આ વેબસાઈટ પર વેચો તમારા જૂના કપડા અથવા વસ્તુઓ અને મેળવો તેનું યોગ્ય વળતર
આજના જમાનામાં દરેક વ્યક્તિ બ્રાન્ડેડ કપડાં, શૂઝ કે બેગ ખરીદવા માંગે છે. ખાસ કરીને આધુનિક પેઢી, જેઓ કૉલેજમાં જાય છે અથવા જેમણે હમણાં જ કમાવાનું શરૂ કર્યું છે. દરેક વ્યક્તિને એકથી વધુ બ્રાન્ડના કપડાં પહેરવાની ઈચ્છા હોય છે. પરંતુ જેટલી પ્રસિદ્ધ અને મોટી બ્રાન્ડ, તેટલી કિંમત વધારે અને દરેક વ્યક્તિ માટે આ કિંમત એકઠી કરવી સરળ નથી. એટલા માટે ઘણીવાર લોકો દર મહિને કેટલાક પૈસા બચાવે છે જેથી તેઓ તેમની મનપસંદ બ્રાન્ડમાંથી ખરીદી કરી શકે. જો બ્રાન્ડેડ ન લઈ શકે, તો લોકો તેની ફર્સ્ટ કૉપી અથવા સેકન્ડ કૉપી શોધવાનું શરૂ કરે છે. પરંતુ આજે અમે તમને એક એવા ઓનલાઈન સ્ટોર વિશે જણાવી રહ્યા છીએ, જ્યાંથી તમે લગભગ અડધી કિંમતે બ્રાન્ડેડ કપડાં કે બેગ ખરીદી શકો છો.
આ બ્રાન્ડેડ કપડાં અને બેગ પ્રી-ઓન્ડ ફેશન પ્રોડક્ટ્સ હોય છે. પ્રી-ઓન્ડનો અર્થ એ છે કે આ આઇટમ્સ અગાઉ કોઈ અન્ય દ્વારા ખરીદવામાં આવી છે અને અને થોડા સમય વાપર્યા બાદ તેને ફરીથી વેચવામાં આવી રહી છે. તમે આને સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ્સ કહી શકો છો. આ કપડાં અને બેગ સેકન્ડ હેન્ડ હોઈ શકે છે, પરંતુ તેની ક્વોલિટી ચેક કર્યા પછી જ તેનું ફરીથી વેચાણ કરવામાં આવે છે.
ભારતમાં મોટી-મોટી હસ્તીઓથી લઈને સામાન્ય લોકો બ્રાન્ડેડ કપડાં પહેરે છે. ઝારા, લૂઈસ વીતોં જેવી બ્રાન્ડના કપડાં જો એકવાર ખરીદવામાં આવે તો વર્ષો સુધી ચાલે છે. પણ આ કપડાં બે-ચાર વાર પહેર્યા પછી લોકોનું મન ભરાઈ જાય છે અને તેઓ કંઈક નવું શોધવા લાગે છે. કારણ કે આજનો યુગ ‘ફાસ્ટ ફેશન’નો છે. આવી સ્થિતિમાં આપણા પર્યાવરણને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે એક ટી-શર્ટ કે જીન્સ બનાવવામાં હજારો લીટર પાણી ખર્ચ થાય છે.
મુંબઈમાં રહેતા નોહર નાથ છેલ્લા ઘણા સમયથી ટેક્સલટાઈલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા ત્યારે આ બધી બાબતોની ઉપર નજર રાખતા હતા. તો, તેમણે એ પણ નોંધ્યું કે સોશિયલ મીડિયાના વધતા જતા વલણને કારણે, આજની પેઢી, જેને ‘જન ઝી’ અથવા ઇન્સ્ટા જનરેશન કહેવામાં આવે છે, તેમનામાં પર્યાવરણ પ્રત્યે ઘણી જાગૃતિ આવી રહી છે. ભારતમાં પણ ઘણા લોકો એ સમજવા લાગ્યા છે કે ફેશન ઉદ્યોગ પર્યાવરણ માટે હાનિકારક છે. તેથી જ તેઓ ‘ધીમી ફેશન’ તરફ જઈ રહ્યા છે. જે અંતર્ગત હવે લોકોને સેકન્ડ હેન્ડ કે અપસાઈકલવાળા કપડા પહેરવામાં શરમ નથી આવતી.
આ ટ્રેન્ડને જોઈને નોહરે વર્ષ 2018માં Kiabzaની શરૂઆત કરી હતી. તે એક ઓનલાઈન થ્રિફ્ટ સ્ટોર છે જ્યાં તમે ‘પ્રી-ઓન્ડ ફેશન પ્રોડક્ટસ’ વેચી અને ખરીદી શકો છો. આમ તો જૂના અને યોગ્ય કપડા માટે સૌથી સારી બાબત એ છે કે તમે તેને કોઈ જરૂરિયાતમંદને દાન કરો. પરંતુ જો તમે તેવું કરી શકતા નથી, તો તમે આ ઓનલાઈન થ્રીફ્ટ સ્ટોર પર તમારા જૂના બ્રાન્ડેડ કપડા વેચીને કેટલાક પૈસા કમાઈ શકો છો. તો સાથે સાથે ઘણા લોકો અફોર્ડેબલ કિંમતે બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદીને પોતાનો શોખ પૂરો કરી શકે છે.
આ રીતે કરો તમારા બ્રાાંડેડ કપડાને રિસેલ
નોહર કહે છે, “મેં અભ્યાસ પૂરો કર્યા પછી થોડો સમય બેંકમાં નોકરી કરી. પરંતુ અમારો પૈતૃક વ્યવસાય કાપડનો છે. એટલા માટે મેં ઘણા વર્ષોથી રિસાઇકલ અને અપસાઇકલ ટેક્સટાઇલના ક્ષેત્રમાં કામ કર્યું છે. આ બધા અનુભવ સાથે, મેં Kiabza.com લોન્ચ કર્યું. જેથી કરીને આપણે આપણા દેશમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ટ્રેન્ડને પ્રોત્સાહન આપી શકીએ. એવું નથી કે આ કામ આપણા પહેલાં કોઈ કરતું નથી. આજકાલ ઘણા થ્રિફ્ટ સ્ટોર્સ ઉપલબ્ધ છે. પરંતુ સમસ્યા એ છે કે લોકોમાં હજુ પણ સેકન્ડ હેન્ડ કપડાં કે અન્ય વસ્તુઓ વેચવા કે ખરીદવાનો વિશ્વાસ નથી.”
આનું કારણ શરમ નથી, પરંતુ કપડાં અથવા બેગની ગુણવત્તા, શેલ્ફ લાઇફ અને હાઈજીન જેવા અન્ય પરિબળો છે. સેકન્ડ હેન્ડ વસ્તુઓના કિસ્સામાં ઘણી વખત લોકોને છેતરપિંડીનો શિકાર બનવું પડે છે. જે લોકો પોતાની વસ્તુઓ વેચવા માંગે છે, તેમને યોગ્ય અને પારદર્શક પ્લેટફોર્મ મળતું નથી. તો, જેઓ ખરીદવા માંગે છે, તેમને ઘણી વખત યોગ્ય ગુણવત્તા મળતી નથી. એટલા માટે લોકો સેકન્ડ હેન્ડ વસ્તુઓ સરળતાથી ખરીદતા નથી. આવી સ્થિતિમાં, જો કોઈ તેમને ઓનલાઈન સેકન્ડ હેન્ડ વસ્તુઓ ખરીદવાનું કહે તો તે મોટી વાત છે. તેથી નોહરે બંને માટે પ્રક્રિયાને સરળ અને સારી બનાવવા પર કામ કર્યું.
જો તમારી પાસે બ્રાન્ડેડ કપડાં અથવા બેગ છે જેને તમે ફરીથી વેચવા માંગો છો, તો સૌથી પહેલાં એ ખાતરી કરો કે તે વસ્તુ એકદમ સારી ગુણવત્તાની છે. તે બાદ, Kiabza ની વેબસાઇટ પર જાઓ અને ‘Sell’ પર ક્લિક કરો. હવે જે પેજ આવશે, તેની ઉપર તમે ‘પિક-અપ’ રિક્વેસ્ટ મૂકી શકો છો. નોહર કહે છે કે ‘પિક અપ’ અને ડિલિવરી માટે તેણે એવી કંપનીઓ સાથે જોડાણ કર્યું છે જે માત્ર મેટ્રોમાં જ નહીં પરંતુ નાના શહેરોમાં પણ સક્રિય છે. તમારી પિકઅપ રિક્વેસ્ટ પછી, તમારા ઘરેથી મફત પિકઅપ કરવામાં આવે છે.
આ કપડાને Kiabzaના સ્ટોર્સમાં પહોંચાડવામાં આવે છે. જ્યાં ગુણવત્તાની તપાસ થાય છે અને જ્યારે બધું બરાબર હોય ત્યારે Kiabza કપડાંની કિંમત નક્કી કરે છે. જે ‘વેચનાર’ને કહેવામાં આવે છે અને તેમની સંમતિ પછી કપડાંને સેનિટાઇઝ કર્યા પછી, તેમનો ફોટો લેવામાં આવે છે. જે પછી, ફોટોગ્રાફ્સ ઓનલાઈન વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે. જ્યારે તમારા કપડા વેચાય છે, ત્યારે તમને નિશ્ચિત કિંમત અનુસાર ચૂકવણી કરવામાં આવે છે. ઉપરાંત, જો કોઈ કપડા ક્યારેય ગુણવત્તામાં નિષ્ફળ જાય, તો તેને વેચનારને પરત મોકલવામાં આવે છે અથવા તેમની સંમતિથી સામાજિક સંસ્થાઓને દાનમાં આપવામાં આવે છે.
અભિનેત્રી ઐશ્વર્યા સખુજા કહે છે કે તે જે ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે, ત્યાં તે ન ઈચ્છે તો પણ ઘણા બ્રાન્ડેડ કપડા, જૂતા અથવા બેગનો સ્ટોક થઈ જાય છે. “ક્યારેક મને ખૂબ ખરાબ પણ લાગે છે કારણ કે તે યોગ્ય પ્રેક્ટિસ નથી. તેથી જ હું કંઈપણ ખરીદતા પહેલા વિચારવાનો પ્રયત્ન કરું છું. પરંતુ ખરીદીની સાથે સાથે આપણે એ પણ ધ્યાન આપવાની જરૂર છે કે આપણે આ વસ્તુઓનો ત્યાગ કેવી રીતે કરીએ છીએ? તેથી જ્યારે મને Kiabza વિશે ખબર પડી ત્યારે હું ખૂબ જ ખુશ હતી અને છેલ્લા કેટલાક મહિનામાં મેં તેમની મદદથી મારા ઘણા બ્રાન્ડેડ કપડા ફરીથી વેચ્યા છે,” તેણે કહ્યું.
અત્યાર સુધી બચાવ્યુ 75 લાખ લીટર પાણી
નોહર કહે છે કે અત્યાર સુધીમાં 10 હજાર લોકો તેમની સાથે સેલર અને કસ્ટમર તરીકે જોડાયા છે. સામાન્ય લોકોની સાથે તેમની ટીમ સેલિબ્રિટીઝ પર પણ ફોકસ કરી રહી છે. કારણ કે આજની પેઢી આ લોકોને ફોલો કરે છે અને તેમની ‘પ્રી-ઓન્ડ ફેશન’ પ્રોડક્ટ્સ ખરીદવા માટે આતુર છે. જેના કારણે તે વધુને વધુ સેકન્ડ હેન્ડ કપડા એકત્ર કરી અને વેચવામાં સક્ષમ છે. તેઓએ તેમના ગ્રાહકો માટે પણ પ્રક્રિયાને ખૂબ જ સરળ અને પારદર્શક રાખી છે. તેમનું કહેવું છે કે તેમની કંપનીએ માત્ર ત્રણ વર્ષમાં ચાર ગણી વૃદ્ધિ જોઈ છે અને તેનું કારણ તેમના તમામ ઉત્પાદનોની ગુણવત્તા છે.
દેવાંશી, જે નિયમિતપણે Kiabza પાસેથી બ્રાન્ડેડ કપડાં ખરીદે છે, કહે છે, “Kiabza માત્ર બ્રાન્ડેડ ફેશનને પોસાય તેમ નથી પરંતુ પર્યાવરણમાંથી કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઘટાડે છે. અને તે પણ કપડાંની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના. બીજી બાજુ, તેના અન્ય ગ્રાહક, મુસ્કાન કહે છે કે તે લાંબા સમયથી કપડાંના સંદર્ભમાં ટકાઉ વિકલ્પો શોધી રહી હતી. અને તેઓને પૂર્વ માલિકીની ફેશન વિશે જાણવા મળ્યું. જ્યારે તેણે આ અંગે રિસર્ચ કર્યું તો તેને Kiabza વિશે ખબર પડી. મુસ્કાને વેબસાઈટ પરથી થોડા સેકન્ડ હેન્ડ બ્રાન્ડેડ કપડાંનો ઓર્ડર આપ્યો અને તે ગુણવત્તાથી ખૂબ ખુશ છે.
નોહર કહે છે કે ઘણા લોકો ‘મિનિમલિઝમ’ના સિદ્ધાંતને અપનાવી રહ્યા છે જેનો અર્થ ઓછા માધ્યમો સાથે સારી રીતે જીવવાનો છે. જેથી આવનારી પેઢીઓને પણ શુદ્ધ વાતાવરણમાં જીવવાનો મોકો મળે. આવી સ્થિતિમાં, તેમનું સ્ટાર્ટઅપ આ લોકો માટે ખૂબ જ સારા વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે, Kiabza દ્વારા તેમણે અત્યાર સુધીમાં 30 ટન કાર્બન ફૂટપ્રિન્ટ અને 75 લાખ લિટર પાણીની બચત કરી છે. આવનારા સમયમાં, તે અલગ-અલગ જગ્યાએ ઓફલાઈન થ્રીફ્ટ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે જેથી તે શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચી શકે.
જો તમારી પાસે પણ આવા બ્રાન્ડેડ કપડાં કે બેગ છે, જે એકદમ નવા છે પરંતુ તમે તેનો ઉપયોગ કરતા નથી. તો આજે જ તમારા કપડાનો બોજ ઓછો કરો અને તેને Kiabza પર વેચીને સારા પૈસા કમાવો. પરંતુ પિક-અપ સેટ કરતા પહેલા, તમારે તેમની માર્ગદર્શિકાને સારી રીતે વાંચવી જોઈએ જેથી પછીથી કોઈ સમસ્યા ન થાય. તમે વધુ માહિતી માટે તેમની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ‘આદર્શ ઘર’નો અવૉર્ડ મળ્યો છે અમરેલીના આ ઈકો ફ્રેન્ડલી ઘરને, વિજળી, પાણી, શાક-ફળ બધુ જ મફત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167