મહેસાણાના વિનાયકપુરાના કાનજીબાપા 78 વર્ષની વયે પણ ગામનાં બધાં જ અનાથ વૄક્ષોના નાથ બન્યા છે. તો ઘરની આસપાસ અને ગામમાં જ્યાં પણ જગ્યા મળે ફળાઉ વૃક્ષો અને શાકભાજી વાવે છે, જેથી ગામ આખાને મળે તાજાં ફળ-શાકભાજી.
અનુરાભના ગાર્ડનમાં 250 કરતાં પણ વધુ પ્રકારનાં ગુલાબ છે. મહત્વની વાત તો એ છે કે, ગુલાબ માટીમાં નહીં પણ કોલસાની રાખમાં ઉગાડવામાં આવ્યાં છે. એટલું જ નહીં, અહીં એક ગુલાબનું નામ તો તેમના નામ પરથી 'અનુરાભ મણિ' પણ છે.