Placeholder canvas

100% આદિવાસી વસ્તીવાળા ગુજરાતના આ વિસ્તારમાં હળદરની ખેતી કરી આ મહિલા બની સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ

100% આદિવાસી વસ્તીવાળા ગુજરાતના આ વિસ્તારમાં હળદરની ખેતી કરી આ મહિલા બની સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ

હળદર, મસાલા અને ઔષધિય વસ્તુઓનું ઉત્પાદન કરી આદિવાસી વિસ્તારની આ મહિલા બની પ્રેરણા, દૂર-દૂરથી લોકો આવે છે ખરીદવા

ગુજરાતના આદીવાસી વિસ્તાર ડાંગમાં લોકો કઠોળ અને કેટલીક પારંપારિક વસ્તુઓની ખેતી સિવાય વિચારી પણ ન શકે, ત્યાં દક્ષાબેન બીરારીએ હળદરની ખેતી શરૂ કરી. હળદરની સાથે-સાથે ઔષધીય પાક અને કેટલીક વસ્તુઓના ઉત્પાદનથી આજે બધાં માટે પ્રેરણા સમાન બન્યાં છે.

માત્ર શહેરોની જ નહીં, પરંતુ આજકાલ ગામડાંની મહિલાઓ પણ આગળ વધી રહી છે. આવી જ એક મહિલા છે દક્ષાબેન બીરારી, જેઓ પ્રેરણા સમાન બન્યા છે ગુજરાત અને દેશ માટે. તેઓ ઉદાહરણ છે ‘મહિલા સશક્તિકરણ’નું.

Species without any chemical or color
કોઇપણ જાતના રસાયણ કે રંગ રહિત હળદરનું પ્રોડક્શન

આદિવાસી વિસ્તારમાં કઈંક નવું કરી બતાવ્યું

ગુજરાતના છેવાડે 100 ટકા આદિવાસી વસ્તીવાળા ડાંગ જિલ્લામાં ભણતર પણ બહુ મુશ્કેલ છે ત્યાં આ મહિલાએ સૌને ગૌરવ અપાવ્યું છે. ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના જામલાપાડા ગામમાં રહેતાં દક્ષાબેને આજથી સાત-આઠ વર્ષ પહેલાં હળદરની ખેતી કરવાની શરૂ કરી. તેમની શુદ્ધ હળદરની સુગંધથી સાપુતારા, શિરડી, શનિદેવ તેમજ નાસિક જતા પ્રવાસીઓને ત્યાં ખેંચી લાવતા. ત્યાંથી પસાર થતા પ્રવાસીઓ ત્યાં થોભ્યા વગર રહી શકતા નહોંતા. તેમના ખેતરમાં થતી હળદરમાંથી તેઓ જાતે જ સંપૂર્ણ પ્રાકૄતિક રીતે હળદર પાવડર બનાવે છે. ત્યાંથી આવતાં-જતાં પ્રવાસીઓએ અહીંથી હળદર લીધા વગર નથી જતાં. ધીરે-ધીરે-તેમની આ હળદરની સોડમ આસપાસના વિસ્તારમાં પણ ફેલાવા લાગી છે

Ambika Haldar farm
રસ્તે જતા પ્રવાસીઓ સુગંધથી ખેંચાઇ આવે છે

હળદર ઉગાડી જાતે જ કરે છે સંપૂર્ણ પ્રોસેસિંગ

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં દક્ષાબેન જણાવે છે, “શરૂઆતમાં હળદરનું બિયારણ લાવવામાં તકલીફ પડતી હતી, પરંતુ આજે તેઓ હળદરનું વેચાણ કરવાની સાથે-સાથે આસપાસના વિસ્તારોને હળદરનું બિયારણ પણ આપી રહ્યા છે. એક ક્યારાથી શરૂ કરેલ હળદરની ખેતી અત્યારે સાત એકર સુધી પહોંચી ગઈ છે. સરકારની સહાયથી અમે હળદરનો પ્રોસેસિંગ યુનિટ પણ ચલાવીએ છીએ. જેમાં હળદરને બોઇલર મશીનથી બાફી, પોલીસ્ડ ડ્રમમાં સૂકવી તેની છાલ ઉતારવામાં આવે છે. ત્યારબાદ તેના ગાંઠીયા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એક અલગ મશીમમાં આ મશીનના ટુકડા કરી તેને ઘંટીમાં દળવામાં આવે છે. ત્યારબાદ ચારણામાં ચાળી વેચાણમાં પેકિંગ કરવામાં આવે છે.”

5 લાખની લોનથી શરૂ કરેલ વ્યવસાય ફેરવ્યો નફામાં

આ આખી પ્રક્રિયામાં એક વર્ષમાં એક પાક જ લઈ શકાય છે. આ દરમિયાન બાગાયત વિભાગ અંતર્ગત દક્ષાબેને 5 લાખ રૂપિયાની લોન લઈ સબસિડી સહાય સાથે જામલાપાડામાં આખુ યુનિટ ઊભું કર્યું. અત્યારે ‘સેલમ’ નામની આ હળદર એક બ્રાન્ડ નેમ બની ગઈ છે. આમ તો બજારમાં ઘણી બ્રાન્ડની હળદર મળી રહે છે, પરંતુ એકવાર આ હળદર ખાધા બાદ તેનો સ્વાદ ગ્રાહકોને દાઢે વળગે છે. દક્ષાબેનને અત્યાર સુધીમાં તેમના 10 લાખ રૂપિયા સુધીનો નફો તો મળી જ ગયો છે, અત્યારે તેઓ દર મહિને એક લાખ કરતાં પણ વધુનાં ઉત્પાદનોનું વેચાણ કરે છે.

YouTube player

સંપૂર્ણ ઑર્ગેનિક હોય છે હળદર અને અન્ય મસાલા પણ

મહત્વની વાત એ છે કે, દક્ષાબેન હળદરમાં કોઇપણ જાતનાં રસાયણ કે રંગનો ઉપયોગ કરતાં નથી. દક્ષાબેનના પતિ શિક્ષક છે અને તેમના બે પુત્રો એન્જિનિયરિંગનું ભણી રહ્યા છે. તેઓ બધા જ દક્ષાબેનને ખૂબજ પ્રોત્સાહન આપે છે અને શક્ય એટલી મદદ પણ કરે છે. જેના કારણે નાનકડા ગામમાં ઘર આંગણે ખેતી કરી દક્ષાબેન અત્યારે લાખો લોકોને પ્રેરણા આપી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, જામલાપાડામાં ‘મિશન મંગલમ યોજના’ અંતર્ગત ‘અંબિકા સખી મંડળ’ બનાવી દક્ષાબેન 10 મહિલાઓને રોજગાર પણ આપી રહ્યાં છે. આ મહિલાઓ હળદરનાં પાઉચ તૈયાર કરવાનું કામ કરી રહી છે. આમ દક્ષાબેનની સાથે-સાથે આ મહિલાઓ પણ ‘આત્મનિર્ભર’ બની રહી છે.

