8 વર્ષના વિદેશના અનુભવોના આધારે સુરભીબેને ડિઝાઇન કરી ખાસ બેગ, જે દેખાવમાં તો ટ્રેન્ડી અને સ્ટાઇલિશ છે જ, સાથે-સાથે તેમાં અલગ-અલગ શાકભાજી પણ સરસ ગોઠવાઈ જાય છે. તેમના આ અભિયાનથી રોજગારી મળી જરૂરિયાતમંદ એડ્સ પીડિત મહિલાઓને.
રાજકોટની એક એવી હોટેલ જ્યાંથી વરસાદનું ટીંપુ પણ નથી જતું વેસ્ટ, તો રસોડા અને રૂમ માટે વપરાય છે સોલર વૉટર હીટર. હોટેલમાં વપરાયેલા પાણીને પણ રિસાયકલ કરીને વાપરવામાં આવે છે સફાઈકામ માટે અને હરિયાળી માટે વાવવામાં આવ્યા છે શક્ય એટલા વધારે છોડ. પાણીનો બગાડ અટકાવવા મહેમાનોને આપે છે અડધો ગ્લાસ પાણી, આવી અનેક પહેલ છે, જેનાથી બચાવી શકાય છે પર્યાવરણને.
બનેવીનાં મોત પછી લોક સેવાની તલપ જાગી, રાહત યુનિટી દવાખાનું શરૂ કર્યું, દર્દીને માત્ર 20 રૂપિયામાં દવા આપે છે, લેબોરેટરી ટેસ્ટનો બજાર કિંમત કરતાં 40% ઓછા ભાવ લે છે
ભુજના માત્ર સાતમું ધોરણ ભણેલ વેલજીભાઈ બન્યા ગુજરાતના પહેલા ખારેકમાંથી ગોળ બનાવતા ખેડૂત. આજે તેઓ 'ભૂડીયા' બ્રાન્ડ અંતર્ગત 42 પ્રકારના અલગ-અલગ રસાયણ રહિત જ્યૂસ અને શેક જાતે જ બનાવીને વેચે છે અને 30 પરિવારોને રોજગારી પૂરી પાડે છે.