શું તમે જાણો છો કે જીન્સ બનાવવા માટે જેટલો રૂનો જથ્થો વપરાય છે, તે રૂને ઉગાડવા માટે લગભગ 946 લીટર પાણીનો ખર્ચ થાય છે, અને પછી જીન્સ બનાવવા અને ટેક્સચર આપવામાં લગભગ 42 લીટર પાણીનો ખર્ચ થાય છે? જી હા, અને થોડા વર્ષો સુધી તેને પહેર્યા પછી આપણે તે જીન્સને કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ. કચરામાંથી આ જીન્સ લેન્ડફિલ સુધી પહોંચે છે અને તે પછી તે જમીન અને પર્યાવરણને દૂષિત કરે છે.
હવે સવાલ ઉભો થાય છે કે આ બધું કેવી રીતે રોકી શકાય? આ માટે, ઘણા લોકો દાનનો માર્ગ અપનાવે છે. પરંતુ જો જીન્સમાં કોઈ કાણું હોય અથવા તે થોડું ફાટી જાય, તો તે હવે કોઈના પહેરવા લાયક રહેશે નહીં. આવી સ્થિતિમાં શું કરવું?
જરૂરી નથી કે, જીન્સનો ફક્ત પહેરવા માટે જ ઉપયોગ કરવામાં આવે. જ્યારે તમારું જિન્સ/ડેનિમ લાંબા સમય સુધી પહેરવા લાયક ન રહે, તો તેને રિસાયકલ કરવું જોઈએ, મતલબ કે તેનાંથી તમે બીજી કોઈ પણ નવી વસ્તુ બનાવી શકો છો. જેમકે જો જીન્સ નીચેથી ખરાબ થયુ છે તો તમે કેપરી, શોર્ટ્સ વગેરે બનાવી શકો છો. પરંતુ જો તમે તેને પહેરવા જ ન માંગતા હો, તો પણ ઘણી વસ્તુઓ છે જે તમે જૂના ડેનિમ જિન્સમાંથી બનાવી શકો છો!

“દરેક જૂની વસ્તુ ફેંકી દેવી જરૂરી નથી? તમે કંઈપણ વસ્તુ ફેંકી દો તે પહેલાં, ઓછામાં ઓછું બે વાર વિચાર કરોકે, શું તે કોઈના કામમાં આવી શકે તેમ છે. જો નહીં, તો શું તેને કોઈ નવું રૂપ આપીને ફરીથી કામમાં લઈ શકાય છે? મારા જીવનની તો ઓછામાં ઓછી આ જ ફિલોસોફી છે, ”મુંબઈના લિબા થોમસ કહે છે. લિબા કહે છે કે, બાળપણથી જ તેમના ઘરમાં દરેક વસ્તુ જૂની થયા બાદ નવુ રૂપ આપીને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જેમકે, તેમના પપ્પાનાં બહુજ જૂના બૂટને હવે વર્ટીકલ પ્લાંટર્સ બનાવીને દીવાલ ઉપર લગાવવામાં આવ્યા છે. અને તેમાં છોડ લગાવી દેવામાં આવ્યા છે. જૂની પુસ્તકોનાં પાના કાઢીને એક ટેબલને નવું અને આકર્ષક રૂપ આપવામાં આવ્યુ છે. લીબા કહે છેકે,જરૂરી નથી દરેક લોકો જૂની વસ્તુઓને નવું રૂપ આપવામાં માહિર હોય, પરંતુ આપણે પ્રયાસો જરૂર કરવા જોઈએ.
અને કેટલીકવાર પ્રયાસો પણ ખૂબ સારા પરિણામો આપે છે, જેમ કે સોલક્રાફ્ટની પહેલે કર્યા છે. સોલક્રાફ્ટના સ્થાપક, મૃણાલિની રાજપુરોહિત, નિખિલ ગેહલોત અને અતુલ મહેતા જૂના ડેનિમ જિન્સને રિસાયકલ કરે છે અને જૂતાં-ચપ્પલ અને બેગ વગેરે બનાવે છે. આ ત્રણ મિત્રો આ વસ્તુઓ જરૂરીયાતમંદ બાળકોમાં વહેંચે છે. તેમની જેમ જ આપણામાંથી કોઈ પણ પોતાના ઘરે રાખેલી જૂની ડેનિમ જીન્સનો ઉપયોગ પોતાના માટે અથવા જરૂરિયાતમંદ માટે કરી શકે છે.
આજે ધ બેટર ઈન્ડિયા તમને જણાવી રહ્યું છે કે તમે તમારા જૂના ડેનિમ જિન્સમાંથી ઘરે કંઈ-કંઈ ઉપયોગી વસ્તુઓ બનાવી શકો છો!

કાર્પેટ / ડોરમેટ
શું જોઈએ : જૂનું જીન્સ, કાતર, ગુંદર અથવા સોય-દોરો
· સૌથી પહેલાં જીન્સમાંથી પાતળી-પાતળી પટ્ટીઓ કાપી લો અને તેને જોડીને ત્રણ મોટી મોટી રિબીન બનાવો.
· આ ત્રણ રિબિનને સાથે લઈને સોયના દોરાની મદદથી એક છેડાથી સીવી લો.

· હવે આ ત્રણેયને એક ચોટીની જેમ અંદરો-અંદર ગુંથી લો.
· જ્યારે તે એક ગુંથાયેલી મોટી રિબીન બની જાય તો તમે એક છેડાને વચ્ચે રાખીને ગોળ-ગોળ વીંટી લો.
· પછી સોય-દોરાની મદદથી તેને અંદરો-અંદર સીવી લો અને બસ તમારું ડોરમેટ તૈયાર છે.
બાસ્કેટ્સ:

શું-શું જોઈએ: જૂનું જિન્સ, આકાર આપવા માટે કોઈ ડબ્બો અથવા ડોલ, ગુંદર અથવા સોય દોરો
· સૌથી પહેલાં જીન્સમાંથી લાંબી-લાંબી પટ્ટીઓ કાપી લો.
· હવે આ પટ્ટીઓને અંદરો-અંદર સોય-દોરા અથવા સિલાઈ મશીનની મદદથી જોડીને લાંબી રિબીન બનાવી લો.

· હવે 5-6 સ્ટ્રેપ્સને સાથે લઈને તેમને વચ્ચેથી બાંધી દો. જેવું કે ફોટામાં જોઈ શકાય છે.
· હવે તમે જે લાંબી રિબીન બનાવી છે તેને પહેલાં પટ્ટીની ગાંઠમાં બાંધીને ગુંથવાનું શરૂ કરી દો.
· સૌથી પહેલાં તમે રિબીનને એટલાં આકાર સુધી ગુંથો, જેટલાં આકારનો બેસ તમને તમારી ટોકરી માટે જોઈએ છે

· તમને આધારનો ઇચ્છિત આકાર મળે પછી, તમે તેને ડોલની ટોચ પર મૂકો અને પછી તેને ડોલની આસપાસ ગૂંથવાનું શરૂ કરો.
· બાજુઓને વિશાળ બનાવવા માટે તમારે ગુંદર સાથે વધુ પટ્ટાઓ ઉમેરવાની જરૂર પડી શકે છે.

· બેસનો ઈચ્છિત આકાર મળ્યા બાદ, તમે તેને ડોલની ઉપર રાખો અને પછી તેને ડોલની ચારેય બાજુએથી ગુંથવાનું શરૂ કરો.

· સાઈડ્સને મોટી કરવા માટે કદાચ તમારે ગ્લૂથી વધારે પટ્ટીઓને જોડવી પડે.
· તમારું બાસ્કેટ તૈયાર છે.
કુશન કવર

· સૌ પ્રથમ, જૂનું કપાસ અથવા સાદા કપડાને લઈને તેને કુશનનાં આકારનાં હિસાબથી કાપી લો.
· હવે જીન્સની બરાબર માપની પટ્ટીની કાપી લો અને જો તમે અલગ-અલગ રંગની પટ્ટીઓ લઈ શકો તો વધારે સારું.

