રણ પ્રદેશમાં પણ હરિયાળીનો અનુભવ કરાવતા તેમના ઘરમાં આનંદથી ખીલી ઊઠે છે પ્રાણીઓ અને પક્ષીઓ, વિજળી માટે સોલર પાવર અને રસોઈ માટે સોલર કૂકર, તો વરસાદનું ટીંપુ પણ નથી જતું બહાર. સંતોષનો ઓડકાર આપે છે ઘરે વાવેલ ફળ-શાકભાજી, છે ને એકદમ ઉત્તમ જીવન!
કચ્છના રણમાં વર્ષોથી લોકો પાણી માટે તરસી રહ્યા હતા ત્યાં આ અમદાવાદી મહિલાએ સ્થાનિક લોકોની મદદથી 97 ગામોમાં 675 નાનાં-મોટાં જળાશયો બનાવ્યાં અથવા પુનર્જિવિત કર્યાં. હવે તેમને ઉનાળામાં રોજી માટે નથી કરવું પડતું સ્થળાંતર
અમૂલ બટરનાં અસ્તિત્વમાં આવતા પહેલાં દેશભરમાં ફક્ત ‘ પોલસન બટર’ની બોલબાલા હતી, જેને બોમ્બેમાં પોલસન કંપનીનાં માલિક, પેસ્તોનજી ઈડુલજી દલાલે શરૂ કર્યુ હતુ.
એકવાર ચાર્જ કર્યા બાદ 75 કિમી ચાલતું આ ઈસ્કૂટર બનાવ્યું છે IIT દિલ્હીના સ્ટાર્ટઅપ Geliose Mobility. માત્ર 20 પૈસામાં એક કિમી દોડતા આ ઈલેક્ટિકલ વિહિકલનું નામ છે 'HOPE'!
મુંબઈમાં રહેતા વિશાલ પારદીવાલા (34) અને મિકાઇલ પારદીવાલા (31), પોતાની બ્રાન્ડ ‘TreeWear’ મારફતે, લોકો માટે ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદન જેવા કે ટી-શર્ટ, હેન્ડ સેનિટાઇઝર, ડિયોડ્રેંટ, લિપ બામ વગેરે બનાવી રહ્યાં છે. આની સાથે, લોકો દ્વારા અહીંથી કરવામાં આવેલી દરેક ખરીદી પર મળતી રકમના કેટલાક ટકા 'વૃક્ષારોપણ' જેવા કાર્યમાં ખર્ચવામાં આવે છે.