મહેસાણાના વિનાયકપુરાના કાનજીબાપા 78 વર્ષની વયે પણ ગામનાં બધાં જ અનાથ વૄક્ષોના નાથ બન્યા છે. તો ઘરની આસપાસ અને ગામમાં જ્યાં પણ જગ્યા મળે ફળાઉ વૃક્ષો અને શાકભાજી વાવે છે, જેથી ગામ આખાને મળે તાજાં ફળ-શાકભાજી.
અબોલ જીવોની પીડા જોઈ પાલનપુરના આ ડૉક્ટરે શરૂ કર્યું ફ્રી ક્લિનિક. શેરીએ-શેરીએ ફરી કરે છે તેમની સારવાર. તો પ્રાણીઓ માટે આખા શહેરમાં કર્યું ફ્રી રસીકરણ અભિયાન પણ.
આજના જમાનામાં અજાયબી લાગે તેવી એક દુકાન છે છોટાઉદેપુરના કેવડી ગામમાં. છેલ્લા 30 વર્ષથી અહીં ક્યારેય તાળુ જ નથી વાગ્યું, 24 કલાક રહે છે ખુલ્લી. ગ્રાહકો જાતેજ જોઈતી વસ્તુ લઈને ગલ્લામાં પૈસા પણ મૂકી દે છે.
40 વર્ષ સુધી નાગરિક સંરક્ષણ કચેરીમાં સેવા બદલ ભુજના આ સજ્જનને મળ્યો છે રાષ્ટ્રપતિ અવોર્ડ. આ ઉપરાંત 45 વર્ષથી લોકોને મફતમાં આપે છે સંસ્કૃત શિક્ષણ. સમસ્યા કોઈ પણ હોય, સેવા માટે હંમેશાં તૈયાર
અમદાવાદમાં મહિને 10 લાખ કમાતા આ ડૉક્ટરે કોરોનાના કારણે ગામડાંની દયનિય સ્થિતિ જોઈ વતનમાં ખોલ્યું મફત કોવિડ કેર સેન્ટર, જીવનભરની બચત ખર્ચી બનાવેલ આ ઑક્સિજન સાથેની આ હોસ્પિટલમાં બધી જ સેવાઓ આપવામાં આવે છે મફત.
આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં 28 વર્ષીય ડૉ. નૂરી પરવીન, જરૂરિયાતમંદ અને ગરીબ લોકો માટે ક્લિનિક ચલાવે છે, જ્યાં તે માત્ર 10 રૂપિયામાં દરદીઓનો ઈલાજ કરે છે.
સતત વધી રહેલ કોરોના સંક્રમણમાં કોઈ પાસે ઊભું રહેવા પણ તૈયાર નથી હોતું ત્યાં અમદાવાદના આ વ્યાપારી રોજના લગભગ 1200 કોરોના પેશન્ટ અને કૉરન્ટાઈન લોકોને ઘરે-ઘરે જઈને પહોંચાડે છે ટિફિન