Placeholder canvas

વીપી મેનન, સરદાર પટેલના જમણા હાથ સમાન આ વ્યક્તિનાં કાર્યો આજે ભૂલી ગયાં લોકો

વીપી મેનન, સરદાર પટેલના જમણા હાથ સમાન આ વ્યક્તિનાં કાર્યો આજે ભૂલી ગયાં લોકો

આમ તો રજવાડાંને ભારતમાં ભેળવવાનું માળખું તો સરદાર પટેલે જ બનાવ્યું હતું પરંતુ તેને બંધબેસતું કર્યું હતું મેનને

1947 માં ભારતની આઝાદીની લડત ચાલુ હોવાથી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારત સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું-દેશને રાજકીય રીતે એકીકૄત કરવાનું.

જેને પરિપૂર્ણ કરવા માટે બે મહત્વની વ્યક્તિ સાથે જૂન 1947 માં રાજ્ય વિભાગની સ્થાપના કરવામાં આવી. જેમાંના એક હતા નિર્ભય નેતા, જેમાંના એક પછી બન્યા આપણા નાયબ વડાપ્રધાન – સરદાર વલ્લભભાઈ પટેલ.

તેમ છતાં તે એક વ્યક્તિ હતી જેમને બહુ ઓછા લોકો જાણે છે, તે જે પટેલના જમણા હાથ સમાન વીપી મેનન.
આમ તો ભારતના બધા જ રાજકુમારોને તૈયાર કરવાનું માળખુ સરદાર પટેલે તૈયાર કર્યું હતું, પરંતુ મેનને તેમને તૈયાર કરવા પાયાનું કામ કર્યું હતું.

તેઓ એક કોર્ટથી બીજી કોર્ટના ધક્કા ખાતા હતા અને સતત લોકો સાથે ચર્ચાઓ અને વિચારણાઓમાં વ્યસ્ત રહેતા હતા. જ્યારે બુદ્ધિ અને મુત્સદીગીરીથી તેઓ કેટલાકના દિલ જીતવા સક્ષમ હતા તો આ કાર્ય ત્યારે મુશ્કેલ બની જતું, જ્યારે ગુસ્સે ભરાયેલા રાજાઓ તેમને બંદૂકની અણીએ રાખી મારી નાખવાની ધમકી આપતા હતા.

મેનનના સાહસો અને અનુભવોને તેમના પુસ્તક ‘ભારતીય રાજ્યોના એકીકરણની કહાની’ માં વર્ણવવામાં આવ્યા છે, જેને ભારતના રાજકીય એકીકરણ માટે સૌથી વિગતવાર કૃતિ માનવામાં આવે છે.

500 કરતાં પણ વધારે રજવાડાંને ભારતીય સંઘમાં જોડવા માટેના કામમાં મહત્વની ભુમિકા ભજવી છે આ વ્યક્તિએ.

પહેલાંનું જીવન
વપ્પલ્લા પંગુન્ની મેનનનો જન્મ ભરથાપુઝાના કાંઠે ઓટ્ટાપાલમના પાનામન્નાના નાનકડા ગામમાં 30 સપ્ટેમ્બર, 1893 ના રોજ થયો હતો.

એક ડઝન બાળકોમાં શાળાના આચાર્યના તેઓ સૌથી મોટા સંતાન હતા. આટલા મોટા કુટુંબમાં હંમેશાં નાણાભીડ રહેતી હતી.

જ્યારે મેનન નાના હતા ત્યારે તેમના પિતાની સંભાળ રાખી રહ્યા હતા ત્યારે તેમના પિતાએ બાળકોને પૂરતાં સંસાધનો અને યોગ્ય જીવન ન આપી શકવાનું દુ:ખ દર્શાવ્યું.

પિતાને આ સંઘર્ષમાંથી છૂટકારો અપાવવા હજી મેટ્રિક સુધીજ ભણેલ આ યુવાને નોકરીઓની તાલીમ માટે શિક્ષણનો વ્યાપાર કરવાનું નક્કી કર્યું. પિતાની આર્થિક જવાબદારીઓમાં મદદ કરવા અને નોકરીની શોધમાં તેમણે પોતાનું ઘર છોડ્યું.

શિમલામાં વિતાવેલ વર્ષો
બાંધકામમાં કડિયાથી લઈને કોલસાની ખાણમાં અને કપાસમાં ટ્રેડિંગનું કામ પણ કર્યું તેમણે, પરંતુ સફળતા ન મળી.

અલગ-અલગ નોકરીઓ કરવા છતાં તેમણે પોતાની જાતને બાંધી ન રાખી ક્યારેય. તેઓ એક મહત્વાકાંક્ષી વ્યક્તિ હતા અને ટૂંક સમયમાં જ બેંગ્લોર સ્થિત તમાકુની કંપનીમાં કારકુન-ટાઈપિસ્ટની નોકરી શરૂ કરી. તેમનામાં અંગ્રેજી ભાષા અને મુદ્દાઓનું વિશ્લેષણ કરવાની અને તેનાં નિરાકણો શોધવાની ક્ષમતા બહુ સારી હતી.

Iron Man
(R) V P Menon. Source: Facebook/Smile for Better India

વધુમાં તેઓ સરકારી નોકરીની આશામાં શિમલા જઈ રહ્યા હતા.
એકવાર ત્યાં આવ્યા બાદ ગૃહ વિભાગમાં કારકુન અને ટાઇપિસ્ટનું પદ મળેવી લીધું. તેમની ઝડપી અને ભૂલ રહિત ટાઇપિંગથી બ્રિટીશ અધિકારીઓ માટે તેઓ માનવંતા બની ગયા.

સંવેદનશીલ સુધારણા વિભાગમાં સ્થાનાંતરિત કર્યા બાદ, તેઓ ભારતના ઈતિહાસના સૌથી લાંબા સમય સુધી કામ કરનાર લૉર્ડ લિંલિથગોના વિશ્વાસુ બની ગયા. મેનન પર વિવિધ માહિતી પર વિશ્વાસ તો મૂકવામાં આવ્યો જ હતો, સાથે-સાથે વિવિધ સુધારાના નિર્ણયો માટે તેમને સલાહકાર પણ બનાવવામાં આવ્યા.

તેમને મોટાભાગની સત્તાવાર યાત્રાઓમાં લિલિથગો સાથે લઈ જવામાં આવતા હતા, તો ઈંગ્લેન્ડની રાઉન્ડટેબલ કૉન્ફરન્સમાં ભાગ લેનાર તેઓ એકમાત્ર સિવિલ સેવક પણ બન્યા.

ત્યારબાદ તેમની નિમણૂક રિફોર્મ કમિશનર સર હેથ્રોન લેવિસના નાયબ તરીકે કરવામાં આવી. લુઈસથી લઈને લોર્ડ વેવલ સુધીના મોટાભાગના વાઈસરોય સાથે તેમણે કામ કર્યું હતું. ભારતની બધી જ પરિસ્થિતિઓમાં તેમની સમજણ બહુ કામ આવતી હતી.

1946 માં મેનનની ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનના રાજકીય સુધારણા કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી. તે સમયે સ્વતંત્રતાની લડત ચરમસીમાએ હતી અને અંગ્રેજોએ ભારતને આઝાદી આપવા સંમતિ આપી.

સત્તાના સ્થળાંતર માટેની વ્યૂહરચનાની જવાબદારી મેનનના માથે હતી. ઈતિહાસકારો કોલિન્સ અને લાપીરીએ મેનનનાં કાર્યોના પ્રભાવ નીચે મધ રાત્રે ભારતને આઝાદી આપવાનું નક્કી કરવામાં આવ્યું.

તેનું પાલન કરાવામાં આવ્યું અને સંભવત: તે વહિવટના ઈતિહાસમાં ઉલ્કાત્મક ઉદય હતો. 1947 સુધીમાં મેનને વાઇસરૉયના કર્મચારીઓમાં સૌથી મહત્વનું સ્થાન મળ્યું અને બહુ જલદી માઉન્ટબેટન પણ તેમના પર બહુ વિશ્વાસ મૂકતાં થઈ ગયાં હતાં.

મેનન યોજના અને ભારતીય રાજ્યોનું એકીકરણ
ધ વાયર માટેના તેમના લેખમાં મેનનની પ્ર-પૌત્રી જણાવે છે કે, કેવી રીતે મેનનની યોજનાથી સ્વતંત્ર ભારતનો જન્મ થયો અને આ ઉપખંડ અને વિશ્વનો નકશો કાયમ માટે બદલાયો.

માઉન્ટબેટનની મૂળ યોજનામાં ભારતના બે ભાગ કરવાનું નહોંતું, પરંતુ એ તો અલગ-અલગ સેંકડો રજવાડાં ચાલું રાખવાનું હતું, જો રાજાઓ તેને પસંદ કરે તો. પરંતુ નહેરુંના ગુસ્સાને જોતાં માઉન્ટબેટન પાસે કોઈ પસંદ નહોંતી એટલે મેનને મોડેસ્ટ ગેસ્ટહાઉસમાં સતત છ કલાક બેસી એક વૈકલ્પિક યોજના બનાવી.

1947 માં મેનન સરદાર વલ્લભભાઈ પટેલ ની અધ્યક્ષતામાં રાજ્યોના મંત્રાલયના સચિવ બન્યા. તેમની રાજકીય પ્રતિભા અને કામની નૈતિકતાના કારણે તેઓ સરદાર પટેલના નજીકના સાથી બન્યા.

મેનને પટેલ સાથે મળીને 500 કરતાં વધારે રજવાડાં ભારત સંઘમાં એકીકૃત કરવા બહુ ઝીણવટથી કામ કર્યું.

જેમાંનું એક મુશ્કેલ કાર્ય હતું, જોધપુરના યુવાન મહારાજા સાથે વાટાઘાટ કરવાનું હતું.

લોર્ડ માઉન્ટબેટન સાથે કોર્ટ સુધી જઈ આવનાર મેનનને ભારતીય પ્રજાસત્તાક સાથે જોડાણના કામચલાઉ કરાર પર હસ્તાક્ષર કરાવવાની જવાબદારી સોંપવામાં આવી.

લોર્ડ માઉન્ટબેટને મેનનને મહારાજા પાસે મોકલ્યા, જેમણે સહી કરવા માટે ફાઉન્ટનપેન ફટકારી.

આ બનાવ બાદ મેનને સમજાઈ ગયું કે, આ માત્ર એક પેન નહોંતી.

લૉરી કોલિન્સ અને ડોમિનીક લાપીર લખે છે, “સહી કર્યા બાદ તેમણે કેપ ખોલી અને 2.22 ની નાનકડી પિસ્તોલ ખોલી, જે તેમણે મેનન તરફ તાકી અને બૂમ પાડી કે, હું તમારી ધમકીઓથી ડરતો નથી અને માઉન્ટબેટન પાછા ફર્યા અને પિસ્તોલ જપ્ત કરી દીધી.”

મેનને તેમની રણનીતિ અને મુત્સદ્દીગીરીનો ઉપયોગ કરી કોક્સ અને કાજોલ રાજકુમારોને ભારતમાં લાવ્યા અને પટેલ અને નહેરુંને જુનાગઢ અને હૈદરાબાદના રાજાઓના પાકિસ્તાન સંબંધો અને કાશ્મીર સંઘર્ષમાં લશ્કરી કાર્યવાહી અંગેની સલાહ આપી.

હંમેશાં બની રહ્યા પડછાયા સમાન
1950 માં ભારતના લોખંડી પુરૂષના મૄત્યુ સાથે જ મેનની ખ્યાતિમાં પણ ઘટાડો થયો. સ્વતંત્ર ભારતમાં તેમના પદને નીચું કરી મોટાપાયે આદિવાસી રાજ્ય એવા ઓરિસ્સા (હાલના ઓડિશા) ના કાર્યકારી રાજ્યપાલનું સ્થાન આપવામાં આવ્યું.

1966 માં તેઓ મુક્ત-બજારલક્ષી સ્વતંત્રતા પાર્ટીના સ્થાપક પિતા બન્યા, જેમાં મહારાણી ગાયત્રી દેવી અને રાજમાતા સિંધિયા જેવા સભ્યો બન્યા.

વૃદ્ધાવસ્થાની સાથે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી. આ અંગે બાસુ લખે છે કે, આ દંતકથાઓની શરૂઆત પણ અંત સમાન જ હતી. 31 ડિસેમ્બર, 1966 ના રોજ 72 વર્ષની ઉંમરે તેઓ તેમના ઘરે કૂક ટાઉન ગયા.

જેમ-જેમ તેમના જીવન અંગે વાંચ્યું તેમ-તેમ મને પણ એમ લાગે છે કે, ભારતના એકીકરણમાં જેણે મહત્વની ભૂમિકા ભજવી છે, તેને આમ ભૂલી જવું એ ખરેખર મૂર્ખતા જ છે.

પોતાની વાતનું પુનરાવર્તન કરતાં બાસુ લખે છે કે, “વિકિપીડિયાનાં પાનાં પર તેમની છબી અસ્પષ્ટ છે. સરદારની પ્રતિમા તો ગુજરાતના લેન્ડસ્કેપ પર છે, પરંતુ વી.પી, મેનના યોગદાનને સ્વીકાર્યા વગર ભારતના એકીકરણનું વર્ણન જ અધૂરું ગણાય.”

મૂળ લેખ: JOVITA ARANHA

આ પણ વાંચો: જ્યારે એક પાનવાળાના પત્રથી, અમદાવાદ દોડી આવ્યા, અંતરિક્ષ જનારા પહેલા ભારતીય રાકેશ શર્મા!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X