Readers only offer: Get additional Rs 200 off on 'The Better Home' powerful natural cleaners. Shop Now
X

રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી સતત ઘટી રહેલ ઉત્પાદનના કારણે શરૂ કરી જૈવિક ખેતી, આવક થઈ ગઈ બમણી

ઓર્ગેનિક ખેતી શરૂ કર્યા બાદ સુરેશભાઈના ખેતરમાં ઊગે છે 12-13 કિલોનું એક તરબૂચ, ખેડૂત હાટમાં ભાગ ગ્રાહકો સુધી પહોંચાડે છે સીધો માલ

રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી સતત ઘટી રહેલ ઉત્પાદનના કારણે શરૂ કરી જૈવિક ખેતી, આવક થઈ ગઈ બમણી

સદીઓથી ખેતી થઈ રહી છે, પહેલાંના સમયમાં આપણા પૂર્વજો પણ પ્રાકૃતિક ખેતી કરતા મતલબ કે ગૌ આધારિત અને અમુક ઔષધીનો ઉપયોગ કરી પાકની માવજત કરતા. ત્યારનું માનવ જીવન એકદમ સ્વસ્થ હતુંને જીવનકાળ પણ લાંબો હતો. જેમ જેમ ખેતીમાં ક્રાંતિ આવતી ગઈ તેમ તેમ રસાયણિક ખાતરો- દવાનો પણ પગ પેસારો થતો ગયો.  અને ઉત્પાદન વધુ લેવા રસાયણિક તત્વોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો.અમુક સાહસિક પ્રગતિશીલ ખેડૂતો સજાગ થયા અને તેઓ એ નોંધ્યું કે રસાયણિક ખાતરો અને દવાથી ઉત્પાદન ઘટતું જાય છે.જમીન ની ઉત્પાદન ક્ષમતા પણ ઘટવા લાગી છે. ઉપરાંત પાકો પણ સંપૂર્ણ શુદ્ધ મળતા નથી. તેવા ખેડૂતો હવે ફરીથી આપણા પૂર્વજોની રીતભાતથી ખેતી કરવા તરફ વળ્યા છે. મતલબ કે પ્રાકૃતિક ખેતી કરવા લાગ્યા છે.

આવા જ ખેડૂતોમાંના એક ખેડૂત સુરેશભાઈ મકવાણા જેમણે 2016 થી ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું. તેઓ પોતાની ભોંયરા ગામ ની( તાલુકો – વીછીયા, જિલ્લો – રાજકોટ) 12 વીઘા જમીનમાં મગફળી, દેશી બાજરો, અડદ, તલ, ટામેટાં , મરચા, કાકડી જેવા પાકો ઉગાડે છે.

Sureshbhai
Sureshbhai

ધ બેટર ઈન્ડિયા સાથે વાતચીતમાં સુરેશભાઈ જણાવે છે કે, “મેM 2016 થી ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું અને કારણ એવું હતું કે રસાયણિક ખાતર – દવાનો ઉપયોગ કરતા મારું ઉત્પાદન ઘટતું જતું હોય એવું લાગ્યું. એમાં પણ હું છેલ્લે છેલ્લે હું વધુ ખાતરો – દવાનો ઉપયોગ કરતો તેમ છતાં પણ ઉત્પાદન ઘટતું. ઉપરથી પાકોના ભાવ APMC ના નિયંત્રણ હેઠળ આવતા એટલે દવા – ખાતરના ખર્ચા વધતા અને નફો ઘટવા લાગ્યો. એટલે મેM પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કર્યો. aa માટે સુભાષ પાલેકરજીની શિબિરમાં જતો ઉપરાંત સરકારી કચેરીમાંથી માર્ગદર્શન લેતો. અને પ્રયોગ કરતો ધીમે ધીમે પ્રયોગમાં સફળ થતો ગયો.ખાસ કરીને ખેડૂતોને મોટો પ્રશ્ન હોય છે કે સારો  ભાવ મળશેકે નહિ? મેં એના માટે પણ અલગ રસ્તો અપનાવ્યો .અમુક સંસ્થાઓ ઓર્ગેનિક પેદાશો માટે એગ્ઝિબિશન ગોઠવે છે હું એવી સંસ્થાઓ સાથે જોડાયો અને બજાર કરતા ખૂબ જ સારા ભાવ મળ્યા. હવે હું અહી મીની ઓઇલ મિલ બનવાનો પ્લાન કરું છુ જેથી ઓર્ગેનિક મગફળીનું તેલ બજારમાં વેચી શકું. સામાન્ય રીતે ખેડૂતો પોતાનો માલ કોઈ વેપારી કે અજેન્ટને વેચે છે પણ એમાં ધાર્યા કરતા ભાવ ઓછા જ મળે છે.એટલે મેં એ રસ્તાને અપનાવ્યો જ નથી. હું જ મારી રીતે માર્કેટિંગ કરું છું અને બજાર કરતા સારા ભાવ મેળવું છું.”

ઓર્ગેનિક ખેતી બાદ આવક અંગે પૂછતાં સુરેશભાઈએ કહ્યું, આજકાલ વધતી જતી બીમારીઓના કાર્ણે લોકોમાં ઓર્ગેનિક ઉત્પાદનો પ્રત્યે સભાનતા વધતી જાય છે. અમે લોકો જાતે જ સીધા ગ્રાહકો સુધી પહોંચીએ છીએ, એટલે વચેટિયાઓનો ખર્ચ બચે છે અને અમને પૂરતા ભાવ મળે છે. તો સામે ગ્રાહકોને પણ સંતોષકારક વસ્તુઓ મળી રહે છે. ઉપરાંત રાસાયણિક ખાતર અન્ને દવાઓનો ખર્ચ પણ બચે છે. ઓર્ગેનિક ખેતી માટે વપરાતાં ખાતર અને જંતુનાશક હું ઘરે જ બનાવું છું. આ રીતે પહેલાંની સરખામણીમાં અત્યારે મારી આવક લગભગ બમણી થઈ છે.

Organic farming

તો અત્યારના બઝાર અંગે વાત કરતાં સુરેશભાઈ જણાવે છે કે, વચ્ચે વચેટિયાઓના કારણે ગ્રાહકોને તો દરેક વસ્તુ મોંઘી જ મળે છે, પરંતુ સામે ખેડૂતોને ખૂબજ ઓછા ભાવ મળે છે. એટલે વેચાણની જૂની પરંપરાઓમાં બદલાવની જરૂર છે. વ્યાપારીઓ ખેડૂતો પાસેથી સીધો જ માલ ખરીદી વેચશે તો ખેડૂતોને પણ સારો ભાવ મળશે અને ગ્રાહકોને પણ સંતોષકારક ઉત્પાદનો મળશે.

છેલ્લે તેમણે કહ્યું હતું કે મારી બધા ખેડૂતોને એક જ સલાહ છે કે પ્રાકૃતિક ખેતી તરફ વાળો. રસાયણિક દવા ખાતરો આપણી જમીનને તો બગાડે જ છે સાથે-સાથે આપણા સ્વાસ્થ્યને પણ બગાડે છે.

સુરેશભાઈને ઓર્ગેનિક પેદાશો વિશે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે મારે ત્યાં ઉગેલા તરબૂચ આશરે 12-13 કિલોનાં હોય છે. જેને જોતાં લોકોને આશ્ચર્ય થાય છે.  ઉપરાંત મારા ટામેટાં 4-5 નંગ લો તો પણ તેનું વજન 1 કિલો થઈ જાય છે. મારો આ પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ ખૂબ જ સફળ છે એવું હું માનું છું. લોકોનાં મારાં ઉત્પાદનો ગમે છે. વિવિધ એક્સ્પો અને ખેડૂત હાટમાં અમને સારો પ્રતિભાવ પણ મળે છે.

તાજેતરમાં જ અમદાવાદમાં સૃષ્ટિ સંસ્થા દ્વારા ખેડૂતો માટે ઓર્ગેનિક ઉત્પાદનો વેચવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું. જેમાં સુરેશભાઈએ પણ ભાગ લીધો હતો અને તેમનાં આ ઉત્પાદનો માટે શહેરવાસીનો બહુ સારો પ્રતિસાદ પણ મળ્યો.

આ પણ વાંચો: ગોંડલમાં આ એન્જિનિયર યુવાને ગાયો માટે બનાવી નંદનવન જેવી ગૌશાળા, વર્ષે થાય છે લાખોની કમાણી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

ચાલો મિત્રો બનીએ :)
સબ્સક્રાઇબ કરો અને મેળવો મફત ભેટ
  • દેશભરના સારા સમાચાર સીધા તમારા ઈમેલમાં
  • સકારાત્મકાતાની હોડમાં જોડાવા અમારી સાથે જોડાઓ
  • સકારાત્મક ઝુંબેશના ભાગ બનો