Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/dist/block-library/style.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/classic-themes.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/plugins/ad-placer/assets/css/adp-amp-app.css?ver=1686200479' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/style.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/normalize.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/global.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/article.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search"> Search Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India"> The Better India Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi"> The Better India - Hindi Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam"> The Better India - Malayalam
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search Icon" width="32" height="32">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/arrow.svg" alt="Nav Arrow" width="32" height="32">
Guava Farming
Guava Farming

સતત આર્થિક સંકડામણમાં જીવતા ગુજરાતના આ ખેડૂતે 1.5 કિલોનાં જંબો જામફળ ઉગાડી કમાણી કરી 10 ઘણી

ગુજરાતના મોરબીના સામાન્ય ખેડૂત મગન કામારિયા કુંટુંબના ભરણપોષણ માટે સતત સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં અચાનક જંબો જામફળે તેમનું નસીબ બદલ્યું. એક જામફળનું વજન લગભગ 1.5 કિલો હોવાથી એકજ વર્ષમાં તેમની કમાણી લગભગ 20 લાખ રૂપિયા થઈ ગઈ.

મગનભાઈની મોરબીમાં 15 એકર જમીન છે. જેમાં તેઓ મગફળી, કપાસ, જીરું અને બીજાં શાકભાજી ઉગાડતા હતા, પરંતુ પરંપરાગત ખેતીમાં મળી રહેલ નિષ્ફળતાઓના કારણે તેમને વધારે નફો નહોંતો મળતો. છ સભ્યોના પરિવારના પોષણ માટે તેમને ક્યારેય પૂરતી કમાણી થતી નહોંતી.

વર્ષોથી તેમની આવક અસ્થિર રહેતી હતી. એક એકરમાંથી તેમને માંડ 14,000 ની કમાણી થતી હતી. આજ સુધી ક્યારેય 5 લાખ કરતાં વધારે નફો તો મળ્યો જ નહોંતો. એ દિવસો યાદ કરતાં તેઓ કહે છે, “ઓછી આવકના કારણે બાળકોના શિક્ષણ અને પરિવારની દૈનિક જરૂરિયાતોના ખર્ચને પહોંચી વળવું પણ બહુ મુશ્કેલ બની ગયું હતું.”

નજીવી કમાણીથી અસંતુષ્ટ, તેમણે આ ધંધો છોડી દેવાનો અને બીજા ધંધામાં રોકાણ કરવાનું નક્કી કર્યું. પરંતુ 2015 માં, તેમના પુત્ર ચિરાગે તેમને એક થાઇના વિવિધ પ્રકારના જામફળ સાથે પરિચય કરાવ્યો, જેને કારણે તેમના પરિવારનો ભાગ્યોદય થયો. આ નવી વિવિધતામાં, ઓર્ગેનિક ફાર્મિંગ સાથે પૂરક અને વૈજ્ઞાનિક તકનીકોને અપનાવીને મગનને 1.5 કિલોનું જામફળ ઉગાડવામાં મદદ મળી અને તેમાંથી તેમને એકજ વર્ષમાં લગભગ 20 લાખની કમાણી થઈ.

Jumbo Guava

નવો અભિગમ
મગને સ્થાનિક નર્સરીમાંથી વિવિધ થાઇ વિવિધતાઓ ખરીદી, યુટ્યુબ પરથી તથા આસપાસના કેટલાક જામફળના ખેડુતોની મદદથી ઉગાડવાની તકનીક શીખી. તે કહે છે “અમે બે છોડ વચ્ચે 8 ફૂટનું અંતર રાખી તેમાં ટપક સિંચાઈ, લીલા ઘાસ અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓ શામિલ કરી છે. અમે ઓર્ગેનિક ખાતરો અને કંપોસ્ટ બનાવ્યાં છે. લગભગ બે વર્ષમાં, છોડે ફળ આપવાનું શરૂ કર્યું”.

તેઓ જણાવે છે કે “શરૂઆતમાં તેમણે હળદર અને અન્ય છોડને જામફળના વાવેતર વચ્ચે ઉગાડ્યા હતા. પરંતુ જેમ-જેમ છોડ વધરા ગયા તેમ-તેમ બીજા છોડને પૂરતો સૂર્યપ્રકાશ ન મળી શકતાં અમે માત્ર જામફળ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. શરૂઆતમાં છોડ 350 ગ્રામ વજનનું ફળ આવતું હતું. પરંતુ તેમને બીક હતી કે, છોડ હજી નાના હતા એટલે તે વજન સહન નહીં કરી શકે એટલે અમે ફળ ઉતારી દીધાં અને તેન વેંચ્યાણ નહીં પરંતુ છોડને વધુ વિકસવા દીધા અને એક વર્ષ સુધી રાહ જોઈ.

એકવાર પાક તૈયાર થઈ ગયા બાદ મગનભાઈ તેમને બજારમાં લઈ ગયા. આ બાબતે તેઓ કહે છે, “તેમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ઓર્ગેનિક પદ્ધતિની મદદથી ઉગાડવામાં આવ્યાં હોવાથી બજારમાં ઉપલબ્ધ અન્ય ફળો કરતાં તેનો સ્વાદ હટકે હતો. આ જામફળ પ્રમાણમાં નરમ હોય છે અને તેમાં બીજ પણ બહુ ઓછાં હોય છે. જામફળનું નાનામાં નાનું ફળ 350 ગ્રામનું હતું, જ્યારે મોટામાં મોટું ફળ 1.5 કિલોનું હતું, જે બજારમાં જોવા મળતાં અન્ય ફળો કરતાં અલગ તરી આવતં હતાં.”

Morbi Farmer
Maganbhai with his son Chirag

અમદાવાદ, સુરત, વડોદરા, નવસ્સારી વગેરેના વ્યાપારીઓ સીધા જ મગનભાઈ સુધી પહોંચતાં તેમનો નફો પણ વધવા લાગ્યો.

આ બાબતે વધુમાં વાત કરતાં તેઓ કહે છે, “ફળ ઉગાડવા માટે ઑર્ગેનિક પદ્ધતિઓ અપનાવવી પણ એક પડકાર છે. માટીની ખાસ સંભાળ રાખવી પડે છે અને પૂરતા પ્રમાણમાં સિંચાઈ પણ કરવી પડે છે. થોડી-ઘણી પણ જીવાત પડે તો તરત જ ધ્યાન આપવું પડે છે. આ વિકાસ દરમિયાન તેઓ જીવાતથી બચાવવા માટે તમાકુ અને લીમડાના પાણીનો છંડકાવ કરતા હતા.”

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં મગનભાઈ કહે છે, “તેઓ ખુશ છે કે, તેમણે બદલાવ અપનાવ્યો. અન્ય ખેડુતોએ પણ આવી અવનવી રીતોને અપનાવવી જોઈએ અને બજારની બદલાતી જરૂરિયાતોને સારિ રીતે સમજવી જોઈએ. હવે હું આ જામફળમાંથી જામ અને જેલી બનાવવા ઈચ્છું છું. જેના કારણે કમાણી વધી શકે છે. આ બાબતે સંશોધન ચાલી રહ્યું છે અને આશા છે કે, બજારમાં બહુ જલદી તેમનાં આ ઉત્પાદન જોવા મળશે.”

તેઓ એમ પણ કહે છે કે, “તેમણે વિવિધ પ્રકારનાં જામફળ ઉગાડવાનાં શરૂ કર્યાં એ પહેલાં તેમને પોતાના ખેતરમાં જવાની પણ ઈચ્છા નહોંતી થતી અને મજૂરો પર જ નિર્ભર રહેતા હતા. પરંતુ જામફળના વાવેતરથી આવકમાં થયેલ નોંધપાત્ર વધારાથી તેમનો ઉત્સાહ વધ્યો અને હવે તેઓ દરરોજ ખેતરમાં જઈને જાતે જ બધી દેખભાળ કરે છે.”

મૂળ લેખ: HIMANSHU NITNAWARE

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પંજાબના 60 વર્ષના સુરેન્દ્રપાલ ઓર્ગેનિક કપાસની ખેતી કરી, જૈવિક કપડા બનાવીને કરે છે લાખોની કમાણી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/close-icon.png" width="32" height="32" alt="close-icon" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/icons-share.png" alt="_tbi-social-media__share-icon" width="32" height="32">