Placeholder canvas

યુનિક કિચન ગાર્ડનની આ પહેલથી ગુજરાતમાં 2000 ગ્રામિણ પરિવારોને મળી મદદ, 7500 અન્ય કુટુંબોને પણ લાભ

યુનિક કિચન ગાર્ડનની આ પહેલથી ગુજરાતમાં 2000 ગ્રામિણ પરિવારોને મળી મદદ, 7500 અન્ય કુટુંબોને પણ લાભ

53 ગામડાંમાં 2000 પરિવારોએ અમારી સાથે જોડાઇ કિચન ગાર્ડન વિકસાવ્યું છે અને તેઓ આસપાસના લોકોને રસાયણ મુક્ત શાકભાજી આપે છે, જેથી 7500 પરિવારને લાભ મળે છે.

જીવનમાં સૌથી મુશ્કેલ પડાવની શરૂઆત થઈ જ્યારે ગુજરાતના ભાવનગર જિલ્લાના કોંજડી ગામનાં રેહમતબેન શેખને ખબર પડી કે, કોરોનાના કારણે લાગેલા લૉકડાઉનમાં તેમના બે દીકરાઓની નોકરી જતી રહી. તેના થોડા જ સમયમાં ત્રણ પુત્રોની માતાનું કામ પણ છીનવાઇ ગયું. તેઓ ખેતરોમાં ખેત મજૂરીએ જતાં હતાં, પરંતુ બધુ થંભી જતાં એ કામ પણ અટકી ગયું અને મજૂરી મળતી બંધ થઈ ગઈ. લણણીના સમયે જ અચાનક બધુ બંધ થતાં મોટો ફટકો પડ્યો.

જોકે તેમના દીકરાઓ નરેગાથી થોડું-ઘણું કમાઇ લેતા હતા, પરંતુ આટલી અવક ઘરખર્ચ માટે પૂરતી નહોંતી. નસીબજોગ ‘ગાર્ડન્સ ઓફ હોપ ~ તાત્કાલિક કિચન ગાર્ડન’ શરૂ કરવામાં આવ્યાં.

ગુજરાતના એનજીઓ ઉત્થાન દ્વારા ગુજરાતના 4 જિલ્લા (ભાવનગર, દાહોદ, મહિસાગર અને પંચમહાલ) માં પોતાનાં શાકભાજી ઘરે જ ઓર્ગેનિક રીતે ઉગાડવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી ગામડામાં રોજગારીની અછતમાં લોકોને પૌષ્ટિક ભોજન મળતું રહે.

Gujarat Villages

જેમાં એમ પણ ખાસ સૂચન કરવામાં આવે છે કે, એક પરિવાર એવા ત્રણ પરિવારોને શાકભાજી આપશે જેમની પાસે પોતાની જગ્યા કે પાણીની વ્યવસ્થા નથી.

રેહમતબેન એનજીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ ગાર્ડનિંગ ટ્રેનિંગ સેશનમાં મે-જૂનમાં જોડાયાં હતાં. તેમના વરંડામાં પૂરતી જગ્યા નહોંતી એટલે તેમણે ધાબામાં પણ ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં રેહમતબેન જણાવે છે, “અમને વ્યક્તિ દીઠ બીજની એક કીટ (150 ગ્રામ) આપવામાં આવી સાથે ખાતર પણ મફતમાં આપવામાં આવ્યું. બસ તેની મદદથી જ મેં મારું પોતાનું ગાર્ડન બનાવ્યું. આના કારણે અમને પૌષ્ટિક ભોજન મળે છે અને પૈસાની બચત પણ થાય છે.” હવે જ્યારે આમાં તેમની ફાવટ આવી ગઈ છે ત્યારે તેઓ ઉત્પાદન વધારી રહ્યા છે.

રેહમતબેનનું કુટુંબ એ હજારો કુટુંબમાંનું એક છે, જેઓ આ સસ્ટેનેબલ કુટુંબ પ્રોગ્રામ અંતર્ગત લાભ લઈ રહ્યું છે.

ઉત્થાનનાં ડેપ્યુટી સીઈઓ પલ્લવી સોબતી રાજપાલ ધ બેટર ઈન્ડિયાને જણાવે છે, “અમે ગુજરાતના ગ્રામીણ સમુદાયો સાથે છેલ્લા ચાર દાયકાથી કામ કરી રહ્યા છીએ. આ સમુદાયોની મદદથી અમે સ્થાનિક સંસ્થાઓમાં ગરીબ લોકોને ભેગા કરીએ છીએ, જેમાં પાણી, ખોરાક અને આજીવિકાના મૂળ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. લૉકડાઉન પછી આપણને બધાંને શીખવા મળ્યું કે, સરકારી રાહત માત્ર આર્થિક પછાત પરિવારોને જ મળી રહે છે, જે પૂરતી નથી. ઘણાં ગામડાંમાં ટ્રાન્સપોર્ટેશન અટકી જવાથી શાકભાજીનો જથ્થો પહોંચી શક્યો નહીં. આ સ્થિતિમાં પરિવારની જરૂરિયારો પૂરી કરવા લગભગ 1500 ચોરસફૂટ જગ્યામાં કિચન ગાર્ડન બનાવી શકાય છે.”

Gujarat Villages

એનજીઓ દ્વારા લગભગ 53 ગામડાંનાં 2,514 કુટુંબમાં આ કિટ્સ આપવામાં આવી. શેરિંગ પોલિસી અંતર્ગત 7,500 કુટુંબ અત્યારે રસાયણ વગરનાં શાકભાજી ઉગાડી રહ્યાં છે, જેમાં ભીંડા, ચોળી, વટાણા, દૂધી, કારેલાં ગીલોડાં વગેરેનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા અંદાજો લગાવવામાં આવ્યો છે કે, દરેક વ્યક્તિને તેના કિચન ગાર્ડનમાંથી રોજની 700 ગ્રામ પૌષ્ટિક શાકભાજી મળી રહે. તેમનું લક્ષ્ય આવા જ બીજા 5000 પરિવારો માટે બગીચા બનાવી મદદ કરવાનું છે.

કિચન ગાર્ડન જ કેમ?
લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની સાથે-સાથે નોકરી ગુમાવનાર લોકો માટે બીજી ઘણી સમસ્યાઓ ઊભી થઈ.

દાખલા તરીકે, ટ્રાન્સપોર્ટેશન અટકતાં ઘણા પરિવારોને પૂરતું શાકભાજી મળી શકતું નહોંતું. સપ્લાય ન થઈ શકતાં શાકભાજીના ભાવ બહુ વધી ગયા, જેના કારણે એક સામાન્ય પરિવાર માટે ખરીદવું બહુ મુશ્કેલ થઈ ગયું.

Kitchen Garden

પ્રવાસી મજૂરો તેમના ગામ પાછા ફરતાં ખેડૂતોને પાક કેવી રીતે લેવો એ સમસ્યા ઊભી થઈ. આ ઉપરાંત પાકને વ્યાપારીઓ સુધી કેવી રીતે લઈ જવો એ સમસ્યા પણ ઊભી થઈ.

એનજીઓ દ્વારા શરૂઆતના સમયમાં કરિયાણાની કિટ લોકોને આપવામાં આવતી હતી, તે સમયે તેમને ખબર પડી કે, અપૂરતા ડોક્યુમેન્ટ્સના કારણે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બધા જરૂરિયાતમંત લોકોને મળી શકતી નથી.

Home Grown vegetables

વધુમાં પલ્લવીબેન જણાવે છે, “પહેલાં તો અમે એ બધી સમસ્યાઓનું આકલન કર્યું, જેમાં જે પરિવારોને સહાય મળતી નથી, ટ્રાન્સપોર્ટેશન ન થઈ શકવાથી શાકભાજી અને ખાદ્યસામગ્રી પહોંચી શકતી નથી વગેરે. આ સમસ્યાઓ હજી પણ ચાલું જ છે. ત્યારબાદ અમે એક લાંબા ગાળાનું સ્વ-ટકાઉ મોડેલ લઈને આવ્યા, જેના કારણે પરિવારને લાંબા ગાળા સુધી પોષણ મળી રહે છે.”

ઉત્થાન દ્વારા સ્થાનિક સમુદાયો અને ગ્રામ પંચાયત દ્વારા અસરગ્રત લોકોની ઓળખ કરવામાં આવે છે. ટીમ દ્વારા કૃષિ નિષ્ણાતોની ટીમની પણ મદદ લેવામાં આવી, જે લોકોને આ અંગે સમજણ પૂરી પાડી શકે.

જેમને તાત્કાલિક ધોરણે મદદની જરૂર હોય તેવા પરિવારોની યાદી બનાવ્યા બાદ ટીમ દ્વારા એક ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી જેમાં કયા કયા પ્રકારનાં બીજ, પાણી, વિસ્તાર અને અન્ય જરૂરિયાતોની સાથે ઉત્પાદનની સાયકલ અંગે નોંધ કરવામાં આવી. એનજીઓએ સ્થાનિક લોકોને બાયો-ખાતર અને જીવામૄત (કમ્પોસ્ટ ખાતર) બનાવવાની તાલીમ પણ આપી.

ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીતમાં એનજીઓના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર જણાવે છે, “ટીમ અને મહત્વના સમુદાયો દ્વારા કરવામાં આવતા શરૂઆતના વર્કશોપ ઓનલાઇન કરવામાં આવતા હતા, કારણકે તેઓ અંતરિયાળ વિસ્તારોમાં કામ કરી રહ્યા છે. ટીમના નિષ્ણાતો પાકને લગતી કોઇપણ સમસ્યાનું નિદાન કરવાની સાથે-સાથે મહત્વની ટિપ્સ પણ આપતા રહેતા હતા. આ દરમિયાન સ્થળ પર જઈને કરવામાં આવતા વર્કશોપ દરમિયાન સ્વચ્છતા અને સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું. જેમાં રસાયણ રહિત ખેતી વધારવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.”

વર્કશોપ બાદ પણ એનજીઓના સભ્યો સ્થાનિક લોકોના સંપર્કમાં રહે છે અને તેમને કોઇપણ સમસ્યા આવે તો તેનું સમાધાન કરે છે.

આનો મુખ્ય હેતુ કોઇ એક કુટુંબને શાકભાજી પૂરું પાડવાનો કે બીજાં કુટુંબોને આપવાનો છે. એનજીઓ આ અંગે વર્કશોપમાં જણાવે છે. તેમાંથી થતું ઉત્પાદન પડોશીઓને સરખા ભાગે આપવામાં આવે છે.

ઉમરિયા ગામનાં નદીબેન જણાવે છે, “શાકભાજીની લણણી કરવાની પ્રક્રિયા સરળ નથી. વ્યક્તિએ તેની જરૂરિયાતો નિયમિત પૂરી કરવી પડે છે. પરંતુ આ બધી મહેનતનું વળતર સારું છે. ગયા મહિને અમે અમારા પોતાના ખોરાકનું ઉત્પાદન કરી મહિનાની 3000 રૂપિયાની બચત કરી અને હવે 15 જેટલા લોકો રસાયણ મુક્ત શાકભાજી ખાઇ રહ્યા છે.”

53 ગામોમાં અમારી આ પહેલનાં સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યાં છે. તેનું એક આશ્ચર્યજનક ઉદાહરણ વેલેસપુર ગામમાં જોવા મળ્યું, જ્યાં એનજીઓએ 20 લોકોની ઓળખ કરી, જેમણે કિચન ગાર્ડન બનાવવામાં રસ દાખવ્યો.

ગુગલ ફોર્મ ભરતી વખતે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમની પેદાશ લોકો સાથે શેર કરવા તૈયાર છે?

ઉત્થાનનાં સાથી મદદનીશ રૂબીના ભટ્ટી કહે છે, “બહેન તમે અમને નહીં કહો તો પણ અમે શાકભાજી બીજાં સાથે વહેંચશું. એક સ્થાનિક મહિલાએ કહ્યું, 20 મહિલાઓએ ગાર્ડનિંગ કર્યું હતું, તેનાથી 80 પરિવારોને મદદ મળી. મારું માનવું છે કે, આનાથી વધુમાં વધુ લોકોને આ શાકભાજી માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. આનાથી ગામમાં ઓછામાં ઓછા 5-6 મહિનાનું શાકભાજી મળી શકે છે.”

Gujarat Villages
Mamtaben from Valespur

વેલેસપુરનાં મમતાબેનને તો તેમનાં શાકભાજી બીજાંને આપવામાં ખૂબજ ખુશી થાય છે. તેમણે કહ્યું, “હું મારાં બધાં જ કામ જાતે જ કરું છું. હું ખાતર પણ જાતે જ બનાવું છું. પડોશીઓની મદદ લેવામાં પણ મને જરા પણ સંકોચ નથી થતો. આ સમય ખૂબજ મુશ્કેલ હતો, આપણામાંથી મોટાભાગના લોકોને આર્થિક સમસ્યાઓ નડી. આપણામાંથી મોટા ભાગના લોકો એકબીજાની વધારે નજીક આવ્યા.”

એનજીઓ પાસે સ્થળ મુલાકાત જેવી ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ હોવા છતાં લાભાર્થીઓને ફોટા અને વિડીયો શેર કરવાનું પણ જણાવતાં, મોડેલ સંપૂર્ણ વિશ્વાસ પર આધારિત છે.

ઉત્થાનના આદિજાતિ વિસ્તાર કાર્યક્રમના ક્ષેત્ર મેનેજર બાબુ પ્રજાપતિ જણાવે છે, “તેમ છતાં પ્રવૃત્તિઓનું નિરિક્ષણ કરવું અને પરિવારોને તેમનો ભાગ મળી રહે છે તે તાપાસવું એ સમુદાયના સ્વયંસેવકોની ભૂમિકા છે. અમને ઘણા હ્રદયસ્પર્ષીઓ અનુઅભવો જાણવા મળ્યા, જેમાં લોકો એકબીજાની મદદ કરવા ઘણું ચાલીને પણ જાય છે. ખાસ પ્રયત્ન કરવામાં આવે છે કે, રોગચાળાના આ સમયમાં મહત્તમ લોકોના જીવ બચાવી શકાય.”

ઉત્થાન અને ગ્રામજનોએ સાથે મળીને કરેલ પ્રયત્નોથી સાબિત થયું છે કે, લૉકડાઉનના પ્રભાવને ઘટાડવા બહુ મોટા પ્રયત્નોની જરૂર નથી. સ્થાનિક લોકો દ્વારા તેમની સમસ્યાઓનું વિષ્લેષણ કરી તેનું નિરાકરણ કરવામાં આવે તો, તેઓ પોતે ગેમ ચેન્જર બની શકે છે.

મૂળ લેખ: ગોપી કારેલિયા

આ પણ વાંચો: ભોજનમાં પતરાવળીનો ઉપયોગ વધારવા માટે રંગ લાવી ડોક્ટરની મહેનત, 500+ પરિવાર જોડાયા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X