Search Icon
Nav Arrow
Grow Marigold
Grow Marigold

હવે નર્સરી જવાની જરૂર નથી, ઘરે જાતે જ તૈયાર કરો ગલગોટાનો છોડ!

પૂજામાં અને શણગારમાં વપરાતા ગલગોટાનાં ફૂલને આ સરળ રીતે ઘરે પણ ઉગાડી શકાય છે

ગલગોટાનું એક ફૂલ જોવામાં જેટલું સુંદર લાગે છે, તેની ખુબીઓ તેનાંથી ઘણી વધારે છે. આ જ કારણ છે કે તમને મોટાભાગના ઘરોમાં ગલગોટાનાં પ્લાન્ટ દેખાશે.

ગલગોટાનાં પાંદડા અને ફૂલોમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. જ્યારે શરીરમાં મચકોડ આવે અથવા કોઈ ઘામાં ગલગોટાનાં ઉપયોગથી ઘણો ફાયદો થાય છે. આ સિવાય તે ડાયાબિટીઝ, યુરિન ઇન્ફેક્શનમાં પણ અસરકારક છે.

તો, આજે ભોપાલમાં રહેતા શિરીષ શર્મા, જે 15 વર્ષથી વધુ સમયથી તેમના ટેરેસ પર બાગકામ કરી રહ્યા છે અને હાલમાં તેમની પાસે 150થી વધુ છોડ છે, તેઓ જણાવે છે કે, કુંડામાં ગલગોટાનાં ફૂલ સરળતાથી કેવી રીતે ઉગાડી શકાય છે.

તેને લઈને શિરીષે બેટર ઈન્ડિયાને કહે છે, “ગલગોટાનાં ફૂલ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેને દેશભરમાં ઉગાડવામાં આવે છે અને તે આખા વર્ષ દરમિયાન ઉગાડવામાં આવે છે.”

તે સમજાવે છે,”ગલગોટાના ફૂલનો ઉપયોગ પૂજાથી લઈને અનેક રોગોમાં સારવાર તરીકે પણ થાય છે. તેનો ઉપયોગ લોકો હર્બલ ટી તરીકે પણ કરે છે, જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઘાવ અથવા જખ્મ પર પણ લગાવી શકાય છે, જેનાંથી ઘણી રાહત મળે છે.”

તેના સિવાય, ગલગોટાનાં પ્લાન્ટ બગીચામાં જીવાતોને પણ દૂર રાખે છે, જેથી અન્ય છોડને સરળતાથી વધવા માટે પણ મદદ મળે છે.

Marigold

કેવી રીતે તૈયાર કરે છે છોડ

શીરીષ જણાવે છે કે તમે મેરીગોલ્ડ પ્લાન્ટને ત્રણ રીતે તૈયાર કરી શકો છો:

· બીજ દ્વારા

· બજારમાંથી છોડ ખરીદીને

· કટિંગ દ્વારા

શિરીષ મુજબ તાજા ફૂલોના બીજમાંથી છોડ તૈયાર કરવા સૌથી સરળ છે.

તેઓ કહે છે, “જો તમારે ઘરે ગલગોટાનો છોડ બનાવવો હોય તો, સારી ગુણવત્તાવાળા ગલગોટાનાં ફૂલને 2-3 દિવસ સુધી તડકામાં સૂકવો. આ પછી એક સેમી શેડવાળા એરિયામાં કુંડામાં અથવા જ્યુટ બેગ પર માટી તૈયાર કરો. તેનાંથી છોડ 8-10 દિવસમાં તૈયાર થઈ જાય છે.”

શિરીષ સમજાવે છે કે, ગલગોટાનો છોડ તૈયાર કરવા માટે જમીન તૈયાર કરતી વખતે, વધારે સાવધાની રાખવી પડે છે.

કેવી રીતે બનાવશો માટી

તે કહે છે કે,”ઘરમાં ગલગોટાનો છોડ તૈયાર કરવા માટે સામાન્ય માટીનો ઉપયોગ કરવાની જગ્યાએ, 50-60% વર્મી કમ્પોસ્ટ અથવા છાણનાં ખાતરની સાથે 40% રેતી મિક્સ કરો અને સેમી શેડવાળા એરિયામાં એક બેગનું નિર્માણ કરો. તે પછી, જમીનમાં થોડો ભેજ બનાવો, તેના પર સૂકા ફૂલોનો છંટકાવ કરો.આ રીતે, છોડ 8-10 દિવસમાં છોડ 3-4 ઇંચનો થઈ જશે.”

તેઓ આગળ જણાવે છે,”એકવાર છોડ તૈયાર થઈ જાય પછી, તમે તેને કાળજીપૂર્વક માટીમાંથી કાઢીને મુખ્ય કુંડામાં વાવી શકો છો. આ માટે, તમે 50% બગીચાની માટી, 30% વર્મી કંપોસ્ટ અથવા છાણનું ખાતર અને 20% કોકોપીટ અથવા રેતીનો ઉપયોગ કરી શકાય છે. કોઈ પણ સંજોગોમાં, સખત માટીનો ઉપયોગ કરવાનું ટાળો, તે છોડની વૃદ્ધિ માટે યોગ્ય નથી.”

Gardening

કટિંગથી કેવી રીતે તૈયાર કરશો છોડ

શિરીષ જણાવે છે,” કટિંગથી ગલગોટાનો છોડ તૈયાર કરવા માટે, તમે છોડ ઉપરથી 4 ઇંચ કાપી નાખો. ધ્યાનમાં રાખો કે તમે જાડી ડાળીને કાપી રહ્યા નથી, તેનાંથી મૂળ વિકસિત થતાં નથી. ડાળીને કાપ્યા પછી, તેના નીચલા ભાગ (1.5 ઇંચ) માંથી બધા પાંદડા કાઢી નાંખો.”

“ત્યારબાદ, એક ચમચી મધ અને 2 ચમચી પાણીનું ઘોળ બનાવો, આ ડાળીને તેમાં પલાળીને જમીનમાં લગાડો. આનાથી પ્લાન્ટ 15-20 દિવસમાં તૈયાર થઈ જશે,” તેઓ આગળ કહે છે.

કંઈ સિઝનમાં લગાવશો છોડ

શિરીષ જણાવે છે કે, ગલગોટાનાં છોડને બધી ઋતુઓમાં લગાવી શકાય છે, પરંતુ તેના માટે નવેમ્બરથી જાન્યુઆરી સુધીની સીઝન શ્રેષ્ઠ હોય છે. કારણ કે, ગલગોટાનાં છોડ 15 થી 30 ડિગ્રી તાપમાનમાં ઝડપથી વિકસે છે.

કંઈ જાત છે વધારે સારી

શિરીષના મતે,ભારતમાં ગલગોટાનાં પોમપોમ જાતિનાં બીજ સરળતાથી મળી જાય છે અને તેના ફૂલો મોટા, સુંદર અને ઘણા દિવસો સુધી ટકી શકે એવા હોય છે.

કંઈ વાતોનું ધ્યાન રાખશો

આ છોડમાં ફૂલ આવવામાં 2-3 મહિનાનો સમય લાગે છે અને તેનું જીવન 6-8 મહિનાનું હોય છે. જો કે, આ સમય દરમિયાન તમારે ઘણી સાવચેતી રાખવાની જરૂર છે

તેને લઈને શિરીષ કહે છે, “જ્યારે છોડ 7-8 ઇંચનો થઈ જાય, તો પછી તેને ઉપરથી થોડો કાપો.આ છોડમાં ઘણી ડાળીઓ નીકળે છે અને તે ઘણા ગાઢ હોય છે. તમારો ઉદ્દેશ હંમેશાં તમારા છોડને વધુ ગાઢ બનાવવાનો હોવો જોઈએ, ન કે તેને મોટો કરવાનો.”

નીચે શિરીષ સમજાવે છે કે, કુંડામાં ગલગોટાનાં ફૂલને તૈયાર કરવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ:

How to do gardening

શુ કરવુ

· છોડમાં ફૂલ સુકાઈ જાય કે તરત જ તેને તોડી નાખો. તેનાંથી છોડમાં નવી કળીઓ આવશે.

· હંમેશા મૂળની નજીક પાણી આપો. છોડને ક્યારેય પાણી આપશો નહીં, તે ફૂગનું કારણ બને છે.

· જમીનમાં માત્ર ભેજ બનાવી રાખો.

· 6-8 કલાક સૂર્યપ્રકાશ અનિવાર્ય રીતે મળવા દો

· દર 15 દિવસે બે મુઠ્ઠી છાણનું ખાતર અથવા વર્મી કંપોસ્ટ આપો.

શું ન કરવું:

· વધુ સિંચાઈ ન કરો, તેનાથી છોડને નુકસાન થાય છે.

· રાસાયણિક ખાતરો ટાળો.

· છોડને છાયામાં ન રાખો, તેનાથી ફૂલ આવવામાં મુશ્કેલી થાય છે.

· સખત માટીનો ઉપયોગ કરવાનું ટાળો.

તો હવે કંઈ વાતનું મોડું છે, તમે પણ તમારા ઘરમાં ગલગોટાનો છોડ તૈયાર કરો અને બાગકામને સુંદર બનાવો.

શિયાળાની ઋતુમાં ગલગોટા સહિત અન્ય ફૂલોના બગીચા વિશે વધુ જાણવા શિરીષનો આ વિડીયો (https://www.youtube.com/wat) જુઓ.

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

આ પણ વાંચો: છત ઉપર કેળાં ઉગાડવા છે સરળ, બસ ધ્યાનમાં રાખો આ રીત

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon