ચૌહાણ મનોજ દીપકભાઈ પણ આવા જ એક વ્યક્તિ છે. તેઓ સુરતમાં રહે છે અને તેમણે એક અલગ જ રીતે પોતાના વ્યાપારની શરૂઆત કરી છે. સુરતમાં જ તેઓએ સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી મોકટેલનો વ્યાપાર શરુ કર્યો. તેમના આ કામમાં તેઓને ઘણીવાર મોડી રાત્રી સુધી પણ કામ કરવું પડતું હતું અને તે દરમિયાન તે અને તેમના મિત્રો એક વાક્ય વારંવાર બોલતા હતા કે ‘ચલ બાઈક નીકાળ, ચા પીવા જઈએ’ આ જ વાક્યના કારણે એક દિવસ મનોજને વિચાર આવ્યો કે કેમ ના તે જ એક એવો ધંધો શરુ કરે. અને આમ તે વિચારે જન્મ આપ્યો ‘Chai Bike’ ને.
આ વિચાર આવતા જ મનોજે પોતાના પૈસાનું રોકાણ કરી એક એવી બાઈક બનાવવાની શરૂઆત વર્ષ 2016 માં કરી કે જેની મદદથી ચા અને પીણાં સાથે નાસ્તાને પણ લોકોને સર્વ કરી શકાય. આ માટે તેમને શરૂઆતમાં એક મોડલ બનાવ્યું પણ તે યોગ્ય રીતે ના બનતા મનોજને રૂપિયા ચાર લાખનું નુકસાન પણ આવ્યું. છતાં હિમ્મત હાર્યા વગર મનોજે તે ફરી બનાવ્યું અને ફરી પાછું તેમાં એક ખામી એવી આવી કે તેનું વજન વધારે થઈ ગયું. ફરી મનોજે તેમાંથી અમુક વસ્તુઓ કાઢી તેને ઉપયોગમાં લઇ શકવા માટે યોગ્ય બનાવ્યું. આમ 2019 ના અંતમાં માં આ બાઈક તૈયાર થયું. અહીંયા મહત્વની બાબત એ છે કે આ ચાઈ બાઈકની ડિઝાઇન મનોજે જાતે જ તૈયાર કરી હતી. 2019 માં Chai Bike તો તૈયાર થઈ થઈ ગયું પણ 2020 માં કોરોના કારણે તેમણે આ બાઈકનો ઉપયોગ કરવાનો ચાન્સ ન મળ્યો તેથી તેમણે તેના વિકલ્પ તરીકે ‘Mr. Chai Bike’ કેફેની શરૂઆત કરી.

આ પણ વાંચો: બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ પણ કાયલ છે મહેસાણાના આ બહેનની ઉદ્યોગ સાહસિકતા પર
કેફેની શરૂઆત પછી કોરોનની પ્રથમ લહેરની અસર ઓછી થતાં જ મનોજે પોતાનું આ Chai Bike લોન્ચ કર્યું. જે જોત જોતામાં તો ખુબ જ પ્રસિદ્ધ થઈ ગયું. આગળ જતા મનોજની આ પહેલે તેને સારી એવી કમાણી કરાવવાની શરૂઆત કરી અને લોકોનો ધસારો વધતા કેફેનો વિસ્તાર પણ વધારવો પડ્યો.
આજે મનોજના આ Chai Bike ની તથા કેફેની શરુઆતને 2 વર્ષ ઉપર થઈ ગયું છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા મનોજ કહે છે કે આ વ્યાપારની શરૂઆત પછી જે પણ નફો થયો છે તે ફરી ફરી આ વ્યાપારને જ વધારે વ્યવસ્થિત રીતે આગળ લઇ જવા માટે ખર્ચવામાં આવ્યો છે અને આમ કરતા કરતા મનોજ હવે પોતાના આ વ્યાપારને એક ફ્રેન્ચાઇઝી મોડલ તરીકે વિકસાવી સમગ્ર ભારતમાં લોન્ચ કરવા માંગે છે.
આ પણ વાંચો: સુરતની આ હોસ્પિટલમાં થાય છે દરેક જૂતાની સારવાર, મળો જૂતાના આ અનોખા ડૉક્ટરને
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો