Placeholder canvas

એક સમયે પ્લેગમાં બરબાદ થયેલ સુરતની સિકલ બદલી છે દ્રઢ નિશ્ચયી આઈએએસ ઓફિસરે

એક સમયે પ્લેગમાં બરબાદ થયેલ સુરતની સિકલ બદલી છે દ્રઢ નિશ્ચયી આઈએએસ ઓફિસરે

1994 માં પ્લેગના કારણે લોકો બિસ્તરા-પોટલાં બાંધી ભાગ્યા હતા સુરતમાંથી, આ કમિશ્નરના કારણે આજે ફરીથી બેઠું થયું અને બન્યું સ્વચ્છ-સુંદર શહેર

વર્ષ 1994 ના સપ્ટેમ્બરના બીજા ભાગમાં ગુજરાતના કાપડ અને હીરા ઉદ્યોગનું કેન્દ્ર એવું સુરતમાં કઈંક એવું થયું કે, જેને લોકો આજદિન સુધી ભૂલી નથી શક્યા. દેશભરના પ્રવાસી મજૂરોને આકર્ષિત કરતું આ શહેર અચાનક પ્લેગમાં સપડાયું. પ્લેગ એ ફેફસાંમાં લાગતો ગંભીર ચેપ છે, જે હવા દ્વારા ફેલાય છે.

માયો ક્લિનિક એક્સપ્લેનર ના જણાવ્યા અનુસાર, “આ ખાસ પ્રકારનો બેક્ટેરિયા ભૂતકાળમાં સંક્રમિત ઉંદરો કે અન્ય પ્રાણીઓને કરડેલ ચાંચડ માણસોને કરડતાં ફેલાય છે.” જોકે સરકાર દ્વારા નિયુક્ત તપાસ સમિતિના નિરીક્ષણમાં એવું તારવવામાં આવ્યું હતું કે, એક વર્ષ પહેલાં મહારાષ્ટ્રના લાતુરમાં આવેલ ભૂકંપના કારણે થયેલ પર્યાવરણીય વિક્ષેપ ()આનો મુખ્ય સ્ત્રોત હતો અને તેના ફેલાવા માટે સુરતમાં અનુકૂળ પરિસ્થિતિઓ પણ મળી રહી.

સપ્ટેમ્બર 1994 સુધીમાં શહેરનો માત્ર ત્રીજો ભાગ પીવાના પાણીની પાઈપો અને ભૂગર્ભ ગટર તેમજ કચરો એકત્રિત કરવાની સિસ્ટમથી આવરી લેવામાં આવ્યો હતો.

ભારે વરસાદ, પૂર, કચરાના ઢગલા, મરેલા ઉંદરોનાં શબ્દ અને શહેરમાં મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ પ્રત્યેની જાગૃતિ ન હોવાના કારણે આ શહેરમાં પહેલાંથી જ ઘણા રોગો પગ પસેરો કરી ચૂક્યા હતા. ડેન્ગ્યૂ, મલેરિયા અને કોલેરા જેવા રોગોના કારણે પહેલાંથી જ દર વર્ષે સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થતાં હતાં. જેની સૌથી વધુ અસર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને થતી હતી.

મૄત્યુઆંક 56 પહોંચી ગયો હોવા છતાં ખૂબજ ભયભીત થઈ ગયેલ શહેરીજનો હજી એન્ટિબાયોટિક પર જ નિર્ભર હતા, જેનો ઉપયોગ વિવિધ પ્રકારના ચેપ અને પાણીની સફાઈ માટે કરવામાં આવે છે.

એક અંદાજ મુજબ, લગભગ 60% લોકો ડરના કારણે શહેર છોડી ચૂક્યા હતા. એક સમયે વ્યવસાયિક હબ તરીકે જાણીતા શહેરવાસીઓ ત્યાંથી ભાગવા લાગ્યા અને આ રોગના ફેલાવા અંગેની અફવાઓના કારણે ચારેય તરફ ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

SR Rav
SR Rao (image courtesy YouTube)

જોકે આ ઘટનાના બે વર્ષ બાદ, ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્કિટેક્ચરલ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) એ સુરતને ચંડીગઢ બાદ સુરતને ભારતનું બીજા સ્વચ્છ શહેર તરીકે જાહેર કર્યું.

સવાલ એ છે કે, આટલું ઝડપથી આ કેવી રીતે શક્ય બન્યું? ઈન્ડિયન એડમિનિસ્ટેટિવ સર્વિસની 1978 ની બેચના સુર્યદેવરા રામચંદ્ર રાવની અહીં 1995 માં શહેરના મ્યૂનિસિપલ કમિશ્નર તરીકે નિમણૂક થઈ, જેમને લોકો પ્રેમથી ‘રાવ સાહેબ’ તરીકે ઓળખે છે.

એક જ વ્યક્તિએ શહેરને કેવી રીતે બદલ્યું, લોકોની વિચારસરણી કેવી રીતે બદલી અને શહેરમાં કેવી રીતે અર્બન ગવર્નન્સમાં ફેરવ્યું એ ખરેખર રસપ્રદ સફર છે.

3 મે 1995 ના રોજ પદ સંભાળ્યું ત્યારથી રાવ પર સતત દબાણ હતું. 1996 માં આઉટલુક મેગેઝિન સાથે વાત કરતાં, તેમણે કહ્યું હતું, “સાચું કહું તો આ પોસ્ટિંગ એ એક પ્રકારના આપઘાત બરાબર જ હતું. મારી પાસે એક નાનકડો વિકલ્પ બચ્યો હતો અને તે હતો યુદ્ધના ધોરણે સફાઈ કરવાનો.” આ ઉપરાંત કોઈ નાનપણ રોગચાળો શરૂઆતમાં જ ડામવાનો હતો, જેથી ભૂતકાળનું પુનરાવર્તન ન થાય. અને ક્યાંય જરા પણ સંકેત દેખાય તો તાત્કાલિક પગલાં લેવાં પડતાં હતાં.

સૌથી પહેલું કામ તેમણે સુરતના રહેવાસીઓમાં ફરીથી મ્યૂનિસિપલ કૉર્પોરેશનમાં વિશ્વાસ ઊભો કરવાનું કર્યું. આના માટે તેમણે સૌથી પહેલું ઓપરેશન શરૂ કર્યું ‘એસી ટુ ડીસી’, એટલે કે એટલે કે, તેમના ઓફિસર્સ એસી (air-conditioned (AC)) ઓફિસોમાંથી બહાર નીકળે અને (daily chores (DC)) રોજિંદાં કાર્યો પર જાતે ધ્યાન આપે. રોજ સવારે 7 વાગે સુરતના બધા જ 6 ઝોનના ઓફિસર્સે શહેરની ગલીઓમાં જાતે ફરીને સફાઈ કામદારોના કાર્યને જાતે જ તપાસવાનું.

આ બાબતે આઉટલુક સાથે વાત કરતાં રાવે કહ્યું હતું, “આના કારણે જ મારા સહકર્મીઓને શહેરની વાસ્તવિકતા જાણવા મળી. સફાઈ કામદાર કોઈ કરોડપતીને કચરો છૂપાવવા આડી મૂકેલ કાર અટાવવાનું કે, રસ્તામાં વધેલ કચરો ફેંકરા હોટેલ માલીકને કઈં કહી ન શકે.”

બીજું મહત્વનું કામ હતું ગેરકાયદેસર કામો અને ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવાનું. મોટાભાગનાં કાયદેસર બાંધકામોમાં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું, કારણકે શ્રીમંતોને નાગરિક ધોરણો પ્રત્યે કોઈ માન નહોંતુ અને તેઓ ઝડપથી વિકાસ કરવા ઈચ્છતા હતા.

બનાવ્યા કડક નિયમો

કડક નિયમોનું પાલન કરતાં, આ બધાં જ ગેરાકાયદેસર દબાણને નોટિસ પાઠવ્યા બાદ તેના પર પગલાં ભરવામાં આવ્યાં. તેમના પોતાના જીવન પર જોખમ, સ્થાનિક રાજકારણીઓના દબાણ અને સરકારના દબાણ છતાં આંધ્રપ્રદેશના વિજયવાડાના સાયન્સ ગ્રેજ્યુએટ તેમના ધ્યેય અને ઉદ્દેશ્ય પરથી જરા પણ હલ્યા નહીં. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, સૌથી પહેલું ગેરકાયદેસર દબાણ તેમણે હટાવ્યું એ ત્યાંના શક્તિશાળી સ્થાનિક ધારાસભ્યનું જ હતું અને તેમના સશસ્ત્ર સાથીઓ તેમને ઘેરી પણ વળ્યા હતા.

આના પછી શું થવાનું હતું તેના માટે એક ઉદાહરણ ઊભું થયું આનાથી.
બીજા મહત્વના પગલામાં તેમણે તેમના જ ઓફિસરોને 1 લાખ મ્યૂનિસિપલ ટેક્સ ભરવાનું કહ્યું, જેમને અહીં આવાસ મળે છે. આશ્ચર્યજનક રીતે એ વર્ષે કર વસૂલાતની બાબતમાં શહેર આખા રાજ્યમાં પહેલા ક્રમે આવ્યું. વેરા વસૂલીની પ્રક્રિયાને કડક કરવાથી શહેરની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો, જેનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કરવામાં આવ્યો.

વર્ષોથી નિયમોનું ઉલ્લંઘન કરતા શ્રીમંતોને નિશાન બનાવવાથી નાની દુકાનો, રહેણાંક આવાસો અને સાથે-સાથે મંદિર અને મસ્જિદ જેવાં ધાર્મિક સ્થાનોએ પણ તેનું પાલન કરવાનું શરૂ કર્યું.

તેઓ બાહુ જલદી ગેરકાયદેસર દબાણો હટાવવા તૈયાર થઈ ગયા અને પ્રશાસનને આના માટે મંજૂરી આપી દીધી, જેથી રસ્તાઓ પહોળા કરી શકાયા અને જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો કરવામાં સફળતા મળી. તેમણે કૉન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સ માટે એક નવો નિયમ બનાવ્યો. જો પ્રોજેક્ટ મંજૂર કરાય તેના છ મહિનામાં બાંધકામ પૂર્ણ કરવામાં ન આવે તો લેખિતમાં વિસ્તૃતમાં અરજી કરવી પડશે, તેનું કારણ દર્શાવવા માટે.

કૉન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સને લેખિતમાં અરજી આપવાની જગ્યાએ 6 મહિનામાં બાંધકામ પૂર્ણ કરવાનું વધારે સરળ લાગ્યું. કામના આયોજનથી લઈને બાંધકામ વચ્ચેનો સમય ટૂંકાવવાથી ભ્રષ્ટાચારના અવકાશમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો. મ્યૂનિસિપલ કોર્પોરેશનના જે પ્રોજેક્ટ્સ પૂરા થવામાં પહેલાં વર્ષો થતા અને બહુ ખર્ચ થતો, તે પણ રાવના આ નિયમોથી ઝડપી પૂરા થવા લાગ્યા અને ખર્ચ પણ ઘટવા લાગ્યો.

જેના કારણે ભ્રષ્ટાચારમાં થયો નોંધપાત્ર ઘટાડો
બ્રિજ બનાવવા જેવા કેપિટલ ઈન્સેન્સિવ પ્રોજેક્ટની ડેડલાઈન અડધી થઈ ગઈ. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા બીજુ કામ, ખુલ્લી ગટરોને ઢાંકવાનું, ઝૂંપડપટી, બઝારોમાં પે એન્ડ યૂઝ ટૉયલેટ્સ બનાવવાનું કરવામાં આવ્યું, અને ખુલ્લામાં શૌચ કરનારને ભારે દંડ ફટકારવાનો શરૂ કરવામાં આવ્યો. દરરોજ નવા પ્લાન્સની સાથે-સાથે તેઓ ચાલી રહેલ કામનો રિપોર્ટ પણ લેતા.

Surat
Surat

શહેરમાં સુધારો આવવા લાગ્યો

રહેવાસીઓને પણ હવે એમ લાગવા લાગ્યું હતું કે, તેઓ તેમનાં ગમતાં કામ નથી કરતા. જોકે સ્થાનિક મીડિયા દ્વારા બહુ સારો સહકાર મળવા લાગ્યો હતો. તેઓ આ આઈએએસ ઓફિસરનાં કાર્યો અંગે સ્થાનિક લોકોને જાગૃત કરવા લાગ્યા.

મ્યૂનિસિપલ કોર્પોરેશનના કાર્યો સાથે જે ઓફિસર્સ કામ કરી શકે તેમ નહોતા તેમણે રાજીનામાં આપી દીધાં, જેના કારણે ભ્રષ્ટાચાર ઘટાડવામાં મદદ મળી. આ સમયે કોર્પોરેશન દ્વારા વરિષ્ઠ અધિકારીઓથી લઈને સફાઈ કર્મીઓ સુધીના 1200 કર્મચારીઓ પર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, “લોકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું કે, જો કોઈ સ્થળેથો કચરો લેવાની ના પાડવામાં આવે તો, વહિવટી તંત્રની આ બેદરકારીની તાત્કાલિક જાણ જરવામાં આવે. જે સુપરવાઈઝર્સ 24 કલાકમાં તેનું નિરાકરણ ન લાવી શકે, તેમના પર ચાર્જશીટ દાખલ કરવામાં આવતી. જેના અંતર્ગત લગભગ 35,000 લોકોએ ફરિયાદ નોંધાવી હતી.”

1996 માં આઉટલુક ના જણાવ્યા અનુસાર, “ગટરોને સાફ કરી તેને ઢાંકી દેવામાં આવી છે. રસ્તાઓ અને શેરીઓને સાફ કરી પહોળી કરવામાં આવી છે. કે સમયે કાળા ધુમાડાથી ખદબદતા સુરત શહેરને રાવે કચરા મુક્ત કર્યું. ઝૂંપડપટ્ટીમાં પે-એન્ડ-યૂઝ ટોઈલેટનો ઉપયોગ થવા લાગ્યો, પર્યાવરણ શુદ્ધ થવા લાગ્યું. દરેક દુકાન માટે કચરાપેટી રાખવી ફરજિયાત થઈ ગઈ અને જે પણ તેનો ભંગ કરે તેની પાસેથી દંડ વસૂલાવા લાગ્યો.”

આ બધું જ રાવ સાહેબની કાર્યપ્રણાલીના કારણે જ શક્ય બન્યું હતું. સિટીઝન મેટર્સ સાથેની વાતચીતમાં રાવ સાહેબના પૂર્વ સાથી અશ્વિન મહેતાએ જણાવ્યું હતું કે, કેવી રીતે આખુ વહિવટી તંત્ર કમિશ્નર પર આધારિત બની ગયું હતું.

આ અંગે તેમણે કહ્યું, “પરંતુ રાવ પછી પણ એક સિસ્ટમ ગોઠવવામાં આવી હતી અને દરેક નવા અધિકારીએ તેનું પાલન કરવું પડ્યું. રાવે સૌથી મહત્વનું કામ કર્યું હતું તે એ હતું કે, લોકોને વિશ્વાસ આવે કે, મ્યૂનિસિપલ કોર્પોરેશન છે અને તે તેમના હિતમાં કામ કરે છે. ફરિયાદ નિવારણ સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી. જેમાં જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી અને ફરિયાદ પ્રમાણે લક્ષ્યો નક્કી કરવામાં આવ્યાં હતાં. દાખલા તરીકે, સ્વચ્છતાની ફતિયાદ હોય તો, તેની જવાબદારી મુખ્ય સ્વચ્છતા તિરીક્ષકની હતી. ત્યારબાદ ફરિયાદ બોર્ડ બનાવવામાં આવ્યું, જ્યાં નાગરિકો તેમના મુદ્દાની જાણ નાગરિક કેન્દ્રમાં કરશે અને તેના સંબંધિત અધિકારીને તેની જાણ કરવામાં આવશે. તેની એક નકલ ફરિયાદીને પણ આપવામાં આવશે.”

8 ડિસેમ્બર, 1997 ના રોજ રાવનો મ્યૂનિસિપલ કમિશ્નર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો, પરંતુ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ ઘન કચરાના વ્યવસ્થાપનનો પ્રોજેક્ટ 2004 માં પૂર્ણ થયો. નિષ્ણાતોએ દલીલો પણ કરી હતી કે, આ પગલાં સમય પહેલાં કેવી રીતે લેવામાં આવ્યાં હતાં.

જોકે કેટલાક એવા પણ વિવેચકો હતા, જેમને લાગ્યું હતું કે, તેમણે પોતાનાં લક્ષ્યો પૂર્ણ કરવા માટે બહુ મહત્વનાં કાર્યો કર્યાં હતાં. અગાઉ ટાંકવામાં આવેલ ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, “મ્યૂનિસિપલ કોર્પેરેશન દ્વારા જ્યારે કચરો ફેલાવવા બદલ દંડ લેવામાં આવતો ત્યારે રાવ વિરૂદ્ધ કાયદાના દુરૂપયોગ કરવામાં આવે છે તેમ પણ લોકો કહેવા લાગ્યા હતા.”

છતાં તેમણે જે વારસો પાછળ છોડ્યો છે, તે એકદમ નિર્વિવાદ છે. સ્વચ્છ સર્વેક્ષણ દ્વારા પ્રકાશિત રેન્કિંગ અનુસાર, ઑગષ્ટ 2020 માં છપાયેલ રિપોર્ટ અનુસાર, સુરત મધ્યપ્રદેશના ઈન્દોર પછી ભારતનું બીજા નંબરનું સૌથી સુંદર શહેર છે. હા જોકે, સુરત મ્યૂનિસિપલ કમિશ્નર તરીકે પદ્મશ્રી અવોર્ડ વિજેતાના કાર્યકાળને લગભગ 24 વર્ષ વીતી ગતાં છે, પરંતુ આજે પણ તેમના દ્વારા બનાવેલ સિસ્ટમનું પાલન કરવામાં આવે છે અને આખા દેશમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.

મૂળ લેખ: RINCHEN NORBU WANGCHUK

આ પણ વાંચો: ધમકીઓથી ડર્યા વગર, મહિલા વન અધિકારીએ રોકી પેંગોલિનની તસ્કરી, UNમાંથી મળ્યુ સમ્માન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X