ઠીંગણાપણાને કારણે જીમ ટ્રેનરે નકાર્યો, તો ઘરે જ અનેક સમસ્યાઓ હોવા છતાં ઘટાડ્યું 29 કિલો વજન

ઠીંગણાપણાને કારણે જીમ ટ્રેનરે નકાર્યો, તો ઘરે જ અનેક સમસ્યાઓ હોવા છતાં ઘટાડ્યું 29 કિલો વજન

આ કહાની છે ઈંદોરના કપિલ બજાજની, જે ઠીંગણા હોવાના કારણે જિમ ટ્રેનરે ટ્રેનિંગ આપવાની ના પાડી દીધી હતી. પરંતુ તેણે હાર ન માની અને ઘરે જ ઘટાડ્યું 29 કિલો વજન એ પણ સંખ્યાબંધ શારીરિક સમસ્યાઓ હોવા છતાં.

આ ઈન્દોરના રહેવાસી કપિલ બજાજની કહાની છે, જેમને એક સમયે જિમ ટ્રેનરે તાલીમ આપવાનો ઈનકાર કર્યો હતો. હવે તમે વિચારતા હશો કે આવું કેમ થયું? વાસ્તવમાં તેનું કારણ હતુ તેનું ઠીંગણાપણું. કપિલ, કદમાં ઘણો નાનો અને જાડો હતો. જોકે, તેણે હાર ન માની. કપિલે નક્કી કર્યું કે તે જીમમાં જઈ શકતો નથી, તો શું? ઘરે રહીને, પોતાની જાતને ફિટ કરશે અને તેના જેવા અન્ય લોકો માટે Fitness Inspiration બનશે.

બસ પછી શું હતું, તેણે સખત મહેનત કરવાનું શરૂ કર્યું અને ઘરમાં પોતાને ફેટમાંથી ફિટ કરી. કપિલે એક વર્ષમાં 29 કિલો વજન ઘટાડ્યું.

ઈન્દોરના રહેવાસી કપિલ બજાજનું ઠીંગણાપણું તેના જન્મથી જ તેની સાથે હતુ. આ એક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા છે, જેમાં વ્યક્તિની ઉંચાઈ નાની રહે છે. વામનવાદ તેની સાથે તમામ પ્રકારની શારીરિક સમસ્યાઓ પણ લાવે છે જેની સાથે કપિલ લડી રહ્યો હતો. તેમનું અંગત જીવન અટકી ગયું હતું અને વજન સતત વધતું રહ્યું. 5 મિનિટ સુધી ખુરશી પર બેસવું પણ તેના માટે અસહ્ય હતું.

XXXL સાઈઝથી Small સુધી
કપિલ ધ બેટર ઇન્ડિયાને જણાવે છે, “મારું વજન 68 કિલો હતું. સામાન્ય કદના વ્યક્તિ માટે તે સારું છે, પરંતુ નીચા વ્યક્તિ માટે આ વજન ઘણું વધારે છે. મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર તેની મોટી અસર પડી.”

26 વર્ષીય કપિલની વર્ષ 2015માં આ સ્થિતી થઈ હતી અને આજે તેણે તમામ અવરોધોને પાર કરી લીધા છે. એક વર્ષમાં 29 કિલો વજન ઘટાડવા માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેના શર્ટની સાઈઝ ટ્રિપલ Xથી ઘટીને સ્મોલ થઈ ગઈ છે.

કપિલે પોતાના આ બદલાવની પ્રેરક અને હ્રદયસ્પર્શી કહાની ધ બેટર ઈન્ડિયા સાથે શેર કરી.

Fitness Inspiration
Kapil Bajaj with his Parents

ગ્રેજ્યુએશન દરમ્યાન વધારે વધી ગઈ પરેશાની
કપિલ જણાવે છે, “વામનવાદ સિવાય, તેમને જન્મથી આર્થ્રોગ્રીપોસિસ રોગ પણ હતો. આ રોગમાં નવજાત બાળકનાં સાંધા કઠણ, કુટિલ અને સંકુચિત હોય છે. જેના કારણે જડબા, ખભા, કોણી, કાંડા, આંગળીઓ, ઘૂંટણ, પગ, અંગૂઠા, હિપ્સ અને કરોડના સાંધા સંપૂર્ણ રીતે વળી શકતા નથી.”

તે જણાવે છે, “મારા ઘૂંટણમાં નીકેપ નથી અને મારો હિપ જોઇન્ટ ડિસલોકેટેડ છે. આ સિવાય,હું કરોડરજ્જુની એક તરફ વળાંક વાળી બિમારી ‘સ્કોલિયોસિસ’ સાથે પણ લડી રહ્યો હતો, મને લોડ્રોસિસ પણ હતો, જેમાં કરોડરજ્જુ આગળ સરકી જાય છે. આ નસો પર પડતા દબાણને કારણે થાય છે. આને કારણે, મને મારા પગ નીચે ઇલેક્ટ્રિક આંચકા, કળતર, કાંટા વાગતા હોય એવા અને સંવેદનશીલતાનો અનુભવ થતો હતો.”

કપિલે બાળપણમાં પગની સર્જરી કરાવી હતી. તે બરાબર ચાલી શકતો ન હતો. તેણે કહ્યું, “મને શાળામાં સીડી ચડવી કે બેગ લઈ જવું ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. મને હંમેશા કોઈની મદદની જરૂર રહેતી હતી. ”

જ્યારે કપિલ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો
વર્ષ 2010માં, ધોરણ 10 દરમિયાન, તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. તેમણે કહ્યું, “સામાન્ય વ્યક્તિને તેમાંથી સાજા થવામાં એક મહિનાનો સમય લાગે છે. પરંતુ મારી તબિયત અને બીમારીઓના કારણે મને સાજા થવામાં 2 વર્ષ લાગ્યા. તેણે સ્વસ્થ થવા માટે ફિઝીયોથેરાપીનો સહારો લીધો હતો.

કપિલે જણાવ્યું હતું કે બે વર્ષની લાંબી અને પીડાદાયક સારવાર બાદ તે પથારીમાંથી બહાર નીકળીને ચાલવા માટે સક્ષમ થયો હતો. પરંતુ તેની બેઠાડુ જીવનશૈલીને કારણે તેનું વજન વધીને 68 કિલો થઈ ગયું હતું.

ગ્રેજ્યુએશન (કોમર્સ) કરતી વખતે, તેને સમજાયું કે તેની તબિયત ખરાબ થઈ રહી છે. તેણે કહ્યું, “હું ક્લાસ માટે બેસી શકતો ન હતો. ઘણી વખત, પીડાને કારણે, મને અધવચ્ચે જ લેક્ચર છોડીને જવું પડતુ હતુ.. ફિઝીયોથેરાપી પણ હવે કામ કરતી ન હતી. જ્યારે હું 2015માં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા જઇ રહ્યો હતો, ત્યારે મારા પગ અને સાંધામાં એટલો દુખાવો હતો કે હું પાંચ મિનિટ પણ સીધો બેસી શકતો ન હતો. કપિલ ડિપ્રેશનમાં જતો રહ્યો અને તેના મનમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા.

જીવનને મળી નવી રાહ
કપિલ આગળ જણાવે છે, “એક સમયે મને અહેસાસ થયો કે આ બધાનું કારણ મારી ઉંચાઈ અને સ્થૂળતા છે. હું મારી ઉંચાઈ માટે કંઈ કરી શકતો નથી, પણ મેં વજન ઘટાડવાનું મન બનાવ્યું. જ્યારે મેં નજીકના જિમનો સંપર્ક કર્યો, ત્યારે તેઓએ મારી શારીરિક સમસ્યાઓના કારણે મને તાલીમ આપવાનો ઇનકાર કર્યો. તેઓ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા ન હતા.”

પછી કપિલે જાતે જ પ્રયાસો કરવાનું નક્કી કર્યું. તે કહે છે, “આ માટે મેં સોશિયલ મીડિયાની મદદ લીધી. યુ ટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પરથી, મેં વર્કઆઉટ્સ અને આહાર વિશેની માહિતી એકઠી કરી અને પ્રેરણાદાયી વિચારો વાંચ્યા. હું હાઈ ઈંટેસિટી વર્કઆઉટ્સ કરી શકતો નથી અથવા ભારે વજન ઉપાડી શકતો નથી. તેથી વજન માટે, મે પાણીની બોટલો ઉપાડી અને અને દિવસ દરમિયાન શક્ય હોય તેટલું ચાલતો હતો.”

તેણે માર્ચ 2015માં વજન ઘટાડવાનું શરૂ કર્યું અને એક મહિનામાં ચાર કિલો વજન પણ ઘટાડ્યું. તે કહે છે “પણ ઓછું થયેલું વજન દેખાતું ન હતું, હું નિરાશ થઈ ગયો હતો. પણ મેં પ્રયત્ન ચાલુ રાખ્યો. ધીમે ધીમે વજન આઠ થી 14 કિલો ઘટી ગયું અને કપડાં ઢીલા થવા લાગ્યા. માર્ચ 2016 સુધીમાં મેં 29 કિલો વજન ઘટાડ્યું હતું.”તે કહે છે, ત્યારથી તેણે ક્યારેય પોતાનું વજન 40 કિલોથી ઉપર જવા દીધું નથી.

શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે
વર્કઆઉટની સાથે કપિલે પોતાની ખાણીપીણી પર પણ ઘણું ધ્યાન આપ્યું. તે રોજ 600 થી 800 કેલરી લે છે. તે કહે છે, “હું ભારે વર્કઆઉટ કરી શકતો ન હતો, તેથી મેં મારા આહારમાં બદલાવ કર્યો.”

તેમ છતાં તે તેના શારીરિક પરિવર્તન પર કામ કરી રહ્યો હતો, તેને માનસિક રીતે પણ પોતાની જાતને મજબૂત બનાવવાની હતી. તે કહે છે, “મારી જાતને અરીસામાં જોવી એ મારી સૌથી મોટી પ્રેરણા હતી. મારા ઘટતા વજનને જાણવાનો આ એકમાત્ર રસ્તો હતો. ઉપરાંત, જેમ જેમ મારા કપડાંની સાઈઝમાં ઘટાડો થયો, મારી પાસે વિકલ્પો વધી રહ્યા હતા. હવે હું વિવિધ પ્રકારના કપડાં પહેરી શકું છું. હું સકારાત્મક ફેરફારો તરફ આગળ વધી રહ્યો હતો.”

Weight Lose Tips
Kapil Bajaj with his wife Payal

શારીરિક તકલીફો સિવાય, બીજી ઘણી સમસ્યાઓ હતી જેની સાથે કપિલ લડી રહ્યો હતો. તે સતત ત્રણ વર્ષથી બેંકની પરીક્ષા આપી રહ્યો હતો, પરંતુ સફળતા તેને મળી નહી. તે જણાવે છે, “મને ગ્રાફિક ડિઝાઇનમાં રસ હતો. મેં આ ક્ષેત્રમાં પણ પગ જમાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે મેં એક કંપનીમાં નોકરી માટે અરજી કરી ત્યારે તેઓએ મને દર મહિને 2500 રૂપિયાની નજીવી રકમ ઓફર કરી. મારા માતાપિતા મારી પીડાને સમજી રહ્યા હતા, પરંતુ તેઓ પણ મને વધારે મદદ કરી શકતા ન હતા.”

પત્ની પાયલે પણ પ્રેરિત થઈને ઘટાડ્યુ વજન
કપિલે 2018માં ફરી બેંકની પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને નવેસરથી તૈયારી કરી. આ વખતે તેને સફળતા મળી. 2017માં તેમની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે સરકારી નોકરી હતી, તેના માતા -પિતા પણ હંમેશા તેના માટે સરકારી નોકરી ઇચ્છતા હતા.

કપિલ કહે છે કે શરીરમાં આ ફેરફારોએ તેને ઘણી રીતે મદદ કરી છે. તે કહે છે, “મને શાળામાં હેરાન કરવામાં આવતો હતો. એટલે સુધી કે મને રસ્તા ઉપર પણ પરેશાન કરવામાં આવતો હતો. મારી સ્થૂળતા અને શારીરિક દેખાવ મને ઘરની બહાર પગ મૂકતા અટકાવતા હતા. મારામાં કંઈપણ કરવાની અને મારા જીવનને આગળ વધારવાની હિંમત નહોતી. પણ હવે બધું બદલાઈ ગયું છે. મારું શરીર વધુ ચુસ્ત અને લચીલું બન્યું છે. હવે હું કલાકો સુધી શારીરિક કામ કરવા સક્ષમ છું. ઓફિસમાં લાંબા સમય સુધી કામ કર્યા પછી પણ મને થાક લાગતો નથી.”

તેની પત્ની પાયલ થવાણીની ઉંચાઈ પણ નાની છે. તે પણ ઠીંગણાપણાનો શિકાર છે. તેણે કહ્યું કે કપિલની આ યાત્રાએ તેને અને તેના ભાઈ બંનેને વજન ઘટાડવા માટે પ્રેરિત કર્યા. તે કહે છે, “વામન લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય છે. કપિલની વજન ઘટાડવાની યાત્રાએ મને ઘણી પ્રેરણા આપી. તેમના સૂચનોને અનુસરીને, મેં 10 કિલો અને મારા ભાઈ દીપકે 14 કિલો વજન ઘટાડ્યું છે.”

મને નીચે પછાડવાનાં ખૂબ પ્રયાસો કરાયા
કપિલ અને પાયલનું ઇન્સ્ટાગ્રામ પેજ છે. તેના 60,000 ફોલોઅર્સ છે, જેના માટે તે વીડિયો બનાવે છે. તે કહે છે, “પહેલા મને સોશિયલ મીડિયા પર સામ આવવામાં શરમ આવતી હતી. પરંતુ વજન ઘટાડ્યા બાદ હવે આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે. વામનવાદથી પીડાતા ઘણા લોકો અમારા ફોલોઅર્સ છે. હવે અમે તેમને તેમના ડરને દૂર કરવામાં મદદ કરી રહ્યા છીએ.”

કપિલે ક્વોરા પર પોતાની યાત્રાની વિગતો શેર કરી છે. આ સિવાય તેણે સોશિયલ મીડિયા પર તેના જીવન વિશે પણ વાત કરી છે. તે કહે છે, “હું મારી મુસાફરી વિશે બડાઈ મારવા અથવા મોટી વાત કરવાનો ઈરાદો ધરાવતો નથી. મારો ઉદ્દેશ શક્ય તેટલા લોકોને પ્રેરિત કરવાનો છે. જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હોય, જો આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, તો તે કોઈ પણ માટે અશક્ય નથી. તમારે ફક્ત સમર્પણની જરૂર છે. મને નીચે લાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ હું આત્મવિશ્વાસ સાથે ઉભો થયો.”

મૂળ લેખ: હિમાંશૂ નિત્નાવરે

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: માત્ર 6 મહિનામાં ડાયટ વગર જાતે જ ઘટાડ્યું વજન, પછી ‘2500’ લોકોને પણ બનાવ્યા ‘ફેટમાંથી ફિટ’

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X