Search Icon
Nav Arrow
Dairy Product Business
Dairy Product Business

સોલર ફ્રિઝથી વીજળીનું બિલ થયુ ઓછુ, મહિને15 હજાર વધી કમાણી, 80 ટકા સુધી મળે છે સબસિડી

મુંબઈના રહેવાસી કુશાલ દેવીદયાલનું સોલર ફ્રિજ સર્વોત્તમ પ્રોડક્ટનું અવોર્ડ જીતી ચૂક્યું છે. આ ફ્રિજ વિજળીનું બિલ ઘટાડવાની સાથે-સાથે દેશનાં નાનાં-નાનાં ગામડાંની આવક વધારવામાં પણ મદદ કરે છે.

સાફિયા બાનો અને ખલીલ અહેમદ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં ‘મુસ્કાન બેકર્સ એન્ડ ડેરી’ ચલાવે છે. રેફ્રિજરેટર વિના તેમનું કામ ચલાવવું મુશ્કેલ છે. પરંતુ તેની દુકાનમાં ફ્રિજ હોવાથી તેને દર મહિને 2000 થી 2200 રૂપિયાનું વીજળીનું બિલ આવતું હતું અને જો ક્યારેય વીજળી જાય તો તેની ડેરી પ્રોડક્ટ્સ બગડવા લાગતી હતી.

પરંતુ હવે તેઓએ આ સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યુ છે. ઑક્ટોબર 2020માં, તેમની નાની દુકાનમાં 150 લિટર સોલર ઉર્જાથી ચાલતું ડેરી કુલર લગાવવામાં આવ્યું હતું. ત્યારથી, તેમનું વીજળીનું બિલ ઘટીને માત્ર 900 રૂપિયા જ થયું, અને તેમની માસિક આવકમાં પણ લગભગ 15,000 રૂપિયાનો વધારો થયો છે. પહેલા જ્યાં તે આખા દિવસમાં માત્ર 15 થી 20 લિટર દૂધ વેચી શકતા હતા, આજે આ ભરોસાપાત્ર કોલ્ડ સ્ટોરેજને કારણે તે દરરોજ 25 લિટર દૂધ વેચી રહ્યા છે.

Dairy Product Business

80 ટકા સુધીની સબસિડી મળે છે

પોતાના સોલાર ફ્રિજની વિશેષતા વર્ણવતા ખલીલ કહે છે, “આ ફ્રિજ એવા વિસ્તારો માટે વરદાન છે જ્યાં વીજળીની આવ-જા થતી રહે છે. તેના તાપમાન નિયંત્રણ જેવી સુવિધાઓ ખૂબ જ યુઝર ફ્રેન્ડલી છે, જેનો ઉપયોગ કરવો સરળ છે.”

‘મુસ્કાન બેકરી’ એ ઘણા નાના વ્યવસાયોમાંથી એક છે, જેણે વીજળીથી ચાલતા ફ્રિજને છોડીને ડીડી સોલર ફ્રિજને અપનાવ્યુ છે. ડીડી સોલર સાથે જોડાયેલા બિન-લાભકારી સંસ્થાને આભારે, તેઓને તેની ખરીદી પર 80 ટકા સબસિડી પણ મળી છે. વાસ્તવમાં, સબસિડી કોને આપવી જોઈએ, તે ડીડી સોલર અથવા તેમની સેલ્સ ટીમના સહયોગથી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણના આધારે નક્કી કરવામાં આવે છે.

વીજળીનો વપરાશ થયો ઓછો

ડીડી સોલરના સીઈઓ અને સ્થાપક તુષાર દેવીદયલે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “અમારા રેફ્રિજરેટર્સ સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે. તે બે અથવા વધુ સોલર પેનલ સ્ટોરેજ બેટરી અને માઇક્રોકન્ટ્રોલર સાથે આવે છે. પેનલ અને બેટરીની સંખ્યા ખેડૂતો અથવા નાના ઉદ્યોગકારોની જરૂરિયાત મુજબ નક્કી કરવામાં આવે છે. કંપનીના એન્જિનિયરો જ સોલર ફ્રિજ ઈન્સ્ટોલ કરે છે. તેમની કિંમત 75,000 થી 90,000 રૂપિયા સુધીની છે. સોલાર ફ્રિજ ભારતના ગ્રામીણ ભાગોમાં રહેતા નાના વેપારીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ માછલી, ડેરી ઉત્પાદનો અથવા અન્ય છૂટક વસ્તુઓના વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે.”

100 લિટરની ક્ષમતા ધરાવતું આ સોલાર ફ્રિજ પરંપરાગત રેફ્રિજરેટરની સરખામણીમાં માત્ર એક ચતુર્થાંશ વીજળી વાપરે છે. આ 24 કલાકમાં 0.329 કિલો વોટ (યુનિટ) વીજળી વાપરે છે, જ્યારે ઇલેક્ટ્રિક રેફ્રિજરેટર એટલા જ સમયમાં 1.3 યુનિટ વીજળી વાપરે છે.

Fishery Business

પર્યાવરણને નથી થતું કોઈ નુકસાન

તુષારે કહ્યું, “ખેડૂતો અને નાના વેપારી લોકોના ઘરો કે દુકાનોમાં 100 લિટરની ક્ષમતાવાળા સોલર ફ્રિજ લગાવવામાં આવ્યા છે. જ્યારે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) અને અન્ય મોટા પ્રોસેસિંગ એકમોમાં 200 થી 250 લિટરની ક્ષમતાવાળા રેફ્રિજરેટર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ એકલા અથવા સામૂહિક રીતે કરી શકાય છે.”

તેમણે કહ્યું, “અમે સપ્ટેમ્બર 2021 સુધીમાં, અમે 12 રાજ્યોમાં ડેરી, માછલી પાલન, રેસ્ટોરન્ટ અને રિટેલ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત નાના ઉદ્યોગોમાં લગભગ 402 એકમો સ્થાપિત કર્યા છે. સોલાર ફ્રીજની સુવિધા હોવાથી આ ધંધાર્થીઓને દર મહિને સરેરાશ ચારથી સાત હજાર રૂપિયાનો ફાયદો થયો છે. એવો પણ અંદાજ છે કે આ સૌર ફ્રિજ તેમના જીવનકાળ દરમિયાન લગભગ 800 ટન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં સક્ષમ છે.”

સોલાર ફ્રીજથી ધંધામાં થયો ફાયદો

સોલર ફ્રિજથી વ્યવસાયને કેવી રીતે ફાયદો થાય છે? આના જવાબમાં તુષાર કહે છે, “સોલાર ફ્રીજના કારણે ડેરી પ્રોડક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોએ દૂધ અને દૂધની બનાવટોનો વધુ સ્ટોક રાખવાનું શરૂ કર્યું છે. કારણ કે હવે આ ઉત્પાદનોના બગડવાનું જોખમ ઘટી ગયું છે. તેઓએ હવે મોટી માત્રામાં છાશ, માવા (ખોયા) અને પનીર જેવા ઉત્પાદનોનો સ્ટોક કરવાનું પણ શરૂ કર્યું છે.”

તેમણે કહ્યું, “આ જ વાત માછીમારી સંબંધિત વ્યવસાયમાં પણ છે. અમારું ધ્યાન હવે આ લોકો પર છે. તેઓ માછલી ખરીદે છે અને તેને બરફના ટુકડામાં દબાવીને ઘરે કે દુકાનોમાં વેચે છે. આ તેમનું રોજનું કામ છે. સોલાર ફ્રીજથી આ સમસ્યાઓ થોડી ઓછી થઈ છે. હવે આ લોકો જથ્થાબંધ માછલી ખરીદે છે અને તેને ફ્રિજમાં સ્ટોર કરે છે અને જ્યારે તેની કિંમત વધારે હોય છે ત્યારે તેઓ તેને વેચે છે. આમ કરવાથી તેઓ વધુ પૈસા કમાઈ શકે છે. આઇસ ક્યુબ ખરીદવા પાછળ જે ખર્ચ થતો હતો તે હવે રહ્યો નથી. આ સિવાય તેઓ સૌથી મોંઘી માછલી વેચીને સારો નફો કમાઈ રહ્યા છે. કારણ કે તેના ખરાબ થવાને કારણે થતા નુકસાનનું જોખમ પણ ઘટી ગયું છે.”

માછલી વેચનારી વસંત મેરી ઈનાસી મુથુ આનું ઉત્તમ ઉદાહરણ છે. મદુરાઈના ફાતિમા નગરમાં તેની એક નાની દુકાન છે. આ વિસ્તારમાં વીજળીની તીવ્ર અછત છે.

આવકમાં વીસ હજાર રૂપિયાનો વધારો થયો

માછલીને તાજી રાખવા માટે, વસંત મેરીએ બરફના ટુકડાઓ પર નોંધપાત્ર રકમ ખર્ચવી પડતી હતી. આમ છતાં તે જ દિવસે માછલી વેચી દેવાની તેની મજબૂરી હતી. કારણ કે બીજા દિવસ સુધીમાં તેઓ બગડી જશે. SELCO ફાઉન્ડેશન, બિન-લાભકારી સંસ્થા સાથે કામ કરીને, ડીડી સોલારે સપ્ટેમ્બર 2020માં વસંતાની દુકાનમાં 150 લિટરની ક્ષમતા સાથેનું સોલર રેફ્રિજરેટર સ્થાપિત કરવામાં મદદ કરી.

વસંત કહે છે, “મને ખબર નહોતી કે રેફ્રિજરેટરને સૌર ઉર્જાથી પણ ચલાવી શકાય છે અને તે પણ આખો દિવસ. એવું લાગે છે કે તે ફક્ત અમારા માટે જ બનાવવામાં આવ્યું હતું. હવે બરફની જરૂર નથી અને વીજળીની ચિંતા કરવાની જરૂર નથી. માછલીઓ બગડવાનો ડર હવે રહ્યો નથી. કમાણી પણ પહેલા કરતા વધી ગઈ છે.” તેણી આગળ કહે છે, “તેનાથી મારા વ્યવસાયને ઘણો ફાયદો થયો છે. હું અમારા ગ્રાહકો અને પરિચિતોને જેઓ વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમને સોલર ફ્રિજની ભલામણ કરું છું.

પોતાની દુકાનમાં ફ્રિજ રાખ્યા બાદ તેમની માસિક આવકમાં 20,000નો વધારો થયો છે. જ્યાં પહેલા તે 20 કિલો માછલી વેચી શકતી હતી, આજે તે લગભગ 28 કિલો માછલી વેચી રહી છે. તો, તે દરરોજ બરફના ટુકડા પર સો રૂપિયા ખર્ચ કરતી હતી, જે હવે થતા નથી. તેમનું સરેરાશ વેચાણ રૂ.180 પ્રતિ કિલોથી વધીને રૂ.200 થયું છે. વાસ્તવમાં, તેમની પાસે બાકીની માછલીઓ રાખવા માટે પહેલાં કોઈ સાધન નહોતું. બગડી જવાના ડરથી ઓછા ભાવે વેચવાની મજબૂરી હતી. પરંતુ હવે તેમની પાસે કોલ્ડ સ્ટોરેજ છે.

Fishery Business

વર્ષ 2015માં પાયો નાખ્યો હતો

તુષારે વર્ષ 2015માં દેવીદયાલ (DD)ની સ્થાપના કરી હતી. તેનો ઉદ્દેશ્ય ડીસી રેફ્રિજરેટર્સ, બીએલડીસી પંખા અને કૂલર્સ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા, પ્રમાણિત ઑફ-ગ્રીડ ઉપકરણોની ડિઝાઇન અને વિકાસ કરવાનો હતો. આ ક્ષેત્રમાં જોડાતા પહેલા તુષાર ન્યૂયોર્કમાં લિવરેજ્ડ ફાઇનાન્સમાં કામ કરતો હતો. તેમણે અરિસ્ટા લાઇફસાયન્સ, જાપાનમાં ભારતના કન્ટ્રી મેનેજર તરીકે પણ થોડો સમય કામ કર્યું હતું. ડીડી સોલારનો હેતુ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં વિકેન્દ્રિત કોલ્ડ સ્ટોરેજ સોલ્યુશન્સની જરૂરિયાતને સંબોધવાનો છે.

સોલર ડીસી રેફ્રિજરેટર ડિજિટલ ડિસ્પ્લે, ઇકો-ફ્રેન્ડલી ટેક્નોલોજી (કોઈ ક્લોરોફ્લોરોકાર્બન ઉત્સર્જન વગર) સાથે આવે છે અને બિન-લાભકારી સંસ્થા CLASP (Collaborative Labeling and Appliance Standards Program) દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવે છે. DD Solar પાસે હાલમાં R&D (ડિઝાઇન સહિત) અને ઇન-હાઉસ ટેસ્ટિંગ સાથે 15 સભ્યોની ટીમ છે.

ઇકોસિસ્ટમ એપ્રોચ’ સાથે

વ્યવસાય પ્રત્યેનો તેમનો અભિગમ ‘ઇકોસિસ્ટમ અપ્રોચ’ને અનુસરે છે જે ગ્રામીણ ભારતના સૂક્ષ્મ ઉદ્યમો અને ઉદ્યોગસાહસિકો માટે વધારાની આવક ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

તુષાર કહે છે, “અમે માત્ર નાના વેપારીઓને જ અમારી પ્રોડક્ટ્સ વેચતા નથી, પરંતુ તેમની ટેકનિકલ, આર્થિક અને વ્યવસાયિક જરૂરિયાતોને પણ સમજીએ છીએ અને તેના આધારે તેમની સામે ઉકેલ મૂકીએ છીએ. Powering Livelihoods, a Council on Energy, Environment and Water (CEEW)-Villgro પહેલ અમારી મહત્વાકાંક્ષાઓ અને મિશનને સંચાર કરવામાં ખૂબ આગળ વધી છે. તેઓએ અમને એવા નિષ્ણાતો સાથે જોડ્યા છે જેમણે અમને ટેકનિકલ, માર્કેટિંગ અને નાણાકીય પડકારોનો સામનો કરવામાં સતત મદદ કરી છે.”

મૂળ લેખ: રિનચેન નોર્બુ વાંગચુક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પિતાની ખોટની ખેતીને બદલી નફાના બિઝનેસમાં, ખેતરમાંથી જ વેચે છે 22 પ્રકારનાં પ્રોડક્ટ્સ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon