ઊંઝાની આ સંસ્થાની સેવા કરવાની રીત જરા અનોખી છે. જે લોકોને ખર્ચ પરવડે તેમને 50 રૂપિયાના શુલ્ક સાથે ગરમા-ગરમ ટિફિન પહોંચાડે છે અને તેમાંથી મળેલ નફામાંથી રોજના 10 જરૂરિયાતમંદ લોકોને જમાડે છે.
રવીન્દ્ર કૌશિક, જેમને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 'ધ બ્લેક ટાઈગર'નું હુલામણું નામ આપ્યું હતું, તે RAWના શ્રેષ્ઠ એજન્ટોમાંના એક હતા. હવે, સલમાન ખાન આગામી બોલિવૂડ બાયોપિકમાં તેમની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.
તમારી એક ખરીદી પર્યાવરણને બચાવવાના પગલા અને HIV ગ્રસ્ત મહિલાઓની રોજી માટે મહત્વનું પગલું સાબિત થઈ શકે છે. મંદિરમાં ચઢાવેલ ચુંદડીઓમાંથી આટલી સુંદર વસ્તુઓ બની શકે છે તેની કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય.
માત્ર 25 હજાર મહિનાની નોકરી અને રોજિંદા અપ-ડાઉનથી કંટાળી નવસારીના યુવાને શરૂ કર્યું પશુપાલન સાથે જૈવિક ખેતી. આજે ચાર લોકોને રોજગારી આપવાની સાથે પોતે કમાય છે મહિને દોઢ લાખ.
ગરવા ગુજરાતી અને આખા દેશ માટે ગર્વ એવા લોખંડી પુરૂષ સરદાર પટેલે આઝાદી બાદ આખા દેશને એકીકૃત કરી અખંડ ભારતની રચના કરી હતી એ વાત તો બધા જાણે જ છે, પરંતુ કેટલીક બાબતો એવી પણ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓને લોહી માટે વલખાં મારતાં જોઈએ મોરબીના માજી સૈનિકે મોરબી અને રાજકોટમાં સ્વૈચ્છિક યુવાનોને જોડી શરૂ કરૂ યુવા આર્મી. તેમની આર્મીમાં છે 700 કરતાં પણ વધારે બ્લડ દાતા અને અત્યાર સુધીમાં સેકડો લોકોના બચાવી ચૂક્યા છે જીવ.
GPSC ક્લાસ 1 અને 2 ના ઈન્ટર્વ્યૂથી ડરશો નહીં, સ્પીપા જૉઈન્ટ ડિરેક્ટર શૈલેષભાઇ સગપરિયા આપી રહ્યા છે ખાસ ટિપ્સ, જેનાથી તમારો આત્મવિશ્વાસ તો વધશે જ, સાથે-સાથે પાસ થવાની શક્યતાઓ પણ વધી જશે.
જામનગરનું ‘ગંગા બા ચેરીટેબલ ટ્રસ્ટ’ વર્ષોથી વિનામૂલ્યે રોજના જમાડે છે 1200 લોકોને, ટિફિન પહોંચાડવા માટે વસાવ્યું છે ઇલેક્ટ્રિક વાહન, અને આપે છે 21 લોકોને રોજગારી. સવાર-સાંજ સમયસર પહોંચાડે છે ગરમા-ગરમ જમવાનું એ પણ એકદમ મફત.