આજે જ્યારે અમુક લોકો પોતાના સગા મા બાપની સેવા કરવા માટે પણ પાછા પડતા હોય છે ત્યારે સુરતનું આ દંપતી છેલ્લા સાડા ત્રણ વર્ષથી સાચવી રહ્યું છે 30 જેટલા ઘરડા લોકોને કે જેઓને આ દુનિયામાં સાચવવાવાળું કોઈ જ નથી.
આજે પણ દેવગઢબારીયા જેવા આદિવાસી વિસ્તારોમાં ઘણા એવા લોકો છે, જેમને જમવામાં દાળ-ભાત-શાક-રોટલી મળી જાય તો સોનાનો સૂરજ ઊગ્યો ગણાય, આવા લોકોને 9 વર્ષથી મફતમાં ફુલ થાળી ખવડાવે છે 66 વર્ષના નિકુંજદાદા.
પોતાની કમજોરીને તાકાતમાં બદલી 40 દિવ્યાંગ બાળાઓને તેમની બહેનની મદદથી એકલા હાથે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા સાંભળ લઇ રહ્યા છે નીલમ બહેન. બાળાઓને નવડાવવાનું, જમાડવાનું, ભણાવવાનું બધાં જ કામ કરે છે જાતે.
વડોદરાના દિનેશભાઈ છેલ્લા ચાર વર્ષથી સયાજી હોસ્પિટલની બહાર રોજ 150 દરદીઓને જમાડે છે. લાંબી બીમારી બાદ મૃત્યુ પામનાર પત્નીની છેલ્લી ઇચ્છાને માન રાખી શરૂ કર્યું સેવા કેન્દ્ર.
પોતાના ઘરના બાંધકામ વખતે કૂતરાં આવીને આશરો લેતાં એ જોઈ તેમના માટે શેલ્ટર બનાવડાવ્યું અને રોજ તેમને ખવડાવવાનું શરૂ કર્યું. આજે રોજનાં 40-50 કૂતરાંને ખવડાવે છે. દર મહિને ખર્ચે છે 6000 રૂપિયા.