વિધાન ભૈયાની કંપની બનાવે છે ડાયાબિટિક ફુટવેર, આરામ અને ફેશન બંનેનું રાખે છે ધ્યાન

વિધાન ભૈયાની કંપની બનાવે છે ડાયાબિટિક ફુટવેર, આરામ અને ફેશન બંનેનું રાખે છે ધ્યાન

ચેન્નાઈનો યુવક કાકાને શુઝને લઈને થતી પરેશાની જોઈ ન શક્યો તો બનાવ્યા ડાયાબિટિક ફૂટવેર. 1000+ લોકો અને 85 હોસ્પિટલો વાપરે છે તેમનાં ચપ્પલ.

ડાયાબિટીસથી પીડિત લોકો માટે ફૂટવેર (Diabetic Footwear)ખરીદવા એ કોઈ સરળ કાર્ય નથી. પગમાં થતી તકલીફને કારણે તેમનું તમામ ધ્યાન કંફર્ટ પર હોય છે અને જ્યારે કંફર્ટની વાત આવે છે તો આપણી સામે ઘણા બધા વિકલ્પો નથી હોતા. કારણ કે જ્યારે આપણે આરામદાયક પગરખાં તરફ નજર કરીએ છીએ, તો તેની ડિઝાઇન ભાગ્યે જ ગમતી હોય છે અને જો ડિઝાઇન તરફ જઈએ, તો કંફર્ટ વિશે ભૂલી જવું પડે છે.

વિધાન, જે ચેન્નાઈના રહેવાસી છે, આ સમસ્યાને સમજે છે અને એક એવી બ્રાન્ડ લઈને આવ્યા છે જે પગ માટે આરામ અને સ્ટાઈલ બંનેનું વિશેષ ધ્યાન રાખે છે.

23 વર્ષીય વિધાન ભૈયા કહે છે, “મને લગ્નમાં ફેશનેબલ ડાયાબિટીક ફૂટવેર (Dr Brinsley Diabetic Footwear)બનાવવાનો વિચાર આવ્યો.” 2016માં એક ફેમિલી ફંક્શન દરમિયાન ફોટો પડાવતી વખતે તેને ખ્યાલ આવ્યો કે તેના કાકા તેના શૂઝને કારણે ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છે. અહીં સમસ્યા આરામની નહીં પણ સ્ટાઈલની હતી. તે તેના વિશાળ પગરખાં સાથે ચિત્રમાં આવવા માંગતા ન હતા. વિધાન યાદ કરતા કહે છે, “ખરેખર, તે અમારા પરિવારના સ્ટાઈલ આઈકોન હતા અને તાજેતરમાં જ તેમને ડાયાબિટીક ન્યુરોપેથી હોવાનું નિદાન થયું હતું.”

વિધાન મુજબ, જ્યારે તેણે તેની કંપની શરૂ કરી, ત્યારે તેના કાકા તેના પહેલા ગ્રાહક હતા. આજે, તેમની આ પ્રોડક્ટ 85 હોસ્પિટલો સાથે સંકળાયેલી છે અને લગભગ એક હજાર ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થયો છે.

YouTube player

7 કરોડ 70 લાખ લોકોને ડાયાબિટીસ છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ભારતમાં અંદાજિત 8.7 ટકા વસ્તી ડાયાબિટીસથી પીડિત છે. 20 થી 70 વર્ષની ઉંમરના લગભગ 7 કરોડ 70 લાખ લોકો ડાયાબિટીસના દર્દીઓ છે. હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડની ફેલ થવાના જોખમ ઉપરાંત દર્દીને સ્નાયુ અને સાંધાના દુખાવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. તેના અંગો સખત અને સુન્ન થઈ જાય છે. કેટલીકવાર પરિસ્થિતિ એટલી ભયાનક બની જાય છે કે શરીરના આ ભાગોને કાપવા પડે છે.

વિધાને કહ્યું, “દુનિયામાં દર 20 સેકન્ડે, ડાયાબિટીસના કારણે એક પગ કપાય છે. જો દર્દી યોગ્ય પ્રકારનાં ફૂટવેર પહેરે તો આમાંથી અડધા કેસને અટકાવી શકાય છે. જોકે, ડૉ બ્રિન્સલી ડાયાબિટીક ફૂટવેર (Dr Brinsley Diabetic Footwear) બનાવવાનો મારો વિચાર નવો નહોતો. આ ફૂટવેરની ડિઝાઇન એવી છે કે લોકો તેનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. હું સ્ટાઈલ અને તબીબી ઉપયોગિતાને જોડીને મારા નવીન વિચારો સાથે આગળ વધ્યો.”

વિધાન જણાવે છે, “અમે ચાર બાબતોને ધ્યાનમાં રાખીને ફૂટવેર ડિઝાઇન કરીએ છીએ. પ્લાન્ટ પ્રેશર પર ધ્યાન આપો, શરીરના વજનને સમાનરૂપે ડિવાઇડ કરીને પગ પરનું વજન ઓછું કરો, શીયર સ્ટ્રેસ ઓછો કરો, પગને બાહ્ય આંચકાઓથી બચાવો અને ડાયાબિટીસને કારણે થતા નુકસાનને ઓછું કરવાનો અમારો ઉદ્દેશ્ય છે.”

તમારા વિચાર પર કામ કેવી રીતે શરૂ કર્યું?
એન્ટિ-સ્વેટ લેધર લાઇનિંગ અને સોફ્ટ મેમરી ફોમ ફૂટબેડ સાથે, આ શૂઝની કિંમત રૂ.999 થી રૂ.3,999 વચ્ચે છે. મોટાભાગના ઓર્ડર યુવા વ્યવસાયિકો દ્વારા આપવામાં આવે છે જેઓ તેમના ઘરના સભ્યો માટે આ ખરીદવા માંગે છે. વિધાન જણાવે છે કે કંપની કર્ણાટક સ્થિત નાના ઉત્પાદન વિક્રેતાઓ સાથે કામ કરે છે. રોગચાળા દરમિયાન તે લોકોના વ્યવસાયને ખૂબ અસર થઈ હતી.

2017માં, વિધાને, નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી, બોસ્ટનમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક, ફેશનેબલ ડાયાબિટીક ફૂટવેરની (Dr Brinsley Diabetic Footwear)તેમની કલ્પનાને વાસ્તવિક બનાવવા માટે ‘સ્કોલર્સ ઈન્ડિપેન્ડન્ટ રિસર્ચ ફેલોશિપ’ માટે અરજી કરી. સ્વતંત્ર સંશોધન અને સર્જનાત્મક કાર્ય કરવા માંગતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આ ફેલોશિપ યુનિવર્સિટીની પહેલ છે.

સાથે જ મહત્વપૂર્ણ પરામર્શ માટે પણ, વિધાને ફેકલ્ટીના બે સભ્યોનો સંપર્ક કર્યો – એક ડૉ. માર્ક સિવાક હતા, જેમને પ્રોટોટાઈપિંગમાં નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે યુઝર્સને ધ્યાનમાં રાખીને ઉત્પાદન બનાવવામાં મદદ કરી. બીજા હતા યુનિવર્સિટીના આંત્રપ્રિન્યોરશિપના હેડ ડૉ માર્ક મેયર,  જેમણે બ્રિન્સલી શૂઝને એક જ કંપનીમાં લાવવાના વિચાર પર કામ કર્યું હતું.

Dr. Brinsley
Dr. Brinsley

આ પણ વાંચો: અચાનક અંધાપો, 25 વર્ષે અંધશાળામાં પ્રવેશ, આજે ડિઝાઇનર ખુરશી ગુંથી ચલાવે છે ગુજરાન

5000 યુએસ ડોલરની ગ્રાન્ટ મળી
તેમના વિચાર પર કામ કરવા માટે, વિધાનને 5000 યુએસ ડોલરની ગ્રાન્ટ મળી અને તેઓ થોડા સમય માટે ભારત પાછા ફર્યા. અહીં આવીને, તેણે 200 સ્ટેક હોલ્ડરની સાથે થોડા અઠવાડિયા ગાળ્યા. જેમાંથી 40 ડાયાબીટોલોજિસ્ટ અને દર્દીઓ હતા. તેમણે આ ઉદ્યોગ અને રોગને લગતા મુદ્દાઓને ઓળખ્યા અને સમજ્યા પછી, તેઓ જૂતા ઉત્પાદન ઉદ્યોગનો અભ્યાસ કરવા ઇટાલીના શહેર સિવિટાનોવા માર્ચે ગયા.

તેઓ યાદ કરતા જણાવે છે, “ત્યાં હું એક એવા પરિવારને મળ્યો જે ડાયાબિટીક ફૂટવેરના વ્યવસાય સાથે 40 વર્ષથી વધુ સમયથી સંકળાયેલ હતો. મેં તેમની પાસેથી મારા ડિઝાઇન લક્ષ્યોને વ્યવહારુ ઉત્પાદનમાં કેવી રીતે ફેરવવું તે શીખ્યું. તે ફક્ત ઇટાલિયન જાણતા હતા અને હું તે બોલી શકતો ન હતો. અમે સાંકેતિક ભાષા અને રાહદારીઓની મદદથી એકબીજાની વાતોને સમજી શક્યા.”

તેમણે જણાવ્યું, “કેટલીક મોટી જૂતા ઉત્પાદક કંપનીઓનું મુખ્ય મથક બોસ્ટનમાં છે. નોર્થ ઈસ્ટર્નમાં રહેવાનો એક ફાયદો એ હતો કે જોસ્લિન ડાયાબિટીસ સેન્ટર, બોસ્ટન મેડિકલ સેન્ટર અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલ જેવી શ્રેષ્ઠ તબીબી સંસ્થાઓ બહુ દૂર નહોતી. હું મારા જૂતાના નમૂનાઓ તેની પાસે લઈ ગયો. તેમને પહેરવાનું કહ્યું અને તેમને જે પ્રતિસાદ મળ્યો તેના પર કાર્ય કર્યું.”

કોલેજે 8 મહિનાની રજા આપી
ઉનાળામાં, વિધાનને ‘શર્મન સેન્ટર એન્ટરપ્રિન્યોરશિપ એન્જિનિયરિંગ કો-ઓપ ફેલોશિપ’ પણ મળી, જેણે તેને આઠ મહિનાની શાળામાંથી રજા લેવા અને તેના એન્ટરપ્રાઇઝ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપી. “તે દરમિયાન, મેં પિલર વેન્ચર કેપિટલમાં રોકાણ સહયોગી તરીકે પણ કામ કર્યું. તેનાથી મને એક ઉદ્યોગસાહસિક તરીકે કામ કરવાનો ઘણો અનુભવ મળ્યો.”

વિધાને ફેબ્રુઆરી 2019માં ડૉ બ્રિન્સલે ડાયાબિટીક ફૂટવેરને ઔપચારિક રીતે લૉન્ચ કર્યા. તે કહે છે, “ચાર મહિના સ્ટાફને હાયર કરવા, શિપિંગ કરવામાં અને પગાર આપવાના ખર્ચવામાં નીકળી ગયા હતા. આ દિવસો ખૂબ જ તણાવભર્યા હતા. મને ખબર નહોતી કે નિર્માણનું કામ આટલું થકવી નાખનારું કામ છે. હું ખૂબ જ નિરાશ થયો હતો અને જ્યારે મને સમજાયું કે મારી અત્યાર સુધીની સફર મજાની રહી છે અને પછીથી તેનું ફળ મળશે ત્યારે જ હું ફરીથી ઉત્સાહ સાથે પાછો આવી શક્યો.”

વ્યવસાયમાં 100 વસ્તુઓ ખોટી થાય છે
વિધાનની કંપનીને તેનો પહેલો મોટો બ્રેક જુલાઈમાં મળ્યો હતો. ઉત્તરપૂર્વમાં તેઓ એક ડૉક્ટરને મળ્યા જે હૈદરાબાદની અગ્રણી હોસ્પિટલમાં જોડાયેલા હતા. તે કહે છે, “મેં તેમને આ અંગે પત્ર લખ્યો હતો અને તેમણે મને બીજા દિવસે મળવા માટે બોલાવ્યો હતો, તેઓએ અમને હોસ્પિટલની વેબસાઇટ માટે મોટો ઓર્ડર આપવા માટે હા પાડી હતી. આનાથી અમને અમારા ઉત્પાદનને લોકપ્રિય બનાવવામાં ઘણી મદદ મળી.”

તેમણે કહ્યું, “એક ઉદ્યોગસાહસિક તરીકે તમે જે કરો છો તેમાં 100 માંથી 99 વસ્તુઓ ખોટી થઈ જાય છે. પરંતુ પછી એક વસ્તુ બરાબર થાય છે અને તે પછી બધું બરાબર થાય છે અને તેમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”

VIdhan Bhaiya

આ પણ વાંચો: Mercedes Benz માંથી નોકરી ગઈ તો, ચાટ-સમોસા વેચીને દર મહિને કરે છે 2 લાખની કમાણી

રોગચાળાએ વ્યવસાય કેવી રીતે બદલ્યો?
વિધાન કહે છે કે કોરોના રોગચાળા દરમિયાન કંપનીએ વ્યક્તિગત વેચાણને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું હતું. હોસ્પિટલમાં વેચાણ વચેટિયાઓ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ અહીં પણ કોવિડ-19ને કારણે વિરામ હતો. હવે હું અંગત રીતે ડૉક્ટરો સમક્ષ મારા વિચારો વ્યક્ત કરી શકતો ન હતો. પછી મેં વિચાર્યું કે શા માટે સીધા ગ્રાહકો સુધી ન પહોંચું. તે ઘણું સરળ હશે. પછી મેં ઓનલાઈન રિટેલર્સને જોવાનું શરૂ કર્યું. આ પ્લેટફોર્મ પર આવવાથી તેના બિઝનેસને ઘણો ફાયદો પણ થયો.

હાલમાં, વિધાન તેના માતા-પિતા સાથે રહે છે અને 2023માં હાર્વર્ડમાંથી એમબીએ કરવાની રાહ જોઈ રહ્યો છે. તેણે કહ્યું, “મને સ્વીકૃતિ પત્ર મળ્યો છે. હું ત્યાં સત્ર 2023-26માં અભ્યાસ કરવા જાઉં છું. આનાથી મને વ્યવસાયિક રીતે મારો વ્યવસાય વધારવામાં મદદ મળશે.”

વિધાન ચામડા અને વિશેષ રસાયણોના ઉત્પાદનનો તેનો કૌટુંબિક વ્યવસાય, C&E લિમિટેડની બાબતોને સંભાળવામાં પણ મદદ કરી રહ્યા છે. તેમના ફૂટવેર બ્રાન્ડના નામ વિશે વિગતવાર જણાવતા, તેમણે કહ્યું, “બ્રિન્સલી ‘રિચર્ડ બ્રિન્સલે (Dr Brinsley Diabetic Footwear)’ પરથી આવે છે. તે એક જૂતાની કંપની હતી જે મારા પરિવારે લગભગ ચૌદ વર્ષ પહેલાં શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય ભારતીય ગ્રાહકોમાં પોસાય તેવા ભાવે યુરોપિયન ફેશનને પ્રોત્સાહન આપવાનો હતો. કમનસીબે, વર્ષ 2010માં, અમારું ઉત્પાદન એકમ બળી ગયું અને અમે અમારી બધી મશીનરી અને ઇન્વેન્ટરી ગુમાવી દીધી. મેં બસ આ નામની આગળ ડૉક્ટર ઉમેર્યું છે. કારણ કે તે તબીબી જરૂરિયાતો ધરાવતા ગ્રાહકો માટે છે.”

આગળ શું પ્લાન છે?
વિધાન કહે છે, “અમે બે મુખ્ય ક્ષેત્રોમાં સંશોધન કરી રહ્યા છીએ – સ્માર્ટ ઇનસોલ્સ અને કસ્ટમાઇઝ્ડ ફૂટવેર. સ્માર્ટ ઇન્સોલ્સ ન માત્ર પગમાં નિષ્ક્રિયતા આવવાનું અટકાવે છે, પરંતુ તે્ને ઠીક કરવામાં પણ મદદ કરે છે. કસ્ટમાઇઝ ફૂટવેરનો અર્થ છે કે એવા દર્દીઓ માટે અનુકૂળ જૂતા બનાવવા, જેમની સાથે પગ કપાવવાનું જોખમ જોડાયેલું છે અથવા પહેલા જ તેઓ તેમાંથી પસાર થઈ ચૂક્યા છે. અથવા તો પછી જે પગમાં થતી અન્ય પરેશાનીઓ સામે ઝઝૂમી રહ્યા છે.”

ડૉ. બ્રિન્સલીના ફૂટવેર તેમની કંપનીની વેબસાઇટ અને એમેઝોન, ફ્લિપકાર્ટ અને સિનિયોરિટી જેવા ઑનલાઇન રિટેલર્સ પર ઉપલબ્ધ છે. બ્રાન્ડને Apollo Sugar Clinic, Netmeds, 1mg અને BeatMySugar દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.

ઓર્ડર આપવા અથવા વધુ માહિતી માટે તમે ડૉ બ્રિન્સલીની વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો.

મૂળ લેખ: તુલિકા ચતુર્વેદી

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: દિવ્યાંગ છે પણ નિર્ભર નથી! જાતે જ કળા શીખી નારિયેળની કાછલીઓને બનાવ્યો આવકનો સ્ત્રોત

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X