Search Icon
Nav Arrow
Grow Methi
Grow Methi

Tips To Grow Methi: અનેક ગુણોથી ભરપૂર એવી મેથી ઘરે જ કેવી રીતે ઊગાડશો?

મેથીનો ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તેનો ઉપયોગ ડાયાબિટીસ, આર્થરાઇટિસ, જેવી બીમારીઓની સારવાર માટે પણ કરવામાં આવે છે. મેથીને ઘરે જ ઉગાડવી ખૂબ જ સરળ છે. કારણ કે તેને વધારે ખાતર કે પાણીની પણ જરૂર નથી રહેતી.

મેથીનું ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તેનો ઉપયોગ ડાયાબિટીસ, આર્થરાઇટિસ, જેવી બીમારીઓની સારવાર માટે પણ કરવામાં આવે છે. મેથીને ઘરે જ ઉગાડવી ખૂબ જ સરળ છે. કારણ કે તેને વધારે ખાતર કે પાણીની પણ જરૂર નથી રહેતી.

ભારતમાં મેથીનો ઉપયોગ શાકભાજીથી લઈને અનેક રોગની સારવાર માટે પણ થાય છે. મેથીમાં સોડિયમ, જિંક, ફૉસ્ફરસ, ફૉલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, વિટામીન એ, બી અને સી, ફાઇબર, પ્રોટિન વગેરે પોષક તત્વો ખૂબ પ્રમાણમાં હોય છે. આ જ કારણે મેથીનો ઉપયોગ વજન, કોલેસ્ટ્રોલ, બ્લડ શુગર વગેરેને નિયંત્રણ કરવા માટેની સાથે સાથે ચામડીની સાર-સંભાળ અને પાચનને વધારે સારું બનાવવા માટે પણ કરવામાં આવે છે. તો આજે રાજસ્થાનના ભિલવાડામાં રહેતા અજય શર્મા તમને જણાવવા જઈ રહ્યા છે કે ઘર પર જ કેવી રીતે મેથી ઉગાડશો.

અજય જણાવે છે કે મેથી ખૂબ જ ગુણકારી હોય છે. મેથીનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવાની સાથે સાથે ડાયાબિટીસ, આર્થરાઇટિસ, જેવી બીમારીઓની સારવાર માટે પણ કરવામાં અવે છે. મેથીને ઘરે જ ઉગાડવી ખૂબ જ સરળ છે. કારણ કે તેને વધારે ખાતર કે પાણીની પણ જરૂર નથી રહેતી.

Grow Methi

શું શું જરૂર પડશે?

મેથીના બી
થર્મોકોલનું કન્ટેનર અથવા કોઈ કુંડું
પીળી અથવા કાળી માટી
સૂતરાઉ કપડું

કઈ ઋતુમાં મેથી ઉગાડી શકાય:

અજય કહે છે કે મેથીને કોઈ પણ ઋતુમાં ઉગાડી શકાય છે. પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરની ઋતુ સૌથી ઉત્તમ છે. અજય કહે છે કે મેથીનો છોડ ખૂબ જ નાજુક હોય છે. આથી છોડીને દરરોજ બે-ત્રણ કલાકથી વધારે તડકો ન લાગવા દેવો જોઈએ, નહીં તો તડકાને કારણે છોડ મરી જશે.

છોડ કેવી રીતે તૈયાર કરવો

અજય કહે છે કે, “મેથીના છોડને માટી અને પાણી બંનેમાં ઊગાડી શકાય છે. મેથીને પાણીમાં ઊગાડવા માટે તમે હાઇડ્રોપોનિક પાઇપનો ઉપયોગ કરી શકો છે. આ પાઇપમાં અનેક જગ્યાએ છીદ્રો હોય છે. જેમાં મેથીને સૂતરાઈ કપડામાં બાંધીને રાખો દો. આ રીતે ત્રણ ચાર દિવસમાં મેથીના નાનાં-નાનાં છોડ તૈયાર થઈ જશે. આ વિધિમાં મેથીને ઊગાડવા માટે ખાતરનો કોઈ જરૂર નથી પડતી. પરંતુ દરરોજ ત્રણ કલાક તડકો જરૂરી છે.”

Fenugreek
Ajay Sharma

બીજી રીત એવી છે કે તમે પ્રથમ વખત મેથી ઉગાડી રહ્યા છો તો બજારમાંથી મેથીના બી લાવીને તેને જમીનમાં નાખવાના એક દિવસ પહેલા સૂતરાઈ કપડામાં બાંધીને પાણીમાં માટે છોડી દો. જેનાથી બીજ અંકુરિત થવા લાગશે. બીજી દિવસે ખૂબ સાવચેતી પૂર્વક મેથીને માટીમાં લગાવી દો.

અજય કહે છે કે, “મેથી માટે પીળી અથવા કાળી માટે સૌથી યોગ્ય છે. જો તમારા ઘરમાં પાંચ સભ્યો છે તો 4×4ના થર્મોકોલના કન્ટેનરમાં માટી ભારીને આશરે 30 ગ્રામ મેથી ઉગાડો.”

અજય કહે છે કે “મેથીના છોડ તૈયાર કરવામાં આઠથી દસ દિવસ લાગે છે. તેના પાંદડાની બેથી ત્રણ દિવસમાં કાપણી કરવી જરૂરી છે, નહીં તો તેનો સ્વાદ કડવો થવા લાગે છે.”

કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી

અજય કહે છે કે એક વખત મેથી લગાવ્યા પછી ચારથી પાંચ મહિના સુધી ચાલે છે. પરંતુ આ દરમિયાન અમુક વાત ધ્યાન રાખવી જરૂરી છે.

Grow Methi

દર ત્રીજા દિવસે સિંચાઈ કરો.
આકરા તાપથી બચાવો.
ઊંડું ખોદકામ કરવાથી બચો, કારણ કે મેથીના મૂળ ખૂબ ઉપર હોય છે, ઊંડી ખેતી કરવાથી તેને નુકસાન થઈ શકે છે.
દર બીજા દિવસે કાપણી કરો, જેનાથી સ્વાદ કડવો નહીં થાય.
જંતુઓથી બચાવવા માટ ગૌમૂત્રથી બનેલા કીટનાશકનો ઉપયોગ કરો.

Benefits of Methi

કેવી રીતે ઉપયોગ કરવો

અજય કહે છે કે, “મારા પિતાજીને ડાયાબિટીસ છે. આથી અમે અમારી છત પર મેથીની ખેતી કરીએ છીએ. દરરોજ મેથીના પાંદડા ખાવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત મેથીનો ઉપયોગ ખાવાના સ્વાદ વધારે સારો બનાવવા માટે થાય છે. તમે મેથીના પાંદાને સૂકવીને ઘરે જ કસ્તૂરી મેથી બનાવી શકો છો.”

અજય જણાવે છે કે મેથીની ખેતી ખૂબ જ સરળ છે. જો તમે પ્રથમ વખત કંઈક ઊગાડી રહ્યા છો તો મેથીથી શરૂઆત કરવી જોઈએ. એટલું જ નહીં, મેથી રિંગણ, ટામેટા વગેરે જેવી શાકભાજી સાથે પણ ઊગાડી શકાય છે. તમે મેથીની ખેતી અંગે વધારે જાણવા માટે આ વીડિયો જોઈ શકો છો.

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

આ પણ વાંચો: How to Grow Capsicum: છત પર જ કેવી રીતે ઊગાડશો શિમલા મિર્ચ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon