Placeholder canvas

50 કરતાં વધારે અવોર્ડ જીતી ચૂકી છે દિવ્યાંગ બાળકી, માતા પિતાની છે ‘કલગી’

50 કરતાં વધારે અવોર્ડ જીતી ચૂકી છે દિવ્યાંગ બાળકી, માતા પિતાની છે ‘કલગી’

વિદેશમાં પણ નામના કમાઇ ચૂકી છે આ બાળકી, બની છે હજારો લોકો માટે પ્રેરણા

જન્મથી દિવ્યાંગ કલગી નથી કોઇ વાતમાં ઉતરતી. ભણવામાં અવ્વલ, અને ટેક્નોલૉજીમાં ઉસ્તાદ. 16 વર્ષની ઉંમરે વિદેશમાં પણ કમાઇ ચૂકી છે નામના. 50 કરતાં વધારે અવોર્ડ મળી ચૂક્યા છે કલગીને અને હવે બીજાં લોકોને અવોર્ડ આપી સન્માનિત કરે છે કલગી.

આજે ગર્લ ચાઇન્ડ ડે નિમિત્તે અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતની એક એવી દીકરી વિશે, જે દિવ્યાંગ હોવા છતાં પ્રેરણા સમાન બની છે સૌના માટે. તેનાં માતા મીનાબેન અને પિતા ટીકેન્દ્રભાઇ માટે તો સાચ્ચે જ ‘કલગી’ છે તેમની દીકરી.

Kalgi with her parents
માતા-પિતા સાથે કલગી

કલગી જ્યારે જન્મી ત્યારે તેના માતા-પિતા અંધશાળામાં લઈ ગયા, પરંતુ તે સમયે કલગીને રંગો અને લાઇટનું રિફ્લેક્શન સમજાતું હતું, એટલે એ લોકોએ તેને સામાન્ય શાળામાં જ મૂકવાનું કહ્યું. કલગીને ભલે જોવામાં તકલીફ હતી પરંતુ તેની કહેવાય છે ને કે, “ભગવાન જો એક તકલીફ આપે તો સામે બીજી ઘણી મદદ પણ કરે છે,” એમ કલગીની યાદશક્તિ બહુ તેજ હતી, એટલે કલગીને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવું હતું. તો તેના પિતા ટીકેન્દ્ર રાવલે તેનું એડમિશન અંગ્રેજી માધ્યમની શાળામાં લીધું.

સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ ભણી કલગી

શરૂઆતમાં શાળાના શિક્ષકો અને કલગીનાં માતા-પિતા બધાંને બહુ તકલીફ પડી. શાળા છૂટે એ તેના એક કલાક પહેલાં કલગીના મમ્મી કે પપ્પા બંનેમાંથી એક શાળામાં આવે, આખા દિવસનું કામ સમજે, પછી તેઓ પોતે ભણે અને પછી કલગીને ભણાવે. કલગીની આંખની રોશની તે સમયે જતી રહી હતી એટલે કલગી વાંચી નહોંતી શકતી, બધુ તેની સામે બોલી-બોલીને યાદ રખાવવામાં આવતું. આટલી મુશ્કેલીઓ છતાં કલગી હંમેશાં શાળામાં પ્રથમ આવતી. આટલી નાની ઉંમરમાં કલગી રોજના 6 થી 8 કલાક ભણતી. સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ કલગી કરાટે ક્લાસ, કમ્પ્યૂટર ક્લાસ બધા જ ક્લાસમાં પણ જોડાતી.

Kalgi at Gandhi Ashram
ગાંધી આશ્રમમાં કલગી

કલગી હજી પાંચમા ધોરણમાં આવી ત્યાં તો હિંદી, ગુજરાતી અને અંગ્રેજીમાં કડકડાટ બોલતી થઈ ગઈ. ત્યારબાદ કલગીએ સીધી 10 મા ધોરણની પરિક્ષા આપવાનું નક્કી કર્યું. આ દરમિયાન વચ્ચે મળેલ સમય દરમિયાન કલગી રાજે બની ગઈ. ફ્રી સમય દરમિયાન રેડિયો સાંભળતી કલગીએ માય એફએમ પર લિટલ રેડિયો માટે અપ્લાય કર્યું. કલગી જ્યારે સ્ટૂડિયોમાં ગઈ ત્યારે ત્યાંના લોકો કલગીને જોઇને ચોંકી ગયા. કલગી સ્ક્રીપ્ટ કેવી રીતે વાંચશે! પરંતુ સ્ક્રીપ્ટ કલગીને મમ્મી-પપ્પાએ તૈયાર કરાવી અને કલગીએ શો રેકોર્ડ કરાવ્યો. કલગીનો અવાજ તો સુંદર તો હતો જ એટલે કલગીએ અલગ-અલગ કોર્સ કરી ટ્રેનિંગ લીધી.

16 વર્ષની કલગી પહોંચી ગઈ અમેરિકા

ત્યારબાદ 2012 માં ચાલો ગુજરાત અંતર્ગત કલગીને અમેરિકા જવા માટે આમંત્રણ મળ્યું. 16 વર્ષની નાનકડી કલગી પહેલીવાર માતા-પિતા વગર 11 દિવસ માટે અમેરિકા ગઈ. અમેરિકાની 10,000 લોકોની સભામાં તેણે લિજન્ડરી એન્કર હરીશ ભીમાણી સાથે એન્કરિંગ કર્યું અને આખા સ્ટેડિયમના લોકોએ ઊભા થઈને કલગીને વધાવી લીધી. ત્યારબાદ કલગીનો આત્મવિશ્વાસ વધ્યો અને જીવનમાં આગળ વધવાનો જુસ્સો વધ્યો.

Kalgi with Himesh Bhimani
હિમેશ ભીમાણી સાથે કલગી

માત્ર 2 મહિનાની મહેનતમાં 10 મા ધોરણમાં 76% લાગી કલગી

ત્યારબાદ તો કલગીએ માત્ર 2 મહિનાની તૈયારીમાં 10 મા ધોરણની પરિક્ષા આપી. તેમાં પણ કલગીનું એક પગલું યાદગાર બની ગયું. કલગી બહુ હોશિયાર હતી, એટલે કલગીને વિશ્વાસ હતો કે, તે બહુ સારા માર્સ્ક સાથે પાસ થશે. પરંતુ સરકારનો એવો નિયમ હતો કે, રાઇટર તરીકે તમે એવા ધોરણ 9 ના કોઇ એવા વિદ્યાર્થીને જ રાખી જોઇએ, જેના ધોરણ 8 માં  65 ટકા કરતાં ઓછા ટકા હોવા જોઇએ. પરંતુ તેઓ કલગી જે બોલે તે લખી શકતા નહોંતા હતા, જેના કારણે તેનું સીધુ નુકસાન કલગીને થતું. એટલે કલગીએ લડત લડી અને એ નિયમ પણ દૂર કરવામાં આવ્યો. હવે રાઇટર માટેના એવા નિયમો નથી. અને કલગી માત્ર 2 મહિનાની મહેનતમાં 76 ટકા સાથે પાસ થઈ.

Kalgi with Parents
માતા-પિતા સાથે કલગી

કલગી બની સુગમ્ય ભારતની ગુજરાતની સોશિયલ એમ્બેસેડર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ડિસેમ્બર, 2015 માં એક અભિયાન લૉન્ચ કર્યું હતું, સુગમ્ય ભારત. ત્યારબાદ કલગીએ પણ આ અંગે કઈંક કરવાનું વિચાર્યું. કલગીએ માહિતી ભેગી કરવાની શરૂ કરી. ત્યારબાદ 2016 માં કલગી વડાપ્રધાનને મળવા ગઈ. કલગી ત્રીજી વાર મળી રહી હતી નરેન્દ્ર મોદીને. કલગીએ વડાપ્રધાનને વાત કરી કે, તે ગુજરાતની સોશિયલ એમ્બેસેડર તરીકે કામ કરવા ઇચ્છે છે. વડાપ્રધાને સરકાર તરીકે પૂરતી મદદ માટે હાથ લંબાવ્યો. ત્યારબાદ 2017માં કલગી ગુજરાતની સુગમ્ય ભારતની એકમાત્ર સોશિયલ એમ્બેસેડર બની હતી તે પછી અલગ-અલગ કાર્યો કરીને સુગમ્ય ભારત અભિયાનનું અવેરનેસ કરી રહી હતી. કલગીને તો અત્યાર સુધીમાં 50 કરતાં વધુ અવોર્ડ સંસ્થાઓ તરફથી મળી ચૂક્યા છે.

Kalgi with PM Narendra Modi
કલગી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે

કલગીએ શરૂ કર્યો દિવ્યાંગ સન્માનનો સમારંભ

2018માં કલગી ફાઉન્ડેશને ગુજરાતના વિવિધ વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવનાર 30 દિવ્યાંગો ને દિવ્યાંગ રત્ન એવોર્ડ સાથે સન્માન કરવાનો એક અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈપણ સંસ્થા કે સરકાર દ્વારા દિવ્યાંગોને સન્માન દિવ્યાંગો સન્માન કે એવોર્ડના કાર્યક્રમો યોજાયેલ નથી. 2018માં કલગી ફાઉન્ડેશને સૌપ્રથમ વખત દિવ્યાંગ રત્ન એવોર્ડ કાર્યક્રમ યોજ્યો હતો દિવ્યાંગ માટેના કાર્યક્રમમાં દિવ્યાંગો દ્વારા જ પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગોને જ એવોર્ડ આપવામાં આવ્યા હતા અને આવું ગુજરાતમાં સૌપ્રથમ વખત બન્યું કે એક દિવ્યાંગ દીકરીના કલગી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ હતી કે દિવ્યાંગ રત્ન એવોર્ડમાં મહેમાન તરીકે આવેલા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હિમાંશુભાઈ પંડ્યાએ જાહેરાત કરી હતી કે ગુજરાત યુનિવર્સિટીને સંપૂર્ણપણે સુગમ્ય બનાવી દેવામાં આવશે એટલે કે દિવ્યાંગોને સરળતાથી હરીફરી શકે તેવું યુનિવર્સિટીનું કેમ્પસ બની જશે આ ઉપરાંત દિવ્યાંગોની ટ્યૂશન ફી માફ કરવાની પણ જાહેરાત કુલપતિએ કરી હતી

Award program by Kalgi foundation
કલગી ફાઉન્ડેશનનો દિવ્યાંગ રત્ન સમારંભ

ત્યારબાદ 2019માં ફરી એકવાર કલગી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના વિવિધ ક્ષેત્રના ત્રીસ દિવ્યાંગોને દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ટેક્નો સેવી કલગી લેપટોપ, સ્માર્ટ ફોન બધામાં એક્સપર્ટ

કલગી અત્યારે ધોરણ 12 ની તૈયારી કરે છે. સાથે-સાથે કલગી તેની મમ્મી  મીનાબેનને ઘરકામમાં મદદ પણ કરે છે. એટલું જ નહીં, કલગીને આટલી નાની ઉંમરમાં શરૂ કરી દીધું છે કમાવાનું પણ. કલગી એકદમ ડિઝિટલ પર્સન છે. કલગી ફોન, લેપટોપ બધુ જ વાપરે છે.

ધ બેટર ઈન્ડિયાને કલગી જણાવે છે કે, “અત્યારે હું કેનેડાની એક આઈટી કંપની સાથે જોડાયેલ છું. જેમાં વેબસાઇટ્સને એક્સેસિબલ કરવા માટે હું કંપની માટે કામ કરું છું. આ ઉપરાંત ભારતમાં લૉન્ચ થયેલ એક અમેરિકાની કંપનીની કલગી ડિસ્ટ્રીબ્યૂટર છે. આ માટે હું પ્રેઝન્ટેશન પણ જાતે બનાવું છું અને મિટિંગમાં પણ હાજર રહું છું.”

Kalgi got many awards
ઘણા અવોર્ડ્સ મળી ચૂક્યા છે કલગીને

50 કરતાં પણ વધુ અવોર્ડ્સ મળી ચૂક્યા છે કલગીને

કલગીની આ સેવાઓ અને સિદ્ધિ અને ગુજરાત સહિત ગુજરાત બહારની પણ અનેક સેવાભાવી સંસ્થાઓ એ વધાવી હતી જેમાં કલગી ને 50થી વધુ સંસ્થાઓ દ્વારા ખાસ એવોર્ડ આપવામાં આવ્યા છે. 13 વર્ષની ઉંમરથી સામાજિક સેવા સાથે સંકળાયેલી કલગીને માત્ર અમદાવાદ કે ગુજરાત નહીં વિશ્વના અનેક અખબારો અને ટીવી માધ્યમોએ ખાસ કવરેજ આપીને તેનો ઉત્સાહ વધાર્યો છે. અમદાવાદ અને ગુજરાતના અખબારોમાં છેલ્લા પાંચ વર્ષમાં કલગીના 300થી વધુ આર્ટીકલો છપાયા છે જ્યારે પાંચ હજારથી વધુ લોકોને કલગી એ મોટિવેટ કર્યા છે. હું છું દિવ્યાંગ સાથે હું બનાવીશ સુગમ્ય ગુજરાતના સૂત્ર સાથે આગળ વધી રહેલી કલગી અને કલગી ફાઉન્ડેશનમાં અત્યાર સુધી પાંચસોથી વધુ વૉલન્ટિયર્સ જોડાયા છે

કલગીની ઈચ્છા છે કે ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની અંધશાળા હોસ્ટેલ સાથે બનાવવામાં આવે. ધ બેટર ઈન્ડિયા પણ ઈચ્છે છે કે, આ જ રીતે આગળ વધતી રહે કલગી. તમે પણ કલગીનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો, kalgi.rawal@gmail.com પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: ગરીબનાં બાળકો તહેવારોથી વંચિત ન રહી જાય એ માટે ખાસ કિટ પહોચાડે છે આ અમદાવાદી

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X