આપણા દેશમાં પશુધનને ખેડૂતોના સાચા સાથી માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને દૂધાળાં પ્રાણીઓ. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ડેરી ઉદ્યોગથી ઘણી સારી કમાણી કરી શકે છે. પરંતુ એક રિપોર્ટ અનુસાર ભારતમાં પશુઓ માટે આહારની અછત છે. તેમને પૂરતા પ્રમાણમાં આહાર મળી શકતો નથી, જેથી દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે.
બેંગલુરૂના એક સિવિલ એન્જિનિય વસંતે ઘાસ સંબંધિત સમસ્યાના સમાધાન માટે હાઇડ્રોપોનિક સિસ્ટમની મદદ લીધી છે.
સિવિલ એન્જિનિયર વસંત, એક મોટી રિટેલ કંપની સાથે ડિરેક્ટર ઑફ ઈનોવેશનનું કામ કરી રહ્યા હતા. ત્યાં કામ દરમિયાન એક ગ્રામિણ મહિલા સાથે તેમની મુલાકાત થઈ. તેમણે જણાવ્યું, “એ મહિલાએ મને ખેતરમાં ઘાસ ખૂટવાની ફરિયાદ કરી. પરંતુ થોડા દિવસ બાદ મને ખબર પડી કે, તેમણે યૂટ્યૂબ પરથી શીખીને કોઇ નવી રીત અપનાવી છે અને હવે તેમને પશુઓ માટે ઘાસની અછત નથી.”
આ મહિલાની સમસ્યાતો દૂર થઈ ગઈ પરંતુ વસંતને આ સમસ્યાની ચિંતા કોરી ખાવા લાગી. આ બાબતે થોડી વધારે તપાસ કર્યા બાદ તેમને ખબર પડી કે, આ બાબતથી તો બધા ખેડૂતો પરેશાન છે. તેઓ ઓછા ખર્ચે સેંકડો ખેડૂતોની ઘાસની અછત દૂર કરવા ઉપાય શોધવા લાગ્યા. હંમેશાંથી ખેતીમાં બહુ રસ ધરાવતા વસંતે નક્કી કરી દીધું કે, આ સમસ્યાનું કોઇ ને કોઇ સમાધાન તો ચોક્કસથી શોધશે. તેમણે આ ક્ષેત્રમાં કામ કરવા માટે નોકરી પણ છોડી દીધી અને અલગ-અલગ ગ્રામિણ વિસ્તારોમાં જઈને ખેડૂતોને મળવાનું શરૂ કરી દીધું. બે વર્ષ સુધી તેમણે નાના-નાના ખેડૂતોને મળીને તેમની સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયત્ન કર્યો. તેમણે ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, ઓડિશા, કેરળ જેવા રાજ્યોમાં ફરી ત્યાંના બદલાતા હવામાન, વારંવાર અપૂરતા વરસાદની સમસ્યા તેમજ આર્થિક તંગી વિશે જાણ્યું.

વધુમાં તેઓ જણાવે છે, “સરકારે વારંવાર દુષ્કાળ બાદ ગત થોડાં વર્ષોમાં ચારા બેન્ક જેવી પરિયોજનાઓ માટે નિર્દેશ આપ્યા છે. જોકે, આખા દેશમાં આ યોજના જમીન સ્તર સુધી પહોંચવામાં હજી ઘણો સમય લાગશે. આ દરમિયાન, ખેડૂતો તેમની ગાયો અને ભેંસો માટે ઘાસ પૂરું પાડવા સંઘર્ષ કરી રહ્યા છે.”
ઘાસ ઉગાડવા માટે હાઇડ્રોપોનિક સિસ્ટમ:
ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા તેમણે બહુ વિચાર-વિમર્શ કર્યા અને તેમના મગજમાં હાઇડ્રોપોનિક્સનો વિચાર આવ્યો. તેમને લાગ્યું કે, હાઇડ્રોપોનિક્સ દ્વારા ઓછા ખર્ચે ખેડૂતોની સમસ્યા દૂર કરી શકાય છે. આ માટે તેમણે એક ખાસ પ્રકારની હાઇડ્રોપોનિક સિસ્ટમ બનાવી, જેને તેમણે ‘કંબાલા’ નામ આપ્યું. તેમણે એવી સિસ્ટમ પર કામ કર્યું, જેનો ઉપયોગ સામાન્ય અને નાના ખેડૂતો પણ કરી શકે છે અને આ માટે તેમને વધારે ખર્ચ પણ નહીં કરવો પડે.
તેની ડિઝાઇન ફ્રિજ જેવી છે અને જમીન પર 3×4 ફૂટની જગ્યા જ રોકે છે. તેની લંબાઇ 7 ફૂટ છે. તેમાં ઘાસ ઉગાડવા માટે 7 રેક લગાવવામાં આવ્યા છે 7 દિવસ માટે. દરેક રેકમાં 4 ટ્રે છે, જેમાં દરરોજ લગભગ 700 ગ્રામ મકાઇનાં બીજ ઉગાડવા માટે નાખવામાં આવે છે, મકાઇ સિવાય જવ, ઘઉં વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. થોડા જ દિવસોમાં રેક્સમાં તાજુ અને પૌષ્ટિક લીલુ ઘાસ ઊગી નીકળે છે. તેને પશુઓને ખવડાવી શકાય છે.

રેકની અંદરની તરફ 14 માઇક્રો-સ્પ્રિંકલર છે, જે સિસ્ટમની વિજળી સાથે કનેક્ટેડ થયા બાદ જરૂર અનુસાર પાણીનો છંડકાવ કરે છે. એક દિવસમાં એક મશીનમાં 25-30 કિલો ઘાસ ઊગે છે, જે એક અઠવાડિયા માટે ચાર-પાંચ ગાયો માટે પૂરતું છે.
આ મશીનમાં પાણીની જરૂર બહુ ઓછી પડે છે, ત્રણ દિવસો લગભગ 50 લીટર, જ્યારે પારંપારિક રીતે ઘાસની ખેતીમાં માત્ર એક કિલો ઘાસ માટે લગભગ 70-100 લીટર પાણીની જરૂર પડે છે. તેમાં બચતા પાણીને ડ્રિપ સિંચાઇ કે બીજી રીતે ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. બીજી સારી વાત છે કે, આ રીતના ઉપયોગથી વિજળીનું બિલ પણ આખા વર્ષનું માંડ 70 રૂપિયા આવે છે.
મશીનની ચારેય તરફ કાળા રંગની નેટ લગાવેલ છે, જે ઘાસને વધારે પડતી ગરમીથી બચાવે છે અને વેન્ટિલેશન પણ જાળવી રાખે છે. રાજસ્થાન જેવા ગરમ વિસ્તારો માટે આ ખૂબજ ફાયદાકારક છે.
આ બેઝિક કંબાલા મશીનની કિંમત 30 હજાર રૂપિયા છે તો સોલર પાવરથી ચાલતા મશીનની કિંમત 45 હજાર રૂપિયા છે. આ મશીન ખેડૂતો સુધી પહોંચાડવા માટે વસંતે જાન્યુઆરી 2019 માં પોતાનું સ્ટાર્ટઅપ, હાઇડઓગ્રીન શરૂ કર્યું. તેમાં તેમના સાથી જીવન એમ. પણ છે. જીવનને એક મિત્ર મારફતે વસંતના આ ઇનોવેશન અંગે ખબર પડી હતી અને તેમણે પોતાની નોકરી છોડી સ્ટાર્ટઅપમાં ભાગીદારી શરૂ કરી.

આ સ્ટાર્ટઅપ અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં 41 કંબાલા મશીન લગાવી ચૂલ્યું છે. બાકી રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટકમાં પણ તેમનાં મશીન લગાવવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં તેમણે 130 કરતાં પણ વધુ મશીન લગાવ્યાં છે અને દેશભરમાં અને સેંકડો ખેડૂત પરિવારો માટે આ ખૂબજ ફાયદાકારક સાબિત થયાં છે.
હાઇડ્રોગ્રીને ગયા વર્ષે તેમના મશીનની ડિઝાઇન પેટન્ટ પણ કરાવી છે. તેની સાથે-સાથે વસંત અને જીવને સ્ટાર્ટઅપ શરૂ કરતાં પહેલાં પશુઓ અને ઘાસના વિકાસ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ ન્યૂટ્રીશન એન્ડ ફિઝિયોલૉજીથી પણ કોર્સ કર્યો હતો.
ખેડૂતોની મદદ:
રાજસ્થાનના એક ખેડૂત અને ઉરમૂલ સંગઠનના કાર્યકર્તા, પુખરાજ જયપાલ જણાવે છે કે, વસંત અને જીવને તેમના ઘરે એક મશીન લગાવ્યું હતું. આ મશીનથી તેમના આખા વિસ્તારને ઘાસ મળી રહ્યું છે. મશીનનો ઉપયોગ કરવાની રીત ખૂબજ સરળ છે અને પારંપારિક ખેતી કરતાં ઘણા મોટા પ્રમાણમાં ઘાસ મળે છે. ઘાસની ગુણવત્તા પણ બહુ સારી છે અને તેનાથી પશુઓના દૂધમાં પણ વધારો થયો છે.
પુખરાજી પ્રેરણાથી તેમના વિસ્તારમાં બીજા પણ ઘણા ખેડૂતોએ આ મશીન લગાવ્યાં છે. આ જ રીતે કર્ણાટકના એક સ્થાનિક ખેડૂત વિશ્વાને પણ આ મશીનથી બહુ ફાયદો મળ્યો છે. પહેલાં તેમને માંડ એક ડોલ દૂધ મળતું હતું જ્યારે દૂધના ઉત્પાદનમાં ઘણો વધારો જોવા મળ્યો છે. તેઓ કહે છે કે, આ કંબાલા મશીનમાં ઉગતા પૌષ્ટિક ઘાસની કમાલ છે.

જીવનના જણાવ્યા અનુસાર, “કંબાલા મશીનનો ઉદ્દેશ્ય ડેરી ખેડૂતોની આવકથી 15-20% ભાગને બચાવવામાં આવે છે, જે પારંપારિક રીતે ઘાસ ઉગાડવામાં ખર્ચાય છે. આ મશીનમાં ઉગતું ઘાસ ખવડાવવાથી પશુઓના દૂધમાં 2 લીટરનો વધારો થઈ રહ્યો છે.”
હવે આ સ્ટાર્ટઅપ કમ્યુનિટી મશીનના સેટઅપ પર કામ કરે છે. વસંત અને જીવન આ કામ સામાજિક સંગઠનો સાથે મળીને કરી રહ્યા છે જેથી ઘણા ના ખેડૂતો મળીણે એક મશીનનો ફાયદો લઈ શકે. તેમણે કર્ણાટકન ચિત્રદુર્ગ જિલ્લામાં 25 કમ્યુનિટી મશીન સેટઅપ કર્યાં છે. આ સેટઅપને સ્થાનિક કૃષિ સંગઠન મેસેજ કરે છે. ખેડૂત દરરોજ સવારે પોતાની જરૂરિયાત અનુસાર અહીંથી સસ્તામાં પશુનું ઘાસ ખરીદી શકે છે.
વસંત અને જીવનનું ફોકસ હવે આ સિસ્ટમમાં રાગી, જુવાર જેવી ફસલ ઉગાડવાનો છે, જેથી ખેડૂતો માટે પણ કોઇ રસ્તો કાઢી શકાય. જો તમે આ અંગે વધુ માહિતી ઇચ્છતા હોય તો, અહીં ક્લિક કરો!
મૂળ લેખ: Nisha Dagar (https://hindi.thebetterindia.com/52841/civil-engineer-innovation-hydroponics-system-grow-fodder-bengaluru-farmers-india/)
આ પણ વાંચો: કેરળનું એક એવું ઘર જ્યાં લિવિંગ રૂમમાં તમને જોવા મળશે આંબા અને જાંબુડા!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.