/gujarati-betterindia/media/post_attachments/2021/01/Untitled-design-11.jpg)
Solar village
આપણા દેશમાં 365 દિવસમાંથી લગભગ 300 દિવસ સૂરજ નીકળે છે. જો ઉર્જા સંદર્ભે જોવામાં આવે તો આટલા દિવસોમાં માત્ર સૂર્યનાં કિરણોમાંથી ભારત લગભગ 5,000 કિલોવૉટ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.
ભારતમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરવા અને તેના ઉપયોગની ક્ષમતાને જોતાં, છેલ્લાં થોડાં વર્ષોમાં સૌર ઉર્જા ક્ષેત્રે બહુ ઓછું કામ થયું છે. આજે ભારતનાં 15 રાજ્યોમાં સોલર ઉર્જાની પોલિસી છે. સૌથી પહેલાં 2009 માં ગુજરાતે તેની સોલર પોલિસી લૉન્ચ કરી હતી.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/Untitled-design-3-1024x536.jpg)
ગુજરાતની સોલર પૉલિસી ઘણાં રાજ્યો માટે મોડેલ બની છે અને હવે ગુજરાતના એક ગામ અને અહીંના ખેડૂતો દેશનાં અન્ય ગામો અને ખેડૂતો માટે સૌર ઉર્જાના યોગ્ય ઉપયોગ માટે એક અનોખુ મોડેલ આપે છે.
ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ ઢૂંડી ગામમાં વિશ્વની પહેલી 'સૌર સિંચાઈ સહકારી સમિતિ' નું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિનું નામ છે 'ઢૂંડી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી' (DSUUSM)!
/gujarati-betterindia/media/post_attachments/2021/01/Untitled-design-4-1024x536.jpg)
એક ખેડૂત અને આ સહકારી મંડળીના સેક્રેટરી પ્રવીણ પરમારે જણાવ્યું, "વર્ષ 2016 માં ઢૂંડી ગામના છ ખેડૂતોએ મળીને આ મંડળી બનાવી અને અત્યારે તેમાં 9 સભ્યો છે. આ સહકારી સમિતિને આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થા (IWMI) ની મદદથી શરૂ કરવામાં આવી છે."
આ બધા 9 ખેડૂતોના ખેતરોમાં 8 કિલોવૉટથી લઈને 10.8 કિલોવૉટ સુધીની સોલર પેનલ અને પંપ લગાવવામાં આવ્યા. સોલર પંપની મદદથી ખેડૂતો સમયસર ખેતરની સિંચાઈ કરી શકે છે અને સિંચાઇ બાદ આ સોલર પેનલથી જે પણ ઉર્જા ઉત્પાદિત થાય છે, તેને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ આ ખેડૂતો પાસેથી ખરીદે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/Untitled-design-5-1024x536.jpg)
પ્રવીણ પરમારે કહ્યું સોલર ઉર્જાના આ યોગ્ય ઉપયોગથી હવે ખેડૂતોને પહેલાં કરતાં પણ વધારે ફાયદો થાય છે. આ ખેડૂતોને હવે સિંચાઇ માટે ડીઝલ વાળા પંપ પર ખર્ચ કરવાની જરૂર નથી પડતી. જેના કારણે ખેતી માટે થતો ખર્ચ ઘટે છે અને સાથે-સાથે કંપની તેમની પાસેથી વધારાની વિજળી ખરીદે છે, તેના માટે ખેડૂતોને 7 રૂપિયા, યુનિટના દરે તેમને દર મહિને પૈસા મળે છે. જેના કારણે ખેડૂતોને વધારાની આવક પણ મળે છે.
વર્ષ 2016 માં ગુજરાતના આણંદ સ્થિત 'આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધ સંસ્થા' એ આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેનું મુખ્ય સેન્ટર કોલંબોમાં છે અને ભારતમાં તેનાં બે કેંદ્ર છે, એક દિલ્હી અને બીજું આણંદ. તેનું મુખ્ય કામ કૃષિ ક્ષેત્રમાં જળ પ્રબંધન અને ભૂ-જળના ઘટતા સ્તર પર સંશોધન કરવાનું છે. સંશોધન બાદ એવા પ્રોજેક્ટ અને પોલિસી તૈયાર કરવાનું છે, જેમાં પાણી પણ બચાવી શકાય અને તે ખેડૂતો માટે ફાયદાકારક હોય.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/Untitled-design-6-1024x536.jpg)
આઈડબ્લ્યૂએમઆઈ, આણંદમાં કાર્યરત સલાહકાર રાહુલ રાઠોડે જણાવ્યું કે, તેમનાં સંશોધન કાર્યોથી ખબર પડી કે, ખેતીમાં ખેડૂતોને મોટાભાગે જરૂર કરતાં વધારે ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે. જ્યાં તેમને માત્ર 3 કલાક પાણી આપવાની જરૂર હોય ત્યાં તેઓ 4-5 કલાક પાણી આપે છે. જેના કારણે ધીરે-ધીરે ભૂગર્ભ જળનું સ્તર સતત ઘટી રહ્યું છે.
આ સિવાય જો ક્યાંય દુષ્કાળ પડે કે, કે પછી ક્યાંક પૂર આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને પછી તેમની પાસે કમાણીનું કોઇ સાધન નથી હોતું. એટલે પછી ખેડૂતોને કિસાન બેન્ક કે પછી શાહુકાર પાસેથી દેવું લેવું પડે છે.
રાઠોડે કહ્યું, "આઈડમ્બ્યૂએમઆઈનો ઉદ્દેશ્ય કઈંક એવું કરવાનો હતો, જેનાથી ખેડૂતો પાણીનો બગાડ ન કરે અને તેમને વધારાની કમાણી પણ થાય."
/gujarati-betterindia/media/post_attachments/2021/01/Untitled-design-7-1024x536.jpg)
આ વિચાર સાથે આઈડમ્બ્યૂએમઆઈએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટના કારણે ખેડૂત નિર્ધારિત સમયે જ પાણી કાઢે છે અને બાકીના સમયમાં ઉત્પાદિત થતી ઉર્જાથી તેમને આવક થાય છે. પરમાર કહે છે કે, ગામમાં સહકારી મંડળી શરૂ થયે ચાર વર્ષ થયાં છે, પરંતુ આ ચાર વર્ષમાં ખેડૂતોના જીવનમાં ઘણો બદલાવ થયો છે. આ બધા જ ખેડૂતો અત્યારે સોલર ઉદ્યમી બની ગયા છે.
પોતાના ફાયદાની સાથે-સાથે આ બધાજ 'સોલર ખેડૂત' એવા ખેડૂતોને પણ મદદ કરે છે, જેઓ તેમના ખેતરમાં પંપ ન લગાવડાવી શકે. પહેલાં આવા નાના અને ગરીબ ખેડૂતોને ડીઝલવાળા પંપ ચલાવતા લોકો પાસેથી પાણી ખરીદવું પડતું હતું. આ માટે તેમને દર કલાકના 450 થી 500 રૂપિયા ચૂકવવા પડતા હતા.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/Untitled-design-8-1024x536.jpg)
પરંતુ હવે સોલર પંપથી પાણી ખરીદવા માટે તમને 200 થી 250 રૂપિયા જ ખર્ચવા પડે છે. સાથે-સાથે તેઓ ગમે ત્યારે સિંચાઇ કરી શકે છે, કારણકે હવે તેમને પંપમાં વારંવાર ડીઝલ ભરાવવાની જરૂર પણ નથી પડતી.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં પ્રવીણ પરમારે કહ્યું, "ગામના જે પણ ખેડૂતો ચાર વર્ષ પહેલાં સોલર પેનલ, પંપ અને માઇક્રો ગ્રિડ લગાવવા માટે લગભગ 55,000 રૂપિયા ખર્ચ્યા હતા એ ખેડૂતોને વર્ષમાં લગભગ 30,000 આસપાસ વધારાની આવક મળે છે. હવે તેમને સિંચાઈ માટે વધારાનો ખર્ચ કરવો નથી પડતો."
હવે ધીરે-ધીરે ખેડૂતોને નફો થવા લાગ્યો છે અને તેમના ખેતરોમાંથી ઘણી સૌર ઉર્જા ઉત્પાદિત થવા લાગી, એટલે આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાની મદદથી સહકારી મંડળીને ગુજરાતમાં વિજળી વિતરણ કંપની સાથે એક એગ્રીમેન્ટ કર્યું.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/Untitled-design-9-1024x536.jpg)
ઢૂંડી ગામના ખેડૂતોના આ સફળ સોલર મોડેલ વિશે જાણીને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ 'ઢૂંડી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી' ના ખેડૂતો અને સેક્રેટરી પ્રવીણ પરમારને મળવા આવ્યા અને આખા મોડેલ પર ચર્ચા કરી.
હવે ગુજરાત સરકારે પણ ઢૂંડી ગામના આ સફળ પ્રયત્નના આધારે 'સૂર્યશક્તિ ખેડૂત' યોજના શરૂ કરી. આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતના 33 જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો. આ યોજના અનુસાર, આ જિલ્લાઓમાં ખેડૂતો તેમના ખેતરમાં વિજળી ઉત્પાદિત કરી, 7 રૂપિયા યુનિટ પ્રમાણે સાત વર્ષ સુધી સરકારને વેચી શકે છે. જેમાં 3.50 રૂપિયા સરકાર આપશે અને 3.50 રૂપિયા વિજ કંપની ચૂકવશે. આ 7 વર્ષ બાદ બીજા 18 વર્ષ સુધી ખેડૂતને યુનિઠ દીઠ 3.50 રૂપિયા મળશે, એટલે કુલ 25 આવક મળતી રહેશે.જેના અંતર્ગત લગભગ 12,500 ખેડૂતોને લાભ આપવાની આશા છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/01/Untitled-design-10-1024x536.jpg)
આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને સોલર ઉદ્યમી બનાવી ચિંચાઈ સંબંધિત સમસ્યાઓ દૂર કરવાની સાથે-સાથે તેમના માટે વધારાની આવક ઊભી કરવાનો પણ છે. ઢૂંડી બાદ આઈડબ્લ્યૂએમઆઈએ ગુજરાતના જ એક બીજા ગામ, મુજકુઆમાં પણ 11 ખેડૂતોની સહકારી મંડળી બનાવી આ કામ શરૂ કર્યું.
રાઠોડે જણાવ્યું કે, જો સરકાર આખા દેશમાં નાની-નાની સહકારી મંડળી બનાવી કામ કરે તો, ખેડૂતોની આવક બમણી થઈ શકે છે. આખા દેશમાં લગભગ 21 મિલિયન ડીઝલ-પંપની જગ્યાએ સોલર પંપ લગાવી શકાય છે. જો આમ થાય તો, આવક વધશે, દેશમાં ઉર્જા ઉત્પાદન વધશે અને ભૂજળની ખપતને પણ નિયંત્રિત કરી સકાશે.
તમે અહીં 'ઢૂંડી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી' નું ફેસબુક પેજ જોઇ શકો છો. આ સિવાય આઈડબ્લ્યૂએમઆઈ સાથે સંપર્ક કરવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચો:95% ઓછું આવે છે અહીં સોસાયટીનું વિજળી બિલ, આ છે કારણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.