/gujarati-betterindia/media/post_attachments/2021/01/Principal-gardening-Cover-3.jpg)
Raja Boss
કોઈપણ બાળકને કંઈપણ શીખવવું હોય તો તેની સૌથી સારી રીત છે કે આપણે તેને જે કહીએ તે પોતે પણ કરે. બિહારના રાજા બોસ પણ આ સિદ્ધાંત પર જ ચાલતા પોતાના વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી રહ્યાં છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-2-1024x536.jpg)
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-3-1024x536.jpg)
બિહારના ભાગલપુર સ્થિત ન્યૂ સેન્ચ્યુરી સ્કૂલના પ્રિન્સિપલ રાજા બોસનું ઘર પણ કોઈ આલિશાન બગીચાથી ઓછું નથી. તમને અહીં સેંકડો વૃક્ષ અને ઝાડ મળી જશે. તેમના ઘરની બહાર જ નહીં પરંતુ અંદર પણ ઝાડ છે. ખૂબ જ નાની ઉંમરમાં તેમને વૃક્ષ સાથે લગાવ થઈ ગયો હતો.
આ વિશે તેમણે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરી અને જણાવ્યું કે ભારતના 'ગાર્ડન સિટી' કહેવાતા બેંગલુરુ શહેરમાંથી તેમને પ્રેરણા મળી હતી.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-4-1024x536.jpg)
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-5-1024x536.jpg)
'હું રાષ્ટ્રીય સ્તરનો ટેબલ ટેનિસ ખેલાડી હતો અને વર્ષ 1986માં છઠ્ઠા ધોરણમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે બેંગલુરુ ગયો હતો. ગાર્ડન સિટીના નામથી ફેમસ સિટી તેના નામ પ્રમાણેના જ ગુણ ધરાવતું હતું. હું પણ મારા શહેરમાં આવું જ કૈંક કરવા ઈચ્છતો હતો. મેં વિચાર્યું કે કંઈપણ શરુ કરવું હોય તો તેની સૌથી સારી રીત છે કે પોતાના ઘરેથી શરુ કરો. અહીંથી શરુ કરીને આપણે સમગ્ર દેશને હરિયાળું બનાવી શકીએ છીએ.'
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-6-1024x536.jpg)
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-7-1024x536.jpg)
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-8.jpeg)
કોઈને પણ વિશ્વાસ ન થાય કે બોસના ઘરમાં 300-400 પ્રજાતિના ઝાડવાઓ છે. જે તેમણે દુનિયાના અલગ અલગ ભાગમાંથી એકઠા કર્યા છે. તેમના ગાર્ડનની તસવીરો જોઈને તમને ચોક્કસ વિશ્વાસ થઈ જશે.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-9.jpeg)
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-10.jpeg)
તેઓ કુદરતી રીતે ગાર્ડનિંગ કરે છે. તેઓ પોતાની આસપાસના સાધનોનો ઉપયોગ કરીને કુદરતી ખાતર અને રસાયણમુક્ત પેસ્ટીસાઈડ્સ બનાવે છે. ગાર્ડનિંગ માટે તેમનું ઝનૂન એવું છે કે તેમણે હવે પોતાનું વેબ સર્કલ બનાવ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ એવા ગ્રુપમાં જોડાયેલા છે. જે ખાસ રીતે વૃક્ષ અને છોડની જાણકારી માટે જ ક્રિએટ કરવામાં આવ્યાં છે. આ ગ્રુપમાં દુનિયાભરના લોકો હોય છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-11.jpeg)
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-13.jpeg)
ઘર પર નાની ઉંમરમાંથી જ તે પોતાના વિદ્યાર્થીઓને બગીચાની કળા શીખવાડી રહ્યાં છે. તેમનું ઘર સ્કૂલ પરિસરમાં જ છે. બાળકોને પર્યાવરણની દેખભાળ કરવાનું હુન્નર શીખવાડનાર રાજાએ સ્કૂલમાં 'લિવ વિથ નેચર'ના નામથી એક ઈકો ક્લબ પણ શરુ કરી છે.
'હું બાળકો માટે એવું વાતાવરણ બનાવવા ઈચ્છું છું. જે તેમને પ્રેરણા આપે. કેટલાક બાળકો અને માતા પિતા એવું કહે છે કે તેમને સ્કૂલે આવતા સમયે જ એવું લાગે છે કે જાણે તેઓ બોટનિકલ ગાર્ડનમાં ટહેલતાં હોય.'
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-14.jpg)
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-15.jpg)
બોસે કહ્યું કે, તેઓ પોતાના બાળકોને ઘર પર લઈ જવા માટે છોડ પણ આપે છે. જેમ જેમ બાળકો તેમની દેખભાળ કરશે. તેમ પર્યાવરણ પ્રત્યે રુચિ વધશે. તેમનું માનવું છે કે આ ઉંમરમાં બાળકોને શીખવેલી આદતો લાંબા સમય સુધી સાથે રહે છે.
ઝાડ પ્રત્યે તેમનો પ્રેમ અને નિષ્ઠા જોઈને વારંવાર લોકો તેમને એવું કહે છે કે તેમણે ઝાડ સાથે જ લગ્ન કર્યા છે. આ વાતને બોસ પણ નકારતા નથી અને તેમને એવું લાગે છે કે, આ પહલ ધીરે ધીરે જ પરંતુ એક શાનદાર આવતીકાલની શરુઆત છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-16.jpg)
“આપણે દરેક જાણીએ છીએ કે ભારતના દરેક શહેર અને વિસ્તારમાં સરળતાથી જોવા મળતી ચકલીઓની સંખ્યા પણ ઓછી થતી જઈ રહી છે. મેં ગત વર્ષોમાં જોયું છે કે કેટલીક ચકલીઓએ મારા ગાર્ડનને પોતાનું ઘર બનાવ્યું છે. આ કારણે જ મને મારી કોશિશો પર ગર્વ છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-18.jpg)
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-20.jpg)
રાજા બોસના માર્ગદર્શન હેઠળ આ બાળકો, જરુર એક દિવસ સારા અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશિલ નાગરિક બનશે. અમને આશા છે કે રાજા બોસની કોશિશ અન્ય લોકોને પણ પ્રેરણા આપશે.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/principal-gardening-19.jpg)
જો તમને પણ ગાર્ડનિંગનો શોખ હોય તો પોતાના ઘરની બાળકની, રસોડા અથવા તો છતને ગાર્ડનમાં ફેરવ્યું છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો. તસવીરો અને સ્ટોરી સાથે તમે અમને પોતાની સ્ટોરી [email protected] પર મોકલી શકો છો.
આ પણ વાંચો: લૉકડાઉનમાં અપાર્ટમેન્ટના ધાબામાં ઉગાડવાનાં શરૂ કર્યાં શાકભાજી, પડોશીઓને પણ મળે છે ઓર્ગેનિક શાક
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.