ઘરની અંદર પ્રવેશ કરતાં જ સૂર્યની રોશની અને તાજી હવાથી ભરપૂર મોટો લિવિંગ રૂમ જોવા મળશે. 25 વર્ષ કરતાં પણ જૂના જાંબુડાના કારણે ઘરના લિવિંગ રૂમમાં સુંદર આંગણ બની શક્યું છે.
ઘરની જમીન સામાન્ય રીતે એક પેઢીથી બીજી પેઢીને આપવામાં આવે છે. આપણે લોકો પોતપોતાની રીતે તેનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો તેને વારસો સમજી અપનાવે છે. તો કેટલાક લોકોને તેમાં લાલચ હોય છે. તો કેટલાક લોકો તેનો શક્ય એટલો ફાયદો લઈ તેનો વિકાસ કરે છે.
કેરળના અલાપ્પુઝા જિલ્લાના એક કસ્બામાં રહેતા 40 વર્ષિય મેથ્યૂ મથાન અંતિમ કેટેગરીમાં આવે છે. ઝાડ-છોડ સાથેનો પ્રેમ તેમને તેમના માતા-પિતા તરફથી વારસામાં મળ્યો છે. સાથે-સાથે મેથ્યૂને આર્કિટેક્ચર ડિઝાઇનમાં પણ બહુ રસ છે. તેમણે પોતાના નવા ઘરને પોતાની મનપસંદ રીતે ડિઝાઇન કર્યું છે. ઘરની અંદર બે વર્ષો જૂનાં ઝાડ છે. એક ભરપૂર કેરીઓ વાળું છે તો એક જાંબુનું.

મેથ્યૂ કહે છે, “કામના કારણે અમે (પત્ની અને બે બાળકો) કોચીનમાં શિફ્ટ થઈ ગયાં. પરંતુ ચાર વર્ષ પહેલાં મારાં માતા-પિતાએ મને મારું ઘર બનાવવા માટે બે એકર જમીનનો એક પ્લોટ આપ્યો. જ્યારે હું ઘરની ડિઝાઇનનું પ્લાનિંગ કરી રહ્યો હતો ત્યારે વચ્ચે બે ઝાડ આવતાં હતાં. તેમને કાપ્યા વગર છૂટકો નહોંતો. પરંતુ આ ઝાડ મારા બાળપણથી મેં અહીં જોયાં હતાં એટલે મેં તેમને કાપવાની જગ્યાએ કોઇ બીજો રસ્તો શોધવાનું નક્કી કર્યું.”
ડિઝાઇનનો નિર્ણય
મેથ્યૂના ઘરમાં પ્રવેશતાં જ સૂર્યની રોશની અને તાજી હવાવાળો મોટો લિવિંગ રૂમ જોવા મળે છે. 25 વર્ષ કરતાં પણ જૂના જાંબુડાના કારણે ઘરની અંદર નાનકડું આંગણ બની શક્યું છે.
મેથ્યું કહે છે, “મેં મારા લિવિંગ રૂમમાં 200 વર્ગફૂટ જગ્યા એ ઝાડ માટે છોડી છે. ઉપર 15 વર્હ ફુટ ખુલ્લી જગ્યા છે, જ્યાંથી ઝાડની ડાળીઓ ફેલાવાની શરૂ થાય છે. નીચે થડની ચારેય તરફ બે મીટર ખુલ્લી જગ્યા છોડવામાં આવી છે, જ્યાં કોઇ ફર્શ નથી અને સીધી માટી જ જોવા મળે છે. માટી સુધી પૂરતી હવા અને પાણી પહોંચવા માટે આટલી જગ્યા છોડવી બહુ જરૂરી છે.”

ઘરનું બાંધકામ શરૂ કરતાં પહેલાં મેથ્યૂએ પહેલાં એ સમજવાનો પ્રયત્ન કર્યો કે, ઝાડનાં મૂળ કેટલે ઊંડે સુધી ફેલાયેલાં છે અને તેનાથી ઘરના પાયાને કેટલું નુકસાન થઈ શકે છે. તેઓ જણાવે છે, “આ માટે હું કોઇ સ્પેશિયાલિસ્ટ પાસે ન ગયો, પરંતુ વારસાની સંભાળ રાખતા લોકોનો સંપર્ક કર્યો, જેઓ ઝાડ-છોડ અંગે કોઇ પર્યાવરણવિદ જેટલું જ જાણતા હતા. ઝાડનાં મૂળ ઘર તરફ ફેલાઈ રહી નહોંતી. એટલે મને વિશ્વાસ આવી ગયો કે, તેનાથી મારા ઘરને નુકસાન નહીં થાય.”
ઝાડની ચારેય તરફ બનેલ લિવિંગ રૂમની છત વધારે ઊંચી નથી અને તે ફર્નિચરને સુરક્ષિત રાખે છે. આગળ એક મોટી ગલી ડાઇનિંગ રૂમ તરફ જાય છે અને એક મોટા આંગણમાં ખૂલે છે, જેમાં મોટો આંબો છે.
આ ઝાડ માટે પણ મેથ્યૂએ 600 વર્ગ ફૂટ જગ્યા છોડી છે. ઘરની અંદર વધારે આકરો તડકો ન આવે એ માટે તેમણે છતને કાચથી કવર કરી છે.

તે જણાવે છે કે, “ઘરમાં આખો દિવસ તડકો આવતો રહેવાથી, ગ્લાસ ગરમીને રોકે છે, એટલે મેં મેં તેને કવર કરી છે. જેના કારણે રૂમ ગરમ નથી થતા. મારા ઘરની ચારેય તરફ ફર્નની ઘણી જાનો ઉગાડવામાં આવી છે અને તેના કારણે ઠંડી હવા આવવાની સાથે ઘર પણ સુંદર બનાવે છે.”
આંબાના ઉપરના ભાગ માટે 15 વર્ગ ફૂટ જગ્યા ખાલી છે, જેમાં ડાળીઓ સરળતાથી ફેલાય છે અને વરસાદનું પાણી મૂળ સુધી પહોંચે છે. ત્યાં તેમનાં બાળકો વરસાદમાં રમે છે અને મેથ્યૂ અને તેમની પત્ની ગરમા-ગરમ ચાની મજા માણે છે.
મેથ્યૂ જણાવે છે, “શરૂઆતમાં ઘરની અંદર ઝાડ હોવાથી મારી પત્ની તેને શકની નજરે જોતી. તેને ચિંતા હતી કે, આ ઝાડના કારણે જ તેના ઘરમાં જાત-જાતનાં જીવડાં ન આવી જાય. પરંતુ આ ઝાડને બચાવવાની મારી યોજનાને સાંભળ્યા બાદ તેણે પણ મને સહયોગ આપ્યો. હા જોકે ક્યાંક થોડા કિડી-મકોડા આવે છે, પરંતુ તેને ઘર ગમે છે. અમે તેની ચારેય તરફ કામ કરવાના રસ્તાઓ શોધી લીધા છે.”

ઘરમાં ત્રણ બેડરૂમ, એક કિચન અને એક ટેરેસ છે. ઘર બનવામાં એક વર્ષ કરતાં પણ વધારે સમય લાગ્યો હતો. તેને બનાવવા માટે સ્થાનિક કાચા માલનો ઉપયોગ જ કરવામાં આવ્યો હતો અને આ આખા પ્રોજેક્ટમાં તેમને બે કરોડ કરતાં પણ વધારે ખર્ચ થયો.
પ્રેરણા
મેથ્યૂ પહેલાં એક ફોટોગ્રાફર હતા અને જાહેરાત ફિલ્મ નિર્માણનું કામ કરતા હતા. કામ અર્થે તેમણે કેરળના ઘણા રિસોર્ટ્સ અને હોટેલોમાં પણ વીડિયો શૂટ કર્યા. આ શૂટિંગ દરમિયાન જ તેમને તેમના ડિઝાઇનિંગના શોખ અંગે ખબર પડી ગઈ હતી.
મેથ્યૂ જણાવે છે, “મારે શૂટિંગ માટે રૂમને ડિઝાઇન કરવો પડતો. ક્યારેક-ક્યારેક તો તેને વધારે સુંદર બનાવવા માટે હું મારી રીતે જ વિચારતો. પાંચ વર્ષ પહેલાં મેં કેરળમાં એક રિસોર્ટના કેટલાક ઓરડા ડિઝાઇન કર્યા, જે હિલ્સ અને હ્યૂસ તરીકે ઓળખાય છે. રિસોર્ટના માલિકોને પણ તે બહુ ગમ્યા હતા. મેં મારા કેટલાક આર્કિટેક્ટ મિત્રો સાથે મળીને આ કર્યું હતું. રિસોર્ટના માલિકને આ બહુ ગમ્યું અને આ રીતે આ આખો પ્રોજેક્ટ મને મળી ગયો. બહુ જલદી બીજા કેટલાક ઓરડા, સોટ આઉટ અને સ્વિમિંગ પૂલ પણ મને ડિઝાઇન કરવાનું કહ્યું.”
મેથ્યૂ કહે છે, “2015 માં મેં ‘ઈન માય પ્લેસ’ નામનું એક ઓર્ગેનાઇઝેશન શરૂ કર્યું, અમે બુટિક રિસોસ્ટ્સ અને ઘરને ડિઝાઇન કરવા પર ફોકસ કરતા હતા.”

“વીના-બાઈ ધ બીચ” નામના એક રિસ્પોર્ટના માલિક બિજોય કોશી કહે છે કે, મેથ્યૂનો ઉદ્દેશ્ય હંમેશાં એવી શિઝાઇનિંગ હોતી, જેના વિશે કોઇ વિચારી પણ ન શકે. મરાઈ કિનારે 200 વર્ષ જૂની એક હવેલી છે જેમાં એક ઝાડ પર એક અનોખો રિસેપ્શન એરિયા છે.
કોશી કહે છે, “મેથ્યૂની ખાસિયત એ છે કે, તે પ્રકૃતિ સાથે જરા પણ છેડછાડ વગર જગ્યાને સુંદર બનાવી દે છે. હવેલીમાં કેટલાંક ઝાડ હતાં જેમને ઉપર ડેક-આઉટ અને એક ઝાડને રિસેપ્શન એરિયામાં બદલી નાખ્યાં. હવેલીમાં થોડાં જ ઝાડ હતાં એટલે મેથ્યૂએ વધારે છોડ લગાવી તેને આકર્ષક ગાર્ડનમાં બદલી નાખ્યું અને જે સીધું વચ્ચેની તરફ જાય છે. આ જગ્યાનો ઉપયોગ કઈંક એવી રીતે કર્યો છે કે, જોનારને વિશ્વાસ પણ ન આવે.”
કુમિલીમાં હિલ્સ એન્ડ હ્યુઝ નામથી એક રિસોર્ટ ચલાવનાર સંજૂ જૉર્જનું કહેવું છે કે, લોકો સિરોર્ટમાં આવે છે, તેઓ મેથ્યૂએ ડિઝાઇન કરેલ આરામદાયક ઓરડાઓમાં રહ્યા બાદ પોતાની જાતને તરોતાજા અને ઉર્જાસભર અનુભવે છે.
સંજૂ કહે છે, “હું ઘણા વર્ષોથી મેથ્યૂને ઓળખું છું. ભલે ફોટોગ્રાફી તેમનો શોખ હોય, પરંતુ તેઓ ખૂબજ દૂરદંશી પણ છે. તેમણે એક નાનકડી જગ્યાને સુંદર સ્વર્ગ જેવી બનાવી દીધી. રૂમ ખૂબજ સાધારણ છે, છતાં તેમાં એક અલગ જ આકર્ષણ દેખાય છે.”
મેથ્યૂ અત્યાર સુધીમાં આઠ પ્રોકેટ કરી ચૂક્યા છે અને અત્યારે તેની કઝિન બહેન સાથે તે પોતાના પ્રોજેક્ટ પર કઈંક કામ કરી રહ્યો છે. તેમણે હજી અમને એ પ્રોજેક્ટની જગ્યા વિશે વધારે કઈં તો નથી કહ્યું, પરંતુ મેથ્યૂ કહે છે કે, આ એક એવી જગ્યા રહેશે, જ્યાં લોકો શોર-બખાણાથી ફ઼્ઊર સુખદ સમય પસાર કરી સકશે.
મૂળ લેખ: ROSHINI MUTHUKUMAR
આ પણ વાંચો: આ યુવતીએ બનાવ્યું આત્મનિર્ભર ઘર, વીજળી બિલ ઘટાડ્યું, ગાર્ડનિંગ સાથે ઈકો હાઉસ ઉભું કર્યું, નહીં લાગે ગરમી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક