જૂનાગઢના આ નવાબે પ્રયત્ન ન કર્યા હોત તો, આપણી પેઢીને ગીરમાં જોવા ન મળત સિંહ

જૂનાગઢના આ નવાબે પ્રયત્ન ન કર્યા હોત તો, આપણી પેઢીને ગીરમાં જોવા ન મળત સિંહ

બહુ ઓછા લોકો જાણે છે કે, આ રાજાએ ગીરના સિંહોને લુપ્ત થતા બચાવ્યા હતા

20 મી સદીના અંતમાં, એશિયાટિક સિંહો, જે એક સમયે પેલેસ્ટાઇનથી પલામાઉ તરફ જોવા મળતા હતા, જે પશ્ચિમ એશિયા અને ઉત્તર ભારતમાં મોટી સંખ્યામાં અદ્રશ્ય થવા લાગ્યા હતા.

ગુજરાતના ગીર જંગલમાં જ તેમને અત્યાર સુધી સુરક્ષિત આશ્રય મળ્યું છે. ત્યાં પણ તેમને બ્રિટિશ અધિકારીઓ અને રાજકુમારોના શિકારના ભોગ બનવું પડ્યું હતું. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેવાસીઓની માલિકીના કારણે ઘણીવાર રહેઠાણ ગુમાવવાં પડ્યાં તો ઘણીવાર બીજાં પ્રાણીઓ સાથેના સંઘર્ષનો ભોગ બન્યા.

અત્યારે ગુજરાતના સુરક્ષિત ગીર રાષ્ટ્રિય ઉદ્યાન કુલ 1,412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે, જે એશિયન સિંહો માટે બહુ સુરક્ષિત જગ્યા ગણાય છે. પરંતુ આ સંરક્ષણનો પાયો જૂનાં રજવાડાંના જૂનાગઢના નવાબોએ નાખ્યો હતો.

ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, બાબી કુળના નવાબો અંતર્ગત આ વિસ્તારોનું તેમણે તેમના પોતાના ઉપયોગ માટે સંરક્ષણ કર્યું હતું. કારણકે તે સમયે રાષ્ટ્રીય ઉદ્યાન અને સંરક્ષિત જંગલ તે સમયે બ્રિટિશ અધિકારીઓ અને રાજકુમારો માટે શિકારનાં મેદાન હતાં.

પ્રારંભિક ઇતિહાસ

1735 માં શેરખાન બાબીબે મુગલ ગવર્નરને પ્રદેશમાંથી કાઢી મૂક્યો અને નવ નવાબોનો રાજવંશ બનાવ્યો હતો, જે 1947 સુધી ચાલ્યો હતો. આ લેખનું મૂળ ધ્યાન આઠમા અને નવમા નવાબના શાસન પર રહેશે, જેનું વિભાજન થયું હતું. જેમાં સીધા બ્રિટિશ પ્રશાસન દ્વારા વહિવટ કરવામાં આવ્યો હતો.

Lions in Gir Forest
ગીર સિંહ (Image courtesy Twitter/Narendra Modi)

એમ પણ કહી શકાય કે, આ નવાબોએ દખલ ન કરી હોત તો, એશિયન સિંહો ગીરના જંગલમાંથી ગાયબ થઈ ગયા હોત. સિંહોને બચાવવાનો સૌપ્રથમ પ્રયત્ન 1879 માં નવાબ મહાબત ખાનજી II (1851-1888) દ્વારા કરવામાં આવ્યો હતો.

પોતાના વિસ્તારમાં સિંહોના શિકારથી ગુસ્સે થઈ તેમણે ખાસ પરવાનગી વગર શિકાર પર સદંતર પ્રતિબંધ મૂકી દીધો.

તેમના આ પ્રયત્નમાં બોમ્બેના રાજ્યપાલ લોર્ડ સેન્ડહર્સ્ટે પણ તેમને ટેકો આપ્યો હતો. આ કડક નિયમ કોઇપણ જાતની ઢીલ વગર કરવામાં આવ્યો હતો, કારણકે 1975 થી 1925 સુધીમાં આશરે 1,50,000 ચિત્તા, 80,000 વાઘ અને 2,00,000 વરૂના જીવ ઈનામ માટે લેવામાં આવ્યા હતા અને બીજાં ઘણાં પ્રાણીઓના આંકડા તો નોંધાયા પણ નહોંતા.

તેમના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં પડોશી રાજકુમારો અને બ્રિટિશ અધિકારીઓએ સિંહોનો પીછો કરવાનો ચાલું જ રાખ્યો હતો. ત્યારબાદ 1892 માં નવાબ રસુલ ખાનજીએ બીજો હુકમ બહાર પાડ્યો. કન્ઝર્વેશન એન્ડ સોસાયટી જર્નલના લેખ અનુસાર, તેમણે મોરની હત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો અને સાથે-સાથે બીજા નિયમો પણ બહાર પાડ્યા જેમાં, કોઇ ખાસ કારણસર રાજ્યની ખાસ મંજૂરી હોય તો જ સિંહ પર ગોળી ચલાવવાની મંજૂરી આપવામાં આવી.

