ડ્રેગન ફ્રૂટથી લઈને એવોકાડો સુધી, આ ગૃહિણી ધાબામાં કરે છે 600+ છોડનું બાગકામ

પિતા પાસેથી મળી હતી બાગકામ કરવાની પ્રેરણા, આજે છત ઉપર ઉગાડે છે 600થી વધારે ફળો અને શાકભાજી

Gardening

Gardening

45 વર્ષીય દર્શા સાઇ લીલા હૈદરાબાદની રહેવાસી છે. તેણી પોતાનું બુટિક ચલાવે છે, પરંતુ તેના 'બિઝી' દિવસની શરૂઆત તેના ટેરેસથી થાય છે. દર્શા તેના 2000 ચોરસ ફૂટનાં ટેરેસ પર ઘણા શાકભાજી, ફળો અને ઔષધીય છોડની ખેતી કરે છે, અને આ વસ્તુઓ માટે બજાર ઉપર તેની નિર્ભરતા 70% ઘટી ગઈ છે.

આ એપિસોડમાં, તેમણે બેટર ઈન્ડિયાને કહ્યું, “મને મારા પિતા પાસેથી બાગકામ કરવાની પ્રેરણા મળી. તે એક શાળામાં શિક્ષક હતા, અને દરેક વાર-તહેવાર પર, તેઓ એક વૃક્ષ રોપતા હતા. આ કારણોસર, મને નાનપણથી જ 'બાગકામ' કરવાનો શોખ રહ્યો છે."

તે આગળ કહે છે, 'અમે અગાઉ ભાડાના મકાનમાં રહેતા હતા. આને કારણે મને બાગકામ કરવાની તક મળી ન હતી. પરંતુ, 7 વર્ષ પહેલાં, અમે અમારું ઘર લીધુ અને અમારા ટેરેસ પર ગલગોટા અને જાસૂદનાં ફૂલો રોપ્યા."

Darsha Sai Leela
Darsha Sai

પરંતુ, તેના એક વર્ષ પછી, તેની સાથે કંઈક એવું બન્યું જેણે તેને તેના ટેરેસ પર મોટા પાયે બાગકામ કરવા પ્રેરણા આપી.

તે કહે છે, "મને થાઇરોઇડના લક્ષણો આવી રહ્યા હતા. જેનાથી મને આશ્ચર્ય થયું, કારણ કે હું મારા ખાવા પીવા માટે ખૂબ સતર્ક છું. આ રોગના લક્ષણો જોયા પછી, મને સમજાયું કે, આજે કૃષિમાં, રાસાયણિક ખાતરોનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે. તેનાંથી મને મારા ટેરેસ પર મોટા પાયે બાગકામ કરવા પ્રેરણા આપી."

હવે દર્શાએ, તેના ટેરેસ પર 600 થી વધુ છોડની ખેતી કરે છે. જેમાં કેરી, નારંગી, લીચી, જામફળ, ડ્રેગન ફ્રૂટ, એવોકાડો જેવાં 30 પ્રકારનાં ફળોની સાથે વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ટામેટાં, મરચાં, રીંગણ, ભીંડા, દૂધી, કઠોળ શામેલ છે. આ સિવાય તુલસી, અશ્વગંધા, લીમડા જેવા ઘણા ઔષધીય છોડ પણ છે.

Terrace Gardening

તાલીમ લીધી

તે જણાવે છે, “મને ટેરેસ બાગકામનો કોઈ ખાસ અનુભવ નહોતો. તેથી મેં યુટ્યુબનો આશરો લીધો. આ સમયગાળા દરમિયાન, મને શહેરી વિસ્તારોમાં ઓર્ગેનિક ટેરેસ્ડ બાગકામને પ્રોત્સાહન આપવા 'તેલંગાણા સરકાર'ના પ્રયત્નો વિશે જાણવા મળ્યું. આ અંતર્ગત મેં અનેક તાલીમ શિબિરોમાં ભાગ લીધો હતો." બાગાયત વિભાગના તમામ સંસાધનો એકઠા કરવા માટે બાગાયત વિભાગ દ્વારા સબસિડી આપવામાં આવી હતી.

તેમણે જણાવ્યુ કે, બાગાયત શરૂ કરતા પહેલા, તેમણે તેમની છત આવું કરવાનું સલામત છે ક નહી તેની ખાતરી કરવા માટે એન્જિનિયર સાથે વાત કરી. ત્યારબાદ એન્જીનિયરે તેમને માત્ર વોટરપ્રૂફિંગ કરવાની સલાહ આપી.

Kitchen Gardening

કેવી રીતે બાગકામ કરવું

દર્શા હવે સંપૂર્ણ કાર્બનિક બાગકામ કરે છે. ખાતર તરીકે, તે જીવામૃત, ગાયના કચરામાંથી બનાવેલા પંચગવ્યનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત રસોડાનો કચરો, ઇંડાની છાલ, મસ્ટર્ડ કેક અને 'વર્મી કમ્પોસ્ટ' નો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો, જંતુનાશક દવા તરીકે, તે લીમડાનું તેલ, છાશ, આદુ, લસણ અને મરચાંની પેસ્ટનો ઉપયોગ કરે છે.

Gardening Tips

લોકડાઉન દરમિયાન મળી મોટી રાહત

દર્શા બતાવે છે, “લોકડાઉન દરમિયાન બજારમાં ઘણી અફરા-તફરી ફેલાઈ હતી, અને ફળો અને શાકભાજી ખૂબ મોંઘા વેચતા હતા. વળી, તે સમયે ઘરની બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ, અમારા 'ટેરેસ ગાર્ડન'ને કારણે અમે એકદમ રાહત અનુભવી હતી. આજનાં સંજોગોને જોતાં, દરેકએ શક્ય તેટલું પોતાનાં ફળો અને શાકભાજી ઉગાડવા જોઈએ.”

યુટ્યુબ ચેનલની શરૂઆત

વધુને વધુ લોકોને બાગકામ માટે પ્રોત્સાહિત કરવા માટે, દર્શાએ માર્ચ 2020માં એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી હતી. આજે તેના 71 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 8 લાખથી વધુ દર્શકો છે. આ સિવાય તે તેલંગાણા અને આંધ્રપ્રદેશના અનેક કાર્યક્રમોમાં મહેમાન તરીકે પણ ભાગ લઈ ચૂકી છે.

How to start gardening

ઉપરાષ્ટ્રપતિના હાથે પણ મળ્યું સન્માન

દર્શાને તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા 'બેસ્ટ ટેરેસ ગાર્ડનર એવોર્ડ' પણ અપાયો હતો. ટેરેસ બાગકામના ક્ષેત્રે નોંધપાત્ર કામો કરવા બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બીજા લોકોને પોતાના ઉત્પાદનો વહેંચે છે

તેના ફળો અને શાકભાજી આસપાસના લોકોને વહેંચે છે. તેના બદલે, તે કોઈની પાસેથી પૈસા લેતી નથી. તેણે પોતાના યુટ્યુબના 1000 સબ્સ્ક્રાઇબર્સમાં 'જૈવિક રીતે સંરક્ષિત બીજ' નું વિતરણ પણ કર્યું છે.

શું સલાહ આપે છે

દર્શા 'ટેરેસ ગાર્ડનિંગ' શરૂ કરવા માંગતા, દરેક પાઠકોને સલાહ આપે છે કે છત પર બાગકામ શરૂ કરવા માટે કેટલીક મૂળ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ -

  • વાસણમાં માટી તૈયાર કરવા માટે, 30% કોકોપીટ, 30% ગોબરનું ખાતર અને 40% માટીનો ઉપયોગ કરો. આ છત પર વધુ વજન થશે નહીં.
  • તેમને જંતુઓથી દૂર રાખવા માટે દર 15 દિવસે સ્પ્રે થવું જોઈએ.
  • રાસાયણિક ખાતરો ટાળો.
  • છોડને વધુ સિંચાઈ ન કરવી જોઈએ, આ છોડને નુકસાન પહોંચાડે છે.
  • છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળવા દો.

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

આ પણ વાંચો: #ગાર્ડનગિરીઃ એક્સપર્ટ પાસેથી જાણો, ગાર્ડનિંગ, ખાતર, બીજ અને છોડમાં જીવાતથી બચાવની જાણકારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe