વર્ટિકલ ગાર્ડન જોવામાં ઘણાં સુંદર હોય છે. તે રૂમને ફ્રેશ પણ રાખે છે, બેકગ્રાઉન્ડને રંગીન બનાવે છે અને હવાને શુદ્ધ કરવાની સાથે સાથે જરૂરી પોષણ પણ પ્રદાન કરે છે.
પરંતુ શું તમે એવું વિચારી રહ્યા છોકે, વર્ટિકલ ગાર્ડન બનાવવા માટે તમારે 20 માળની બિલ્ડિંગ અને હાઈટેક સિંચાઈની જરૂર પડશે અથવા તો ઘણા બધા પૈસા ખર્ચ કરવા પડશે?
તો તમને તે જાણીને નવાઈ લાગશેકે,એવી કોઈ પણ વસ્તુની જરૂર નથી. હકીકત તો એ છેકે, વર્ટિકલ ગાર્ડન તો કોઈ પણ જગ્યાએ, કોઈ પણ બજેટમાં બનાવી શકાય છે અને તેના માટે અલગથી કોઈ સ્કિલ પણ શીખવાની જરૂર નથી.
અહીં કેટલીક સરળ રીત આપવામાં આવી છે, જેનાંથી તમે તમારી દિવાલને વર્ટિકલ ગાર્ડનમાં બદલી શકો છો.

· લોખંડની જાળી અને લાકડાની ફ્રેમ
Ø લોખંડની જાળીને લાકડાની ફ્રેમમાં બાંધો જેથી તે મજબૂતાઈથી ઉભી રહે. દીવાલ ઉપર એક પ્લાસ્ટિકની શીટ અથવા બોર્ડ ચિપકાવો જેને તમે વર્ટિકલ ગાર્ડનમાં બદલવા માંગો છો. તે દીવાલને ભેજથી બચાવશે.
Ø પ્લાસ્ટિકની શીટ દીવાલ ઉપર લાગે તે બાદ 10x5x5 સેમી લંબાઈ-પહોળાઈવાળા 4-6 લાકડીનાં બ્લોક તૈયાર કરો. તેને એક જ્યૂટનાં કપડાથી જોડો, જે તમારા વર્ટિકલ ગાર્ડનનો આધાર રહેશે.

Ø જ્યુટનું કપડું એવું લો જે ફ્રેમ કરતાં ઓછામાં ઓછું 20 સેમી મોટું હોય
Ø પ્લાસ્ટિક શીટની સૌથી ઉપર ખૂણામાં જ્યુટનાં કપડાને એક છેડેથી પકડો. તેની ઉપર એક લાકડીનું બ્લોક રાખો અને તેમાં એક ખીલ્લી ડ્રીલ કરો. જ્યુટનું કપડું પ્લાસ્ટિક અને લાકડીનાં બ્લોકની વચ્ચે મજબૂતાઈથી ટકેલું રહેવું જોઈએ.
Ø નીચેના ખૂણામાં પણ આ જ પ્રક્રિયા કરો, તમે તમારા વર્ટિકલ ગાર્ડનનાં આકારનાં આધાર પર લાકડીનાં બે કે ત્રણ બ્લોકોનો ઉપયોગ કરી શકો છો.
Ø હવે જ્યુટનાં કપડાને બીજી તરફ ફેલાવી દો. અહીંયા તમારે ટ્રિક અપનાવવી પડશે. આ તરફનાં લાકડીનાં બ્લોકોને એવી રીતે ડ્રિલ કરોકે તે કપડાની અંદર વળી જાય.

Ø જ્યુટ અને પ્લાસ્ટિકની શીટની વચ્ચે ઓછામાં ઓછું 5 સેમી(બ્લોકની પહોળાઈ) હોવી જોઈએ, જો તમે એવાં છોડ લગાવી રહ્યા છો જેના મૂળ લાંબા છે તો આધારને 10 સેમી જાડું બનાવવા માટે લાકડીનાં બ્લોકને ઉંધું કરી દો.
Ø એક વાર જ્યારે તે તૈયાર થઈ જાય તો એક મોટી પ્લાસ્ટિક શીટમાં ઢાંકેલાં લાકડાનાં બોર્ડની સાથે ફ્રેમની નીચે સુરક્ષિત કરો.
Ø જ્યુટનાં આધાર પર લોખંડની જાળીની ફ્રેમને ડ્રિલ કરો, જ્યુટ બેસમાં માટી, ખાતર અને કોકો પીટનું મિશ્રણ નાંખો
Ø બીજને લોખંડની જાળી અને જ્યુટનાં કપડાનાં કાણાના માધ્યમથી ઉચિત જગ્યા છોડીને લગાવો અને તેની ઉપર નિયમિત પાણીનો છંટકાવ કરો.

· લોખંડની જાળી સાથે કુંડાને લટકાવવા (હેંગિંગ પોટ)
લોખંડની જાળીનો ઉપયોગ અને વર્ટિકલ ગાર્ડન બનાવવાની બીજી રીત છેકે, વાસણને વર્ગાકારમાં લટકાવો. પહેલી વિધિની જેમ જાળીને લાકડાની ફ્રેમમાં ફિટ કરો.(જાળીમાં ઓછામાં ઓછું એક ઈંચનું કાણું હોવું જોઈએ.) તમારી દિવાલ પર એક પ્લાસ્ટિક શીટને લગાવો અને તેની ઉપર લાકડાની ફ્રેમને ડ્રિલ કરો.સુરક્ષા માટે ફ્રેમ અને લોખંડને પેઈન્ટ કરો.
હવે તેની ઉપર વાસણ રાખીને ફસાવો અને તેને લોખંડની ફ્રેમ પર નિયમિત જગ્યા રાખીને અટેચ કરો. પ્લાસ્ટિકની બોટલોને કાપીને પણ તમે તમારા પ્લાન્ટર્સ બનાવી શકો છો. એક મજબૂત દોરીને બોટલની એક બાજુથી ફસાવીને તેને લોખંડની જાળીમાં ફીટ બાંધી દો. ધ્યાન રાખોકે, બોટલ અને બાંધવાવાળું દોરડું એટલું મજબૂત હોવુ જોઈએકે, તે માટી, છોડ અને પાણીનો ભાર સંભાળી શકે.

· પોતાના વર્ટિકલ ગાર્ડનમાં શેલ્ફ બનાવવા
જો તમારી પાસે એવી વાડ અથવા દીવાલ છે જેમાં હુકવાળા કંટેનરોને લટકાવી શકાય છે તો વર્ટિકલ ગાર્ડન બનાવવું ઘણું સરળ રહેશે.
ધાતુ કે પ્લાસ્ટિકનાં કંટેનરને છોડનાં વાસણમાં બદલીને તેને દીવાલ કે વાડ ઉપર લટકાવી શકાય છે. ધ્યાનરાખોકે, વધારાના પાણીને બહાર નીકળવા માટે તેમાં નીચેની તરફ નાનું કાણું હોય, જો તમારી પાસે ઉચિત દિવાલ કે વાડ ન હોય તો આ રીત અપનાવો: દીવાલને બંને તરફ રોડ હોલ્ડર અથવા એલ કોણ પર ડ્રિલ કરો. તેમની વચ્ચે એક કર્ટેન રૉડ, લાકડાનો દંડો અથવા એક પાતળી પીવીસી પાઈપને જોડો, તમારા છોડનાં કુંડાને તેની ઉપર લટકાવી દો. સૌથી મોટી લાકડીને એટલી ઉંચાઈએ રાખો જ્યાં તમે સરળતાથી પહોંચી શકો અને સૌથી નાની લાકડીને જમીન ઉપર અથવા જમીનથી લગભગ 1 ફૂટની ઉંચાઈ પર રાખો.

· સામાનોને લટકાવીને બનાવો વર્ટિકલ ગાર્ડન
જૂના જૂતા અથવા બાળકોનાં સામાનોમાંથી એક સુંદર બગીચો બનાવી શકાય છે. તેને એક દિવાલમાં લટકાવી દો. અને તેને ખીલ્લી મારીને સુરક્ષિત કરી દો. જેથી તે છોડનું વજન સંભાળી શકે. માટી અને કોકોપીટનું મિશ્રણ ભરો અને દરેક પોકેટમાં નાના છોડ લગાવો.
યાદ રાખવાની મુખ્ય વાત એ છેકે, તે સામાનોનાં કપડા અથવા સામગ્રી બહુજ મજબૂત હોવી જોઈએ. તેમાં એવાં જ છોડ લગાવવા જોઈએ જે બહુજ ફેલાય છે અને તેમને વધવા માટે માટી અને પાણીની જરૂર હોતી નથી. રોઝમેરી, તુલસી, ચિવ્સ જેવી જડીબુટ્ટીઓ આ પ્રકારનાં કોમ્પેક્ટ પેકેટમાં સરળતાથી વધી શકે છે.

· પીવીસી પાઈપ
વર્ટિકલ ગાર્ડન માટે પીવીસી પાઈપ સારો આધાર હોઈ શકે છે. જો તમારી પાસે સાચા ઉપકરણ છે, તો તેને બનાવવું અપેક્ષાકૃત સરળ છે. દીવાલ ઉપર બરાબર દૂરી પર સ્ટીલ પાઈપ હોલ્ડરને ડ્રિલ કરો. બંને માથા ઉપર એક હોલ્ડર અને વચ્ચે ઓછામાં ઓછા બે હોવા જોઈએ( તે એ વાત પર નિર્ભર કરે છેકે, તમે કેટલી લાંબી પાઈપનો ઉપયોગ કરો છો) એ ધ્યાનમાં રાખો કે તે પુરી રીતે સીધી રેખામાં ડ્રિલ હોય. પીવીસી પાઈપોને અડધી સીડી લંબાઈમાં (વર્ટિકલ) કાપો,ધ્યાનથી તેને હોલ્ડર પર રાખો અને ડ્રિલ કરો. જેથી તે સાચી જગ્યામાં રહે. તમે બગીચાને લીલો રાખવા માટે તેની પંક્તિઓને વર્ટિકલ રાખી શકો છો.
માટી, કોકોપીટ વગેરે મેળવો અને આ છોડોને ઉગાડો જે ક્ષૈતિજ રૂપથી ફેલાય છે, ધાણા, ફુદીનો, મેથી આવા વર્ટિકલ ગાર્ડનમાં સારી રીતે વધે છે.
· બારીનો ઉપયોગ
બારી ઘરની અંદર ખુલતી હોય કે બહારની બાજુએ, તમારી પાસે એવી બારી છે જોનો કોઈ ઉપયોગ નથી તો ત્યાં તમે વર્ટિકલ ગાર્ડન બનાવી શકો છો.

તો ચાલો જાણીએ કેવી રીતે?
પાટીયા ઉપર ડ્રિલ કરો અને તેમાં નાયલોનનું દોરડું બાંધીને તેને હવામાં લટકાવી દો. પ્લાસ્ટિકની બોટલમાં ઉપર અને નીચે કાણા પાડો. આ બંને કાણામાં નાયલોનનું દોરડું બાંધો અને બોટલોને તમારી પસંદ મુજબ વ્યવસ્થિત કરો. બોટલોને સુરક્ષિત કરવા માટે ગાંઠ બાંધો. તેમાં માટી ભરો અને પોતાની પસંદગીની જડીબુટ્ટીઓ લગાવો!
વર્ટિકલ ગાર્ડન બનાવતી વખતે આ ટીપ્સ અપનાવો
Ø હંમેશા એવી સામગ્રીની પસંદગી કરો, જે છોડ મોટા થાય તો છોડ અને માટી બંનેનું વજન સંભાળી શકે
Ø એવા છોડો એક સાથે લગાવો જેમાં એક સરખો તડકો અને તાપમાનની જરૂર હોય.
Ø એવી જગ્યા પસંદ કરો જે વરસાદથી સુરક્ષિત હોય, પરંતુ પુરતા પ્રમાણમાં તડકો મળી રહે.
Ø ડ્રિપ સિંચાઈ પદ્ધતિની વ્યવસ્થા કરવા પર વિચાર કરો. આ રીતે છોડનો બેઝ બહુજ ભારે નહી થાય
Ø હંમેશા માટી, કોકોપીટ, ખાતર અને જૈવિક ખાતરોનાં હેલ્ધી મિશ્રણનો ઉપયોગ કરો, જેથી છોડ એક સિમિત જગ્યામાં વધે છે તેથી તેમને પોષક તત્વોની જરૂર રહેશે.
Ø છોડોની પસંદગી સાવધાની પૂર્વક કરવી જોઈએ, જેમકે, ફૂલોવાળા છોડ વર્ટિકલ ગાર્ડનમાં સારી રીતે વધી શકતા નથી અને તેમને સીધો તડકો પણ મળી શકતો નથી, તેથી તમારા છોડોની પસંદગી કરતી વખતે તમારા કુંડાની ઉંડાઈ, પહોળાઈ અને મજબૂતાઈ ધ્યાનમાં રાખો.
Ø હંમેશા બગીચાને દીવાલથી અલગ કરવા માટે પ્લાસ્ટિકનું એક લેયર લગાવો. દિવાલને ભેજ અથવા ફંગસથી બચાવવા માટે સિરેમિક ટાઈલ્સવાળી દિવાલો ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવી શકો છો.
આ પણ વાંચો: રણની રેતિયાળ માટીમાં ઉગાડ્યાં ગુલાબ સહિત 100 ફૂલ અને ઔષધીઓ, જાણો કેવી રીતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.