આગળ વધતાં

જોકે આનાથી પણ પ્રાણીઓનું સિંહોનું સંપૂર્ણ રીતે સંરક્ષણ શક્ય ન બન્યું. વરિષ્ટ બ્રિટિશ અધિકારીઓ અને પડોશી રાજકુમારો જૂનાગઢ રાજ્યના અધિકારક્ષેત્રથી બહારના જંગલ વિસ્સ્તારોમાં શિકાર કરતા રહેતા.

સિંહોને બચાવવા માટેના ગંભીર પ્રયાસો પણ સફળ ન થતાં છેવટે કંટાળીને રસુલ ખાનજીએ એપ્રિલ 1901 માં લોર્ડ કર્ઝનને એક પત્ર લખી તેમની મદદ માંગી. પત્રમાં તેમણે લખ્યું હતું કે, જૂનાગઢ રાજ્યની સીમામાં સિંહના શીકાર પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ રાજ્યની સીમા બહાર તેઓ કઈં કરી શક્યા નથી, જે દુખદ છે.

Lions in Gir Forest
ગીર જંગલમાં સિંહ (Image courtesy Wikimedia Commons)

રસુલ ખાનજીને બીક હતી કે, જ્યાં સુધી પડોશી રાજ્યો અને નાનાં-નાનાં રજવાડાંમાં પણ તેમના શિકાર પર કડક પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો, આ ઉમદા જાતિ સામાન્ય લોકોના હાથે નાશ પામશે.

બ્રિટિશ અધિકારીઓ દ્વારા સંરક્ષણ માટે કરવામાં આવેલ તમામ પ્રયત્નો બાદ ગીરમાં સિંહોની સંખ્યા અંગે અહેવાલ આપવામાં આવ્યો હતો. 1850 માં મેજર જનરલ વિલિયમ રાઇસના જણાવ્યા અનુસાર, સિંહોની સંખ્યા 300 કરતાં પણ ઓછી હતી. ત્રીસ વર્ષ બાદ 1984 માં કાઠિયાવાડ ગેઝેટેરે કહ્યું કે, માત્ર એક ડઝન સિંહ જ બાકી છે. જોકે આ એક અતિશયોક્તિ હતી. 1905 માં બ્રિટિશ પોલિટિકલ એજન્ટ મેજર એચ.જી. કાર્નેગીના અંદાજ અનુસાર સિંહોની સંખ્યા લગભગ 60-70 હતી જ્યારે જૂનાગઢનું વહિવટી તંત્ર માને છે કે, ઓછામાં ઓછા 100 સિંહો તો બાકી હતા.

1908-09 સુધીમાં વન વિભાગ દ્વારા ગીર જંગલનો વિસ્તાર વધારીને 1530 ચોરસ કિમી કરવામાં આવ્યો અને તેની સંદર 326 ચોરસ કિમીથી વધુ વિસ્તારને સિંહ માટેના અભયારણ્ય બનાવવામાં આવ્યું. બ્રિટિશ શાસન દરમિયાન 1908 માં મોટા શિંગડાવાળા ગેંડાને સુરક્ષિત રાખવા કાજીરંગામાં અભયારણ્ય બનાવવામાં આવ્યું હતું. જેનું અનુસરણ અહીં પણ કરવામાં આવ્યું હતું.

1911 માં રસુલખાનથી મૄત્યુ પામ્યા. તેમના વારસદાર સગીર હતા અને વસાહતી સરકાર રજવાડાના વહિવટના નિયંત્રણ સાથે કોઇ તક લેવા નહોંતી ઇચ્છતી. તેથી તેમણે તેમના વારસ નવાબ મહાબતખાનજી ત્રીજાની ઉંમરે સત્તાવાર રીતે એક દાયકા સુધી સત્તા સંભાળી.

વરિષ્ઠ બ્રિટિશ અધિકારી એચડી રેંડલની એક દાયકા લાંબા કારભાર દરમિયાન મુંબઈના ગવર્નરને પણ જંગલમાં શિકાર માટે આમંત્રણ આપવામાં આવ્યું. મહામતખાનજી યોગ્ય વયના થયાં એટલે તેમણે 1921 માં કારભાર સંભાળ્યો. ત્યારે તેમણે નવાનગરના મહારાજા જામ સાહેબ રણજીતસિંહજી અને બિકાનેરના મહારાજા ગંગાસિંહની સિંહના શિકારની વિનંતિ નકારી કાઢી.

આ વિનંતિઓથી નારાજ થઈને તેમણે રાજકોટમાં બોમ્બેના રાજ્યપાલના એજન્ટ મેકોનોચીને એક લાંબો પત્ર લખ્યો.

જેમાં કહેવામાં આવ્યું કે, ગીર સિંહોનું ઘર છે અને નિ:શંકપણે ગીરનું જંગલ મારા પૂર્વજોની સંપત્તિ છે. ગીરનું જંગલ એ ભારતીય સિંહોનું અંતિમ અભયારણ્ય છે.

સિંહોની માલિકી લેવાની સાથે-સાથે તેમણે પડોશી રાજ્યો સાથેની શાંતિ તોડવાની ધમકી આપી અને જૂનાગઢના અધિકારક્ષેત્રની બહાર સિંહોની સુરક્ષા કરવાની માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો, જંગલોનો નાશ કરવાની પણ ધમકી આપી હતી.

Nawab Mahabat Khanji III (Image courtesy Royal Ark)
Nawab Mahabat Khanji III (Image courtesy Royal Ark)

દુભાગ્યવશ વસાહતી સરકારે તેમની માંગણી ન સ્વિકારી અને બાજુનાં રજવાડાંએ જૂનાગઢના અધિકાર ક્ષેત્રની બહાર સિંહો મારવાનું ચાલું જ રાખ્યું. જોકે તેમણે પ્રયત્ન કરવાનું બંધ ન કર્યું. તેમણે 1936 માં સિંહોની ગણતરી કરી, જેમાં કુલ આંકડો 287 જણાવવામાં આવી હતી.

જૂનાગઢ રાજ્યના રેકોર્ડ અનુસાર, 1920 થી 1943 વચ્ચે 89 સિંહોનાં મૄત્યુ થયાં. તેમ છતાં મહાબત ખાનજી 1947 સુધી લડ્યા. 15 ઓગષ્ટે ભારતની આઝાદીની જાહેરાત થતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન દીવાન શાહ નવાઝ ભુટ્ટોની સલાહથી પાકિસ્તાનમાં ભળવાની ભૂલ કરી.

તેમના નિર્ણયના કારણે વહિવટ પર તેમણે નિયંત્રણ ગુમાવ્યું અને 24 ઓક્ટોબરના રોજ તેઓ કરાંચી જવા રવાના થયા અને છેવટે રજવાડું ભારતમાં ભળ્યું.

તેમના ગયા બાદ સિંહોને શિકારીઓથી સંરક્ષણ ન મળ્યું અને 1963 થી 1968 દરમિયાન 5 વર્ષના ગાળામાં સિંહોની વસ્તી લગભગ 285 થી ઘટીને 177 થઈ ગઈ હતી.

સિંહોને લુપ્ત થતા અટકાવવાની જરૂરિયાતને સમજી ભારતીય વન વુભાગે સપ્ટેમ્બર 1965 માં એશિયન સિંહોના સંરક્ષણ માટે કામ કરવાનું શરૂ કર્યો અને વન વિસ્તારને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્ય તરીકે નિયુક્ત કરાવ્યો. 1968 માં સિંહોની સંખ્યા 177 હતી જે 2020 સુધીમાં વધીને 674 સુધી પહોંચી ગઈ. જ્યારે ગીરના વન વિભાગના અધિકારીઓ સિંહોના સંરક્ષણ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે એ જોતાં લાગે છે કે, જૂનાગઢના નવાબની આગેવાની હેઠળ પ્રકાશનું એક કિરણ દેખાયું.

એક રિપોર્ટ અનુસાર, મહાબતખાનજી એરપોર્ટથી કરાંચી જવા રવાના થયા ત્યારે તેમની આંખમાં આંસુ હતાં. ગિરનાર પર્વત તરફ નજર કરી તેમણે કહ્યું હતું, “હવે મારા સિંહોનું રક્ષણ કોણ કરશે?” થોડો સમય લાગ્યો પરંતુ સ્થાનિક ગ્રામિણો અને વન વિભાગના અધિકારીઓના પ્રયત્નોથી સારું પરિણામ મળ્યું છે.

મૂળ લેખ: RINCHEN NORBU WANGCHUK (https://www.thebetterindia.com/235146/world-lion-day-gujarat-gir-national-park-nawab-junagadh-british-rule-india-nor41/)

Key Sources:

Divyabhanusinh. Junagadh State and its Lions: Conservation in Princely India, 1879-1947. Conservat Soc 2006;4:522-40. ()

How the Gir Lions Were Saved (Live History India)

Feature Image caption/source: Mohammad Rasul Khanji, Nawab of Junagadh (1892-1911), and Bahaduddinbhai Hasainbhai, Wazier, Junagadh, who was also state wazier under previous ruler/Wikimedia Commons/British Library

આ પણ વાંચો: આ મહિલાની હિંમતને સલામ: ગીરની પ્રથમ મહિલા ગાર્ડ જેણે 12 વર્ષમાં 1,000થી વધારે પ્રાણીઓને રેસ્ક્યૂ કર્યાં!

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X