જો હાઉસ પ્લાન્ટની વાત હોય તો સૌથી પહેલા મનમાં એક જ નામ આવે છે મની પ્લાન્ટ. બાળપણમાં દરેક બાળકને મની પ્લાન્ટ લગાવવાનો શોખ હોય છે કારણ કે, બાળકોને લાગે છે કે તેને લગાવવાથી પૈસા આવે છે. આ તો બાળકોનું દિલ રાખવાની વાત છે. પરંતુ મની પ્લાન્ટ ઘરમાં હોવાથી ઘરની હવા જરૂર શુદ્ધ થાય છે.
આપણી કાર્પેટ, ફર્નિચરમાં અંદરની હવાને પ્રદૂષિત કરનારા ઘણા કણ હોય છે. મની પ્લાન્ટના એક બે છોડ પણ આ હવાને પ્યોરિફાઈ કરવાનું કામ કરે છે.
તેની ઘણી વેરાયટી હોય છે, જેમાંથી ઘણાં ઘટ્ટ રંગના અથવા તો આછા રંગના હોય છે. કોઈમાં નાના પાંદડા હોય તો કોઈમાં મોટા પાંદડા હોય છે. પરંતુ સૌથી સારી વાત તો એ છે કે તમે મની પ્લાન્ટને માટી અને પાણીમાં પણ ઉગાડી શકો છો.

બેંગાલુરૂની સ્વાતિ દ્વિવેદી આજે મની પ્લાન્ટ કેવી રીતે સરળતા અને કટિંગથી ઉગાડી શકાય છે તે અંગે જણાવી રહી છે.
શું શું જોઈશે
મની પ્લાન્ટનું કટિંગ(જેમાં ઓછામાં ઓછા ત્રણ-ચાર ગાંઠ હોય) પ્લાન્ટર-કુંડુ માટી કે પાણી
પાણીમાં કેવી રીતે લગાવવો
સ્વાતિ કહે છે કે, મની પ્લાન્ટના છોડનું કટિંગ લેતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. કટિંગમાં ઓછામાં ઓછી 3-4 ગાંઠો અને પાંદડા હોય તેમજ તે ફ્રેશ હોવી જોઈએ. ક્યાંયથી સુકેલી કે ગળેલી ના હોવી જોઈએ.

તમે એક મોટા કટિંગમાંથી અનેક કટિંગ બનાવી શકો છો. જ્યાં પાંદડા લાગેલા છે ત્યાં જ ગાંઠ છે અને ત્યાંથી નવા મૂળ અને શૂટ નીકળે છે. તેના માટે તમારે પાંદડાથી થોડે ઉપર અથવા થોડે નીચેથી કાપવાનું છે. જે રીતે તસવીરમાં બતાવવામાં આવ્યું છે એ રીતે જ.
હવે પ્લાન્ટર લો અને તેના માટે કોઈ કાચની બોટલ, જૂનો મગ અથવા પથ્થરનું કંડા(જેમાં કોઈ કાણું ના હોવું જોઈએ)નો ઉપયોગ કરશે. પ્લાન્ટરમાં એટલું જ પાણી લો જેટલું કટિંગ લગાવવા પરનો નીચલો ભાગ પાણીમાં રહે અને પાંદડાને પાણીથી બચાવવાના છે.
સ્વાતિ આગળ કહે છે કે, પાણીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તમારી પાસે જો ખારું પાણી હોય તો કોશિષ કરો કે તમે ફિલ્ટર્ડ પાણી લો જેથી મની પ્લાન્ટનો વિકાસ સારી રીતે થશે.

પાણી બાદ તેમાં કટિંગ લગાવી દો અને તેને એવી જગ્યાએ રાખી દો જ્યાં થોડી ઘણી હવાની અવર-જવર હોય અને સાથે જ સીધો પ્રકાશ પણ પડવો જોઈએ નહીં.
ઘરમાં મની પ્લાન્ટ એવી જગ્યાએ રાખવામાં આવે છે જ્યાં તેને ઈનડાયરેક્ટ પ્રકાશ મળે જેમ કે બારી પાસે અથવા તો સીડી કે બાલ્કનીમાં. પરંતુ જ્યાં સીધો સુર્ય પ્રકાશ આવે ત્યાં રાખશો નહીં.
અઠવાડીયામાં ઓછામાં ઓછું 2-3વાર પાણી બદલો અને તાજું પાણી લો
લગભગ એક અઠવાડીયામાં આ કટિંગમાં મૂળિયા બનવાનું શરૂ થઈ જશે. ત્યાર બાદ 10-12 દિવસમાં આ કટિંગ છોડનું રૂપ લેવા લાગશે અને પછી તમે તેને અલગ અલગ પ્લાન્ટર્સમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો.

સ્વાતિએ જણાવ્યું કે, લગભગ 3 અઠવાડીયા બાદ કટિગ્સને પાણી વાળા પ્લાન્ટર્સ કે પછી માટીના કુંડામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો.
માટીમાં લગાવો મની પ્લાન્ટ
લખનૌના અંકિત બાજપેઈ કેવી રીતે માટીમાં મની પ્લાન્ટ લગાવી શકાય તે અંગે જણાવતા કહે છે, આમ તો મની પ્લાન્ટને સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે પણ લગાવી શકાય છે. પરંતુ સૌથી વધુ ઠંડી કે વધુ ગરમીમાં તેનો વિકાસ થઈ શકતો નથી. જેથી સારા વિકાસ માટે તેનું તાપમાન 20 ડિગ્રીથી પણ ઉપર અને 35 ડિગ્રીથી ઓછું હોવું જરૂરી છે.
વીડિયો જુઓ:
સૌથી પહેલા તમે પોટિંગ મિક્સ તૈયાર કરો જેમાં માટી સાથે તમે કોકોપીટ અને વર્મી કંપોસ્ટ કે ખાતર ભેળવી શકો છો
તમે ઈચ્છો તો કુંડામાં નીચે કાણું પાડી શકો છો અથવા કાણા વિનાનું કુંડુ પણ લઈ શકો છો
માટી અને પાણી, બન્ને માટે કટિંગ એક રીતે કાપવામાં આવે છે
હવે માટીમાં આ કટિંગને લગાવો અને તે પણ એવી રીતે કે ગાંઠ વાળો ભાગ માટીમાં રહે અને પાંદડા વાળો ભાગ ઉપર તરફ
પાણી ખૂબ ઓછું આપવાનું છે, માત્ર માટી પલળી શકે એટલું જ
ઈન ડાયરેક્ટ સુર્યપ્રકાશ જરૂરી
પાણી માટીને ખાલી ભીની રાખે એટલું એથી વધુ ના ભરો
લગભગ 20 દિવસમાં મની પ્લાન્ટના કટિંગમાં છોડ બનવા લાગશે. તમે કોઈપણ એક કટિંગને કાઢીને જોશો તો ખ્યાલ આવશે કે અનેક મૂળિયા નીકળી રહ્યા છે

કેવી રીતે રાખશો ધ્યાન
મની પ્લાન્ટમાં નિયમિત રીતે પાણી બદલતા રહો
જો કોઈ સુકું પાંદડું દેખાય તો તેને તુરંત કાપી દો
છોડમાં નિયમિત રૂપથી કટિંગ અને પ્રૂનિંગ કરતા રહો, જેનાથી તમારો છોડ ઘાટો થઈને ફેલાશે
વચ્ચે વચ્ચે ખાતર પણ આપતા રહો
આશા છે કે, મની પ્લાન્ટને લઈ તમારા તમામ સવાલોના જવાબો મળી ગયા હશે. તો પછી મોડું કઈ વાતનું આજે જ ઉગાડો મની પ્લાન્ટ.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: જાણો કેવી રીતે અગાશી અથવા બાલકનીમાં જ ઉગાડી શકો છો ઓર્ગેનિક હળદર?
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.