Powered by

Latest Stories

HomeTags List Gujarat

Gujarat

કેરીના રસિયાઓને આખુ વર્ષ રસ ખવડાવે છે, જમીન માત્ર દોઢ વિઘો, છતાં અન્ય મહિલાઓને પણ આપે છે રોજગારી

By Nisha Jansari

જમીન માત્ર દોઢ વિઘો, છતાં પોતાની સાથે 10 મહિલાઓને રોજગારી આપે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા. ઉનાળામાં કેરીના રસને પ્રોસેસ કરી આખુ વર્ષ વેચે છે તો શિયાળામાં ચિભડાંનું અથાણું બનાવે છે. આખા ગુજરાત માટે પ્રેરણા સમાન છે અલ્પનાબેન.

1 બોટલના 10 રૂપિયા આપી ભેગી કરી 31,000+ બોટલ્સ અને ભાવનગરમાં બનાવ્યો ઈકો બ્રિક્સ પાર્ક

By Vivek

પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે લોકોને એક બોટલના 10 રૂપિયા આપી ભેગી કરી 31,000 કરતામ વધુ નકામી બોટલો. જેમાં ભરવામાં આવી પ્લાસ્ટિકની ઝભલા કોથળીઓ અને તૈયાર કરવામામ આવ્યા મજબૂત ઈકો બ્રિક્સ. આ બ્રિક્સમાંથી બનાવ્યો ઈકો બ્રિક્સ પાર્ક, જેમાંથી પ્રેરણા લેવી જોઈએ સૌએ.

જ્યાં એક ઝાડ પણ નહોંતું એ શાળામાં આજે છે 2000 વૃક્ષો સાથે આખુ નંદનવન, જોતાં જ મન મોહી જાય

By Nisha Jansari

પ્રવેશતાં જ નંદનવન જેવો અનુભવ થાય તેવી છે ગુજરાતની આ સરકારી શાળા, બાળકો કરતાં વધારે છે અહીં વૃક્ષો. આચાર્ય અને શિક્ષકોની અથાગ મહેનતથી અહીં છે 2000 વૃક્ષોની સાથે ઔષધીવન, બાળકોના ભોજન માટે કિચન ગાર્ડન, શબરીની ઝૂંપડી અને પંપા સરોવર. ગામમાં ભંગાર તરીકે ફેંકાતી વસ્તુઓ લઈ આવે છે અને સજાવીને શાળાને બનાવી દીધી ખૂબજ સુંદર. અત્યારે ગણાય છે ગુજરાતની ટોપ 5 શાળામાંની એક.

ડાંગની 10 મહિલાઓએ બચત ભેગી કરી શરૂ કરી રાગી પ્રોડક્ટ્સની બેકરી, આજે બની ગઈ બ્રાન્ડ

By Harsh

આદિવાસી જિલ્લામાં જ્યાં શિક્ષણ પણ બહુ ઓછું છે ત્યાં 10 મહિલાઓએ પોતાની નાની-નાની બચત ભેગી કરી શરૂ કરી 'અપના બેકરી'. આજે 4 વર્ષની મહેનત બાદ ઓળખાય છે ‘બેકરી સિસ્ટર્સ’ના નામે. ક્યારેય કોઈને ટપાલ પણ લખી નહોંતી એ મહિલાઓ આજે કૂરિયરથી ગ્રાહકોને મોકલે છે પ્રોડક્ટ્સ.

ખેડૂતનો આવિષ્કારઃ ચંપાના બીજમાંથી તેલ કાઢી તેનાથી જ ખેતરમાં ચલાવે છે મોટર પંપ!

By Vivek

જો કોઈ ખેડૂતના ખેતરમાં સુલ્તાન ચંપાના બે ઝાડ હોય તો, તે તેમનો ડીઝલનો ખર્ચ ઓછો કરી શકે છે.

અમદાવાદની અનોખી સાડી લાઈબ્રેરી, 3000 થી 23 હજાર સુધીની સાડીઓનો નિશુલ્ક, 800+ મહિલાઓએ લીધો લાભ

By Vivek

અમદાવાદમાં બનાવવામાં આવી છે અનોખી સાડી લાઈબ્રેરી. જ્યાં ગુજરાત અને અમેરિકાની શ્રીમંત મહિલાઓ પ્રસંગોમાં એકાદવાર પહેરેલી સાડીઓ દાનમાં આપેછે. અને અહીંથી દરેક જરૂરિયાતમંદ મહિલા મફતમાં પ્રસંગમાં પહેરવા માટે સાડી લઈ જઈ શકે છે.

સમય આવી ગયો સૌરાષ્ટ્રની જાણીતી ભાજી 'વાછેટી'નો, જાણો કેવી રીતે ઊગે છે અને બનાવાય છે તેને

By Nisha Jansari

માત્ર ચોમાસામાં ગીરનાં જંગલોમાં દેખા દેતી આ ભાજી હોય છે ખૂબજ સ્વાદિષ્ટ, જાણો તેને ઉગાડવાની & બનાવવાની રીત

કોરોનાકાળની આર્થિક કટોકટોટીમાં વધેલી વાનગીઓમાંથી આ સ્વાદિષ્ટ વ્યંજનો

By Nisha Jansari

કોરોનાકાળના કારણે આપણે બધાંએ બે વાર લૉકડાઉનનો સામનો કર્યો છે. જેના કારણે ઘણા પરિવારોને આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો છે ત્યાં આ રેસિપિઝ વાંચ્યા બાદ તમારે વધેલ વાનગીઓ નહીં ફેંકવી પડે ડસ્ટબીનમાં. બચાવ થશે અનાજ અને પૈસા બંનેનો.

નોકરીની સાથે શરૂ કર્યો ધંધો, બેરલ-ટાયરથી બનાવે છે 'ઍન્ટિક ફર્નિચર', કમાણી પહોંચી પગાર કરતાં પણ વધુ

By Kaushik Rathod

29 વર્ષીય યુવાને શરૂ કર્યું 'સ્ટાર્ટઅપ', બેરલ-ટાયરમાંથી 'ઍન્ટિક ફર્નિચર' બનાવી કમાય છે લાખો રૂપિયા!

મગફળીનું ઓછું ઉત્પાદન થતાં નુકસાન થયું, રાજકોટના ખેડૂતે ઓર્ગેનિક ચિક્કી બનાવી કમાણી કરી બમણી

By Vivek

ખીમજીભાઈએ આપત્તિને અવસરમાં પલટી, મગફળીનું ઓછું ઉત્પાદન થતાં ઓર્ગેનિક ચિક્કી બનાવી વેચી, બે મહિનામાં કરી નુકસાનની ભરપાઈ