હળદરની સાથે અહીં મળશે આ ઉત્પાદનો પણ

માત્ર હળદર પૂરતાં મર્યાદિત ન રહેતાં, છેલ્લાં બે-ત્રણ વર્ષથી દક્ષાબેન બીરારીએ અન્ય મસાલાના પાકનું વાવેતર, ઉત્પાદન, ખરીદ અને વેચાણનું કાર્ય પણ શરૂ કર્યું છે. અહીં રસાયણો અને રંગો રહિત લાલ મરચું, ધાણાજીરું, રાઇ, અજમો, ગરમ મસાલા મળી રહે છે. આ ઉપરાંત સફેદ મુસળી, અજમાનું પાણી, વરિયાળીનું શરબત, અજમાનું મધ, વરિયાળીનું મધ, રાઇનું મધમ તલનું મધ જેવી ઔષધિય ઉત્પાદનોનું વેચાણ પણ થાય છે. ઓર્ગેનિક ઉત્પાદનોની વાત કરવામાં આવે તો, અહીં મગ, ચણા, વાલ, અડદ, તુવેર, સોયાબીન જેવાં કઠોળનું પણ વેચાણ કરવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબજ ફાયદાકારક એવા લાલ અને કાળા ચોખા, રાગીનાં બિસ્કિટ, ચીકી અને વેફર તેમજ વાંસનું અથાણું, મુરબ્બો, લસણની લાલ ચટણી અને હરડે જેવી વસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવે છે.

YouTube player

અન્ય લોકોને પણ રોજગારી આપે છે દક્ષાબેન

ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં દક્ષાબેન જણાવે છે, “એક સમયે જ્યારે અહીંના ખેડૂતો રાગી, વરઈ, ખરસાણી, અડદ અને તુવેરના પાક સિવાય બીજુ કઈં વિચારી પણ શકતા નહોંતા ત્યારે મેં નવા પાક અને વેલ્યુ એડેડ ઉત્પાદનો, તેનું કલેક્શન, પેકેજિંગ અને વેચાણનું સાહસ કરી અનોખી સિદ્ધિ મેળવી છે. હવે આસપાસના ખેડૂતો પણ તેમનું ઉત્પાદન આપી જાય છે અને દક્ષાબેન તેનું વેચાણ કરે છે.” 

ગુજરાતના રાજ્યપાલે પણ લીધી મુલાકાત

અત્યાર સુધી માત્ર પ્રવાસીઓ સુધી મર્યાદિત તેમનો વ્યવસાય હવે વધારે  પ્રચલિત બન્યો છે. ગયા વર્ષે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ તેમનાં કાર્યો નિહાળી તેમને પ્રોત્સાહન આપ્યું હતું. હજી કોઇ ઓનલાઇન પ્લેટફોર્મ પર તો તેમનાં ઉત્પાદન નથી છતાં, એકવાર તેમની પાસેથી ખરીદ્યા બાદ લોકો ફોન કરીને તેમની પાસેથી મંગાવે છે અને દક્ષાબેન કુરિયરથી મોકલી આપે છે. વાત કરવામાં આવે વ્યવસાયની તો, ખુશીથી દક્ષાબેન જણાવે છે, “દર વર્ષે અમારો ધંધો બમણો થઈ રહ્યો છે. હવે અમે અહીં આસપાસ મોટાં બોર્ડ પણ માર્યાં છે, જેથી લોકોને સહેલાઇથી મળી રહે છે. મહિને એકથી દોઢ લાખનાં ઉત્પાદનોનું વેચાણ થાય છે. સાથે-સાથે અમારા ત્યાં કામ કરતી 10 મહિલાઓને પણ રોજગાર મળી રહે છે.”

જો તમે પણ દક્ષાબેનનાં ઉત્પાદનો વિશે જાણવા ઇચ્છતા હોય અને મંગાવવા ઇચ્છતા હોય તો 7201980010 નંબર પર વૉટ્સએપ કૉલ કે મેસેજ કરી શકો છો. અંતરિયાળ વિસ્તારમાં કદાચ કવરેજના કારણે ફોન ન લાગે પણ તમારા વૉટ્સએપ મેસેજનો ચોક્કસથી જવાબ મળશે. અને જો તમે સાપુતારા બાજુ જતા હોય તો, વઘઈ સાપુતારા રોડ પર જામલાપાડામાં તમને અંબિકા હળદર ફાર્મ ચોક્કસથી મળી જશે.

આ પણ વાંચો: અમદાવાદનાં 80 વર્ષનાં હોશિલાં ગુજરાતી દાદીએ ઊભું કર્યું પોતાનું ફૂડ એમ્પાયર

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X