શું તમે ઈચ્છો છો કે, તમારું ઘર એવું હોય, જ્યાં માત્ર વિજળીનું બિલ જ ઓછું ન આવે, પરંતુ ઘર પર્યાવરણને અનુકૂળ પણ હોય. જી હા, આજે અમે વાત કરી રહ્યા છીએ સસ્ટેનેબલ ઘરની. જો તમે પણ ખરેખર આવું ઘર ઈચ્છતા હોવ તો, શરૂઆત કરો વિજળીના બિલમાં બચતથી.
દિલ્હીના આંજનેય સૈનીએ તેમની ઇલેક્ટ્રિક કારથી સ્પીતિ સુધીની લાંબી મુસાફરી કરી હતી, તે પણ કોઈ અડચણ વિના. તેમની સફર કેટલી સાહસિક હતી તે વિશે જાણો તેમના શબ્દોમાં.
કંપનીના કામથી દેશ-વિદેશમાં ફરતાં ખેતીમાં થતા રસાયણોના ઉપયોગ વિશે જાણી, ભાવનગર પાસે વેરાન જમીનમાં બનાવ્યું વશિષ્ઠ ફાર્મ. અહીં છે 1500 આંબાની સાથે કાળી હળદર, અનાજ, શાકભાજી, ફળો, બધુ જ ઑર્ગેનિક. દર વર્ષે વિદેશી પ્રવાસીઓ અહીં આવીને રહે છે દિવસો સુધી.
ગાંધીજી હંમેશા સ્વદેશી અને ઈકો-ફ્રેંડલી વસ્તુઓના વપરાશ પર ભાર આપતા હતા. તેમણે આ વિચાર સાથે, અમદાવાદ ગાંધી આશ્રમમાં ચરખાથી સૂતરાઉ અને હેંડમેડ પેપર બનાવવા જેવા કામની શરૂઆત કરી હતી. આગળ ચાલીને આ હેંડમેડ પેપર ઉદ્યોગ કલમખુશ બન્યુ અને આજ સુધી ચાલી રહ્યું છે.
જૂના સામાન કે નકામા પડેલા ડબ્બાઓને રિસાઈકલ કરી પ્લાન્ટર્સ બનાવવા વિશે તો તમે બહુ સાંભળ્યું જ હશે, પરંતુ શું તમને ખબર છે કે, જૂના જીન્સમાંથી પ્લાન્ટર્સ કેવી રીતે બનાવી શકાય? તો ચાલો આજે અમે તમને શીખવાડીએ.
પપૈયું પોતાનાં ગળ્યા સ્વાદ અને સ્વાસ્થ્ય માટે લાભદાયક ગુણોનાં કારણે ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ શું તમે જાણો છો કે તેના છોડને ઘરે પર ઉગાડવાં પણ સહેલાં જ છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે તેને ઉગાડી શકાય.
પરંપરાગત ભોજન શરીર માટે છે અત્યંત ફાયદાકારક, હાલમાં જ વૈજ્ઞાનિકોએ આ વાતને આપ્યો છે આધાર. પખાલા ભાત (આથાવાળા ભાત) રોગ પ્રતિકાકરક શક્તિ વધારવાની સાથે HIV, આંતરડાના રોગો સહિત અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે.