અમદાવાદ નજીક થોળ પાસે આવેલ આ ફાર્મહાઉસ ચારેય બાજુથી છે હરિયાળુ. ફાર્મહાઉસમાં બધી જ સુવિધાઓ હોવા છતાં નથી આવતું વિજળીનું બિલ. તો ફાર્મહાઉસમાં વપરાયેલ પાણીને રિસાઇકલ કરી ભેગુ કરવામાં આવે છે તળાવમાં, જેનાથી ઊગી નીકળે છે હરિયાળી.
શું તમે કોઈ એવું ઘર જોયું છે, જેમાં ઘરે ગયા બાદ પણ ઘરમાં અંદર બેસવાની જગ્યાએ બહાર બેસવાની મજા આવે. 5 મિનિટ માટે પણ બહાર બેસતાં મનને અપાર શાંતિ મળે. બહાર વધતા જતા પ્રદૂષણના કારણે શુદ્ધ હવા મળવી મુશ્કેલ છે ત્યાં અહીં તમને શુદ્ધ ઑક્સિજનની અનુભૂતિ થાય. ઘરમાં બધી જ સુવિધાઓ હોવા છતાં લાઈટબિલ તો ભરવાની જરૂર જ ન પડે અને ઘરની ચારેય બાજુ હરિયાળી હોવા છતાં તેના માટે તમારે વધારાના પાણીની પણ જરૂર ન પડે?
સપના બરાબર લાગે છે ને? પરંતુ આ સપનું નહીં પણ હકિકત છે અને એ પણ સિમેન્ટ સીટી અમદાવાદની ખૂબજ નજીક થોળ પાસે. થોળ પાસે આવેલ કલરવ ફાર્મહાઉસ તમારાં આ બધાં જ સપનાં સાકાર કરી શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ, આ સપનાં સાકાર કરવા અહીં એવી તો શું વ્યવસ્થા કરવામાં આવી છે અને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
વધતા જતા પ્રદૂષણના કારણે જળવાયું પરિવર્તન થઇ રહ્યું છે અને તેથી જ આજે ના સાંભળેલી અને ના જોયેલી રોદ્ર કુદરતીય ઘટનાઓએ જન્મ લીધો છે જેને આ પૃથ્વી પર સેંકડો વર્ષોથી પોતાનું આધિપત્ય સ્થાપીને બેઠેલી માનવજાતિનું અસ્તિત્વ ટકશે કે કેમ તે બાબતે બધાને વિચારતા કરી દીધા છે. માનવ અતિક્રમણ અને શહેરીકરણના કારણે વિશ્વના દરેક દેશોમાં પ્રદૂષણે માઝા મૂકી છે પરંતુ શું ફક્ત તેની ફરિયાદ જ કરે રાખવાની? શું તેનો કોઈ ઉપાય જ નથી? તો જવાબ છે ના, ઉપાય છે. અને તે છે સસ્ટેનેબલ લાઈફ સ્ટાઇલ. જે આપણા અને પર્યાવરણ બંનેના માટે લાભદાયક છે.
આજે ધ બેટર ઇન્ડિયા આ વિષય પર જ લોકો પર્યાવરણને પ્રદુષિત કર્યા વગર કંઈ રીતે પોતાના ઘરનું નિર્માણ કરાવી શકે અને તે સાથે સાથે તેની આસપાસ કંઈ રીતે એક માઈક્રો બાયોડાયવર્સીટી(સૂક્ષ્મ જૈવ વિવિધતા) ઉભી કરીને પર્યાવરણને જાળવવામાં વ્યક્તિગત રીતે પોતાનું યોગદાન આપી શકે તે બાબતે અમદાવાદના VPA ARCHITECTS_LANDSCAPE ના જિનલ પટેલ સાથે વાતચીત કરી હતી અને તેમણે આ બાબતે ઘણાં એવા પાંસાઓ પર ચર્ચા પણ કરી જે નીચે મુજબ છે.
કલરવ ફાર્મ હાઉસ
જિનાલ પટેલે ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અત્યારની જે સમસ્યા છે તેનું નિરાકરણ કંઈ રીતે કરવું તેની માહિતી જો ટૂંકમાં અને કોઈ ઉદાહરણ દ્વારા આપવી હોય તો તે તેમણે અમદાવાદ નજીક થોળ પાસે એક વેરાન જમીનમાં કલરવ કરીને એક ફાર્મ હાઉસ બનાવ્યું છે તેના પરથી આપી શકાય.
તેઓ કહે છે કે કલરવ એ 3000 વાર આસપાસ જમીનમાં ઉભું કરવામાં આવેલું એક એવું ફાર્મ હાઉસ છે કે જે ઘર વપરાશના પાણીને રિસાયકલ કરીને તેના દ્વારા બનાવેલ પોતાનું અંગત તળાવ ધરાવે છે અને સાથે સાથે તેમાં પર્યાવરણીય પાંસાઓને મજબૂત કરવા માટે અલગ અલગ સંરચનાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમકે સૌથી પહેલા તો બાંધકામનો વિસ્તાર એકદમ જરૂરિયાત પૂરતો જ રાખીને બાકી વધતા સમગ્ર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી છોડ તેમજ વૃક્ષોને રોપવામાં આવ્યા છે. મિયાવાકી એક એવી પદ્ધતિ છે કે જેમાં પરંપરાગત રીતે થતા છોડ અને ઝાડના વાવેતર માટેના બીજદર કરતા ચાર ગણા બીજદર સાથે વાવેતર કરવામાં આવે છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે ઓછા વિસ્તારમાં પણ એકદમ ઘેરા જંગલ જેવું વાતાવરણ ઉભું કરી શકાય છે.
કલરવના બાંધકામની વિશેષતાઓ કે જે તેને બનાવે છે પર્યાવરણીય અનુકૂળ
આગળ જિનલ પટેલને કલરવના બાંધકામથી લઈને તેની આસપાસ જે નૈસર્ગીક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે તે વિશે વિસ્તાર પૂર્વક જણાવવાનું કહેતા તેઓએ જણાવ્યું કે, આ સાઇટનું લોકેશન જે રીતે છે અને જેવા વાતાવરણમાં છે તેની ડિઝાઇન પણ એ જ રીતે તેની આસપાસના માહોલ પ્રમાણે બનાવવામાં આવી છે. કલરવને બનાવવા માટે વાપરવામાં આવેલ મટીરીયલ પર્યાવરણને હાનિકારક ન હોય તેવા જ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. આ સાથે તેમાં જ્યાં જરૂર લાગી ત્યાં જૂની વસ્તુઓને રિસાયકલ કરી ઉપયોગમાં લેવામાં આવી છે. મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન દ્વારા લોકોના મગજમાંથી ઘરના બગીચાના બાંધકામમાં ફક્ત લોન હોવી એ જ ગાર્ડન છે તે રૂઢિગત વિચાર તોડવા માટેનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિથી ઉછેરવામાં આવતા છોડ અને ઝાડ એટલા ઘેરા હોય છે કે તડકો નીચે આવી જ ના શકે. અને સંપૂર્ણ રીતે સૂર્ય ઉર્જાનો વધારે ઉપયોગ તેઓ કરતા હોવાથી તેમનો વિકાસ પણ ખુબ સારો એવો થાય. આ પદ્ધતિ દ્વારા ઉછેરેલ છોડ ઝાડની તો બે વરસ પછી જાળવણી પણ કરવી નથી પડતી તેઓ તેની રીતે જ વિકાસ પામે છે અને સાથે સાથે એટલું સમૃદ્ધ ઘેરું જૈવિક વાતાવરણ ઉભું કરે છે કે પ્રાણી, પક્ષી અને જીવ જંતુઓ આપમેળે જ અહીંયા આવી ને વસવાટ કરવા પ્રેરાય છે જે એક રીતે એકદમ સૂક્ષ્મ જૈવ વિવિધતાનું નિર્માણ કરે છે.
આ સિવાય તેઓ આગળ એ પણ જણાવે છે કે, આ ઘરના બાંધકામ માટે દીવાલો ઈંટની જ બનાવી છે પરંતુ તેમાં લાઈન પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. તે સિવાય વાંસની સ્ક્રિન, તળિયાના નિર્માણ માટે કોટા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘરની સિડી પોળોમાં જે સિડી હોય છે તેને રિસાયકલ કરીને બનાવવામાં આવી છે. છત ફેબ્રિકેશનની (સ્ટીલ સ્ટ્રક્ચર) બનાવેલી છે. અને ઘરમાં વ્યવસ્થિત રીતે હવા ઉજાસ રહે તે રીતનું પ્લાંનિંગ કહેવામાં આવ્યું છે જેથી વીજળીનો ઓછો ઉપયોગ થાય. સાથે સાથે અહીંયા સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે જેથી જેટલો પણ વીજળીનો ઉપયોગ થાય તે એકદમ પર્યાવરણીય રીતે અનુકૂળ પણ રહે. છેલ્લે કલરવમાં એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે કે જેમાં ઘરનું પાણી રિસાયકલ થઇને જમા થાય છે અને તેમાંથી તે આસપાસ ઉગાડેલા વૃક્ષોમાં જાય છે. તળાવમાં સૌથી નીચેનું લેયર લીલીપોન્ડ – એક્વા ક્લચર, નીચે શેવાળ અને માછલીઓ પણ તેમાં રહે તે રીતે બનાવેલ છે, અમુક છોડવાઓ જે કુદરતી રીતે પાણીમાં ઓક્સિજન ઉમેરે છે તેને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતો નથી. આમ તળાવના નિર્માણ બાદ ઘરને થોડું ઊંચું પણ લેવામાં આવ્યું છે એટલે કે એક ઊંચા પ્લેટફોર્મ પર બનાવ્યું છે જેથી આસપાસનો નજારો એકદમ આહલાદ્ક લાગે.
આમ ધ બેટર ઇન્ડિયાને છેલ્લે જિનલ પટેલ એટલું જ કહે છે કે અમે આપેલ જગ્યામાં બાંધકામમાં ખુબ જ ઓછી જગ્યાનો ઉપયોગ કર્યો છે એટલે કે જેટલી જરૂર હતી તેટલી જ જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સૌથી વધારે ભાર લોકો ઇન્ડોર કરતા આઉટ ડોર રહે તેના પર આપવામાં આવ્યો છે.
આસપાસ એક નૈસર્ગીક વાતાવરણ ઉભું કરી લોકોને ઘરમાં જ રહેવાના ભૌતિકવાદી રિવાજથી બહાર લાવીને તેમના તથા પર્યાવરણ વચ્ચે ફરી સારો એવો તાલમેલ બેસાડી શકાય. તેમની ટીમમાં આ બાબતે એક બાગાયતી અને આ નેચરલ ઈકોસીસ્ટમ જે તે વિસ્તાર પ્રમાણે કંઈ રીતે તૈયાર કરવી તેના નિષ્ણાત પણ છે અને તેઓ સાથે મળીને આ પ્રમાણેના બાંધકામમાં આગળ વધી રહ્યા છે.
તેમના દ્રષ્ટિકોણ પ્રમાણે આ પ્રકારના બાંધકામ દ્વારા તેમનો ધ્યેય વૃક્ષો દ્વારા પ્રદુષણ ઓછું કરવું, જૂની ચીજ વસ્તુઓને રિસાયકલ કરી તેનો ઉપયોગ કરવો અને લોકોને આઉટ ડોર લિવિંગ બાબતે વધારે જાગૃત કરવાનો છે જેથી બહારનું વાતાવરણ જ એટલું સરસ બનાવીએ કે અંદર ફક્ત સુવા અને જમવા સિવાય લોકો પર્યાવરણના સાનિધ્યમાં બહાર રહેવા જ પ્રેરાય. જો તમે પણ આ રીતનું જ બાંધકામ કરાવવા ઇચ્છતા હોવ તો [email protected] પર ઈન્કવાયરી કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 2 ઝાડથી થયેલ શરૂઆત પહોંચી 5 હજારે, સૌરાષ્ટ્રના જગમલભાઈએ નકામી વસ્તુઓમાંથી બનાવી બાલવાટિકા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167