શું તમે ક્યારેય વિચાર્યું છે કે વીજળી અને ગેસ ન હોય તો શું થાય? વિચારો કે બંને વગર આપણી જિંદગી કેવી હોય? હકીકતમાં આપણે હવે આ વસ્તુઓ પર આશ્રિત થઈ ગયા છીએ. આ તમામ વસ્તુઓ વગર જિંદગીની કલ્પના પણ ન કરી શકાય. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિની કહાની જણાવી રહ્યા છીએ, જેમએ એક એવો સ્ટવ તૈયાર કર્યો છે, જેના પર તમે ખાવાનું તો બનાવી જ શકો છો પરંતુ આ સ્ટવમાં ઇન-બિલ્ટ ઓવન પર છે અને તેમાં પાણી ગરમ કરવાનું હિટર પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ વસ્તુ માટે વીજળી કે ગેસની પણ જરૂર નથી પડતી.
આ કહાની કેરળના અર્નાકુલમમાં રહેતા 57 વર્ષીય અબ્દુલ કરીમની છે. અબ્દુલે ધ બેટર ઇન્ડિાયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “પરંપરાગત ચૂલા હાલ પણ બજારમાં મળે છે પરંતુ ધૂમાડાની સમસ્યાને કારણે લોકો તેનો ઉપયોગ કરતા નથી. આથી જ મેં મારા ‘રૉકેટ સ્ટવ’ પર કામ શરૂ કર્યું હતું.”
કરીમે માર્ચ 2020માં એક અનોખો સ્ટવ તૈયાર કર્યો હતો, જેના પર ન ફક્ત ખાવાનું બની શકે છે પરંતુ તેમાં ઇન-બિલ્ટ ઓવન છે અને પાણી ગરમ કરવા માટે હિટર પણ છે. આ સ્ટવને લાકડા ઉપરાંત નકામા કાગળ અને નારિયેળના છોતરા પણ ઉપયોગમાં લઈ શકાય છે.

આ રૉકેટ સ્ટવ વર્ષ 1850ની આસપાસ બનાવવામાં આવેલા બ્રિટિશ સ્ટવના આઇડિયામાંથી પ્રેરિત છે. તેઓ કહે છે કે, “બ્રિટિશ વર્ઝનમાં એક ઇન્સુલેટેડ વર્ટીકલ ચિમની હોય છે. મેં આ કોડેકનાલ અને મુન્નારમાં અનેક હોટલોમાં જોઈ છે.”
તેમણે પોતાના સ્ટવ પર કામ શરૂ કરતા પહેલા બ્રિટિશ સ્ટવ અંગે તમામ માહિતી એકઠી કરી હતી. તેઓ કહે છે કે, “કોચ્ચીમાં મારી એક કંપની છે. અહીં અમે છેલ્લા 40 વર્ષથી બોઇલર અને ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ તૈયાર કરીએ છીએ. સતત રિસર્ચ કરીને પાંચ કર્મચારીની મદદથી મેં સ્ટવનું નવું મૉડલ તૈયાર કર્યું છે.”

કરીમે સ્ટવને બનાવવા માટે ચાર મિમી માઇલ્ડ સ્ટીલ શીટ અને તેના ઓવનને બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલની શીટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેની બનાવવાનુ તમામ મટીરિયલ તેમણે પોતાની કંપનીમાંથી લીધું હતું, જે બજારમાં પણ ઉપલબ્ધ છે. આ અંગે તેમણે જણાવ્યું કે, “સ્ટવ બની ગયા બાદ અમે અમારા ઘરની પાસે પરીક્ષણ કર્યું હતું. આગ માટે લાકડાનો ઉપયોગ કર્યો અને કૂકિંગ સ્ટવ પર ચોખા બનાવ્યા હતા. ઓવનમાં ચિકન બનાવ્યું સાથે જ હીટરમાં પણી પણ ગરમ કર્યું હતું. મને આનંદ છે કે આ સ્ટવ એવી રીતે જ કામ કરે છે જેવું મેં વિચાર્યું હતું. બાદમાં મને આસપાસમાં રહેતા લોકો પાસેથી ઓર્ડર મળવા લાગ્યો હતો. જે બાદમાં મેં મારી કંપનીના કર્મચારીઓની મદદથી ‘રૉકેટ સ્ટવ’નું પ્રૉડક્શન શરૂ કર્યું હતું.”
આ સ્ટવમાં કૂકિંગ સ્ટવ, ઓવન અને વોટર હિટરમાંથી ધૂમાડાને બહાર નીકળવા માટે એક પાઈપ છે. અબ્દુલ કહે છે કે તેની આ પ્રોડક્ટ ફક્ત એક વખતનું રોકાણ છે. “અનેક પ્રોડક્ટ તમને એક બે વર્ષની ગેરંટી સાથે મળે છે પરંતુ અમે તમને લાઇફ-ટાઇમ ગેરંટી આપીએ છીએ.”
તેમના પ્રમાણે લોકો કોઈ પણ પ્રકારના સૂકા કચરાનો ઉપયોગ કરી શકે છે જે હાનિકારક ન હોય. તમામ પ્રકારના વાસણા તમે આ ચૂલા પર મૂકી શકો છો.
અબ્દુલના આ સ્ટવના ચાર મોડલ ઉપલબ્ધ છે. જેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. જેના પ્રીમિયમ મૉડલની કિંમત 20,000 રૂપિયા છે અને તેનું વજન 60 કિલોગ્રામ છે. રેગ્યુલર મૉડલમાં કુકિંગ અને ગ્રિલિંગ માટે બે વિકલ્પ છે. આ મૉડલની કિંમત સાડા છ હજારા રૂપિયા અને તેનું વજન 35 કિલોગ્રામ છે. બેઝિક મોડલની કિંમત પાંચ હજાર રૂપિયા અને તેનું વજન 30 કિલોગ્રામ છે.

અબ્દુલ પાસે એક વધુ મૉડલ પણ છે, જે ટૂર પેકેજ મૉડલ છે. આ પોર્ટેબલ સ્ટવની કિંમત 7,000 રૂપિયા છે, જેનું વજન 20 કિલોગ્રામ છે.
અબ્દુલનો આ રૉકેટ સ્ટવ લૉંચ કરતા પહેલા અનેક પરીક્ષણમાંથી પસાર થયો છે. તેઓ કહે છે કે છેલ્લા છ મહિનામાં તેમણે અનેક ક્વૉલિટી ટેસ્ટ કર્યા છે, જેનાથી તે સુરક્ષાના તમામ માપદંડમાં ખરો ઉતરે. હાલ તેમને ફક્ત કેરળમાંથી ઓર્ડર મળ્યા છે પરંતુ તેમની ઇચ્છા તેનું મોટા સ્તર પર પ્રોડક્શન કરવાનું છે.
અબ્દુલને હાલ સ્ટવ માટે 100થી વધારે ઓર્ડર મળ્યા છે. અંતમાં તેઓ કહે છે કે તેઓ કેરળ બહાર પણ સ્ટવની ડિલીવરી કરવા માટે સક્ષમ છે. જો તમે પણ સ્ટવ મંગાવવા માંગો છો તો 9562402265 પર કૉલ કરી શકો છો.
આ પણ વાંચો: 9 પાસ ગુજરાતી ખેડૂતની શોધ: માત્ર 10 રૂપિયામાં બનાવ્યાં ઈકો-ફ્રેન્ડલી છાણનાં કૂંડાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.