શેફ શિવાની મેહતાની આલુ મેવા ટિક્કીની રેસિપિ ખાસ નવરાત્રીના ઉપવાસ માટે

નવરાત્રીના ઉપવાસમાં બનાવો આલુ મેવા ટિક્કી, ભાવશે નાનાં-મોટાં બધાંને

શેફ શિવાની મેહતાની આલુ મેવા ટિક્કીની રેસિપિ ખાસ નવરાત્રીના ઉપવાસ માટે

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ વર્ષની નવરાત્રી દર વર્ષની નવરાત્રી કરતાં અલગ જ છે. ગરબા રસીકો ગરબા રમવા તો નથી જઈ શકતા પરંતુ ભાવી ભક્તોના ઉપવાસ ચોક્કસથી ચાલું છે. 9 દિવસના ઉપવાસ દરમિયાન શરીરમાં અશક્તિ ન આવી જાય અને શરીરને પૂરતું પોષણ પણ મળી રહે એ માટે અમે લાવ્યા છીએ શેફ શિવાની મેહતાની ફરાળ સ્પેશિયલ ખાસ રેસિપિ આલુ મેવા ટિક્કી.

સેલિબ્રિટી શેફ શિવાની મેહતાને તો જાણો જ છો તમે બધા. જેમને અત્યાર સુધીમાં ઘણા અવોર્ડ્સ મળી ચૂક્યા છે. તેમણે એક ટીવી ચેનલ પર બે વર્ષ સુધી દર્શકોને વિવિધ વાનગીઓ બનાવતાં શીખવાડી છે. આ સિવાય શેફ શિવાનીએ ગુજરાતમાં ઘણા મોટા-મોટા શો કર્યા છે. આજે શેફ શિવાની મેહતા તમને શિખવાડી રહ્યાં છે ફરાળી આલુ મેવા ટિક્કીની રેસિપિ.

Celebrity Chef Shivani Mehta
Celebrity Chef Shivani Mehta

આલુ મેવા ટિક્કી:

1 કપ બાફીને મેશ કરેલ બટાકાં
1 ટેબલસ્પૂન શેક્રીને ક્રશ કરેલ દાડમના દાણાનો પાવડર
1/4 કપ શેકીને અધકચરા વાટેલા સીંગદાણા
3 ટેબલસ્પૂન ધોઇને સમારેલી કોથમીર
2 ટેબલસ્પૂન સમારેલ ફૂદીનો
1/4 કપ શેકેલા જીરાનો પાવડર
1 ચમચી ઝીણાં સમારેલ મીઠા લીમડાનાં પાન
ચપટી સંચળ
1 ચમચી આદુની પેસ્ટ
1/2 ચમચી કાળામરી પાવડર
મીઠું, સ્વાદ અનુસાર

સ્ટફિંગ માટે:

4 ટેબલસ્પૂન લટકાવીને પાણી નીતારેલું દહીં
4 ટેબલસ્પૂન છીણેલું પનીર
1 ટેબલસ્પૂન સમારેલી કિશમિશ
1 ટેબલસ્પૂન સમારેલાં કાજુ
1/8 ટીસ્પૂન ઈલાયચી પાવડર
મીઠું, સ્વાદ અનુસાર
1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું

કોટિંગ માટે:

આરાનો લોટ

તળવા માટે:
ઘી

રીત:

સૌપ્રથમ સ્ટફિંગની બધી જ સામગ્રી ભેગી કરો અને બરાબર મિક્સ કરો

ત્યારબાદ બહારનું પડ બનાવવા બટાકાં, સીંગદાણા અને સાથે અન્ય મસાલા અને સામગ્રીને મિક્સ કરો.

હવે સ્ટફિંગની સામગ્રીમાંથી એક નાનો બોલ બનાવો ત્યારબાદ બટાકાના મિશ્રણથી તેને બરાબર કોટ કરી લો. ત્યારબાદ તેને આરારોટથી કોટ કરી ટિક્કી બનાવી લો.

તેને હાથથી બરાબર સેટ કરી લો. હવે ગેસ પર કડાઇમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થઈ જાય એટલે મિડિયમ આંચે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ટિક્કીને તળી લો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

શેફ શિવાનીની આવી જ સ્વાદિષ્ટ રેસિપિ જોવા તમે તેમનું ફેસબુક પેજ અને ઈંસ્ટાગ્રામ જુઓ.

આ પણ વાંચો: નવરાત્રીના ઉપવાસમાં બનાવો બીટના લાડું, શરીરને મળશે પૂરતું પોષણ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

ચાલો મિત્રો બનીએ :)