#ગાર્ડનગિરીઃ એક્સપર્ટ પાસેથી જાણો, ગાર્ડનિંગ, ખાતર, બીજ અને છોડમાં જીવાતથી બચાવની જાણકારી

#ગાર્ડનગિરીઃ એક્સપર્ટ પાસેથી જાણો, ગાર્ડનિંગ, ખાતર, બીજ અને છોડમાં જીવાતથી બચાવની જાણકારી

કિચન ગાર્ડનિંગ શરુ કરવું છે પણ મૂંઝવણ છે? એક્સપર્ટ જણાવી રહ્યાં છે સરળ ટીપ્સ

નોએડામાં રહેતી મિત્તલને નાનપણથી જ ગાર્ડનિંગનો શોખ રહ્યો છે. વર્ષ 2013માં તેમણે એક વર્કશોપ દરમિયાન જાણ થઈ કે રાસાયણિક ખેતીથી ઉગતા પાક અને શાકભાજીઓ કેટલી નુકસાનદાયક છે.

જે પછીથી તેમણે પોતે જ ઘરમાં રસોડામાં ગાર્ડનિંગ કરવાનું વિચાર્યુ હતું. તેઓ ઘરની બાલ્કની અને છત પર જ શાકભાજી ઉગાડી છે. જેમાં ભિંડા, તૂરી, રિંગણા, ટમેટા, લીલા મરચા, ફૂલગોબી, સલાડ, પાલક, ધાણાભાજી, મેથી, ફૂદીનો, ગાજર, મૂળી, લીલી ડૂંગળી, કારેલા અને દૂધીનો સમાવેશ થાય છે.

Rakhi Mittal
Rakhi Mittal

ધ બેટર ઈન્ડિયા સાથે એક ખાસ વાતચીતમાં રાખીએ જણાવ્યું કે ઘરમાં શાકભાજી ઉગાડવી કેટલી ફાયદાકારક છે. તેમણે ગાર્ડનિંગના સરળ અને ઓછા ખર્ચા વિશે પણ વાત કરી હતી.

રાખી મિત્તલ સાથે થયેલી વાતચીત તમે અહીં વાંચી શકો છો.

  1. જો કોઈ પોતાનું જ ગાર્ડન/બગીચો બનાવવા ઈચ્છે તો તેને સૌથી પહેલા શું કરવું જોઈએ?
    ગાર્ડનિંગ શરુ કરવા માટે સૌથી પહેલા તાજી હવાના મહત્વ વિશે વિચારવું જોઈએ અને તેના માટે કશુંક કરવાની ઈચ્છા હોવી જોઈએ. જેમ કે વોશિંગ મશીન ગંદા કપડાને સાફ કરે છે તેવી જ રીતે ઝાડ પ્રદૂષિત હવાને સાફ કરે છે. મને લાગે છે કે ઝાડ ઉગાડવું, પ્રદૂષણના કારણે થઈ રહેલી બીમારીઓમાં દવા ખાવા કરતા વધારે શ્રેષ્ઠ ઉપાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે, તમારા ઘરમાં જ્યાં પણ થોડીક ખુલ્લી જગ્યા છે ત્યાં ઝાડ-છોડ લગાવવા જોઈએ.

2.જો કોઈ પહેલીવાર ગાર્ડનિંગ કરી રહ્યું છે તો તેમને કઈ રીતના ઝાડ લગાવવા જોઈએ?
જો તમે હર્બલ ઝાડ-છોડથી પોતાની શરુઆત કરી શકો છો જેમ કે, તુલસી, લીમડો, ફૂદીનો આ ઉપરાંત તમે ફૂલના ઝાડ, ઈન્ડોર પ્લાન્ટ, પાનવાળી ભાજી જેમ કે, ધાણાભાજી, પાલક પણ લગાવી શકો છો.

3.ગાર્ડનિંગ માટે માટી કેવી રીતે તૈયાર કરવી જોઈએ?
ગાર્ડનિંગ માટે માટી તૈયાર કરવી ખૂબ જ સરળ છે. તમે સૌથી પહેલા તો કોઈ નર્સરી અથવા તો પછી તમારા ઘરની પાસેથી જ માટી લઈ આવો. હું માનું છું કે કોઈ માટી ખરાબ નથી હોતી. કારણકે તેને પોષક બનાવવી એ કામ આપણું છે.

Gardening tips
To prepare Potting mix, one should add soil, compost (cowdung compost or vermicompost or homemade compost) and Cocopeat or dry leaves

હવે આ માટીમાં તમે છાણ/વર્મીકમ્પોસ્ટ અથવા તો ઘરે ભીના કચરાથી બનાવેલો ખાતર ભેળવી દો. હવે તેમાં કોકોપીટ ભેળવો. જો કોકોપીટ ઉપલબ્ધ નહીં થાય તો તમે ઝાડના સૂકા પાંદડા પણ એકઠા કરીને ભેળવી શકો છો. હવે તૈયાર માટીને આપણે ‘પોન્ટિંગ મિક્સ’ કહીએ છીએ કારણકે આપણે છોડવાઓ લગાવીશું અને તે ખૂબ જ ઉત્તમ ગુણવત્તા ધરાવતા હોય છે.

નોટઃ ઘરમાં બનાવેલું ખાતર જ દરેક ખાતરમાં સૌથી ઉત્તમ હોય છે અને આ કારણે જ તેને ‘કાળુ સોનું’ પણ કહેવામાં આવે છે.

  1. બીજ કેવી રીતે લગાવવા?
    આ ખૂબ જ સરળ છે. જ્યારે તમે કૂંડા અથવા તો ગ્રો બેગમાં પોન્ટિંગ મિક્સ નાખીને તેને તૈયાર કરી લો તો તેમાં આંગળીથી સમાન અંતરે બે-ત્રણ ક્યારી બનાવી લો.
    હવે આપણા બીજ બે રીતના હોય શકે છે. જેમ કે મેથી અને સરસવના બીજ નાના હોય છે તો તેમને આ ક્યારીઓમાં અલગ અલગ પરંતુ એકદમ પાસે પાસે નાખો. જોકે, કેટલાક બીજ મોટા હોય છે જેથી તેમને થોડા ઉંડા રાખવા પડે છે.
Gardening

આથી, તમે તમારી આંગળીઓથી સમાન અંતરે માટીમાં ખાડાઓ કરો અને બીજ નાખી દો. પછી તેના પર માટી નાખી શકો છો હવે પાણી નાખવાનો વારો છે. ધ્યાન રાખો કે પાણી એકબાજુથી ન નાખવું જોઈએ પરંતુ પોતાના હાથમાં પાણી લઈને છાંટીને નાખો.

How to start gardening
  1. ગાર્ડનિંગ કરવાની કેટલીક સરળ અને ઓછા ખર્ચાની રીત શું છે?
    જરુરી નથી કે તમે બહારથી જ કૂંડા ખરીદો. તમે તમારા ઘરમાં જ બેકાર પડેલી વસ્તુઓને પ્લાન્ટર્સની રીતે ઉપયોગમાં લઈ શકો છો. જેમ કે તમારા ઘરમાં કોઈ ડ્રમ હોય અથવા તો જૂની બાલટીઓ હોય તો તેમાં પોન્ટિંગ મિક્સ કરીને તમે બીજ રોપી શકો છો.

હવે તો લોકો પ્લાસ્ટિકની બોટલનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. આ ઉપરાંત તમે તમારી રસોઈમાં ઉપલબ્ધ અનેક વસ્તુઓનો પણ બીજની જેમ ઉપયોગ કરી શકો છો. જેમ કે મેથીના દાણા. તમે ઘર પર જ ખાતર બનાવો. જેનાથી તમારા ઘરનો ભીનો કચરો પણ સારી રીતે ઉપયોગમાં આવશે અને તમારે બહારથી ખાતર ખરીદવાની જરુર નહીં રહે.

Homegrown vegetable
  1. ઝાડ-છોડની સારસંભાળ કેવી રીતે રાખવી? ક્યારે પાણી દેવું અને કેટલો તડકો જોઈએ?
    ગાર્ડનિંગ માટે તમારે સારા કૂંડા, સારી માટી, તડકો, યોગ્ય પ્રમાણમાં પાણી અને સમય રહેતા ખાતર નાખતા રહેવાની જરુર છે. દરેક ઝાડ અને છોડને અલગ અલગ રીતે તડકાની જરુર હોય છે. ફળ, ફૂલ અને શાકભાજીઓને તડકામાં રાખવા જોઈએ. જ્યારે ઈન્ડોર પ્લાન્ટ્સને ક્યારેય સીધા તડકાની જરુર નથી હોતી. પાણી આપતા સમયે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. વધારે પાણી આપવાથી ક્યારેક ઝાડ-પાન ખરાબ પણ થઈ જાય છે. તમારે એટલું પાણી આપવું જોઈએ કે માટીમાં ભીનાશ જળવાઈ રહે.

છોડ પણ સજીવ પ્રાણી છે અને તેમને પણ સમય સમય પર ભોજન મળવું જોઈએ. તેમનું ભોજન છે સારુ ખાતર. મહિનામાં એકવાર ઝાડમાં થોડું ખાતર નાખવું જોઈએ. જેથી ઝાડ સ્વસ્થ અને મજબૂત રહે.

Terrace Gardening
  1. કોઈ ઘરેલું નુસખો બતાવો જેથી ઝાડ-છોડને પોષણ આપી શકાય?
    અઢળક વસ્તુઓ એવી છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. જેમ કે તમે છાશ અથવા દહીંને 3-4 દિવસ માટે બહાર રાખી દો. જ્યારે એ ખૂબ જ ખાટું થઈ જાય તો તમે પાણીમાં ભેળવીને ઝાડ પર છાંટી શકો છો. જેથી કોઈ કીટ તમારા ઝાડ પાસે નહીં ફરકશે નહીં અને તેમાં બીમારી પણ નહીં થાય. અન્ય, પોતાની આસપાસ કોઈ ગૌશાળા અને ગૌમૂત્ર મગાવી લો. જેને પણ પાણીમાં ભેળવીને ઝાડમાં નાખી શકો.
  2. કેટલીક સરળ રીત, જેથી ઘરમાં શાકભાજી સારી રીતે ઉગી શકે
    એક રીત જે હું હંમેશા અપનાવું છું. તે છે અલગ અળગ રીતની શાકભાજીઓ ઉગાડવી. મારુ માનવું છે કે કુદરતને વિવિધતા પસંદ છે. હું એક જ ગ્રો બેગમાં શલજમ, પાલખ, તુલસીના છોડ લગાવું છું. જે બધી ઉપજ સારી રીતે થાય છે. ટેક્નીકલ ભાષામાં કહેવાય તો મલ્ટી-ક્રોપિંગ કરવું.

આ ઉપરાંત, વારંવાર ઝાડ-છોડ લગાવવા માટે હું એક અલગ રીત અપનાવું છું. હું ગ્રો બેગમાં સૌથી પહેલા સૂકા પાનનું એક લેયર કરું છું જે પછી ઘરનો ભીનો કચરો નાખું છું. તેમાં ફરીથી સૂકા પાન લગાવું છું. કેટલાક દિવસો પછી, જ્યારે ગ્રો બેગ અડધું ભરાઈ જાય છે તો તેની પર માટી નાખીને તેમાં શાકભાજી નખાવું છું. જેથી શાકભાજીઓ ખૂબ જ પોષક અને સ્વસ્થ ઉપજે છે અને એકવાર બીજ લગાવવા માટે તમારે તેમાં માત્ર પાણી જ આપવાની જરુર હોય છે કારણકે નીચે ભીનો કચરો અને સૂકા પાન હોવાના કારણે ખાતર અથવા તો અલગ પોષણની જરુર ન હોય.

  1. દેશમાં લોકડાઉન જેવું વાતાવરણ છે તો તમને કિચન ગાર્ડનનો કેટલો ફાયદો થયો છે?
    લોકડાઉન દરમિયાન, લોકોને અહેસાસ થયો કે આપણને જિંદગી જીવવા માટે માત્ર જરુરી ભોજન અને વસ્તુઓની જરુર છે. મેં અને મારા પરિવારે અનુભવ્યું કે પોતાના ઘરમાં કિચન ગાર્ડન હોવું કેટલું લાભદાયક છે. ઘરમાં જ દરેક રીતના શાકભાજી અને હર્બ્સ રહે છે. આપણને દરેકને ખબર છે કે તાજા જૈવીક શાકભાજીઓ અને હર્બ્સથી બનેલા ડ્રિંક પીવાથી આપણી ઈમ્યુનિટી લેવલ ખૂબ જ મજબૂત થાય છે.
  2. અંતમાં અમારા વાચકો માટે કોઈ સલાહ અથવા ટીપ્સ?
    ગાર્ડનિંગમાં કોઈ જ અસફળ નથી થતું કારણકે તમારો દરેક અનુભવ એ એક બોધપાઠ છે. દરેકને પોતાના મગજમાં બસ એ જ વાત રાખવી જોઈએ અને ગાર્ડનિંગનો આનંદ માણવો જોઈએ.

રાખી મિત્તલ સાથે સંપર્ક કરવા માટે તમે તેને [email protected] પર ઈમેઈલ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: 2500 લોકોને ગાર્ડનિંગ શીખવનાર મંજુબેનના ધાબામાં છે વડ, પીપળો, બાવળ સહિત 400+ છોડ-બોન્સાઈ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X