આફ્રિકાથી શરૂ થઈ હતી સ્વદેશી ચા વાઘ-બકરીની સફર, ગાંધીજીની મદદથી આવ્યા ભારત
‘Be The Change You Want To See In The World’ (એટલે કે, દુનિયામાં તમે જે બદલાવ જોવા ઇચ્છો છો, તેની શરૂઆત તમારા પોતાનાથી કરો) ની પહેલ સાથે ‘ધ બેટર ઈન્ડિયા’ તમારા માટે લાવી રહ્યું છે દિલથી કહેલ બદલાવની વાર્તાઓ.
કટિંગ ચા, મસાલા ચા, કહવા, લાલ ચા અને બીજી ઘણી ચા ફેમસ છે. ભારતમાં ચા એ માત્ર એક પીણું નથી પરંતુ લોકોની લાગણી છે. સવારે ઊઠીને ઊંઘ ઉડાડવી હોય કે પછી સાંજના સમયે આળસ આવતી હોય એક કપ ચા સૌને તરોતાજા કરી દે છે.
તેનું એક કારણ એ પણ છે કે, ચા એકલી આપણા પેટમાં નથી ચતી, ચા સાથે બિસ્કિટથી લઈને નાસ્તા અને લાગણી સભર વાતો અને હસી-મજાક પણ હોય છે. આ જ કારણે ‘અડ્ડા’ શબ્દ આવ્યો છે. દેશના કોઇપણ ખૂણામાં જાઓ, ચા ચોક્કસથી મળી જાય.
આપણા દેશમાં દરેક વિસ્તારના લોકોની અલગ ઓળખ અને અલગ વિચારધારા છે, પરંતુ આ બધી જ વિવિધતાઓ ચાના એક કપમાં શાંત થઈ જાય છે. આ જ વિચાર સાથે ભારતની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડોમાંની એક વાઘ બકરી ચા પણ અસ્તિત્વમાં આવી.
મતભેદની લડાઈ
વાઘ-બકરી ચાની શરૂઆત એક ભારતીય ઉધ્યોગપતિ નરદાસ દેસાઇએ કરી હતી અને આ ચાનો સામાજિક અન્યાય સામે લડાઇનો એક લાંબો ઇતિહાસ છે. વાઘ બકરી ચા શરૂ કરનાર નરદાસ દેસાઇ અને આપણા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી સાથે છે ખાસ કનેક્શન. તેઓ ખૂબજ પ્રભાવિત હતા ગાંધીજીની વિચારસણી અને કાર્યોથી. આજે 2 ઓક્ટોબર, ગાંધીજીની જન્મ જયન્તિ નિમિત્તે અમે તમને જણાવી રહ્યા છીએ વાઘ બકરી ચાની સફર અને નરદાસ દેસાઇના જીવન અને કાર્યોમાં ગાંધીજીના ફાળા વિશે.
વાત 1892 ની છે, જ્યારે દેસાઇએ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં 500 ચા એસ્ટેટ સાથે તેમનો ચાનો વ્યવસાય શરૂ કર્યો. આ સમયે ભારતની જેમ, દક્ષિણ આફ્રિકામાં પણ ઔપનિવેશિક શાસન આધીન હતું અને દેસાઇને પણ ઘણીવાર રંગભેદની ઘટનાઓના ભોગ બનવું પડ્યું હતું. તેમની સફળતા અને રંગભેદની ઘટનાઓ બંને એકસાથે આગળ વધી રહી હતી. ત્યારબાદ એ વિસ્તારની રાજકિય અશાંતિએ તેમને દેશ છોડવા મજબૂર કર્યા. કેટલાક કિમતી સામાન અને તેમના આદર્શ મહાત્મા ગાંધી દ્વારા રેકમન્ડેડ સર્ટિફિકેટ લઈને એક નવી શરૂઆત માટે 1915 માં તેઓ ભારત પાછા ફર્યા.
12 ફેબ્રુઆરી, 1915 માં તેમને આપવામાં આવેલ પ્રમાણ પત્રમાં કહેવામાં આવ્યું, “હું દક્ષિણ આફ્રિકામાં શ્રી નરદાસ દેસાઇને ઓળખતો હતો, તેઓ ત્યાં ઘણાં વર્ષોથી એક સફળ ચાના બગીચાના માલિક હતા.” વતન પાછા આવવામાં તેમને આ પ્રમાણપત્ર બહુ મદદરૂપ રહ્યું.
ગાંધીજીના સમર્થનથી તેમણે 1919 માં અમદાવાદમાં ગુજરાત ચા ડીપોની સ્થાપના કરી. પરંતુ દેસાઇ પર ગાંધીનો પ્રભાવ માત્ર સ્વદેશી કંપની ચલાવવો નહોંતો, તેનાથી ઘણો વધારે હતો. આ એક સકારાત્મક આંદોલનની શરૂઆત હતી જે ચા અને સામાજિક સદ્ભાવના સંબંધમાં યોગદાન કરવા નીકળી પડ્યા. આ સમયે વાઘ બકરીના માધ્યમથી લોકોને સમાનતાનો સંદેશ આપવામાં આવ્યો. વાઘની તસવીર કે, વાઘ અને બકરીની એકસાથે ચા પીવાની તસવીર માધ્યમે કંપનીએ ભારતમાં જાતિના ભેદભાવ સામેની લડાઇ લડવાની શરૂ કરી અને સમાનતાને પ્રોત્સાહન આપ્યું. આ લોકો સાથે ગુજરાત ચા ડીપોએ 1934 માં વાઘ બકરી ચા બ્રાન્ડ લૉન્ચ કરી.
1980 સુધી, કંઓઅનીએ જથ્થાબંધ અને રિટેલ, બંને દુખાનો ખોલી ચા વેચવાની ચાલું રાખી. પરંતુ કંપની ચાલતી રહે અને બીજા ચાના વ્યવસાયોથી અલગ તરી આવવા માટે નવા નામ ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડ અંતર્ગત બોર્ડ ઉદ્યોગ બનાવવાની સાથે-સાથે પેકેજ્ડ ચા વેચવાનો નિર્ણય કર્યો.
આખા ગુજરાતમાં સફળતા મેળવા બાદ થોડા જ વર્ષોમાં કંપનીએ આખા દેશમાં વિસ્તરણ કરવાનું શરૂ કરી દીધું 2003 થી 2009 વચ્ચે બ્રાન્ડ મહારાષ્ટ્ર, રાજસ્થાન, યૂપી સહિત ઘણાં રાજ્યોમાં પહોંચી ગઈ.
ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, વાઘ બકરી ટી ગૃપના કાર્યકારી નિર્દેશ અને ચોથી પેઢીના ઉદ્યોગપતિ પરાગ દેસાઇનું કહેવું છે કે, “થોડાં વર્ષો પહેલાં, વાઘ બકરી બ્રાન્ડ નામને સમજવા માટે ભારતના અન્ય વિસ્તારોમાં વપરાશકર્તાઓને બહુ મુશ્કેલી પડતી હતી. જોકે કૉન્સેપ્ટથી લોકોની ઉત્સુકતા વધી અને સ્વાદ અને સુગંધ બ્રાન્ડ માટે સફળતાનાં કારણ બન્યાં.”
આ કંપની તેના બરાબરી અને સમાનતાના સંદેશ પર કાયમ રહી છે. જોકે 2002 માં સીઈઓ, પીયૂષ દેસાઇએ ઉલ્લેખ કર્યો હતો કે, કંપની એક મુસ્લિમ વ્યક્તિની મદદ વગર શક્ય જ નહોંતી, જેમણે તેમના દાદાને એક મોટી લોન આપી મદદ કરી હતી. તે સમયે તેમણે સવાલ પણ પૂછ્યો હતો કે, ” શું આ ઋણ ચૂકવી શકાય?”, જેનો ઉલ્લેખ માર્થા નુસબમના પુસ્તક, ધ ક્લેશ વિદઇન: ડેમોક્રેસી, રિલિજિયસ વાયલેન્સ એન્ડ ઇન્ડિયાઝ ફ્યૂચરમાં ઉલ્લેખ કર્યો છે.
સામાજિક ન્યાયના ક્ષેત્રમાં બ્રાન્ડની ભૂમિકા અને ગાંધીથી પ્રેરિત સાર્થક માર્કિંગના મહત્વને અમેરિકન મારેક્ટિંગ પંડિત ફિલિપ કોટલરે 2013 મં પોતાના પુસ્તક માર્કેટિંગ મેનેજમેન્ટના 14 મા સંસ્કરણમાં માન્યતા આપી હતી. અમૂલ અને મૂવ જેવી અન્ય ભારતીય બ્રાન્ડ્સ સાથે, કોટલરે મીનિંગફુલ માર્કેટિંગ ડેવલપમેન્ટ માટે વાઘ-બકરી ચાની કેસ સ્ટડી પર પ્રકાશ પાડ્યો.
આજે આ બ્રાન્ડ 1500 કરોડ કરતાં વધુના બિઝનેસ અને 40 મિલિયન કિલોગ્રામ કરતાં વધુ વિતરણ સાથે ભારતની ટોપ ચા બ્રાન્ડમાંની એક બની ગઈ છે. રાજસ્થાન, ગોવાથી લઈને કર્ણાટક સુધી આખા ભારતમાં વાઘ બકરી ઘર-ઘરની ઓળખ બની ગઈ છે.
મૂળ લેખ – અનન્યા બરૂઆ
આ પણ વાંચો: ભારતની સાથે-સાથે શિકાગો અને કેલિફોર્નિયામાં રહેલ ગાંધીજીની કાંસાની મૂર્તિઓ બનાવી હતી જશુબેન શિલ્પીએ
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167