસંદ, આ બિસ્કિટ ટૂંક સમયમાં જ લોકો વચ્ચે ખૂબ જ ફેમસ થયું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ-ભારતીય સેનામાં ખૂબ જ માગણી વધી હતી.
જોકે, 1947માં સ્વતંત્રતા પછી તરત જ ઘઉંની ઉણપ (વિભાજન પછી માત્ર 63% ઘઉંની ખેતીના ક્ષેત્ર સાથે ભારત અલગ થઈ ગયું હતું.)ના કારણે પાર્લે ગ્લૂકો બિસ્કુટનું ઉત્પાદન થોડા સમય માટે રોકવું પડ્યું હતું.
પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ભારતીયોને નમન કરતા, પાર્લેએ પોતાના ગ્રાહકોને આગ્રહ કર્યો કે જ્યાં સુધી ઘઉંનો પૂરતો જથ્થો મળવો સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી તેઓ જઉંમાંથી બનેલા બિસ્કિટ આરોગે.
1960માં પાર્લે પ્રોડક્ટ્સને ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જ્યારે અન્ય કંપનીઓએ પોતાના ગ્લૂકોઝ બિસ્કિટ લોન્ચ કરવાના શરુ કર્યા. જેમ કે, બ્રિટાનિયાએ પોતાનું પહેલું ગ્લૂકોઝ બિસ્કિટ બ્રાંડ ગ્લૂકોઝ-ડી લોન્ચ કર્યું અને ગબ્બર સિંહ (શોલેમાં અમજદ ખાન દ્વારા નિભાવવામાં આવેલી ભૂમિકા)થી તેનો પ્રચાર કરાવવામાં આવ્યો હતો. એક જેવા બ્રાન્ડ નામથી કન્ફ્યૂઝ થઈને મોટાભાગના લોકો દુકાનદારો પાસેથી ગ્લુકોઝ બિસ્કિટ માગવા લાગ્યા હતાં.

આ ભીડથી બહાર નીકળવા માટે એક ફર્મે એક એવી પેકેજિંગ બનાવવાનો નિર્ણય કર્યો જે પાર્લે સાથે જોડાયેલી હોય અને એકદમ અલગ હોય અને સાથે જ પેકિંગ મશીનરીને પણ પેટન્ટ કરાવ્યું. નવું પેકેજિંગ એક પીળા રંગનું વેક્સ પેપર રેપરમાં હતું. જેમાં બ્રાંડનું નામ અને કંપનીના લાલ રંગના લોગો સાથે તેના પર મોટા ગાલવાળી એક નાની છોકરીની તસવીર હતી. (એવરેસ્ટ બ્રાન્ડ સોલ્યૂશન્સ દ્વારા ચિત્રણ)
નવા પેકેજિંગે બિસ્કિટના ટાર્ગેટ ઓડિયન્સ, બાળકો અને તેમની માતાઓને આકર્ષિત તો કર્યુ પરંતુ પછી પણ બજારમાં તે લોકોને પાર્લે ગ્લૂકો અને ગ્લૂકોઝ બિસ્કિટ બ્રાન્ડ વચ્ચે અંતર સમજાવવામાં નિષ્ફળ રહ્યું. જેમાં મજબૂર થઈને ફર્મે બિસ્કિટને નવું નામ આપ્યું. જેથી આ નામ ભીડથી અલગ થવામાં કેટલી મદદ કરે છે.
1982માં પાર્લે ગ્લૂકોને પાર્લે જી (Parle-G) તરીકે લોન્ચ કરવામાં આવ્યું. જેમાં Gનો મતલબ ગ્લૂકોઝ જ હતો. નાના બિસ્કિટ નિર્માતાઓ (જેમણે આમ જ પીળા વેક્સ પેપરમાં હલકી ગુણવત્તાવાળા પોતાના બિસ્કિટ વેચ્યા) દ્વારા ડુપ્લીકેટ બિસ્કિટ બનાવવાથી બચવા માટે પેકેજિંગ મટિરિયલને ઓછા ખર્ચાના પ્રિન્ટેડ પ્લાસ્ટિકમાં બદલ્યું.

જેની નવી ટેગલાઈનમાં કહેવામાં આવ્યું છે કે,’દરેક વખતે નકલ કરી, પરંતુ બરાબરી ક્યારેય પણ નહીં (Often imitated, never equalled)’ જે પછી તેની એક જાહેરાત આવી જેમાં એક દાદાજી અને તેના પૌત્ર એકસાથે કહેતા જોવા મળે છે કે, ‘સ્વાદ ભરે, શક્તિ ભરે, પાર્લે-જી’. 1998માં પાર્લેજીને શક્તિમાન તરીકે અનોખો બ્રાન્ડ એમ્બેસેડર મળ્યો, જે એક ટીવી સ્ક્રિનનો દેસી સુપરહિરો હતો અને ભારતીય બાળકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતો.
પછી પાર્લે ઉત્પાદનોએ પાછું વળીને નથી જોયું. ‘જી માને જીનિયસ’ અને ‘હિંદુસ્તાનની તાકાત’થી લઈને ‘રોકો મત, ટોકો મત’ સુધી પાર્લેજીની મજેદાર જાહેરાત સુધી તેની ઈમેજને મોનો-ડાયમેન્શનથી મલ્ટીડાયમેન્શન સુધી એટલે કે એનર્જી બિસ્કિટથી મજબૂતી અને ક્રિએટિવીટીમાં બદલવા માટે સફળ રહ્યાં.
ઉદાહરણ માટે તેમનું 2013ની જાહેરાત કેમ્પેઈન માતા-પિતાને પોતાના બાળકોને તેનું સપનું પૂરું કરવા માટે પાર્લેજી ખવડાવવા માટે પ્રોત્સાહન આપે છે. જિંગલને ગુલઝારે લખી અને પિયુષ મિશ્રાએ પોતાનો અવાજ આપ્યો. ‘કલ કે જિનિયસ’, હાલ તેમનું કેમ્પેઈન ‘વો પહેલે વાલી બાત’માં પણ લોકોને એક અલગ પ્રકારની જ બાજુ જોવા મળે છે. જેમાં આટલા વર્ષમાં ફેરફારની વાત કરવામાં આવી છે.
સારા કેમ્પેઈન અને બિસ્કિટની વિશ્વસનિય ગુણવત્તાના કારણે જ બ્રાંડની સફળતા વર્ષ દર વર્ષ વધતી જ ગઈ. આજે કંપની એક મહિનામાં એક અબજ કરતા વધારે બિસ્કિટના પેકેટ વેચવાનો આશ્ચર્યજનક દાવો કરે છે. જેનો મતલબ કે આશરે 100 કરોડ બિસ્કિટના પેકેટનું વેંચાણ દર મહિને અથવા તો સમગ્ર વર્ષમાં 14,600 કરોડ બિસ્કિટનું વેચાણ, જે 1.21 બિલિયન ભારતીયોમાં દર એકને 121 બિસ્કિટ મળવા બરાબર છે.
હકીકતમાં આ બિસ્કિટ એટલું લોકપ્રિય છે કે કેટલીક રેસ્ટોરાંએ તેનો ઉપયોગ ડેઝર્ટ બનાવવા માટે પણ શરુ કર્યું છે. ઉદાહરણ માટે ફર્ઝી કેફેએ પાર્લે-જી ચીઝકેક બનાવ્યા છે અને ‘મુંબઈ 145’માં પાર્લે-જી ઈટશેક નામની ડિશ મળે છે.
હાલ તેની ઝડપી વૃદ્ધિ અને ભારે માગ પછી પણ બ્રાંડ પોતાની ફિલોસોફી પર અડગ છે. જેને સમાજના દરેક વર્ગના લોકો ખાય છે. શહેરી વિસ્તારમાં બેઠેલા વ્યક્તિથી લઈને ગામના લોકો સુધી. આ એકમાત્ર એવી બ્રાન્ડ છે. જે એલઓસી પાસે 100ની વસ્તી ધરાવતા વિસ્તારમાં પણ સરળતાથી ઉપલબ્ધ છે. કદાચ તેનું કારણ એ જ છે કે દરેક દિવસે માર્કેટમાં નવા બિસ્કીટ આવ્યા પછી પણ ગ્લૂકોઝ બિસ્કિટે દરેક ભારતીયોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે.
દુનિયાના સૌથી વધારે વેચાતા બિસ્કિટની સ્ટોરીને સમાપ્ત કરતા પહેલા આવો જાણીએ કેટલીક રસપ્રદ વાત…
જો તમે એક વર્ષમાં ઉપયોગમાં લેવાતા પાર્લેજી બિસ્કીટની એક લાઈન બનાવવામાં આવે તો એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવામાં પૃથ્વીના 192 વાર ચક્કર લગાવવા બરાબર ચાલવું પડશે.
13 બિલિયન પાર્લે જી બિસ્કીટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ખાંડની માત્રા 16,100 ટન છે. આટલી ખાંડ દુનિયાના સૌથી નાના શહેર વેટિકન સિટીના રસ્તોને ઢાંકી શકાય છે.
400 મિલિયન પાર્લે-જી બિસ્કિટનું ઉત્પાદન પ્રતિદિવસે કરવામાં આવે છે. જો આ બિસ્કિટના એક મહિનાના ઉત્પાદનનો ઢગલો લગાવવામાં આવે તો તે પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેનું અંતર પણ કવર કરી શકે છે.
આ પણ વાંચો: સવા બે લાખનો પગાર છતાં ફરે છે સાઇકલ પર, મોટા ભાગના પૈસા ખર્ચે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવવામાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.