Placeholder canvas

કોરોનામાં ઘરમાં બેસીને કંટાળી ગયા છો? તો કરો એન્જોય! આ રહ્યાં અમદાવાદની આસપાસના એમ્યુઝમેન્ટ પાર્ક

કોરોનામાં ઘરમાં બેસીને કંટાળી ગયા છો? તો કરો એન્જોય! આ રહ્યાં અમદાવાદની આસપાસના એમ્યુઝમેન્ટ પાર્ક

સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ તમે અહીં ચોક્કસથી લઈ જઈ શકો છો તમારાં બાળકોને. આ વિશાળ અમ્યુઝમેન્ટ પાર્કમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને કુદરતના સાનિધ્યમાં આ સ્થળો તમારાં બાળકોની સાથે-સાથે તમને પણ ખુશ કરી દેશે.

કોરોના સંક્રમણમાં વધારા-ઘટાડાનો દોર ચાલુ છે. કોવિડના સમયમાં લોકો મોટાભાગે બહાર નીકળવાનું ટાળે છે. વાત સાચી પણ છે, કામ વગર બહાર આંટાફેરા પણ ન મારવા જોઇએ. પરંતુ જ્યારે વીકેન્ડ કે કોઇ રજા આવે છે ત્યારે આપણું મન આપણને બહાર ફરવા જવા માટે લલચાવે છે. આવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે તમે પાર્ક કે રિસોર્ટમાં ફરવા જઇ શકો છો. જો તમે અમદાવાદ કે ગાંધીનગરમાં રહો છો અને વિકેન્ડમાં એડવેન્ચર પાર્કમાં એન્જોય કરવાનું વિચાર રહ્યા છો તો આજે અમે આપને કેટલાક એવા પાર્ક વિશે જણાવીશું જ્યાં જઇને તમે તમારો સન્ડે સુધારી શકો છો. એડવેન્ચરની સાથે વન-ડે પિકનિક પણ થઇ જશે. તો આવો જોઇએ આવા જ કેટલાક પાર્ક વિશે.

Amusement Park

કિડ્સ સિટી
રજાઓમાં જો સૌથી વધુ કંટાળો કોઇને આવતો હોય તો તે છે બાળકો. બાળકોને મનાવવા પણ અઘરા છે. વળી કોવિડને કારણે છેલ્લા એક વર્ષથી ઓનલાઇન ભણીને પણ તેઓ ઘરકુકડી બની ગયા હશે તો ખુલ્લી હવામાં તેમનું મન બદલાશે. અમદાવાદમાં કાંકરીયા લેકમાં આવેલું કિડ્સ સિટી ખાસ બાળકો માટે જ બનાવાયું છે. આ સિટી લગભગ 4240 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. 5 થી 14 વર્ષના બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું કિડ્સ સિટી એટલે બાળકોનું પોતાનું શહેર. અહીં એજ્યુકેશનની સાથે એન્ટરટેઇન્મેન્ટનો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે. એક શહેર કેવું હોય તેનું આબેહૂબ ચિત્રણ આ કિડ્સ સિટીમાં કરવામાં આવ્યું છે. જેમાં શહેરની જેમ રોડ, વાહનો અને અનેક પ્રકારની એક્ટિવિટીઝ જેવી કે બેન્ક, ફાયર સ્ટેશન, સાયન્સ લેબ, રેડિયો સ્ટેશન, પોલીસ સ્ટેશન, કોર્ટ રૂમ, જેલ, મેડિકલ હોસ્પિટલ, થિયેટર, બીઆરટીએસ, હેરિટેજ ગેલેરી, આઇટી સેન્ટર, ન્યૂઝ રૂમ, આઇસક્રીમ ફેક્ટરી વગેરે તૈયાર કરવામાં આવ્યા છે.

માતા-પિતા રજિસ્ટ્રેશન કરીને પોતાના બાળકોને અહીં સુપવાઇઝર્સના ગાઇડન્સ હેઠળ મુકી છે. એક બેચનો સમય 3 કલાકનો હોય છે. બાળકો આ ત્રણ કલાકમાં ડૉક્ટર, આરજે, ફાયર મેન વગેરે જેવી વિવિધ ભૂમિકા ભજવી શકે છે. બાળકો અહીં રિયલ લાઇફનો અનુભવ કરી શકે છે. જો એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો બાળકો માટે 100 રૂપિયા અને પુખ્તવયના માટે 50 રૂપિયા ટિકિટ છે. જેમાં બાળકો 5 એક્ટિવિટી કરી શકે છે. કિડ્સ સિટીનો સમય સવારે 10 થી સાંજે 8.30 વાગ્યા સુધીનો છે. સોમવારે કિડ્સ સિટી બંધ હોય છે.

Ahmedabad

તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક

બાળકોની સાથે મોટાઓ પણ એન્જોય કરી શકે તેવો એક રિસોર્ટ પણ ગાંધીનગરની નજીક છે. રિસોર્ટ તો અનેક બન્યા છે પરંતુ એક જ જગ્યાએ વોટરપાર્ક અને એડવેન્ચર રાઇડ્સ હોય તેવા રિસોર્ટ ઘણાં ઓછા હોય છે. વિજાપુરની નજીક આવો જ એક રિસોર્ટ છે, જ્યાં તમે તમામ પ્રકારની એક્ટિવિટી કરી શકો છો. આ રિસોર્ટનું નામ છે તિરુપતિ ઋષિવન. ખરેખર નામ પ્રમાણે જ જંગલમાં સ્વર્ગ ઉભું કર્યું છે. અમદાવાદથી તિરુપતિ ઋષિવન લગભગ 74 કિલોમીટર દૂર આવેલું છે. વાયા ગાંધીનગર વિજાપુર થઇને અહીં પહોંચતા લગભગ દોઢ કલાક થશે. વિજાપુર-હિંમતનગર હાઇવે પર દેરોલમાં તિરુપતિ રિસોર્ટ સ્થિત છે. તિરૂપતિ એમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો ગુજરાતનો નદી કિનારાનો સૌથી મોટો રિસોર્ટ છે.

આ રિસોર્ટમાં એન્જોય કરવા માટે ફ્રિસ્બી, કોલમ્બસ, મેરી ગો રાઉન્ડ, આર્ચરી, બુલ રાઇડ, ફ્લાઇંગ ફોક્સ, ડેશિંગ કાર્સ, સ્વિંગ કાર, ડર્ટ બાઇક, વોટર રાઇડ્સ, વન્ડર વ્હીલ્સ, એડવેન્ચર શુટિંગ સહિત 17 કરતાં વધુ રાઇડ્સ અને એટ્રેક્શન્સ છે. ઉપરાંત, એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક, 6ડી સિનેમા, મોન્યુમેન્ટસ, જંગલ સફારી અને ફિલ્મના લોકેશન માટેની પણ ઉત્તમ સુવિધા છે. તો ડાયનોસોર, તાજમહેલ, એફિલ ટાવર, અશોક સ્તંબ, હોલી શિવધારા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, લાફિંગ બુદ્ધા જેવા મોન્યુમેન્ટ્સ પણ છે. પાર્કમાં મિનિટ્રેન પણ છે. ફુલ-ડે એન્જોય કરવા માટે આ જગ્યા પરફેક્ટ છે.

Gujarat

એન્ટ્રી ફી

તિરુપતિ એડવેન્ચર પાર્કની એન્ટ્રી ફી 100 રુપિયા છે. વોટર પાર્કમાં 300 રૂપિયા ટિકિટ છે પરંતુ કોરોનાના કારણે વોટર પાર્ક બંધ છે. અન્ય રાઇડ્સની વાત કરીએ તો મોન્સ્ટર કારની ટિકિટ રુ.50, થ્રો બોલના રૂ.20, રિવરસેન્ડ સફારીના રૂ.50, બંજી જમ્પિંગના રૂ.50, નિન્જા ટ્રેકના રૂ.50, ફેમિલી ટ્રેનના રૂ.20, કિડ્સ બોટિંગના રૂ.30, વન્ડર વ્હીલના રૂ.30, બોડી ઝોર્બિંગના રૂ.30, ઝીપ લાઇનના રૂ.70, બુલ રાઇડ્સના રૂ.20, ડેશિંગ કારના રૂ.40, સ્વિંગ કારના રૂ.30, ડર્ટ બાઇકના રૂ.60, સ્કેરી ડ્રાઇવના રૂ.20, સાયકલિંગના રૂ.20 ટિકિટ છે. આ ઉપરાંત રાઇફલ શુટિગ અને આર્ચરીની 20-20 રૂપિયા ટિકિટ છે. તો જંગલ સફારી માટે રૂ.70 જ્યારે પેઇન્ટ બોલ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. 6ડી થિયેટરના 40 રૂપિયા આપવા પડશે. વોટર શૂટની રૂ.50, મેરિ ગો રાઉન્ડની રૂ.20 ટિકિટ છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું અહીં સારી રીતે પાલન કરવામાં આવે છે. તમારે માસ્ક પહેરીને જવું ફરજીયાત છે. તમારી સલામતી માટે સેનિટાઇઝર પણ સાથે રાખો.

Positive News

સ્વપ્નસૃષ્ટિ એડવેન્ચર પાર્ક

તિરુપતિ રિસોર્ટની જેમ સ્વપ્નસૃષ્ટિ એડવેન્ચર પાર્ક સાબરમતી નદીના કિનારે આવેલો આઉટડોર એડવેન્ચરનો અનુભવ કરાવતો એક સુંદર પાર્ક છે. અહીં પણ વોટર પાર્ક છે. જો એડવેન્ચરની વાત કરીએ તો શોખીનો માટે અહીં ઘણું બધુ છે. પરિવાર, દોસ્ત, સંબંધીઓ અને સહકર્મીઓ સાથે સમય પસાર કરવા માટે આ યોગ્ય જગ્યા છે. આ પાર્ક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને બનાવાયો છે.

ક્યાં છે આ પાર્ક

અમદાવાદથી લગભગ 50 કિલોમીટર દૂર ગાંધીનગર-મહુડી હાઇવે પર ગ્રામ ભારતી ક્રોસ રોડ, અમરનાથધામ નજીક અમરાપુર ગામમાં આ પાર્ક આવેલો છે.

Gujarati News

એક્ટિવિટીઝ

અહીં ત્રણ પ્રકારની એક્ટિવિટીઝ થાય છે. બોર્ડ ગેમ્સ, એડવેન્ચર સ્પોર્ટ્સ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક. બોર્ડ ગેમ્સમાં ચેસ, સાપ-સીડી, લુડો, હોપસ્કોચ, હૂપ ટોસ, બોલ મેઝ, ઝેંગાનો સમાવેશ થાય છે. એડવેન્ચર સ્પોર્ટ્સ ઝોનમાં વોલીબોલ, બાસ્કેટ બોલ, કમાન્ડો નેટ, ટાયર વોલ, કિડ્સ પાર્ક, બેડમિન્ટન, એરો થ્રો, સ્વિંગ બોલનો સમાવેશ થાય છે. તો એમ્યુઝમેન્ટ પાર્કમાં અમરનાથ એક્સપ્રેસ, જમ્પિંગ ટોય, ડોમિનેટ ડ્રેગન, બ્રેક ડાન્સ, ચિલ્ડ્રન ગેમ્સ, જમ્બો કાર, લવલી કાર, વોકિંગ એનિમલ, બુલેટ ટ્રેનનો સમાવેશ થાય છે.

એન્ટ્રી ફી

કોરોના પહેલા અહીં 600 રુપિયાની એન્ટ્રી ફી હતી જે હાલ ઘટાડીને 300 રુપિયા કરવામાં આવી છે.

નોંધઃ કોરોનાનો સમય ચાલતો હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. ઘણીવાર સરકારી ગાઇડલાઇન્સ અનુસાર પાર્ક બંધ પણ થઇ જાય છે. તમારે કોઇપણ રિસોર્ટમાં જતા પહેલા ફોનથી કે કંપનીની વેબસાઇટ પર જઇને જરુરી માહિતી એકઠી કરી લેવી.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 6 મહિનામાં 300 ગામ, 500 મંદિર અને 26 હજાર કિમીની યાત્રા કરી, એ પણ પોતાની કારમાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X