· હવે કુશનનાં માપનાં હિસાબથી પટ્ટી લો અને તેને મેટની જેમ જ ગુંથી લો.
· હવે તેને સીવીને, જૂના સુતરાઉ કપડાની ઉપર સીવી દો.
· તે બાદ સુતરાઉ કપડાનાં બીજા હિસ્સાને લઈને કુશનનાં માપનું કવર સીવી લો.
· તમારું કુશન કવર તૈયાર છે.

DIY ઓર્ગેનાઇઝર:
આ માટે તમે જૂના જીન્સના ઘણા ખિસ્સા કાપી અને એકત્રિત કરી શકો છો.
· હવે આ ખિસ્સાને એવી રીતે સીવી લો કે એક પણ ખિસ્સા બંધ ન થાય.

· હવે તેમને સીવીને તેની બંને તરફ અને નીચેની તરફ જીન્સની પટ્ટી લગાવીને ફિનિશિંગ આપો.
· ઉપરની તરફ તમે તેમાંથી કોઈ હુક(જીન્સની જ એક પટ્ટી કાપીને તેને હુક બનાવી શકો છો) લગાવી દો, જેની મદદથી તમે તેને ક્યાંય પણ લટકાવી શકો છો.
· તમારું પોકેટ ઓર્ગેનાઈઝર તૈયાર છે.
બાથરૂમ સ્લિપર્સ
· સૌથી પહેલાં તમે તમારા પગનું માપ લઈને ફોમ/ થર્મોકોલ અને જીન્સમાંથી સોલ કાપી લો.
· ફોમ અને જીન્સનાં તમે ચાર ટુકલા લો.

· એક પગ માટે ફોમનાં બે ટુકડાને લઈને જોડે ચોંટાડી દો અને જો તમે ઈચ્છો તો આ બંનેની વચ્ચે કોઈ પૉલિથીન વગેરે પણ લગાવી શકો છો.
· હવે આ ફોમની ઉપર જીન્સનાં બે ટુકડાઓને ચોંટાડો અથવા તો સીવી પણ શકો છો.

· હવે જીન્સનાં વધુ બે ટુકડા લો જેને તમે તમારા સ્લિપર્સનો ઉપરનો હિસ્સો બનાવવાનો છે.

· પોતાના પગનાં હિસાબથીઆ હિસ્સાને સીવી શકો છો અને તમારી સ્લીપર્સ તૈયાર છે.
વિડીયોમાં જુઓ આખી રીત:
પ્લાન્ટર્સ
આમ તો તમે કોઈપણ જૂના જિન્સને નીચેથી સીવીને અને તેમાં ફરી માટી ભરીને પ્લાન્ટરની જેમ ઉપયોગ કરી શકો છો. પરંતુ આ ઉપરાંત, તમે જૂના ડબ્બાને નવો લુક આપીને પ્લાન્ટર્સ પણ બનાવી શકો છો.

કોઈ પણ જુનું પ્લાસ્ટિક અથવા ટીનનો ડબ્બો લો.
હવે જૂના જીન્સમાંથી કપડું કાપો અને તેની ચારેય બાજુ ચોંટાડી દો.
હવે તમે ઈચ્છો તો તેના માટે ફક્ત જીન્સની સીમ પણ ઉપયોગમાં લઈ શકો છો.

આ રીતે તમે આકર્ષક પ્લાન્ટર્સ બનાવી શકો છો.
તો હવે વાર કંઈ વાતની છે, આજે જ એકત્ર કરો તમારા ઘરમાંથી જૂના જીન્સ અને કંઈક નવું બનાવવા માટે તૈયાર થઈ જાવ.
આ પણ વાંચો: નાનકડી જગ્યામાં આ 6 સરળ રીતોથી બનાવો સુંદર વર્ટિકલ ગાર્ડન!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.